જાણો છો આજે મધર્સ ડે છે.
આખી દુનિયામાં માતાની સરખામણીમાં કોઈની સાથે પણ ના થાય. તેની મમતા, કરૂણા, ત્યાગ, પ્રેમ બધાની આગળ કરોડની સંપત્તિ પણ ઓછી પડે.
કહેવાય છે કે એક સ્ત્રી માં ત્યારે બંને જ્યારે તે બાળકને જન્મ આપે.એટલે એમ જોવા જઈએ તો માતાની ઉંમર અને તેના બાળકોની ઉંમર એકસરખી જ કહેવાય.
એક સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેની અંદર ઘણા બદલાવ આપોઆપ જોવા મળે છે.
તમને એક વાર્તા દ્વારા કાંઈક કહેવાની કોશિશ કરીશ. આશા રાખું તમને પસંદ આવે.
અર્ચના પંડ્યા નામની એક સ્ત્રી હતી. તેના પતિનુ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી અને તેની વચ્ચે તેના બે બાળકોને સાચવવા, ભણાવવા, સારા સંસ્કાર આપવા બધું એકલા જ કરવાનુ હતુ.
મિહિર અને કેવલ તેના બે બાળકો હતા.
પરીવારનો આર્થિક આધાર સમાન તેના પતિના નિધન બાદ અર્ચના સાવ ભાંગી પડી હતી.
ઉપરથી તેના સાસુ-સસરા અને જેઠાણી દ્વારા માનસિક અને શારિરીક શોષણ પણ હતું.
તેના સસરા તેને મારવા દોડતા, જેઠાણી તેને ગાળો આપતી અને ક્યારેક તો હાથ પણ ઉપાડતી હતી. જેઠ તેને ગાળો આપતો.
તેના સમયમાં અનેક વખત અર્ચના દ્વારા તેના ભાઈ અને પિતાને જાણ પણ કરવામાં આવી હતી.
પરંતુ તેના ભાઈ અને પિતાએ તેની દિકરીની વાત જ ના સાંભળી અને ઉપરથી તેના સસરા અને જેઠાણીનુ ઉપરાણું લેતા. હદ તો ત્યારે થઈ જ્યારે અર્ચનાના પિતા અને તેના ભાઈને તેની દિકરી કે બહેન પર ભરોસો કરવાને બદલે તેના વિશે ખરાબ વિચારતા.
તે એવું માનતા કે વાંક અર્ચનાનો જ હોય તો જ તેની જેઠાણી તેને ગાળો આપતી હોય અને સસરા મારવા દોડતા હોય.
અર્ચનાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું કારણ એટલું જ હતું કે તેના પતિ કલ્પેશના મ્રુત્યુ પછી કલ્પેશ ની કંપની અને મકાન તથા જમીનમાં અર્ચના વારસદાર તરીકે ગણાય. પરંતુ તેને કોઈ પણ જગ્યાએ ભાગ આપવામાં આવ્યો નહીં ઉપરથી ઘર માંથી નિકળી જવા તેના જેઠ દ્વારા વારંવાર કહેવામા આવ્યુ.
કહેવાય છે કે સમય બહુ બળવાન છે. તે જ્યારે પોતાની ગતિ બદલે છે ત્યારે ભલભલા માણસને તેની ઔકાત દેખાડી દે છે.
અર્ચના તેના બાળકોને ખાતર જીવતી રહી. તેનુ એક જ લક્ષ્ય હતું હું મારા બાળકોને ઉછેરીને મોટા કરીશ અને સારામાં સારી સ્કુલમાં મોકલીશ, તેને સારા સંસ્કાર આપીશ.
તેની પાસે જે સોના દાગીના હતા તે છીનવી લેવામાં આવ્યા હતા. કલ્પેશની ટેક્ષ્ટાઈલ માં કાપડ બનાવવાની કંપની હતી તે તેના ભાઈએ પોતાના નામે કરી લીધી હતી. તેના જેઠ દ્વારા વારંવાર મારી નાખવાની ધમકી આપવામાં આવતી.
અર્ચના સિલાઈ કામ કરીને પોતાની આવક ઉભી કરવા લાગી. ઘીમે ઘીમે તેમાં આગળ વધીને પ્રોટીન કરીને બ્યુટી પાર્લર ચાલુ કર્યું અને સિલાઈ કામ માટે તેણે એક બહેનને અમુક પગારથી જોબ ઉપર રાખી લીધા.
મિહિર અને કેવલ ને ભણાવવા માટે અર્ચનાએ કોઈ કસર બાકી રાખી નહોતી. તેને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવવા થી લઈ જીવનજરૂરી બધી વસ્તુઓને પહોંચી વળવા અર્ચના પુરી મહેનત કરતી.
તેની આ મહેનત વર્ષો સુધી ચાલી પણ તે હારી નહીં. એક સમય એવો હતો જ્યારે તે ભુખી રહી પોતાના બાળકોને ખવરાવે.
તે તેના બાળકોને ભણાવવાની સાથે સાથે સારા સંસ્કાર આપવા ભાગવત અને રામાયણના પાઠ કરતી.
તેની વર્ષોની મહેનતને અંતે બંને ભાઈઓએ ડિગ્રી પુર્ણ કરી.
મિહિર વકિલ બન્યો જ્યારે કેવલ સી.એ.
અર્ચના અને તેના ઘરની આર્થિક પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગી.
બીજી તરફ તેના જેઠે જે કંપની પચાવી પાડી હતી તેમાં તેને મોટું નુકસાન થયું અને તેને કંપની વેચવી પડી.
એક માં ધારે તો શુ કરી શકે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અર્ચનાના જેઠનો દિકરો આકાશ બાપને પૈસે મોટો થયો તેનામાં કોની સાથે કેમ વાત કરવી તેની પણ સમજ નહોતી.
પૈસાને કારણે આકાશના લગ્ન તો થઈ ગયા પણ સંસ્કારનો એક છાંટો પણ નહતો.તેથી તેની પત્ની સરિતા તેને છોડીને ચાલી ગઈ.
અહીં બે ઉદાહરણો છે એક સ્ત્રી શું કરી શકે છે અને કોઈનું ખરાબ કરવાથી આપણી શું હાલત થાય છે.
મિહિર અને કેવલના લગ્ન થયા તેના પિતા ના હોવા છતાં પણ આને આકાશ એકલો જ રહ્યો તેના પિતા હોવા છતાં પણ.
Thanks for reading