મહિના સુધી એક પણ રજા લીધા વિના જ સમીર એક ધાર્યા કામમાં મંડ્યો રહ્યો હતો.માનસિક તણાવ, શારીરિક થાક અને હતાશા માં સકડાય ગયો હતો. મનુષ્ય હોઈ કે પ્રાણી જો એને પૂરતો આરામ ન મળે તો થકાન માં સપડાઈ જ જાય છે. આરામ ની વ્યાખ્યા જ કેવી છે, વધુ પડતું નવળું બેસી ને સુઈ રેહવાથી પણ થાક લાગે છે.તો આરામ કોને કેહવાય ? આરામ એટલે એક કામ સતત કરતા હોઈ છે તો તે કામ માં થોડો બ્રેક લગાવવો એ જ આરામ છે. જેમ કે બાળકો ભણી ને થાકી જાય તો રમવામાં આરામ મળે છે, ગૃહિણી ઘરકામ માં થાકી જાય તો ટીવી કે મોબાઇલ થી આરામ મેળવે છે. કોઈ પણ કામ સતત કરવાથી માનસિક અને શારીરિક રીતે થાક અને તણાવ આવી જાય છે. બસ, આજ પરિસ્થિતિ સમીર ની હતી.
સમીર આજે પણ રજા પાડયા વિના ઓફિસ માં ગયો. તેનું મન અને તન સતત ના પાડી રહ્યું હતું પણ તેના પગ ફરી ઓફિસ બાજુ જ વળી ગયા.હતાશા અને નિરાશા ના વાદળ ની વચ્ચે કામ માં લાગ્યો પણ કામ માં જરા પણ મન ન હતું.એવા માં જ એનો નાનપણનો મિત્ર રસિક નો કોલ આવે છે અને બંને જણા બહાર જવાનો પ્લાન બનાવે છે. રસિકની ઈચ્છા હતી કે દમણ માં જવાની તો ત્યાં જ જવાનું નક્કી કરે છે. સમીર ઓફિસ માંથી જે મહિના સુધી રજા ન્હોતી લીધી, તે પાંચ દિવસ ની રજા લે છે.વેહલી સવારે દમણ જવા નીકળી પડે છે.બપોર ના બે વાગે દમણ પોહચી જાય છે. પેહલા તો રેસ્ટોરન્ટ ની શોધમાં નીકળે છે, પેટ માં કકડી ને ભૂખ લાગી હતી તો બને જણા જમવા માટે એક રેસ્ટોરન્ટ માં જાય છે. જમી પરવારી ને હવે હોટલ ની એક રૂમ બુક કરાવે છે.થોડો આરામ કરીને સાંજના સાડા પાંચ વાગે દરિયા કિનારે ગયા. મંદ - મંદ લેહરાતી અને મનને શાંતિ આપતા હવા ની સંગે સુર લગાવતા મોજાં માં ,સમીર મન અને તન થી તાજગી નો અનુભવ કરતો હતો. સમુન્દ્ર માં ડૂબતા સૂર્ય ને એક નજરે નિહાળી રહ્યો હતો એવા માં જ એની નજર, મોજાં સમ ઉછળતી - કૂદતી, રેતીમાં એના પગની નિશાની છાપ છોડતી હતી, આનન પર મધુર સ્મિત રેલાય રહ્યું હતું,હવા ની સંગે નુત્ય કરતા એના વાળ સુંદર નજારો ઉત્પન્ન કરી રહ્યા હતા, જાણે મુક્ત ગગન નું વિહાગતું પક્ષી. ભીંજાયેલા એનું તન શ્રાવણ ના રીમઝીમ વરસાદ માં મયુર નૃત્ય સમ લાગી રહ્યું હતું. સૂર્ય ઢળી રહ્યો હતો અને સમીર ના પ્રેમ નો ઉદય થઈ રહ્યો હતો. સમીર મનથી જ અને સમર્પિત થઈ જાય છે. સમીર એની જોડે થોડી પળો વિતાવવા માગે છે પણ અજાણી છોકરી સાથે કેવી રીતે વાત કરી શકે.બસ, મન માં વસવસા સાથે જ રસિક જોડે હોટલ માં પરત ફર્યા.સમીર હજુ એ જ દૃશ્ય માં રાચતો હતો.મન માં થતું હતું કે તે છોકરી સાથે મુલાકાત થાય, એની સાથે વાત થાય કે અને ફરી જોવા નો મોકો મળે.રાત આખી એના વિચારોમાં, તે મનોહર દૃશ્ય જોવામાં જ વિતી ગઈ.
સવારની કિરણો સમીર માટે નવું જ પ્રભાત લઈને આવી હતી.જે એક દિવસ પેહલા ઓફિસ ના કામ થી માનસિક અને શારીરિક તણાવ અને થકાન થી પીડાતો હતો એ આજે નવી જ ઊર્જા સાથે ચેહરો પ્રફુલ્લિત હતો.બંને મિત્રો સવાર થી સાંજ સુધી દમણ ની મજા લીધી. સમીર તો સાંજના દરિયા ની સેર માટે નો ઉમંગ ચેહરા પર જોવાતો હતો.રસિક ને આગ્રહ કરે છે ફરી દરિયા કિનારે જવાનો.પણ રસિક ને ત્યાં જવા માં કોઈ રસ નહતો.સમીર જ્યાં નજારો જોયો હતો ફરી ત્યાં જ પોતાની નજરોને ગોઠવી ને બેસે છે. દરિયા ની લેહરો પર પોતાનું નૂર છલકાવતી મનોહર દૃશ્ય નજરે ચડે છે. મુક્ત મને એક જ દિવસ મા જાણે આખું આયખું જીવી લેવાની ચાહ નજરે પડે છે. સમીર ના પગ ધીરે ધીરે તે તરફ વધી રહ્યા હતા.જેમ જેમ નજીક જઈ રહ્યો હતો તેમ તેમ તેની મનમોહક ખુશ્બુ ને નસે નસ માં ભરતો હતો.એ ચેહરા પરનો ઉમંગ,ઉત્સાહ અને તેજ થી પ્રકાશિત થતી રોશની સમીર ના આંખો માં ઉતરી ગઈ હતી.અચાનક તે છોકરી પડી જાય છે , જે વાતાવરણ ખુશી અનુભવતું હતું એ વાતાવરણમાં પલટો આવી જાય છે જેમ તોફાની મોજા દરિયાકાંઠા ને ઉજાડી જાય તેમ જ શોક છવાઈ જાય છે. તેના માતાપિતા દવાખાને લઇ જાય છે, સમીર પણ પાછળ પાછળ જાય છે. દાકતર અને તેના પિતા સાથે ની વાતચીત થી સમીર ની આંખે અંજાપો આવે છે, પગ નીચે થી જમીન સરકી જાય છે અને ધડામ લઈ ને બેન્ચ પર પડે છે, કેમ કે ખુશી ને છેલ્લા સ્ટેજ નું બ્રેઇન ટયુમર હતું. દવાખાનાં માં છેલ્લા શ્વાસ લઈ રહેલી ખુશી ના ચેહરા પર જરા પણ દુઃખ કે શોક ન હતો. જેટલી જિંદગી મળી તે માણવા માં અને આનંદ લૂંટવામાં જ માનતી હતી. ખુશી ની આંખો બંધ થઈ જાય છે પણ ચેહરા પર હજુ એ જ સ્મિત જોવા મળતું હતું. જીવી ત્યાં સુધી સ્મિત રહ્યું અને મર્યા પછી પણ સ્મિત હતું.
એ જ દૃશ્ય ની સાથે સમીર પાછો પોતાના ઘરે , ઓફિસે અને ફરી એ જ કામ માં લાગી જાય છે. ફરક એટલો જ જોવા મળ્યો કે જે નિરાશા અને હતાશા હતી અને માનસિક તણાવ ને બદલે ચેહરા પર સ્ફૂર્તિ , ઊર્જા અને સ્મિત જોવા મળતું હતું.જે ને પામવાની કામના હતી સમીર ને એ કામના પૂરી થઈ. સમીર ને તે ખુશી મળી ગઈ.મહિના મા એક દિવસ સમીર તે દરિયા કિનારે ખુશી ને જોવા , પામવા અને માણવા જાય છે.
માણસ ખુશી ને બહાર શોધતો રહે છે પણ તે ખુશી ને અંદર મેહસૂસ કરતો નથી. સમીર ને સાંજ ના દરિયા કિનારા ની ખુશી મળી એમ જ આપની જિંદગી ની ખુશી ભીતર માં જ સમાયેલી હોઈ છે.