first love - part 2 books and stories free download online pdf in Gujarati

પહેલો પ્રેમ - ભાગ ૨

તે દિવસે રાત્રે હુ શાંતિથી સૂઈ પણ ના શક્યો. મારા વિચાર મારૂ મન માનવા તૈયાર જ નહોતા કે હુ અને અંજલી જુદા પડી ગયા છીએ. હુ વિચારવા લાગ્યો કે મારે શુ કરવુ જોઈએ.
મને તેની બેનની વાત ખુબ ખટકી હતી જે અંજલીએ તેમણે જતા જતા કરેલી. તે ત્રણ બેનમાથી સૌથી મોટી બેને પ્રેમ લગ્ન કર્યા હતા તે પણ કોઇ લુખ્ખા અને આવારા છોકરા સાથે. જેના પૈસા કમાવાના પણ કોઇ ઠેકાણા નહોતા. તેનુ નામ યશ જોશી હતુ.

તેના પિતાના પૈસાથી જલસા કરતો. તેના પિતા જીજ્ઞેશ જોશી કોર્પોરેટર હતા. તેને જ્યારે આ સંબંધ વિશે જાણ થઈ ત્યારે તેમણે તરત યશને ઠપકો આપ્યો. બંને પરીવારની આર્થિક સ્થિતિ સારી હતી પરંતુ બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી.તે વાત જીજ્ઞેશ જોશીને મંજુર નહોતી પોતાની રાજકારણમા ખરાબ છબી ઉભી થશે તેવા ડરથી યશને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે આ સંબંધ તોડી નાખે.
યશ નિશા વગર રહી શકે તેમ નહોતો તેથી તેમણે ભાગીને લગ્ન કરી લીધા. પોતાના દિકરાએ ભાગીને લગ્ન કર્યા તેને કારણે જીજ્ઞેશ જોશી ઘણા પરેશાન હતા. રાજકારણમા અને સમાજમાં તેની આબરૂ જશે તેવા ડરથી યશ અને નિશાને તેમણે અપનાવી લીધા.
પરંતુ જીજ્ઞેશ જોશીને આ લગ્ન બિલકુલ પસંદ નહોતા જે તેની મરજી વિરુદ્ધ થયા હતા. આ બાજુ નિશાના પિતા ઈશ્વરભાઈ એકદમ સરળ અને સીધા માણસ હતા. તેમની દિકરીએ ભાગીને લગ્ન કરી લીધા હતા. કોઇ પણ બાપ પોતાની દિકરીને ખુશ રાખી શકે તેવો છોકરો જ પસંદ કરે પણ યશ વિશે બહારથી જે વાતો મળી તેનાથી લાગતુ નહોતું કે તે નિશાને ખુશ રાખી શકે.
જીજ્ઞેશ જોશી ગમે ત કરીને નિશાને આ ઘરમાંથી બહાર કરવા માંગતો હતો એટલે તેણે નિશા પાસેથી દહેજ લાવવાની વાત કરી તે જાણતો હતો કે નિશા આ કામ નહી કરે તેથી જાણીજોઈને આ વાત કરી હતી. બીજી બાજુ જીજ્ઞેશ જોશીએ પોતાના દિકરા યશને પણ સમજાવી દિધો કે નિશાને કોઇ ભાઈ નથી અને તેને નાની બહેન છે જેના લગ્ન થયા નથી તેથી ઈશ્વરભાઈની સંપતિ ના વારસદાર નિશા બને એટલે તુ તારા સસરા પાસે તારા ભાગનો હિસ્સો માંગ.
યશ ભણેલો બેવકૂફ હતો તેને તેના પિતાના કહ્યા મુજબ બધુ કર્યું. તેને માટે પોતાનું ઘર છોડી આવેલી છોકરીના પ્રેમ કરતા તેની મિલકત અને સંપત્તિ મહત્વની થઈ ગઈ હતી.
ઈશ્વરભાઈને ફોન કરીને પૈસાની માગણી કરી અને જો નહી આપે તો આ લગ્ન તોડી નાખશે તેવી ઘમકી પણ આપી.
નિશાને પણ હવે પોતાની ભુલનો અહેસાસ થવા લાગ્યો હતો.
પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું . ઈશ્વરભાઈ પૈસા આપવા તૈયાર થઈ ગયા હતા. પોતાની દિકરીએ ભરેલા આ પગલાથી ઈશ્વરભાઈ ચિંતામાં હતા.તેના લીધે તેની તબિયત બગડી હતી.
આ બધુ વિચારતા ક્યારે નિદ્રા આવી ગઈ કાઈ ખબર ન પડી.
સવારે હુ કોલેજ જવા નિકળ્યો કોલેજમાં હુ નિશાની ફ્રેન્ડ મનિષાને મળ્યો.
અંજલી સાથે કાઈ વાત થઈ : મે પુછ્યું
નહીં, તેના ઘરે કાલે ગઈ હતી હુ, તારા માટે ચીઠ્ઠી લખી છે એ તને આપવા કહ્યું છે: મનિષાએ કહ્યું
તેણે મને ચીઠ્ઠી આપી હુ ઘણુ પુછવા માંગતો હતો પણ કાઈ પુછ્યુ નહીં..
કેન્ટીનમા બેસી અંજલીની ચિઠ્ઠી વાચી.
મિલન હુ તને એક અંધારામાં રાખવા નથી માગતી. હુ તને પસંદ કરૂ છુ, પણ આપણે બંને એકસાથે રહી શકીએ તેમ નથી. મે તને ખોટું કહ્યુ હતુ કે અમે સુરત છોડીને ગામડે જઈએ છીએ. ખરેખર એવુ કાઈ નથી મારી બેનની વાત કરી હતી એ સાચી વાત હતી પણ તેના કારણે પપ્પાએ મારી કોલેજ બંધ કરાવી દેવાનુ નક્કી કર્યું છે.
તુ મને ભુલી જાય અને તારી જીદગીમા આગળ વધે એટલે મે ખોટું કહ્યું હતું કે અમે ગામડે જઈએ છીએ
તારે મને ભુરવી જ પડશે, તેણે છેલ્લી લાઈન પર વધારે ભાર આપ્યો હતો
જો સંજોગ અને પરીસ્થીતી આપણી તરફેણમાં હશે તો આપણે એક દિવસ ચોક્કસ મળીશું અને સાથે રહીશું પણ તે આપણા હાથમાં નથી એટલે પ્લીઝ મને ભુલી જઈ આગળ વધજે.
તેની ચિઠ્ઠી વાચીને મારી આંખમા રીતસર પાણી આવી ગયા, હુ જડ બની ગયો હોય તેમ ત્યાજ કેન્ટીનમાં બેસી રહ્યો
મનમા ઘણા વિચાર ઘબકવા લાગ્યા જેવી રીતે અંજલિ મારા જીવનનો કોઈ ભાગ હોય તેમ વિચારવા લાગ્યો કે હુ તેના વગર કેવી રીતે જીવીશ. થોડી વાર તો મને તેની બહેન નિશા પર ગુસ્સો આવવા લાગ્યો આ બઘુ તેના કારણે જ થયુ હતુ આગળ શુ થશે તેના વિશે હુ વિચારી પણ નહોતો શકતો કેમ જ્યારથી હુ અને અંજલી મળ્યા ત્યારથી આજસુધી કોઈ દિવસ અલગ થયા જ નહોતા. સાથે ભણવાનું, પરીક્ષાની તૈયારી, કેન્ટીનમા સાથે બેસી નાસ્તો કરવાનો. સાથે ફરવા જવાનું અને બિજુ ઘણુંબધું.....
તેની ચીઠ્ઠી ફાડીને નાખી દેવાનું મન થયુ પણ મે તેવુ કર્યું નહી તેને સારી રીતે વાળીને મારા પોકેટમા મુકી
જાણે કાઈ થયુ જ ના હોય તેમ મન ઉપર કાબુ મેળવી સ્વસ્થ થયો અને લેક્ચર ભરવા ગયો.
પણ આજે ગમે એટલો મન પર કાબુ રાખવા છતાં તે કાબુમાં રહે તેમ નહોતું.
બધા લેક્ચર બોરીંગ લાગવા લાગ્યા, મન બહાર ભટકવા લાગ્યું. શુ કરવુ અને શુ ના કરવુ તેની ગડમથલમાં મન અને વિચાર ભમવા લાગ્યા
પરંતુ મન અને વિચાર બહુ ચંચળ હોય છે ગમે તેમ કરો આપણા કાબુમાં રહેતા નથી.
કોલેજનુ પહેલુ સેમેસ્ટર આખુ અંજલી સાથે વિતાવ્યું હતુ એટલે કોઇ નવા મિત્રો બનાવવાનો સમયજ મળ્યો નહોતો.
કોઇ મિત્ર નહોતું કોલેજમાં કે જેની સાથે સમય પસાર કરી વિતેલી ક્ષણોને ભુલી આગળ વધી શકુ.
હજુ તો બિજા સેમેસ્ટરની શરૂઆત થઈ હતી ખબર નહી કોલેજના આગળના બે વર્ષ કેવી રીતે વિતશે
મારા માટે ભણવુ પણ મહત્ત્વનુ હતુ અંજલીની જેમ મારી પાસે પપ્પાની કોઈ સંપત્તિ નહોતી કે નહી છોકરીની જેમ આખી જીંદગી ઘરમાં કામ કરી વિતાવવાની હતી ઘર ચલાવવા પૈસા કમાવા પડે તેના માટે ડિગ્રી જોઈએ અને સારા માર્ક્સ પણ તો જ સારી કંપનીમા નોકરી મળે.
આગળનો સમય મારા માટે ખુબ કપરો સાબિત થવાનો હતો...
જેમતેમ કરીને આજનો દિવસ તો વિતાવ્યો હવે શુ થશે તે મને પણ ખબર નહોતી
સમય અને સંજોગો આપણા હાથમાં નથી મને અંજલીની પેલી ચીઠ્ઠીમા લખેલી વાત યાદ આવી ગઈ.
હુ ઘરે પહોચ્યો.
મારા મનને અને મારા વિચારને કાબુમાં રાખવા હુ મારી જાતને કોઈને કોઈ કામમાં પરોવી રાખતો.
ઘરના કામમાં મમ્મીને મદદ કરતો, ઈન્ટરનેટ સર્ફિંગ કરતો, ફેસબુક પર જુના મિત્રો સાથે ચેટ કરતો, ચેતન ભગત, કાજલ ઔઝા વૈધની નોવેલ વાચતો, સંજય રાવળ અને સંદિપ મહેશ્વરીના મોટીવેશનલ વિડિયો જોતો
હુ થોડેઘણે અંશે સફળ પણ થયો.
ઘણો સમય વિતી ગયો હતો. કોલેજમાં નવા મિત્રો બની ગયા હતા. તેની સાથે સમય પસાર કરી લેતો
જોતજોતામાં કોલેજના બે વર્ષ પુરા થઈ ગયા હતા. કોલેજ કેમ્પસમાં પ્લેસમેન્ટ માટે ધણી કંપનીઓ આવી હતી.
મે ટી.સી.એસ. મા ઈન્ટરવ્યૂ આપ્યું હતુ જેમાં હુ સીલેક્ટ થયો હતો. જોબ માટે વડોદરા જવાનું હતુ અને મહીને ૧૨૦૦૦ સેલેરી હતી મે તે જોબ કરવા તૈયારી બતાવી હતી.
કોઇ પણ હોય આટલી મોટી કંપનીમા જોબ કરવાનો મોકો જવા ના દે.
હુ ભુતકાળમાં જે કાઈ થયુ તે ભુલી આગળ વધવા માગતો હતો પણ ના જાણે કેમ દિલના કોઇ ખુણામાં પડેલી કોઇની યાદ જવાનું નામ જ લેતી નહોતી.
હવે આગળ શુ થશે તે વિચાર કરવાનો સમય પણ નહોતો. અંજલીની તે ચિઠ્ઠી મે ફાડી નાખી હતી તેનુ પણ કારણ હતુ
કોલેજના બિજા વર્ષે મને મનિષા તરફથી સમાચાર મળ્યા હતા કે અંજલી લગ્ન કરી રહી છે. તે પણ પોતાની મરજીથી
મે જ્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છા બતાવી ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દિધી અને તેના ભુતકાળમાં અને તેની જીદગીમા શુ થયુ તે જાણવાનુ પણ મને યોગ્ય ના લાગ્યુ.
જો કદાચ તે સાચે જ મને પસંદ કરતી હોત તો એક વાર મિત્રતાના નાતે મને જરૂર મળે પણ નહી તેણે ના પાડી દીધી હતી એટલે તે જ પળે તેની યાદોની પળોને પણ મે ખંખેરી નાખી, તેની ચીઠ્ઠી પણ ફાડીને ફેકી દીધી.
કોઈ એકતરફી પ્રેમીની જેમ પાગલ તો ના થવાય ખરેખર સાચો પ્રેમી હોય તો તે વિચારે કે તેનો જીવનસાથી જ્યા રહે ત્યા ખુશ રહે અને તેની ખુશીમા જ પોતાની ખુશી જુએ.
તે દિવસે આવુ જ વિચારી અંજલી સાથે વિતાવેલી બધી પળોને ભુલી જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો..
તેની ઈચ્છા પણ આ જ હતી..
છતા તે પહેલો પ્રેમ હતો મારો એટલે કદાચ લાખ કોશીશ કરૂ તે યાદ મનમાંથી જવાનું નામ જ નથી લેતી...
કોઈ આવારાની જેમ હુ એવો તો નહોતો કે એક છોકરી ગઈ એટલે બિજી છોકરી સાથે સંબંધ બનાવુ અને બિજી પછી ત્રીજી...
હુ એવુ કરી શક્યો હોત પણ મે ના કર્યું.
આ દિલમા હંમેશને માટે એક જગ્યા ખાલી કરી આપી તેના નામની એટલે બીજાને નજીક આવવા નથી દેતો નહીંતર એ ખાલી જગ્યા ભુસાઈ જશે..

વાર્તા ગમી હોય તો રીવ્યુ આપજો........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED