હોનારત થી બેઠું થયું મોરબી ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોનારત થી બેઠું થયું મોરબી

ચોમેર પાણી માં સ્મૃતિ એવી દટાની કે માટી ના પડ ની વચ્ચે ખુદના શ્વાસ તોડી દીધા. છેક છેક નજર માંડી ને જોયું તો માત્ર આશ્વાસન આપતાં ઘર નું છાપરું દેખાયું.

એ ઘનઘોર અંધારેલા વાદળો ફાટું ફાટું કરી રહ્યા હતા. વીજળીના ચમકારા થી આખું આકાશ ભયભીત થઈ રહ્યું હતું. ચોમેર તે સૂરજ ના અજવાળામાં અમાવસની અનુભૂતિ થઈ રહી હતી. ઘરમાં કેદ થઈ રહેલું એક યુગલ અને છ વર્ષ નું બાળક.

વીજળી ના એ ચમકારા માં કાટકા ના પડગમ અવાજની ભીતિ થી કાન પર હાથ ધરીને મા ની ગોદ માં સંતાતું બાળક ના મન માં અઢળક સવાલ હતા પણ મોસમ ની બીક થી હૈયા મા દબાવી રાખ્યા હતા.કારખાનાં માં થી હજુ સુધી એના પિતા આવ્યા નહોતા. ડોક ઊંચી કરીને શેરીએ નજર દોડાવે છે પણ નિરાશાની તીવ્ર ગતી પ્રત્યાઘાત લઈ ને આવે છે.એ વરસાદી સુસવાટા આજે કંઇક અલગ જ રૂપ માં હતા. લાગતું હતું કે પ્રકૃતિ કોપાયમાન થઈ છે, એની ચરમસીમા એ ઉભી છે. કાળા દિમાગ વાદળમાંથી વરસાદ ખૂબ જોર મા ધરતી ને ચિરી દે એવા અવાજ થી વરસતો હતો.

પતિ ની રાહ તાકી ને બેઠેલી એ સ્ત્રી ભીતર થી ભાગી ગઈ હતી પણ પોતાના બાળક ને સાહસ આપતી હતી." માં, બાપુ ક્યારે આવશે? " વરસાદ ના અવાજ ની વચ્ચે દબાયેલા સ્વરે બાળક બોલી ઊઠયું.

" વરસાદ બહુ છે તો આવતા વાર લાગશે.તુ સૂઈ જા. " એમ કહી ને બાળક ને સૂવડાવે છે.પ
એ અંધારી રાત મા, વરસાદની અતિવૃષ્ટિ માં ઘર ની અંદર દિલ કંપાવી ને આખું મોરબી નગર શાંત નજર આવતું હતું.વીજળી ના ચમકારા માં દેખાતી મોરબી ની છબી કંઇક અલગ જ નજર આવતી હતી. વરસાદ થોભવાનું નામ ન્હોતો લઈ રહ્યો ને માનવી ના હૃદય થોભી જાય એવી એવો એ દિન હતો.

એ માં અને દીકરો આંખ બંધ કરીને સૂતા હતા પણ એમનું મસ્તિષ્ક તો જાગ્રત હતું.એ સતત વરસાદ ની વચ્ચે એના પિતા ની રાહ જોઈ રહ્યું હતું.
સાગરમાં ઉઠતી ઊંચી ઊંચી લેહર કિનારા સાથે ટકરાય છે એમ જ અચાનક પાણી ની લહેર ઘરની દીવાલો સાથે જોર જોર થી અથડાવા લાગે છે. એ સૂતા જન આ કુદરતી આફત ને સમજી શકે તે પેહલા જ દિવાલો ને તોડી, બારણાઓ ના વચે થી આખે આખું ઘર નાવ સમ તણાઈ ને લઇ ગયું.મચ્છુ જાણે પોતાનો પંથ નગર મા બનાવી રહ્યું હોઈ એમ ચીરતું ચીરતું નીકળ્યું રહ્યું હતું. એ ભયાનક વરસાદી દિનની વચ્ચે આ આફતે મોરબી ને પાણી માં નિરાંત ની નીંદરમાં સુતું કરી દીધું. જે પાણી પી ને જીવતું હતું મોરબી આજે એ જ પાણી થી શ્વાસ ખોઈ રહ્યું હતું.
એ કુદરતની કહેર માં પિતાની રાહ દેખતો છોકરો અને પતિ ની ચિંતા કરતી પત્ની , સવાર ની રાહ જોઈ રહ્યા હતા. પણ એ બંધ બારણે એવી મુશ્કેલી આવી પડી કે હમેશા માટે નિરાંત ચિર પાણી સાથે ભરી ગયા. એ ચિખતી ચિલ્લાતી અવાજ કાટકાં વીજળી વચ્ચે દબાઈ રહ્યા હતા.એક દિવાલ થી બીજી દીવાલ સાથે અથડાતા , ભટકાતાં તન માં ક્યાં સુધી સજીવન રહી શકે . એ કરુણતા ભરી ચિખો ની ગુંજ થી મોરબી નિસહાય થઈ ને આત્મવિલોપન કરી રહ્યું હતુ. એ આફત માં સદાય માટે મોરબી પોતાના શ્વાસ ને પાણી ની નીચે રુંધી દીધા.

મોરબી એ મચ્છુ ના નીર માં પોતાને એવી રીતે વહાવી દીધું કે પોતાની આભા પણ ખોઇ બેઠું. ક્યાં એ ઉલ્લાસ, ઉછરતું કૂદતું મોરબી આજે જમીન દોસ્ત થઈ ને પડ્યું હતું. એના પગ જ કપાઈ ગયા હતા, બેઠું થવું એ અશક્ય લાગતું હતું.હજારો માણસો, પ્રાણીઓ ના ભોગ માં મચ્છુ નદી પોતાના ગુસ્સામાં જ વહી રહી હતી.એ નીર ક્યારે શાંત પડે ? ક્યારે એ સવાર નું કિરણ ધરતી પર ઉજાસ લઈને આવે ? આ જ સવાલો ની વચ્ચે મોરબી ની નવી શરૂઆત ના એંધાણ સ્વપ્ન થકી જોઈ રહ્યા હતા.

જે નગર ખુદ ને ખોઇ ને બેઠું હોઈ આજે ફરી નવી શરૂઆત ની સાથે અડીખમ ઉભુ છે. એ ફરી જુસ્સામાં બેઠું થયું છે. નગર મા ગુંજતી બાળકો ની કાલીઘેલી અવાજ, ઉત્સવો માં રંગને છાટતું , નવીન સ્વપ્નાઓ ને સાકાર કરતું, ભારત ને સમય બતાવતું એ ઘડિયાળના કાંટા ની જેમ હમેશા ક્રિયાશીલ નગર ઊંડા શ્વાસ લઈને બેઠું થયું, ચાલ્યું અને હવે દોડી રહ્યું છે.

રાત પછી દિવસ જે સ્ફૂર્તિ લાવે છે તે જ નવી શરૂઆત થઈ.