સમાજપયોગી વક્તવ્ય Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાજપયોગી વક્તવ્ય

કોઈપણ જગ્યાએ સમાજપયોગી વક્તવ્ય આપો અને સ્ટેન્ડિંગ ઓ્વેશન મેળવો...

માનનીય મહેમાનો અને આદરણીય સભ્યો,

આજના આ ઉલ્લાસમય પ્રસંગે આપ સૌના સામુહિક સહકાર અને ઉર્જા માટે હું આભાર વ્યક્ત કરું છું. આપણે જે સામાજિક સેવા અને પ્રગતિની વાત કરીએ છીએ, તે માત્ર શબ્દો સુધી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ આપણા દિનચર્યા અને કર્મમાં પરાવર્તિત થવી જોઈએ.

સમાજ એ કોઈ સર્વજન્ય ગઠન નથી, તે આપણા સૌના સહકાર, સંસ્કાર અને સ્વભાવના બળથી બનેલું છે. આ સાથે, દરેક વ્યક્તિએ સમાજ માટે પોતાની ફરજોને જાણવી અને તેને નિભાવવા માટે કટિબદ્ધ થવું જરૂરી છે. 

આપણે આપણી કીર્તિ, કૌશલ્ય અને સંપત્તિનો ઉપયોગ કેવળ પોતાની ઉન્નતિ માટે નથી કરી શકતા; એનો હિસ્સો સમાજના કલ્યાણ માટે પણ ખપાવવો આવશ્યક છે. જીવનમાં સફળતા મેળવનાર દરેક વ્યક્તિએ પોતાના સમૂહ માટે પણ કંઈક પાછું આપવું જોઈએ. હકીકતમાં, જે સાચી સફળતા છે તે માત્ર વ્યક્તિગત વિજેતા નહીં, પરંતુ સમાજ માટે ફાયદાકારક બની છે.

અમે જો શ્રમ, જિજ્ઞાસા અને પરોપકારની ભાવનાને જીવનમાં અપનાવીશું તો, આપણા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં ઘણો વધારો થઈ શકે છે. સારા કામોનો આરંભ આજથી જ કરો. નાના પગલાં પણ મોટી બદલાવ લાવી શકે છે. 

પ્રિય મિત્રો, હંમેશા યાદ રાખો કે, આપણી કાર્યો અને વિચારોનું પ્રતિબિંબ જ સમાજનું મૌલ્ય છે. એ માટે આપણે એકબીજાના સહયોગી બની, સમાજને અગ્રેસર બનાવીએ. આપણે જો સંકલ્પબદ્ધ બનીશું, તો આવનારા દિવસોમાં આપણા સમાજનું સ્વરૂપ વધુ ઉજ્જવળ અને ઉર્જાસભર બનશે.

આ પ્રસંગે, હું આપ સૌને આ પવિત્ર કામ માં જોડાવાની અને સમાજ માટે તમારા યોગદાનને ઉદાત્ત કરવા પ્રેરણા આપું છું. 

આંતે, હું કહું કે, **“જગ વલભ છે તેવો નહીં, તમે બનાવો એવો છે!”** 

આ રીતે, દરેક એક સાચી ઉદ્દેશ્ય સાથે આગળ વધો, અને તમારા જીવનને અને સમાજને નવી ઉંચાઈઓએ પહોંચાડો.

એક વાર્તા સાંભળીયે : 

એક વાર્તા : 

અમેરિકા ની વર્ષો પેહલાની વાર્તા છે. પેહલા તમને કોઈ તકલીફ થાય તો તમારે helpline પર ફોન કરવાનો એટલે સામે વાળી વ્યક્તિ આપણને તેનું સોલ્યૂશન આપે. 

એક બાળક 4 વરસ નું ઘર માં એકલું હતું. તેને તેનો ફોટો દીવાલ પર લગાડવો હતો એટલે હથોડી લયીને દીવાલ પર ખીલી ઠોકવા ગયો. ખીલી ની જગ્યાએ અંગુઠા પર હથોડી વાગી ગયી, રડવા માંડ્યો, ઘર ma મમ્મી પપ્પા તો હતા નહિ એટલે એને યાદ હતો તે phone કર્યો. સામે થી મધુર અવાજ આવ્યો, બોલો... બાળકે રડતા રડતા કહ્યું કે મને અંગુઠા પર વાગ્યું છે, બહુ દુખે છે, સામેથી અવાજ આવ્યો કે લોહી નીકળ્યું છે, બાળકે ના પાડી. સામેથી અવાજ આવ્યો કે ઘરે કોઈ છે? બાળકે ના પાડી. સામેથી કહ્યું કે તું ફ્રિજ માં બરફ છે ત્યાં સુધી પહોંચી શકીશ? બાળકે હા પાડી. સામેથી બરફ કાઢી ને અંગુઠા પર લગાડવાનું કહ્યું અને ધીમે ધીમે દુખાવો બંધ થયી ગયો. બાળક phone બંધ કરી ને સુઈ ગયો. હવે તેને કઈં પણ તકલીફ થાય તો તે helpline પર ફોન કરતો. હવે તો લેસન પણ આ ફોન પર થયી જતું. બાળક મોટો થવા લાગ્યો. તેના પિતા ની બદલી બીજા શહેર માં થયી ગયી. બાળક તો હવે ડૉક્ટર થયી ગયો હતો, બહુ મોટી પ્રેકટીસ કરતો હતો. તેના લગ્ન થયાં એટલે જુના ઘરે પાછો ગયો. Helpline પર ફોન કર્યો. સામે થી બીજી વ્યક્તિ નો અવાજ આવ્યો. બાળક જે મોટો થયી ગયો હતો તેણે પૂછ્યું, સામેથી  અવાજ આવ્યો કે બેટા આ helpline નંબર ના હતો, મનુશીબેન ( સમાજના મોટા વ્યક્તિ ) તને અંગુઠો દુખતો બંધ કર્યો ત્યારથી ડૉક્ટર બન્યો ત્યાં સુધી બધુજ ભણતા રહ્યા એટલે તને બીજા દિવસે શીખવાડતા. તને યાદ કરતા કરતા હમણાં એક કલાક પેહલા જ દેહ મુક્યો. 

કોઈ જ જાતની ઓળખાણ વગર મદદ કરવી, મનુશીબેનને લાખો સલામ. 82 વર્ષે તેઓ ડૉક્ટર બન્યા હતા. એક બાળક ને ડૉક્ટર બનાવવા. એક સમાજ સેવા માટે કઈં પણ થયી શકે. સવાર ના સમયે જેટલાં ને મળો એટલા ને કહો કે મજામાં ને... આપણો અને સામેવાળા નો દિવસ સારો જ જાય.  જરૂરી નથી સમાજસેવા માટે કુબેરપતિ હોવું જોઈએ, મન હોવું જોઈએ....

બોલો આપણે આપણા માટે કેટલું જીવીએ છીએ અને બીજા માટે કેટલું જીવ્યા??? 

Ashish 

concept.shah@gmail.com