પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 8 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 8

૮) આવેગ
રોજની જેમ જ આજે પણ સવારના ઉગતા સવાર સાથે સ્નેહા સિદ્ધાર્થને લઈને બગીચામાં ગઈ. સ્નેહાનું હંમેશાની જેમ બકબક કરવાનું ચાલુ જ હતું. તેનું ધ્યાન સિદ્ધાર્થની સામે અને બોલવામાં જ હતું, પણ સામે તો અરીસા સમાન સિદ્ધાર્થ હતો. તેથી પ્રત્યુત્તર તો મળવાનો જ ન્હોતો. પણ સ્નેહા પોતાની ધૂનમાં જ હતી. અચાનક એક ખાડો આવ્યો અને સ્નેહાનો પગ એમાં પડતાં જ નીચે પડવાની હતી કે એનો હાથ પકડીને ખેંચી લીધી. સ્નેહાએ પાછું વળીને જોયું તો જોતી જ રહી ગઈ. તેનો હાથ સિદ્ધાર્થે પકડી લીધો હતો.
" યોગીએ પોતાનું ધ્યાન તોડ્યું એમને." સ્નેહા ખુશ થતાં બોલી.
મહિનાઓ સુધી જેને લાગણીઓનો બફાટ ભરી રાખેલો હતો તે સિદ્ધાર્થ એકાએક સ્નેહા પર વરસી પડ્યો.
" તું શું કામ મારી પાછળ પડી ગઈ છે? મને આ જીવનમાં કોઈ રસ નથી. ન તો હું જીવિત છું ન તો હું જીવવા માગું છું. મારુ જીવન તો ક્યારનુંય ખતમ થઈ ગયું છે. તને સમજાતું નથી કે મને મારા હાલ પર રહેવા દે. મને તારામાં કે તારી વાતોમાં કોઈ રસ નથી. હું અને મારી વેદના જ જીવવા માટે કાફી છે. મને મારી વેદના સાથે એકલો રહેવા દે. "
સિદ્ધાર્થ એક પછી એક પોતાનો આવેશ ઠાલવી રહ્યો હતો અને સ્નેહા તે જોઈને ખુશ થઈ રહી હતી. 'બોલી દે સિદ્ધાર્થ , જે બોલવું હોઈ તે બોલી દે. બધો જ તારો ગુસ્સો માફ છે.' સ્નેહા મનમાં બડબડી રહી હતી. સિદ્ધાર્થનો આવેશ ઠરતાં જ ઘર તરફ દોટ મૂકી. તે ઘરે આવીને રૂમમાં બંધ થઈ ગયો. સ્નેહા ઘણા સમયથી આ દિવસની રાહ જોઈને બેઠી હતી, તેથી તેનાં ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું હતું. સિદ્ધાર્થ બંધ દરવાજે રૂમમાં પોતાના સઘરા આવેશો આંસુ સ્વરૂપે વહાવી રહ્યો હતો. ક્યાં સુધી મનુષ્ય પોતાની ભાવનાઓને રોકી શકે? ક્યારેક તો વહાવવી જ પડે છે. તેના માટે એક સમય, એક તકની અને ઘટનાની જરૂર હોય છે અને તે ઘટના સિદ્ધાર્થ સાથે થતા જ લાગણીનો ઉભરો વહી પડ્યો.

સ્નેહા તેની લાગણીને સમજતી હતી. તેને હાથ મારો નહિ પણ સ્નેહાનો જાલ્યો હતો. જે દુર્ઘટના થકી તેની સ્નેહા દુનિયામાં ન રહી , એ જ દુર્ઘટના મારી સાથે જોઈ અને મને પડતા બચાવી. તેને રોષ મારા પર નહિ, પણ પ્રિયતમા સ્નેહા પર કાઢ્યો હતો. એક લાપરવાહીના કારણે તેનું અકસ્માત થયું, એ જ લાપરવાહી મારામાં જોઈ. તેની અંદર સ્નેહા માટે ઘણો ગુસ્સો અને તેનાથી વિશેષ પ્રેમ.

" સ્નેહા, તું આજે આટલી પ્રસન્ન કેમ છે?" સ્નેહાના મોહ પર સ્મિત જોતા દાદી બોલ્યા.
"દાદી વાત જ એવી છે કે તમે પણ ખુશ થઈ જશો."
"એવી તે શી વાત છે?"
"સિદ્ધાર્થ મારા પર ગુસ્સે થયો."
" શું વાત કરે છે તું! જેના શબ્દો સાંભળવા કાન તરસી ગયા હતા, તે સિદ્ધાર્થ આજે ગુસ્સામાં તારી જોડે બોલ્યો." દાદીને ખુશીનો પાર ન રહ્યો.તે ઘરમાં જાણે કોઈ ઉજાણી હોઈ એમ ઉત્સાહમાં આવી ગયાં.
" સિદ્ધાર્થ ક્યાં છે?" દાદીએ સ્નેહાને પૂછ્યું.
" તેના રૂમમાં જ છે અને તેને એકલો જ રહેવા દો હમણાં. તેની લાગણી, આવેશ અને ગુસ્સો વહી જવાદો." સ્નેહાએ દાદીને તેના રૂમમાં જતા રોક્યા.
" આજે ખુશીનો કોઈ પાળ નથી રહ્યો. હું સિદ્ધાર્થને જોવા માંગુ છું, સાંભળવા માંગુ છું,તેની જોડે વાતો કરવા માગું છું."
"તમારી ભાવનાઓને રોકો. હજુ સિદ્ધાર્થ સારો નથી થયો. બસ એને માત્ર આવેશને વહેતો કર્યો છે. " સ્નેહાએ દાદીને ખુશી આપીને પરત લઈ લીધી હોય એમ લાગ્યું.

સિદ્ધાર્થ આવેશોને બહાર કાઢીને મનને શાંત કરી લીધું. તે શાંતિએ ઘણા સમય પછી નિંદ્રા આપી. તેના મસ્તિષ્કમાં ઉતપન્ન થયેલ આવેગો ઠર્યા, તે નિંદમાંથી ઉઠ્યો. ઘણો સમય થતાં સ્નેહા તેના રૂમમાં પ્રવેશી. સ્નેહાને જોતા જ ફરી ગુસ્સો કરવા લાગ્યો. " તારે શું છે ? કેમ મારો પીછો છોડતી નથી?"
" હાય.. હાય .. તું બોલે પણ છે ? હું તો એમ જાણતી હતી કે તું તો...." સ્નેહા ત્યાંજ અટકી ગઈ.
" તું અહીંથી જાય છે કે પછી......" તે વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ આંખો ટપકવા લાગી. સ્નેહા તેની જોડે બેસીને આશ્વાસન આપવા લાગી. તે રડતો રહ્યો અને સ્નેહા માટેનો પ્રેમ, ગુસ્સો ઠાલવતો રહ્યો. તેની વાતો પરથી એવું લાગતું હતું કે તે કદી સ્નેહાને ભૂલવવા માંગતો નથી અને તેનો જીવ પણ ત્યાં જ અટકી ગયો છે. " સિદ્ધાર્થ, સ્નેહા તારા આવા હાલ જોઈને, તે પણ દુઃખી થતી હશે. તું એની ખાતર પણ જીવ." સિદ્ધાર્થને સમજાવતાં સ્નેહા બોલી.સિદ્ધાર્થ ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો. ફરી તેને મૌન ધારણ કરીને સ્નેહાની યાદોમાં સરી પડ્યો. સ્નેહાએ પણ સિદ્ધાર્થને વધુ છંછેડવો યોગ્ય ન સમજી. તે પણ મૌન બનીને સિદ્ધાર્થને નિહારતી રહી. સિદ્ધાર્થને આરામ કરવા કહી સ્નેહાએ પણ એકાંત લીધો. તે સિદ્ધાર્થની અવસ્થા જોઈને વિચારોમાં ડૂબી ગઈ.માણસ પ્રેમમાં કેવો બની જાય છે! એ સિદ્ધાર્થને જોઈને જ ખબર પડી. લાગણી, પ્રેમ, હૂંફ જેવા શબ્દો સાંભળવામાં ખુશી આપતા હોય એમ છે પણ વાસ્તવમાં તો પીડા, યાતના, વેદના અને દુઃખનો પર્યાય શબ્દ જ છે.

ક્રમશઃ......