ghadpanno saharo books and stories free download online pdf in Gujarati

ઘડપણનો સહારો


" એ હાલ, ભેરુ.. એ હાલ, મેરુ..."ખેડૂતની બૂમ પર ધરતીને ઉથલપાથલ કરતા બળદની જોડ મેરુ અને ભેરુ પોતાની જુવાનીનું જોર ખેતરમાં દાખવી રહ્યા હતા.
" ચાલ, દોસ્ત મેરુ. આજે ખેતરનું કામ પૂરું કરીને જ નિરાંતનો શ્વાસ લેશું." ઉત્સાહ વધારતા ભેરુ બોલ્યો.
" હા, દોસ્ત.... જોર લગાવ હવે......"

યુવાનીના ઉંબરે ઉભેલા ઉચ્ચ કોટીના મેરુ અને ભેરુ જોનારની નજર લાગી જાય એવા ગજ સમા કદ અને બળ હતા.ખેતરને તો જાણે વસ્ત્ર સમજીને ચિરતા હોઈ એમ ખેડતા હતા.જ્યારે યુવાની દેહ પર હોઈ ત્યારે દેહ હમેશા જોમમાં જ રહેતો હોય છે. આવી જ રીતે મેરુ અને ભેરુ પોતાના બળ અને શક્તિના લીધે જ પોતાના માલિકના લાડકા હતા.

પ્રભાત થાય એટલે ખેડૂત ખેતર ખેડવા માટે મેરુ અને ભેરુ ખેતરમાં લઈ જાય.મેરુ અને ભેરુ સૂર્ય માથે આવે એ પહેલાંજ ખેતરને ખેડીને ઘર તરફ પ્રયાણ કરી લેતા.બપોરના એ સમયે લીમડાના છાંયડે મેરુ અને ભેરુ પેટપૂજા કરીને નિરાંતે આરામ ફરમાવતા હોઈ અને સામેના ખીલે બાંધેલો કાળુડાની ઠેકડી ઉડાવતા બોલતા હોય,
" આ કાળુડો, માલિકના નકામા રોટલા તોડે છે. કોઈ કામધંધો નહીંને નવળો બગાઈને ઉડાવ્યા કરે છે. હા.... હા..... હા... " કરીને હસતાં હોઈ છે.

સમયની સાથે મુરઝાયેલા દેહ પર બગઈના ટોળા વરી રહ્યા હતા.ઘડપણમાં ચામડી ઢીલી અને બળ મરી પડવાળ્યું હતું.એ કાળુદો ઢીલા અવાજે પ્રત્યુતર આપતા બોલ્યો, " જુવાની પર ઘમંડ ન કરો.એને કરમાતા વાર નથી લાગતી.મે પણ જુવાનીમાં કેટલાય ખેતરને ખેડ્યાં છે.સમય સાથે મારી એ જુવાની વહી ગઈ.એમ તમારી પણ જતા વાર ન લાગે."પરંતુ કાળુડાની વાત ધ્યાન પર નથી લેતા.

જે દિવસે ખેતરનું કામ ન હોઈ ત્યારે ભેરુ,મેરુ અને બીજા ગામના બળદ વગડામાં ચરવા જતાં.વગડામાં કમર સુધી ઉંચા-ઉંચા ઘાસને ખૂંદીને મેરુ અને ભેરુ કેટલાંય ઘરડાં બળદને અડફેટમાં લેતા જઈ રહ્યા હતા.
" અરે, મેરુ અને ભેરુ ધીર ધરો. જુવાનીની જોમમા ઘરડાં બળદને અડફેટમાં ન લો પણ એમની સાથે રહો, સેવા કરો.આવનારો તમારો સમય ઘડપણ લઈને તમારું બારણું ખટખટાવશે ત્યારે તમને ઘડપણની વેદના સમજાશે." પરંતુ જેના પર યુવાની સવાર થઈ હોઈ એને આ સલાહ નિર્થક જ લાગે છે.

" એ તમારું ઘડપણ નહિ પણ કમજોરી છે.આ કમજોરી અને કામ ન કરવાના બહાનાને લીધે જ માલિકે તમને હાંકી કાઢ્યા છે." મેરુ અને ભેરુ જુવાનીના જોશમાં બોલ્યા.

ઝાડ ઉપર બેઠેલો હંસલો આ બધું જોઈ રહ્યો હતો અને મનમાં બોલી રહ્યો હતો,' જ્યાં સુધી અનુભવના માર ન પડે ત્યાં સુધી ઘડપણનું દુઃખ નહિ સમજી શકે."

" પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાત,
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં."


એક દિવસ ફરી ખેતરનું કામ ન હોવાના કારણે ભેરુ અને મેરુ વગડામાં પોતાનું બળ બતાવી રહ્યા હતા.એવામાં એમણે કાળુડાને એવો હડફેટે લીધો કે કાળુડો શરીરથી બહુજ ઘવાયો. કાળુડો લથડાતી હાલતમાં ચાલી રહ્યો હતો.આવી હાલત કરવા છતાં પણ ભેરુ અને મેરુને જરાવાળનો પણ પસ્તાવો ન્હોતો થઈ રહ્યો અને ઉપરથી મજાક ઉડાવી રહ્યા હતા.કફોડી હાલતમાં કાળુડો ઘરે પહોંચે છે.માલિક આવી હાલત જોઈને કાળુડાને જોર જોરથી ગાળો બબડે છે અને ઘરેથી કાઢી મૂકે છે. કેમ કે માલિકને આવા ઘરડાં અને અપંગ બળદની કોઈ કિંમત નથી.જેને પોતાની જ બિરાદરીના ઘરડાં લોકો પ્રત્યે માન કે સન્માન ન હોઈ તો માનવી ક્યાંથી એનું સન્માન કરવાનો?

બીજા દિવસે જ્યારે ફરી ભેરુ અને મેરુ વગડામાં ચરવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળુડાને દયનીય હાલતમાં ખાડામાં પડેલો જોયો.
"મારી કોઈ મદદ કરો.મને આ ખાડામાંથી કોઈ બહાર કાઢો." વેદનાની હાલતમાં કાળુડો બોલ્યો.
આવી હાલતમાં કાળુડાને જોઇને ભેરુ અને મેરુને ખુબજ પસ્તાવો થવા લાગ્યો. તે લોકો ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાઢી ન શક્યા.તેથી તે લોકો પોતાના માલિકને બોલાવવા માટે જાય છે પણ માલિક મદદ કરવાનો સાફ સાફ ઇન્કાર કરી દે છે.જેથી ભેરુ અને મેરુને માલિકની આ વાતથી ખૂબ જ દુઃખ લાગે છે.

બીજા દિવસે સવારે ખેડૂત ખેતરમાં લઈ જવા માટે ભેરુ અને મેરુને હળે જોડવા જાય છે પરંતુ તે બંને જણા ખેતરમાં જવા માટે તૈયાર જ થતાં નથી.ખેડૂત બંનેને ખીલે બાંધી દે છે.
" જ્યાં સુધી ખેતર ખેડવા તૈયાર ન થાવ ત્યાં સુધી ભૂખ્યા રહેવું પડશે."
"ભલે, ભૂખ્યા મરી જશું પણ જ્યાં સુધી કાળુડાને ખાડામાંથી નહિ કાઢો ત્યાં સુધી તો ખેતરમાં કામ નહિ જ થાય." ભેરુ અને મેરુ પોતાના નિર્ણય પર અડગ રહેતા કહે છે.એમને એમ કરતાં બે,ત્રણ,ચાર,પાંચ, છ અને અઠવાડિયું વિતી જાય છે. ભેરુ અને મેરુ ભૂખ્યા હોવાના લીધે કમજોર પડી જાય છે.ઉભા થવાની પણ તાકાત રહેતી નથી.પણ તે પોતાના મત પર મક્કમ જ રહે છે. તે બંનેની આવી હાલત જોઈને ખેડૂતને હૃદય પરિવર્તન થાય છે. જે કાળુડો મારા ખેતરમાં દસ દસ વર્ષ સુધી ખેતી કરીને અને મને અનાજ પાકી આપ્યું તે કાળુડાની આવી સ્થિતિમાં મારી ફરજ બનતી હતી કે એની સેવાચાકરી કરવી.પણ હું મારી ફરજથી દૂર ભટકી મારા સ્વાર્થનો જ વિચાર કરતો હતો.મારા કરતાં આ ભેરુ અને મેરુ આદર્શ નીવડ્યા જે મને જિંદગીનો પાઠ શીખવી ગયા.માલિક ખેડૂત કાળુડાને ખાડામાંથી બહાર કાઢીને આદરભેર સન્માન સાથે દવાદારૂ કરાવીને રાખે છે.

ભેરુ અને મેરુ વગડામાં પોતાની સાથે જ કાળુડાને લઈ જાય અને બીજા વડીલ બળદો જોડે પણ આદરભાવથી વર્તે છે.ઝાડ પર બેઠેલો હંસલો આ જોઈને, " અનુભવના ઘા નજર બદલી જ નાખે છે."
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED