મર્ડર ભાગ ૧ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર ભાગ ૧

સવારના સાત વાગ્યા હતા. મંજુલાબેન અને ગીરધરકાકા ગામડેથી પાછા આવ્યા હતા. તેમના દિકરા મિલનનો આજે જન્મ દિવસ હતો. ગીરધરકાકા તેમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા તેથી તેણે મિલનને અને તેની વાઈફ નેન્સીને ફોન પર ઈન્ફોર્મ કર્યું નહોતું.
પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો પહેલેથીજ ખુલ્લો હતા.
ગીરધરકાકા અને મંજુલાબેનને આશ્ચર્ય થયું કે બન્ને એકલા હોય ત્યારે તો તે ૧૦:૦૦ વાગ્યે ઉઠે છે અને આજે આટલા વહેલા.
બન્ને ઘરની અંદર દાખલ થયા. કોઇ દેખાયુ નહી. દાદર ચડીને તેઓ મિલનના બેડરૂમમાં ગયા પણ તેના બેડરૂમમાં પણ કોઇ હતુ નહી. પરંતુ બેડરૂમની સ્થિતિ ખુબ ખરાબ હતી. બેડ પર ચાદર વિખેરાઈ ગયો હતો. ઘડીયાળ નીચે પડી ગઈ હતી અને તેના કાચ ચારે બાજુ પથરાયેલા હતા. બેડની બાજુમા મુકેલ ટીપાઈ અને ફુલદાનીનો સેટ પણ તુટેલી હાલતમાં હતા.
ગીરઘરકાકાથી હવે રહેવાયુ નહી તેણે બુમ મારી નિલેશ. કોઈનો અવાજ ના આવ્યો બીજી વખત જરા જોરથી બુમ મારી ત્યારે નીચેથી અવાજ આવ્યો મમ્મી. હૂ અહી બાથરૂમમા છુ. પણ આ અવાજ નેન્સીનો હતો.
બન્ને નીચે ગયા અને મંજુલાબેને બાથરૂમનો દરવાજો બહારથી ખોલ્યો.
મંજુલાબેન ગભરાયેલા અવાજે બોલ્યા: અંશ અને નિલેશ ક્યા છે.
અંશને તો હુ તેના મામાને ત્યા મુકી આવી છુ કાલે: નેન્સીએ કહ્યુ
અને નિલેશની તો મને પણ ખબર નથી રાત્રે અમે બેડરૂમમાં સાથે જ સુતા હતા પણ અત્યારે જ્યારે તમારો અવાજ સાંભળી હુ ઉઠી ત્યારે હુ અહી બાથરૂમમા લોક હતી
માધવ બંગ્લોઝ વરાછા રોડ પરની સૌથી હાઈ સીક્યોર સોસાયટી હતી. અહી આજ સુધીના ઈતિહાસ મા ક્યારેય ચોરી થઈ નહોતી. દરેક બંગલાની કિંમત આશરે ૧૦ થી ૧૫ કરોડ હશે. ૪૦ બંગલા ની શેરી હતી. જેમા બન્ને બાજુ ૨૦ બંગલા હતા. ગેટની અંદર અને બહાર બન્ને બાજુ કેમેરા લગાવેલા હતા.અંદર આવવા માટે એક જ ગેટ હતો. ગેટની અંદર બંગ્લોઝની અંદર રહેતા લોકો જ વાહન લઈ પ્રવેશી શકતા. બહારથી આવતા મહેમાનો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા હતી. ગીરધરકાકા માધવ બંગ્લોઝ ના પ્રમુખ હતા. ગેટની અંદર પ્રવેશતા જમણી બાજુએ પહેલો બંગલો ગીરધરકાકાનો હતો..
બંગલો બે માળનો હતો. નીચે મોટો હોલ હતો. હોલની વચ્ચે ચાર સોફા ગોઠવેલ હતા. સોફાની મધ્યમાં કાચની મોટી ટિપાઈ હતી. ઉપર મોટુ કાચનુ ઝુમ્મર હતુ.૨૦×૨૦ નો હોલ હતો. અંદર પ્રવેશતા જમણી બાજુ કિચન હતુ. કિચનમાં જ મોટુ ટેબલ હતું જ્યાં ઘરના તમામ સભ્યો સાથે બેસી ભોજન કરતા. ફસ્ટ ફ્લોર પર નિલેશ, નેન્સી, ગીરધરકાકા, મંજુલાબેન અને મહેમાનો માટે ગેસ્ટ રૂમ હતા. સેકન્ડ ફ્લોર પર જીમ બનાવેલ હતુ.
નેન્સી ઉપર તેના રૂમમાં ગઈ અને પોતાનો ફોન લઈ નિલેશને ફોન કર્યો. તેની પાછળ પાછળ ગીરધરકાકા અને મંજુલાબેન પણ ઉપર આવ્યા. ફોન ગયો પણ કોઈએ ઉચક્યો નહી. બીજી વાર, ત્રીજી વાર પણ કોઇ ઉચકતુ હતુ નહી. નેન્સી ઉપર બીજા માળે જીમમાં ગઈ. અંદર પ્રવેશતા જ નેન્સીએ લોહીથી લથબથ નીલેશની બોડી જોઈ. નેન્સીએ મોટેથી ચીસ નાખી. તેની ચીસ સાભંળી ગીરધરકાકા અને મંજુલાબેન પણ ઉપર દોડી આવ્યા. લોહી ખુબ વહી ગયું હતું. નેન્સી અને મંજુલાબેન નિલેશ ની બાજુમા બેસી જોરથી રડવા લાગ્યા. ગીરધરકાકાએ કાંઈ વિચાર કર્યા વગર ઝડપથી ૧૦૮ને ફોન કર્યો.
સવાલ એ હતો કે સોસાયટીમાં રાત્રે અજાણ્યા વ્યક્તિ ને આવવાની મનાય હતી તો નિલેશ પર હુમલો કોણે કર્યો. જાણો આગળના ભાગમાં