સામાજિક વ્યવસ્થા Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સામાજિક વ્યવસ્થા


આજના ટેકનોલોજીના સમયમા અને વધતી જતી હરીફાઈમા સમાજમા થતા ફેરફાર અને તેની બદલાતી જતી વ્યવસ્થા જોઈને ક્યારેક એવો પ્રશ્ન મનમાં ઉદભવે છે કે આ સમાજ આખરે ક્યા જઈને ઉભો રહેશે આ સમાજ?
"શુટ આઉટ એટ વડાલા" મુવી જોઈને ખ્યાલ આવશે કે જ્યારે આ સમાજમા ખરાબ લોકોની સાથે રહીએ કે કોઈ કારણ વગર જ અપરાધી બની જઈએ કે ભ્રષ્ટાચારને કારણે બીજા લોકો ની હેરાનગતિ કરીએ ત્યારે કોઈ વ્યક્તિ 'મનોહર શુરવે' માથી ગેંગસ્ટર 'માણીયા શુર્વે' બની જાય છે.
આજના આ ભ્રષ્ટાચાર સમાજમા કેટલાય મનોહર માણીયા બનવાના રસ્તાઓ પર ચઢી ચુક્યા છે.
મારો આશય કોઈપણ વ્યક્તિ કે સમાજ કે વર્ગના લોકોને ખરાબ ચિતરવાનો નથી. મારો હેતુ સમાજમા ચાલી રહેલા દુષણ વિશે વાત કરવાનો છે.
ભ્રષ્ટાચાર, પૈસા કમાવા પાછળની આંધળી દોટ, માનહાની, બળાત્કાર, વિશ્વાસધાત, સ્વાર્થ આ બધાની વચ્ચે આપણે જીંદગીના નૈતિક મૂલ્યો, ચરીત્ર, ધર્મને આપણે ભુલતા જઈએ છીએ.
પૈસાને કારણે એક શીક્ષક દ્વારા વિધ્યાર્થી સાથે થતી પાર્શીયાલીટી જોઈ છે. કેવી રીતે એક શીક્ષક પૈસાને કારણે પોતાના જ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે તે જોયુ છે.
પૈસાને કારણે વ્યક્તિના બદલાતા ચહેરાને જોયા છે, વ્યક્તિના વાત કરવામા આવતા બદલાવ જોયા છે. just because of money
એક મેડીકલ કે એન્જિનિયરીંગ ફિલ્ડના સ્ટુડન્ટ પાસે લાખોનુ ડોનેશન લઈને એક શીટ ફાળવવામાં આવે છે. જ્યારે આ જ સ્ટુડન્ટ એન્જિનિયર કે ડોકટર બની જાય ત્યાર બાદ પોતે ખર્ચેલા પૈસા પરત મેળવવા તગડી ફી વસુલ કરે છે.
આ બધાની વચ્ચે પિસાય છે એક મધ્યમ વર્ગ જેનો કોઇ વાંક જ નથી.
ક્યારેય કોઈને પૈસા માટે કરગરતા જોયા છે?
પૈસા માટે કોઇ પાસે હાથ ફેલાવતા એ હાથને જ ખબર હોય છે કે ગરીબી કોને કહેવાય
ક્યારેય સ્કૂલમાં કે ટ્યુશનમા ફી ઓછી કરાવવા માટે આવતા વાલીઓને જોયા છે તેની પાછળની વેદના, સંવેદનશીલતા જોઈ હોય તો ખ્યાલ આવે ગરીબી કોને કહેવાય
ક્યારેય રાતદિવસ મહેનત કરીને ધરે આવતા મજદૂરને મળ્યા છો, તેના હાથ પગમાં પડેલા છાલાને જોયા છે કે બે મિનિટ પણ તેના ઘરની પરીસ્થિતિ શુ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે. જો કર્યો હોય તો ખ્યાલ આવે ગરીબી કોને કહેવાય
શીક્ષણ માટે લાખોની ફી વસુલતા અને એરકન્ડિશનલ કાચની ઓફિસમાં બેસીને ફી વસુલતા સંચાલકોને ગરીબીની વ્યાખ્યા શુ ખબર હશે... જો ખબર હોય તો ડોનેશન સિસ્ટમ જ ના હોય...
દિવસ રાત, ઠંડી ગરમી મા ખેતરમાં કામ કરતા ખેડૂતોને ક્યારેક પુછવુ મહેનત કોને કહેવાય અને જ્યારે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે પાકમા થતા નુકસાનને કારણે સરકાર તરફથી મળતી સહાય કેટલાય ખેડૂતો સુધી પહોચતી પણ નથી. સરકાર અને ખેડૂતોની વચ્ચે આવતા વચેટીયાઓ ખેડૂતોના ભાગમાં આવતા પૈસાથી પોતાના ઘરે ચૂલો સળગાવતા હશે.
ક્યારેય બીજાના પૈસાથી પોતાનુ ઘર ચલાવતા કે જોર-જબરદસ્તીથી પૈસા લઈને પોતાના આત્માને સવાલ કર્યો છે કે હુ આ જે કરી રહ્યો છુ તે સારૂ છે કે ખરાબ?
ભ્રષ્ટાચારના પૈસાથી તિજોરી ભરનાર અને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપનાર એ ભ્રષ્ટાચારી પિતાએ કદી એના બાળકોને કહ્યુ છે કે આ તુ ભણે છે તેના પૈસા ઉપર મારો કોઈ અધિકાર નથી એ પૈસા તો બીજાની કાળી મજુરીના છે. બીજાની મહેનતના છે
જો આવો સવાલ ના કર્યો હોય તો ક્યારેક તમારા બાળકોને પુછજો તો ખરી? તેનો જવાબ શુ હશે એ એક વાર સાંભળજો તો ખરી?
એજ ભ્રષ્ટાચારના પૈસાથી ઘરે રસોઇ બનાવતી તમારી પત્નીને પુછ્યુ કે આ પૈસા ઉપર મારો કોઇ હક નથી બીજાના ભાગનુ અન્ન હુ તને ખવડાવી રહ્યો છું
જો ના પુછ્યું હોય તો એક વાર પુછજો તો ખરી?
બીજા કોઈને ના પુછો તો કાઈ નહી એક વાર તમારી આત્માને તો પુછજો હુ જે કરી રહ્યો છુ તે થીક છે કે નહી?
તમારા ઈશ્વર, અલ્લાહ, ગોડ ને તો એકાંતમા પુછજો આ જે હુ કરૂ છુ તે બરોબર છે કે નહી.
આવા તો હજારો પ્રશ્નો મનમા દરરોજ સળગે છે પણ શુ કરવુ એનો ખ્યાલ નથી આવતો એટલે થોડું કહેવાની હિંમત કરૂ છુ.
અંતે એક કવિતાના માધ્યમથી કાઈક કહેવા કોશીશ કરૂ છુ

હે માનવી
તુ કાઈ કામ ના કરે તો કાઈ નહી
પણ કામ કરનાર માટે બાધા ના બન

તુ સમાજને બદલે નહી તો કાઈ નહી
પણ આ સમાજ માટે નડતરરૂપ ના બન

તુ બીજાને કેમ છો ના પુછે તો કાઈ નહી
પણ તેના જીવનમાં અવરોધરૂપ ના બન

હે માનવી
તુ કાઈ કામ ના કરે તો કાઈ નહી
પણ કામ કરનાર માટે બાધા ના બન