ઋણાનું અનુબંધ ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનું અનુબંધ



વિચારોના વમળમાં ઊંડે સુધી ડુબાડી ને બેઠેલા હતા. મે બે ત્રણ વાર સાદ આપ્યો પણ એ તો ખુદમાં જ ખોવાયેલા હોવાથી મારો અવાજ કાનમાં પડ્યો પણ ભીતર સુધી ન પહોંચી શક્યો.મે પાસે જઈને ઢંઢોળ્યા ત્યારે જ વાસ્તવિક દુનિયામાં ફરી ખુદની હયાતી બતાવી.

' કેમ, ધોરાં દિવસે ક્યાં ખોવાયને બેઠા છો..? ' એમની સામે જોઇને કહ્યું.

' ખાસ નહિ... પણ મારા વર્ગમાં હમણાંથી અજુક્તી ઘટના બની રહી છે. હું તો બાળકોને સંસ્કારનું સિંચન કરાવું છું છતાં બાવળ વાવ્યા હોઈ એવું ફળ મળે છે. " મનોમંથન બાદ જે ગેહરાયથી વાત કરી એ વાત મારા સમજમા ન આવી.એવું તો શું બન્યું હતું કે જે હમેશા જીવંત રેહનાર વ્યક્તિને પણ ઊંડા વિચારોમા ડુબાડી દીધા. મે વિગતવાર વાત જાણવાનો પ્રયાસ કર્યો,
" તમે તો બાળકોના પ્રિય શિક્ષક છો, બાળકોને શીખવાડવામા ક્યાંય ઉણપ ન રહી જાય તે માટે નિરંતર પ્રયત્નશીલ રહો છો. તો પછી એવું કેહવાના પાછળ શું ભાવ છૂપાયેલો છે ? જે મારી સમજની પરે છે." મનની ઉસુક્તાથી મે પૂછી લીધું.

હમણાં પંદર એક દિવસથી ક્લાસમાં ન થવાની ઘટના થઈ રહી છે.બાળકોની ફરિયાદ હોઈ છે કે એમના કંપાસમાં મૂકેલા પૈસા,ચોકલેટ, ખાવાનું ટિફિન વગેરે કોઈ ચોરી જાય છે.પેહલા આવું ક્યારે પણ બન્યું નહોતું. પણ આજે તો મારા પાકીટમાંથી પણ પૈસાની ચોરી થઈ ગઈ. મને ચિંતા મારા પૈસાની ચોરી થઈ છે એની નથી પણ એક મારો જ વિદ્યાર્થી અવળા માર્ગે પર ખુદને લઇ જઇ રહ્યો છે.આજ વિચાર મારા મનને કોળી ખાય રહ્યો છે , કે મારાથી ક્યાં કચાશ રહી ગઈ?...

એમની વાતો પાછળ છૂપાયેલો બાળકો માટેનો પ્રેમ, વાત્સલ્ય અને કરુણા હૈયાના ભીતરથી શબ્દો રુપે મારી સામે છલકાતો હતો. ' પણ, તમે ક્લાસના વિદ્યાર્થીને ડરાવી, ધમકાવીને પોલીસ બીક આપીને , ચોર કોણ છે તે જાણવાનો પ્રયાસ કરો?

' તમે ચોર શબ્દ ન પ્રયોગ કરો, એ આપણો જ પ્રતિસાદ સમજો. કેમ કે આપને જ જ્ઞાન સાથે સંસ્કાર પીરસિયે છીએ ,તો આપણી જ ભૂલ વર્તાઈ હશે."

બાળકો માટેની એમની અતૂટ લાગણી એ તો મારા ભીતરના પણ તાર ખણકાવી નાખ્યા. એ બેન આગળ હવે શું કરશે એના પર હું નજર મંડાવીને બેઠો હતો! ફરી એ બેન વિચારોમા ઘરકાવ થઈ જાય છે.એક ઊંડો શ્વાસ લઈને ખુરશીમાથી ઉભા થાય છે.વર્ગ સમક્ષ ' ચોરી કરવી પાપ છે ' એવી વાર્તા કહે છે. વાર્તા કહેતા જાયને દરેક બાળકની સાથે નજર મિલાવતા જાય. એ બાળકોના વર્તનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. જ્યારે તે બેન બાળકોની સામે જોતા ત્યારે વચમાં બેઠેલું એક બાળક પોતાની નજર છૂપાવવાની કૌશિશ કરી રહ્યો હતો. એ બેનને બાળકો મા સ્વરૂપે જોતા. તેથી માની નજર પણ પોતાના સંતાનના વર્તન પરથી જાણી લે છે, એમ જાણી લીધું.

શિક્ષિકા બેને તે બાળકની જાણ તો થઈ પણ આગળ શું પગલું ભરશે એ વાત મારા મનને વધુ જીજ્ઞાસા પેદા કરવા લાગી.શાળા છૂટી ગઈ.... પણ એ બેન ઘરે જવાના બદલે પોતાનો મુકામ ગામ તરફ આગળ ધપાવ્યો. પેલા બાળકના મિત્રો, આજુબાજુ વાળા પાસેથી બાળક વિશેની માહિતી ભેગી કરવા લાગ્યા. ત્યાર એમને જાણ થઈ કે તે બાળકના માતા પિતા જે જગ્યાએ કામ કરતા હતા ત્યાં એક હાદસો થયો હતો. એ હાદસાના લીધે અમાસના અંધારાની ચાદરમાં લપેટી લીધો ,કેમ કે તેના માતાપિતાને ખોયા હતા. ઘરે હવે નાની બેન અને વૃદ્ધ દાદી જ રહ્યા હતા. ઘરનો બોજ એક ફૂલ પર આવીને પડ્યો હતો. જેનાથી નિરાશા અને હતાશા કુટેવ તરફ વાળી રહી હતી.પોતાની નાની બેન ભૂખી ન રહે, અને વૃદ્ધ દાદીને ઘર ઘર ભીખ ન માંગવી પરે તે જ માટે ચોરી કરવાનો ભાવ પેદા થયો હતો.કામ કરવા માટે તૈયાર હતો પણ નાની વયના તનને કામ પણ કોણ આપે.આજ કારણ ગેરમાર્ગે દોરી જાય છે.

બીજા દિવસે સવારે જ્યારે પ્રાથૅનામાં બધા બાળકો લીન હતા ત્યારે તે બેને બાળકના દફતરમાં થોડા પૈસા , પેન ,પેન્સિલ અને ટિફિન મૂક્યું, પછી પ્રાર્થનામાં જતાં રહ્યાં.જ્યારે તે બાળક આવીને પોતાનું દફતર ફેદતો હોઈ છે ત્યારે હાથમાં આવે છે. એ કલ્પના બિંદુસમ વિચારમા પડી જાય છે પછી બેન સામે નજર કરે છે. તે નજરમાં પસ્તાવો ઝરણાં સ્વરૂપે વહી રહ્યો હતો.એ બાળકના આંખમાં ખોટું કર્યાનો ભાવ શર્મ થી કોળી નાખતો હતો. પણ બધા વિદ્યાર્થી સામે બેનની માફી માગતા અચકાતો પણ હતો.

રિષેશનો સમય હતો, વાત્સલ્યની મૂર્તિ સમક્ષ ભૂલો પડેલો વટેમાર્ગુ સામે આવીને ,ઊંડા શ્વાસ લઈને આંખોમાં પસ્તાવાના આસુ વહાવી રહ્યો હતો. બેન એના આસુ લૂછતાં લૂછતાં કેહવા લાગ્યા કે , " ગમે તે વિકટ પરિસ્થિતિ આવે પણ ખરાબ માર્ગ પર જવું જોઈએ નહિ. તને જે પણ જરૂર હોઈ તે મને આવીને કેહજે. હું તને આણી આપીશ. જ્યારે તું મોટો થઈને કમાઈશ ત્યારે મને મારું ઋણ ચૂકવી દેજે."


તે બેનને તે બાળકની બધી જ જવાબદારી એક માની જેમ પૂરી કરી.ખરાબ માર્ગ પર જતા બાળકને અટકાવ્યો તો ખરો પણ બધા વિદ્યાર્થી સમક્ષ એની આબરૂની પરવાહ કરી.જિંદગીનું શિક્ષણ આપી ગયા. જે બાળકની જે વસ્તુ ચોરાય હતી તે વસ્તુ ફરી એમના ખાનામાં પરત મૂકી અને કહ્યું કે મે તમારી પરિક્ષા કરતી હતી. આજ માંનભેર જીવતરની જે દિશા હોઈ તે દિશામાં બાળકોને સાચા પથ દર્શક બનીને જીવતર સુધારે એ જ ખરી જનની કેહવાય.

તે બાળકને ભણવા કે ઘર માટે જરૂરી ચીઝવસ્તુંની પૂરતી કરતા અને આગળ ભણવા માટે પ્રોત્સાહન પણ આપતા. આજે તે બાળક ડોક્ટર થયો છે, પોતાની પેહલી કમાણી તે મા સમાન બેનમાં ચરણોમા ધરવા ગયો. પણ તે બેને એમ કહીને રોકી લીધો કે,
"તારી પાસે જે પણ ગરીબ માણસ ઈલાજ કરવા આવે તે માણસના ઈલાજમાં પૈસા વાપરજે અને એ વાતની ધ્યાન રાખજે કે માનું ઋણ પૈસાથી નહિ કર્મ થકી સારા માણસ બનીને ચૂકવાય. અને મને પણ એજ ઋણની ઇચ્છા છે.એ જ સાચી માણસાઈ ઋણ છે."

તે બેનને જાહેરમા ક્યારે પણ કોઈ પણ સમક્ષ આ ઘટના ન્હોતી રજૂ કરી, આજે તે બાળક સમાજ તરફ પોતાની ભૂલ કેહતા અચકાતો નથી.આજ ઘટના જોઈ ને મારા હ્રદયના ઊંડાણમાં ઝીણવટથી ભરી સાચી સમજણ વિકસાવી ગઈ.