ગ્રહણ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

શ્રેણી
શેયર કરો

ગ્રહણ

વાર્તા:- ગ્રહણ
પ્રકાર:- બાળવાર્તા
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.


નમસ્તે વાચકો.
આજે એક સરસ મજાની બાળવાર્તા લઈને આવી છું, જે પ્રાથમિક વિભાગમાં વિજ્ઞાન ભણાવતા શિક્ષકોને પણ કામ લાગે એવી છે. એક શિક્ષિકા તરીકે મેં નોંધ્યું છે કે અભ્યાસના અમુક મુદ્દાઓ જે સમજવામાં અથવા તો યાદ રાખવાંમાં મુશ્કેલ લાગતાં હોય એને જો વાર્તા સ્વરૂપે સમજાવવામાં આવે તો ચોક્ક્સથી યાદ રાખવામાં સરળ થઈ જાય છે.


ઉપરાંત, વાર્તા સ્વરૂપે સમજાવ્યા પછી એને પ્રાયોગિક ધોરણે પણ જો સમજાવી શકાય તો વધુ ઉત્તમ રહે છે. આમાં જીવંત પ્રયોગ કરવાને બદલે તમે વિડીયો પણ બતાવી શકો છો.


નાનકડો પાર્થ સવારથી જોઈ રહ્યો હતો કે આજે દાદી બધાં પાસે ઉતાવળ કરાવી રહ્યાં હતાં. બધાં કામો ફટાફટ પતાવી દેવાની સૂચના આપતાં હતાં. સાથે સાથે એમ પણ કહ્યું કે, "કોઈએ આજે બપોરે બે વાગ્યા પછી ખાવાનું નથી. બે વાગ્યા પહેલાં જેટલું ખાવું હોય એટલું ખાઈ લો, અને બહારનાં કામો પણ પતાવી લેજો. બે વાગ્યા પછી કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. બે વાગ્યા બાદ સીધું આવતીકાલે સવારે ખાવા મળશે અને બહાર જવા મળશે."


પાર્થને કશું સમજાતું ન હતું. આથી એણે એની મમ્મીને પૂછ્યું કે, "આજે દાદી બધાંને આવું કેમ કહે છે?" ત્યારે એની મમ્મીએ જવાબ આપ્યો, "દીકરા, આજે ચંદ્રગ્રહણ છે. બપોરે અઢી વાગ્યાથી એનો વેધ શરુ થઈ જશે. ત્યારપછી ખાવાનું અને પીવાનું તેમજ બહાર જવાનું બંધ કરવું પડે.'


ફરીથી પાર્થ ગૂંચવાયો. એણે પૂછ્યું, "ચંદ્રગ્રહણ એટલે શું?" હવે કામ ફટાફટ પતાવવાનાં હોવાથી એની મમ્મીએ જવાબ આપવાને બદલે એને એની મોટી બહેન પાસે બેસાડ્યો અને એની બહેનને પાર્થને ગ્રહણ વિશે સમજાવવા કહ્યું.


પાર્થની બહેને એને સમજાવવાનું શરુ કર્યું. "જો પાર્થ, કુલ બે પ્રકારનાં ગ્રહણ હોય છે - સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે અને ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય છે. ક્યારેક ગ્રહણ આંશિક, એટલે કે થોડું જ થાય છે અને ક્યારેક પૂરેપૂરું થાય છે."


"દીદી, બંને ગ્રહણ વિશે મને કહો ને કે એ કેવી રીતે થાય છે?" પાર્થ બોલ્યો.


દીદીએ કહ્યું, "જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડવાને કારણે ચંદ્રગ્રહણ થાય છે. આથી ગ્રહણ પૂરું ન થાય ત્યાં સુધી પૃથ્વી પર અંધારું રહે છે."


"અને જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક સીધી રેખામાં આવે છે, તેમજ ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, અને સૂર્ય ઢંકાઈ જાય છે, જેથી તેનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. આમાં પણ ગ્રહણ દરમિયાન પૃથ્વી પર અંધારું થઈ જાય છે."


"જ્યાં સુધી ગ્રહણ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી અંધારું રહે છે, પછી ધીમે ધીમે અજવાળું થવા માંડે છે."


વળી પાછો પાર્થ બોલ્યો, "તો પછી દાદી બધાંને ગ્રહણ ચાલતું હોય ત્યારે ખાવાની અને ઘરની બહાર જવાની કેમ ના પાડે છે?'


"એ તો એટલાં માટે કે ગ્રહણ થતું હોય ત્યારે શરીર માટે નુકસાનકારક કિરણો પૃથ્વી પર આવતાં હોય છે, જે શરીર અને ખોરાક બંનેને બગાડે છે. આ કિરણોની અસર આપણાં પાચનતંત્ર પર પણ થતી હોય છે. ગ્રહણ સમયે આપણું પાચનતંત્ર નબળું પડી જતું હોય છે. માટે આપણે આ કાર્યો ન કરવા જોઈએ." દીદી સમજાવતાં બોલી.


અને જમવાનો સમય થતાં એ બંને જમવા માટે જતા રહ્યા. પાર્થ સમજી ગયો કે શા માટે દાદી બધાં પાસે ઉતાવળ કરાવી રહ્યાં હતાં.



આભાર.

સ્નેહલ જાની.