રીજેક્ટ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીજેક્ટ

મેં મારી જીંદગીમાં પહેલીવાર કોઈ પણ છોકરીને પ્રપોઝ કર્યું.

તેમનો જવાબ 'ના' આવશે તે વિચારની સાથે જ મેં તેમને પુછ્યું હતું ફ્રેન્ડશીપ કરવી છે 

તેમણે હસતા જવાબ આપ્યો - ના

મે તેમને મારી લખેલી ચિઠ્ઠી આપી અને કહ્યું આ મારી ચીઠ્ઠી છે તમે વિચારીને જવાબ આપજો.

ચિઠ્ઠી મેં આ પ્રમાણે લખેલી હતી


                     જય શ્રી કૃષ્ણ 

મારૂ નામ કિશન છે. મંદિરમાં તમને સેવા કરતા જોયા ત્યારે જ મને તમે પસંદ આવ્યા હતા. મે તમને ક્યારેય ખોટી નજરથી નથી જોયા. હું ઈચ્છતો હોતો તો બીજાને પુછીને તમારા વિશે જાણી લીધું હોત પરંતુ હું તેવું કરવા માંગતો નહોતો. હું તમારી સાથે લગ્ન કરવા માગું છું અને તે માટે મિત્રતા કરવા માગું છું. તમને જો પસંદ હોય તો આગળ વધીએ અને પરસ્પર સમજણ બંધાઈ તો લગ્ન કરજો.

હું એક બ્રોકરની ત્યાં સેલ્સ મેનેજર તરીકે કામ કરૂ છું.

મારો નંબર xyz છે. જો તમને પસંદ હોય તો કોન્ટેક્ટ કરજો 

તમારી પસંદ જો ના હોય તો જીવનમાં ક્યારેય બીજી વખત તમારી સામે નહીં જોઉં કે તમારી સામે પણ નહીં આવું.

પરંતુ જો તમારો જવાબ હા હોય તો દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઉભો રહીશ અને દરેક તબક્કે તમને ખુશ રાખવાની કોશીશ કરીશ.

 લી.

                                           કિશન પટેલ 

તે છોકરીનું નામ નિકુંજા હતું. મે તેમને વરાછા ફ્લાય ઓવર બ્રીજ ઉપર ગાડી ચલાવતા ચલાવતા પુછ્યું હતું.

તેમણે બધી વાત કરી ક્યાં જોબ કરે છે, ક્યાં રહે છે વગેરે વગેરે અને પછી જ મને સારું લાગ્યું એટલે મારી લખેલી ચિઠ્ઠી આપી.

તેમના સંસ્કાર અને પહેરવેશ ઉપરથી જ મને તે પસંદ આવી હતી. 

એવું જરૂરી નથી કે દર વખતે છોકરાઓના જ સંસ્કાર જોવામાં આવે દરેક છોકરાઓ એક સરખા નથી હોતા તેમ દરેક છોકરીઓ પણ એક સરખી નથી હોતી.

ભુતકાળમાં બની ગયેલા બનાવો અને અનુભવ ઉપરથી તો મને લગ્ન નામના શબ્દથી વિશ્વાસ ઉડી ગયો હતો પરંતુ ઘરે મારા મમ્મી ભગવાનની સેવા કરતા અને ઉંમર જતા તે ઓછું કામ કરવા લાગ્યા.  ઉંમરની સાથે શરીર સાથ છોડી દે તો સંબંધ શુ ?

મમ્મી માટે અને ઘરમાં રહેલા ઠાકોરજી માટે લગ્ન કરવાનો વિચાર કર્યો.

તેના માટે જ મેં નિકુંજાને ચિઠ્ઠી આપી હતી.

૩ દિવસ વીત્યા કોઈ જવાબ આવ્યો નહોતો.

ચોથા દિવસે જ્યારે મેં તેમની રાહ જોઈ અને ગાડી ચલાવતા ચલાવતા પુછવાની કોશીશ કરી તો તેમણે ગુસ્સે થઈને " મારે કોઈ વાત નથી કરવી " એવો જવાબ આપ્યો.

તેમણે જેવો જવાબ આપ્યો તેવો જ મારો રસ્તો બદલી નાખ્યો.

બીજો કોઈ છોકરો હોય તો વાત કરવાની કોશિશ કરે કે મનાવવાની કોશિશ કરે કે બીજી વખત પીછો કરે પરંતુ સેલ્ફરીસ્પેક્ટ પહેલા હોવી જોઈએ.

કોઈ વ્યક્તિ તમને ઈગ્નોર કરે તેમછતાં તમે શરમ છોડીને બધું ભુલીને તેમની પાછળ કેમ જઈ શકો.

શું તમારી કોઈ કિંમત નથી?

શું તમારી તમારી જ નજરમાં કોઈ ઈજ્જત નથી ?

મને ઘણી વખત વિચાર આવે કે કેમ કોઈ પ્રેમમાં એટલો પાગલ થઇ જાય કે તેના માટે છોકરીઓ કે છોકરાઓ મમ્મી પપ્પા ની મંજુરી વગર ભાગીને લગ્ન કરવા તૈયાર થઈ જાય.

એક તરફી પ્રેમમાં પાગલ થઇ જાય, એક તરફી પ્રેમમાં ગળા કાપી નાખવામાં આવે.

કોઈ વ્યક્તિ તમને ના પાડે તેનો અર્થ "ના" એવો જ હોય છે. 

ત્યારે તમે એમણે મને ના પાડી, એ મને ના કેમ પાડી શકે, એની હિમ્મત કેમ થઈ મને ના પાડવાની આવું વિચારીને નફરત ના કરી શકો.

એક મિનીટ પહેલા જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હતા તે વ્યક્તિને એક જવાબથી તમે નફરત કરતા થઈ જશો.

શું આટલો કમજોર પ્રેમ હોય?

શું આને જ પ્રેમની પરિભાષા કહેવાય?

પ્રેમમાં સામેની વ્યક્તિનુ અને તેના વિચારોનુ સન્માન આપવાનું હોય.

પ્રેમમાં બીજાની ખુશી માટે પોતાની ખુશીનું બલીદાન આપવાનું હોય.

પ્રેમમાં તમે જેમને ચાહો છો તેમના માટે ક્યારેય ખરાબ વિચાર કે નફરત ના કરવાની હોય

સાંજે મને કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો.

કિશન બોલો છો - સામેથી આવાજ આપ્યો 

હા - મેં જવાબ આપ્યો 

હું નિકુંજા બોલું છું મારે કોઈ વાત નથી કરવી માટે મને ફોલો નહીં કરતા પ્લીઝ - નિકુંજાએ કહ્યું 

નહીં કરું - મેં કહ્યું...મારે ઓફીસ મિટિંગ ચાલતી હતી એટલે વધુ વાત ના કરી શક્યો 

તેમના અવાજમાં આજીજી હતી. જેમ કોઈ વ્યક્તિ ડરેલુ હોય તો રીક્વેસ્ટ કરે તે ભાવ હતો.

મે મનોમન નક્કી કરી લીધું કે આ દુનિયામાં છેલ્લી છોકરી હોય તો પણ તેની સામે નહીં જોઉં.

હું કોઈ ખરાબ માણસ કે રાક્ષસ તો નથી કે કોઈએ મને આજીજી કરવી પડે.

મારા અંદર રહેલા મારા અભીમાની કિશને મને કહ્યું આજ પછી તેની સામે પણ નહીં જોઈશ.

મારી અંદરના લાલચી ગુણે મને કહ્યું કે હજુ એક વખત કોશિશ કરી જો.

સેલ્ફ રીસ્પેક્ટે કહ્યું તું પાછો તેની પાસે જઈશ નહીં. તેમણે તને રીજેક્ટ કર્યો છે જ્યાં સુધી તે સામેથી ના આવે ત્યાં સુધી તું વાત નહી કરે.

લાલચ ફરી પાછી આગળ વધીને કહે તો શું થયું એક જ વાર ના કહ્યું છે શું ખબર બીજી વખત કોશિશ કરે અને હા પાડી દે.

સેલ્ફરીસ્પેક્ટ આગળ આવીને કહે ખબરદાર જો તેની નજીક પણ ગયો છે. હુ તારી સાથે કદી ઉભી નહીં રહું.

એક બાજુ ઓફીસની ઝુમ મિટિંગ ચાલતી હતી ત્યારે મનમાં વિચારો એકબીજા સાથે ઝઘડો કરતા હતા.

અંતે સેલ્ફ રીસ્પેક્ટે જીતી ગઈ.

મિટિંગ પુરી થયા બાદ જે નંબર ઉપરથી નિકુંજાનો ફોન આવ્યો હતો તે નંબરમાં ફોન કર્યો કોઈએ જવાબ આપ્યો નહીં.

તેથી મેં વોટ્સએપ પર મેસેજ છોડ્યો.

મારા તરફથી નિકુંજાને કહી દે જો ફોલો કરવા માટે તમારે બીજાના ફોન માંથી ફોન કરવાની જરુર ના પડે. તમે જ્યારે વાત કરવાની ના પાડી ત્યારે જ રસ્તો બદલાઈ ગયો હતો.

સેલ્ફ રીસ્પેક્ટે 

થોડી વારમાં ઓકે

એવો રીપ્લે આવ્યો.