Pahelo Pravas books and stories free download online pdf in Gujarati

પહેલો પ્રવાસ

પ્રવાસ જીવનમાં ઘણુ શીખવી જાય છે. એકલા રહેતા, દરેક વસ્તુ નુ મેનેજમેન્ટ કરતા, નવા નવા ચહેરાઓ સાથે મિત્રતા કરાવી જાય છે. મિત્રોની સાચી ઓળખાણ પણ કરાવી જાય છે. કોણ આપણા કામમાં આવશે અને કોણ નહી.

મારો પહેલો પ્રવાસ એટલે નાથદ્વારા નો પ્રવાસ. આમતો હુ કદી એકલો કોઈ જગ્યાએ જતો નથી પરંતુ આ મારી પહેલ હતી સૌપ્રથમ વખત બહાર જવાની.

નાથદ્વારા, રાજસ્થાન એટલે શ્રી નાથજીનુ ધામ. જેનુ વૈષ્ણવ સંપ્રદાયમા ખુબ મહત્વ છે. નાથદ્વારા એટલે મારા શબ્દોમાં કહુ તો તમે વારંવાર જાઓ તો પણ તમને દર્શન કરવાની મજા પડે તેવુ સ્થળ. અહીંના લોકો, સાકડા રસ્તાઓ, ભીડમા દર્શન કરવાની તથા ફરવાની મજાજ કાઈક અલગ છે

અહીનો આનંદ જ કાઈક અલગ છે. શ્રીજીબાવા ની ક્રુપા હોય તોજ આપણે અહી આવી શકીએ અને તોજ અહીની ભીડમાં પણ શ્રી નાથજીના દર્શન કરવાનો આનંદ આવે.બાકી તેમની ક્રુપા વગર આપણે ત્યા જઈ પણ ના શકીએ. આ વાતનો પ્રત્યક્ષ અનુભવ મને થયો જ્યારે હુ સપ્ટેમ્બરમાં નાથદ્વારા ગયો.

ધણા મહીનાઓથી હુ નાથદ્વારા જવાનું વિચારતો હતો. પરંતુ સમય જ મળતો નહતો. ત્યારે હમણાં બેન્કમાં રજા હોવાથી નાથદ્વારા જવાનુ નક્કી કર્યું

મે સુરત એસટી બસમાં ટીકીટ બુક કરાવી. પહેલા તો હુ એટલોજ જવાનો હતો પણ પછી મારી બેન્ક મા કામ કરતા મારા સીનીયર ઓફિસર કરણ પટેલ પણ મારી સાથે આવવા માટે તૈયાર થયા

સુરત બસ સ્ટેશનથી નીકળવાનો સમય રાતના 12:15 વાગ્યા નો હતો. પણ હુ 10:૩૦ વાગ્યાનો સ્ટેશન પહોંચી ગયો. એક કલાક પછી મારા સીનીયર કરણ પટેલ મને મળ્યા તેમણે મને કહ્યુ રાજસ્થાનમા સરકારી બસની હડતાળ ચાલે છે. બસ શામળાજી સુધી જ જશે. ત્યાથી આપણે પ્રાઈવેટ વાહન કરાવીને ઉદયપુર જવાનું અને ઉદયપુરથી નાથદ્વારા જવાનુ રહેશે.

અમે બન્ને એ ટીકીટ કેન્સલ કરાવવાનુ નક્કી કર્યું.અમે જ્યારે કંડકટર પાસે ગયા ત્યારે તેને કહ્યુ તમે શામળાજી સુધી બેસી જાવ ત્યાથી હુ તમને પ્રાઈવેટ વાહન શોધી આપીશ અને બાકી રહેતા ભાડાના રૂપિયા તમને પાછા આપી દઇશ, ત્યાથી તમને બસ મળી જ જશે: કંડકટરે અમને કહ્યું

અમે વિચારવા માટે થોડો સમય લીધો. કરણ પટેલ તેના પરીવાર સાથે આવેલ હતા, તે ચાર વ્યક્તિ હતા તેની વાઈફ, તેમનો છોકરો અને છોકરી અને બીજી બાજુ હુ એકલો. રાતના ૧૨ વાગ્યા હતા અત્યારે બધો સામાન લઈ ઘરે જવુ કે રીસ્ક લઈને નાથદ્વારા જવુ આ બે વિકલ્પો હતા અમારી પાસે. હુ હિંમત હારી ગયો હતો અને મારી સાથે આવેલ મારા સીનીયરના ઘરના લોકો પણ.

આપણે રીસ્ક લઈ લેવુ જોઈએ : કરણ પટેલે મને કહ્યુ

અમે એકબીજાના ભરોસે જવા માટે તૈયાર થયા. બસ રાત્રે ૧૨:૧૫ વાગ્યે ઉપડી. રસ્તામાં બસ ગોધરા, મોડાસા, અને છેલ્લે શામળાજી ત્રણ જગ્યાએ ઉભી રહી. બસના ડ્રાઈવરે અમને રાજસ્થાન ની બોર્ડર પાસે ૧૦:૦૦ વાગ્યે ઉતાર્યા.

હુ અને મારી સાથે આવેલ મારા સીનીયર કરણ પટેલ તેના ઘરના તમામ સભ્યો કંટાળી ગયા હતા. નેશનલ હાઈવે ૪૮ ઉપર અમે ૧૦ :૦૦ વાગ્યે ઉભા હતા. જ્યા આ સમયે પ્રાઈવેટ બસ મળવી બહુ મુશ્કેલ હતી. બસ કંડકટરે અમને ભાડાના બાકી રહેતા રૂપિયા ચુકવ્યા તેને કહેલુ તમને પ્રાઈવેટ વાહન કે બસ મળી જશે પણ બહુ મોડુ થઈ ગયું હતું. અત્યારે અમને સીધી નાથદ્વારાની બસ મળવી બહુ મુશ્કેલ હતી જો બે કલાક વહેલા પહોંચ્યા હોત તો કદાચ સંભવ હતું અમે સીધા નાથદ્વારા પહોચીએ.

હાઈવે પર ઉભા રહી અમે કોઈ ખાલી વાહન આવે તેની રાહ જોતા હતા. અમારી સાથે એક મોટી ઉમરનુ કપલ હતુ જે પણ નાથદ્વારા જઈ રહ્યા હતા અને બીજા બે મારી ઉમરના જ છોકરાઓ હતા જે ઉદયપુર જઈ રહ્યા હતા. મે જીવનમાં કદી કોઈ પાસે લીફ્ટ માંગી ન હતી આજે પહેલી વાર હાથ ઉચા કરીને ગાડીની લીફ્ટ માંઞી રહ્યો હતો

બીજી એક સરકારી બસ આવી તેમાંથી પણ ઘણા લોકો ઉતર્યા. એક કપલ અમારી સાથે જોડાયુ જેને ઉદયપુર જવુ હતુ. અમે હવે લગભગ૧૨ થી ૧૫ લોકો થઈ ગયા હતા

બોલીએ કહા જાનેકા હે આપકો : એક ડ્રાઈવર અમારી નજીક આવ્યો અને અમને પુછ્યુ.

તેમના મોઢા માથી દારૂની વાસ આવતી હતી કોઈને પણ તેના પર ભરોસો હતો નહીં તેથી તેને ના પાડી તે અમને ૩૦૦ રૂપિયા દરેક વ્યક્તિદિઠ લઈ જવા તૈયાર હતો. તે ના પાડવા છતા વારંવાર પુછવા આવતો.

આજે ગુજરાત સરકારની બસો પર બહુ ગુસ્સો આવતો હતો અને મે નક્કી કર્યું આજ પછી કોઇ દિવસ સરકારી બસમા ટ્રાવેલિંગ નહી કરૂ.

પોણો કલાક હાઇવે પર તડકામાં રાહ જોયા બાદ અમને એક ઈકો ગાડી મળી ગઈ.

હુ કોઇ પણ દસ લોકોને લઈ જઈશ તેનાથી વધારે જગ્યા જ નથી ગાડીમાં : તે ડ્રાઈવરે કહ્યુ

અમે દસ લોકો તૈયાર થયા. ૨૫૦ રૂપિયા વ્યક્તિદીઠ ભાડુ અમે નક્કી કર્યું ઉદયપુર સુધીનુ હુ મારા સીનીયરના ઘરના તમામ સભ્યો, બે કપલ અને મારી ઉમરના પેલા બે છોકરા.

અમારે બોર્ડરથી ઉદયપુર પહોચવા ૧૬૦ કિ.મી. નુ અંતર હજુ કાપવાનુ હતુ. અને તેના માટે ૩ કલાક ગાડીમાં જ કાઢવાના હતા.

અમે લગભગ ૨:૩૦ કલાકે ઉદયપુર પહોંચ્યા. રાત્રે ૧૨:૦૦ વાગ્યે બસમા બેઠા બાદ હુ ૧૪ કલાકે ઉદયપુર પહોચ્યો હતો. તેની જગ્યાએ જો હુ પ્રાઈવેટ બસમા નાથદ્વારા જતો હોત તો સવારે ૮:૦૦ વાગ્યે પહોંચી ગયો હોત. ખબર નહી હુ પેલા બેવકૂફ પ્યુનની વાતમા કેમ આવી ગયો જેને મને સરકારી બસમા જવાનું પ્રલોભન આપ્યું હતુ

ઉદયપુરથી અમારે નાથદ્વારા જવાનુ હતુ. અને તે માટે હજુ ૫૦ કિ.મી. નુ અંતર અમારે કાપવાનુ હતુ. હુ દર ૧૦ મીનીટે ગુગલ મેપમા પહોચવાનો સમય અને અંતર ચેક કરતો હતો. અમને એક જીપ મળી ગઈ ત્યાથી અને અમે લોકો નાથદ્વારા જવા નિકળ્યા.

નાથદ્વારા જ્યારે પહોંચ્યા ત્યારે ૪:૩૦ વાગ્યા હતા.લગભગ ૧૬ કલાકની એકધારી મુસાફરી કર્યા બાદ હુ સાવ ઠાકી ગયો હતો. આ દરમિયાન પાણી કે નાસ્તો પણ મે કર્યો નહોતો.

નાથદ્વારા પહોંચ્યા બાદ અમે બધા છુટા પડ્યા. હુ રીક્ષા કરી સીધો મંદિર નજીક આવેલ છોટી ધરમશાળામા ગયો. મે ત્યા પહોંચી એક રૂમ બુક કરાવ્યો અને સામાન રૂમમાં મુકી સીધો પહેલાં નહાવા ગયો. ફ્રેશ થઈને મે ચા-નાસ્તો કર્યો. ત્યા પાંચ વાગી ગયા હતા. અને મંદિર માથી હેલો પડ્યો દર્શન ખુલને કી તૈયારી હૈ. અત્યારે ઉથાપનના દર્શન હતા. આટલો થાક્યો હોવા છતા હુ આરામ કર્યા વગર દર્શન કરવા પહોંચી ગયો. ત્યા પણ દર્શન કરવા માટે પડાપડી થઈ રહી હતી

દર્શન કરીને આવી મે આરામ કર્યો. સવારમા મંગળાની આરતી ૫:૪૫ કલાકે થવાની હતી એટલે મારે ૪:૦૦ વાગ્યે ઉઠીને મંદિરે જવાનું હતું કેમ કે જો મોડુ થાય તો દર્શન કરવાનો વારો પણ ના આવે દરેક દર્શન માટે ૩૦ થી ૪૫ મીનીટનો સમય મળે.

રાત્રે વહેલા સુઈને સવારે હુ પોણા ચાર વાગ્યે ઉઠી ગયો. ધરમશાળામા હજુ કોઇ ઉઠ્યું પણ નહોતું ત્યા હુ ફ્રેશ થઇ કપડા બદલાવી તૈયાર થઈ ગયો. કેમ કે મોડા ઉઠ્યા તો ધરમશાળામા નહાવા માટે બાથરૂમ પણ આપણા માટે ખાલી

હુ જ્યારે મંદિરના મુખ્ય દરવાજા પાસે પહોચ્યો ત્યારે ત્યાં અગાઉથી જ ૩૦૦ જેટલા ભક્તો દર્શન ખુલવાની રાહ જોઈને બેઠા હતા. મને ક્ષણીક વિચાર આવ્યો આ બધા લોકો ઉઠ્યા કેટલા વાગ્યે હશે. હુ બધાની આગળ જઈ ઉભો રહી ગયો. મારમારો વારો આગળ આવી ગયો. કેમકે મંદિરમાં અંદર જવા એક જ રસ્તો હતો મોબાઈલ અને બુટ-ચંપલ મહેરવાની મનાઈ હતી. મંદિરના ગેટ પર ઉભા રહેતા સ્વયંસેવક એક એક વ્યક્તિને અંદર જવા દેતા.

આખા દિવસના દર્શનનો ક્રમ ત્યા બોર્ડ પર લખ્યો હોય છે. સવારે મંગળા આરતીના દર્શન, શૃગારના દર્શન, ગ્વાલભોગના દર્શન, રાજભોગના દર્શન, બપોર બાદ ઉઠાપનના દર્શન, સંધ્યાકાળના દર્શન, શયનના દર્શન અને છેલ્લા શયન આરતીના દર્શન. નીત્ય ઠાકોરજીના દર્શનનો આ ક્રમ હોય છે.

બે દિવસ હુ નાથદ્વારામા રહ્યો ત્યા ખુબ મજા પણ આવી.ત્યા પણ મોટી બજાર ભરાઈ છે સુરતની ચૌટા બજારની જેમ, ખાઉધરા ગલી પણ છે. જ્યા બધી ખાણીપીણીની દુકાન છે. ઠાકોરજીના શૃંગાર, વાધા, ખીલોના, ચિત્રજીની વિવિધ દુકાન ઉપલબ્ધ છે.

જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે ખુબને અલગ જ મહેસુસ કરતો હતો. ઘરે મમ્મી અને બહેન હોવા છતા કદી સવારે ૭:૦૦ વાગ્યા પહેલાં ઉઠ્યો નહતો અને અહી સવારે ચાર વાગ્યામા આર્લામ વગર ઉઠવુ બહુ અધરુ કહેવાય. ૧૬ કલાક ની મુસાફરી બાદ ઘણો થાક હોવા છતા તેનો અહેસાસ પણ ન થયો. આ મારા માટે વિચીત્ર અનુભવ હતો.

ઘણી વાર આપણી જીદંગીમા એવી ઘટનાઓ બનતી હોય છે જે કરવાનુ આપણામાં સામર્થ્ય પણ ના હોય છતાં કાર્ય પુરૂ થઈ જાય. આ અનુભવ પણ તેવોજ હતો.અને પ્રભુની ઈચ્છા વગર આપણે તેના દર્શન કરવા જઈ પણ નથી શકતા.

મારા જીવનનો મે એકલાએ કર્યો હોય તેવો પહેલો પ્રવાસ. જેણે મને ઘણું શીખવ્યું. પૈસાનુ અને સમયનુ મેનેજમેન્ટ, દોસ્ત કોને કહેવાય, કેવા દોસ્તો રાખવા જોઈએ અને બીજું ઘણુ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED