પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 4 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 4

૪)પ્રીતનો સબંધ કે લાલચ
સવારના દસ વાગ્યા એટલે ડૉક્ટર સમયસર દવાખાને હાજર થઈ ગયા હતા. તેમને પણ સિદ્ધાર્થના જીવન વિશે વધુ જાણવાની ક્રુતુહલતા વર્તાય રહી હતી.મનોચિકિત્સાના વ્યવસાયમાં ઘણા દર્દીઓના જીવનમાં બનતી ઘટનાના આધારે, જે પરિસ્થિતિ માનસપટ પર રચાય છે અને જેના થકી વર્તન અસામાન્ય બની જતું હોઈ છે; પણ સૌથી વધુ જિજ્ઞાસા તો સિદ્ધાર્થના જીવનને જાણવાનો થઈ રહ્યો હતો. દાદી અને સિદ્ધાર્થ રૂમમાં પ્રવેશ્યા. ડૉક્ટરે ઝટ વાતને આગળ વધારવાનો આગ્રહ કર્યો. દાદીએ ગઈકાલે જેટલેથી અધૂરી વાત મૂકી હતી ત્યાંથી જ વાતને આગળ ઉપાડી.

સ્નેહા નારાજ થયેલ સિદ્ધાર્થને મનાવવા માટે ઘરેથી જ પ્લાન કરીને આવી હતી. તેણે વોટરપાર્ક જવાની વાત મૂકી."તે મારા મનની વાત છીનવી લીધી" સિદ્ધાર્થ એમ કહેવા માગતો હતો પણ ન કહ્યું. " મારું મનતો સમર કેમ્પમાં જવાનું હતું. હવે તું તારી મરજી ચલાવવા આવી છે!"
" વધારે ભાવ ન ખા.આવતીકાલે તૈયાર રહેજે." સ્નેહાએ કડકાઈથી પણ હેતપૂર્વક આગ્રહ કર્યો.
" તમે હુકમ કર્યો છે તો માનવો જ પડશે." સિદ્ધાર્થે પણ સહમતી દર્શાવી.

સિદ્ધાર્થ ટીપટોપ તૈયાર થઈને સ્નેહાને તેડવા ગયો. સ્નેહા તૈયાર થઈને જ ઉભી હતી. ઘઉં વર્ણની હતી પણ આકર્ષક લાગતી હતી. લટ પાળેલા વાળ હવા સાથે નૃત્ય કરતા હતા. ઉનાળાના સાફ આકાશ જેવી આસમાની આંખો પર કાજલ આંજેલું ; એથી તો મુખડું ખીલી ઉઠ્યું હતું.સિદ્ધાર્થને જોતા જ હળવું સ્મિત કરીને વાળ સરખાવતી જઈને તેની ગાડી પાછળ બેસી ગઈ. કોને ખબર હતી કે આજનો દિવસ એ બંને માટે શું પરિણામ લઈને આવશે? તેઓ વોટરપાર્કમાં ખુશખુશાલ હતા. માજા મૂકીને મોજમસ્તી કરી રહ્યાં હતાં. 'તેઓ એક સારા મિત્ર છે' એ વાત વણસી રહી હતી. આંખો મળતી હતી , તેથી હોંઠ સ્મિત કરતાં હતાં અને હૈયું હેલ કરતું હતું. જ્યાં પ્રીત નીતરતી હોઈ બંને હૈયેથી ત્યાં શબ્દો થકી જ પ્રેમ વરસે તે જરૂરી નથી! આપ મેળે જ અહેસાસ થઈ જાય. અને થઈ પણ ગયો. સ્નેહા સભાન થઈ ગઈ અને સિદ્ધાર્થથી બે ડગલાં દૂર ભરી લીધા. સિદ્ધાર્થ પણ ત્યાં જ રોકાય ગયો. સમય થતાં જ બંને ઘરે જવા નીકળ્યા. જે બકબક કરતી છોકરી હતી તે ચૂપચાપ,વિચારોમાં જ ગાડી પાછળ બેસી રહી. સિદ્ધાર્થે પણ નજર રસ્તા પર માંડી. એમ બે ડગલાં દૂર થવાથી કે શાંત રહેવાથી જે પ્રેમનો અહેસાસ થયો હતો, તેનાથી દૂર નથી જઈ શકવાના! તો કેમ લાગણીઓને આમ દબાવીને રહેવું. શું સ્નેહા આવનાર સમયથી ચેતવા માંગતી હતી કે પછી કોઈ વાતનો ડર હતો? જે પણ હોઈ, આજે અહેસાસ તો થઈ જ ગયો; મિત્રતાથી પણ વિશેષ સબંધ છે.
" હવે તો ખુશ કે તું? " સિદ્ધાર્થે વાત કરવાની શરૂઆત કરી.
"હા, ખુશ."
સિદ્ધાર્થને સ્નેહાનો સૂકો-સૂકો જવાબ ન પચ્યો. " શું થયું તને? કેમ ચૂપ બેઠી છે?"
" એમ જ." સ્મિત કરતાં બોલી.
સિદ્ધાર્થે બાઈક ઉભી રાખી. સામે કૉફી શોપ હતી. બેંને કૉફી શોપમાં ગયાં.
સ્નેહાના હાથ ઉપર હાથ મૂકતા, "મને ખબર છે કે તું શું વિચારે છે? તને અને મને જે અહેસાસ થયો તે વિશેષ હતો. તેનાંથી તું કેમ ખુદને દોષી માને છે? એમાં કોઈ ખોટું નથી એટલે તું શરમ નહીં અનુભવ." રોજ સ્નેહા જેને શિખામણ આપતી હતી આજે તે શિખામણ આપી રહ્યો હતો.
"પરિસ્થિતિ ગમેતેવી આવે ,પણ હું તારો હાથ અને સાથ નહિ જ છોડું."
સ્નેહા આંખના પલકારે રાજીપો દર્શાવ્યો.ત્યાં એક દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. તેમનાં સબંધો કૉલેજના છેલ્લા વર્ષ સુધી પ્રેમના પવિત્ર સંબંધમાં વ્યતીત થયા. બંને આતુર હતા આ સંબંધને એક નામ આપવા. પણ સમય ક્યાં લઈ જાય તે કોણ જાણે!

********

મિતેષભાઈ એક ઉધોગપતિ માણસ હતા. તેઓ પોતાનો ઉધોગ વધારવા માટે દિવસ-રાત એક કરી મુકતા. એક દિવસે નામી ઉધોગપતિની પાર્ટી રાખેલી હતી. ઉધોગપતિઓની પાર્ટી પણ હરણફાળ ગતિએ આગળ વધવાની લાલસા માટે જ હોઈ છે. ખોટાખોટાં દેખાવો અને એકબીજાથી ચડિયાતા હોવાનો ડૉર હોઈ છે.મિતષભાઈ સિદ્ધાર્થને પણ વ્યવસાયથી પરિચિત થાય એટલા માટે સાથે લઈ ગયા હતા. પાર્ટી ભૌતિક વિલાસમાં રાંચી રહી હતી. એવામાં જ ઉધોગ જગતના શહેનશાહ કહેવામાં વાંધો ન આવે તેવા નિર્મલભાઈ પોતાના સહકુટુંબ સાથે અવતર્યા.
" જો સિદ્ધાર્થ, ઉધોગ જગતમાં નામી એવા નિર્મલભાઈ આવ્યા. તેમનો વ્યવસાય પણ આપણી જેમ ડાયમંડ માર્કેટનો છે. પણ તેઓ આપણા કરતા એક પગથિયું આગળ છે. " મિતેષભાઈએ લોભદાયક પરિચય આપ્યો.તેમના આવવાથી અંદરોઅંદર ચર્ચા થઈ રહી હતી. તેમાંથી એક વાત કામની મિતેષભાઈના કાનમાં પડી. " નિર્મલભાઈને તો એકની એક જ દીકરી છે. જેના સાથે લગ્ન કરશે , ભવિષ્યમાં તે જ 'નિર્મલ જગત ' ડાયમન્ડ કંપનીનો માલિક બની જશે." બીજા માણસે સાદ પુરાવતા બોલ્યો, " મેં તો સાંભળ્યું છે કે તેઓ પોતાની દીકરી માટે છોકરો શોધી રહ્યા છે." આ વાત સાંભળતા જ મિતેષભાઈના આંખ,કાન એમ બધી ઇન્દ્રિયો સતેજ થઈ ગઈ. તેઓ ઘડીભરની પણ રાહ જોયા વિના સિદ્ધાર્થને લઈને નિર્મલભાઈ પાસે પરિચય કરાવવા માટે પહોંચી ગયા. સિદ્ધાર્થ દેખાવે સોહામણો હતો એટલે પહેલી જ નજરમાં ગમી આવે. તેમની વચ્ચે વ્યવસાયની વાતો થવા લાગી.પણ જે મનશા સાથે આવ્યા હતા તે તરફ ધ્યાન દોર્યું. " બેટા, તારું નામ શું છે? "
"તાન્યા.."
" જુવાનિયાઓ, પાર્ટીની મજા માણો." કહીને મિતેષભાઈ સિદ્ધાર્થ અને તાન્યાને વધુ પરિચિત કેળવવા મોકલ્યા.

તેઓ થોડે દુર જઈને ઉભા રહ્યા. બંને ચૂપ હતા. પણ આખરે સ્નેહાનો ઠપકો યાદ આવતા સિદ્ધાર્થે વાત કરવાની શરૂઆત કરી. બન્ને વચ્ચે વાત જામતી જોઈને મિતેષભાઈ હરખાય રહ્યા હતા. પણ વાસ્તવિકતા અલગ હતી.
પાર્ટી પત્યા પછી મિતેષભાઈ અને સિદ્ધાર્થ ઘરે આવ્યા. મિતેષભાઈ સિદ્ધાર્થને તાન્યા સાથે લગ્ન કરવા અંગેનો વિચાર રજુ કર્યો. તેમને ભવિષ્યની લાલસા પણ બતાવી. સિદ્ધાર્થ કોઈ પ્રત્યુતર આપ્યા વિના જ રૂમમાં જતો રહ્યો. મિતેષભાઈ ગુસ્સે થયા પણ મન શાંત કરીને તે પણ પોતાના રૂમમાં જતા રહ્યા.

સિદ્ધાર્થની ઊંઘ જ ઉડી ગઈ. જે વાતનો દર હતો તે જ થઈ પડ્યું. જે પ્રેમકથા એકધાર્યા પ્રવાહમાં વહી રહી હતી તેમાં ઝંઝાવાતી મોજાં આવ્યા. પણ સિદ્ધાર્થનું મન મક્કમ હતું એટલે ધ્યેય સ્પષ્ટ કરી દીધું.

સૂર્યના કિરણો સિદ્ધાર્થની આંખોમાં પડતા નિંદ્રાને ખલેલ પહોંચી. તે ચા પીવા માટે રૂમની બહાર આવ્યો. મિતેષભાઈ જાણે સ્વાગત માટે ઉભા જ હોઈ એમ રાહ જોઈને જ ઉભા હતા. સિદ્ધાર્થ જેવો બહાર આવ્યો કે તરત જ તાન્યા સાથે લગ્ન કરી લે એ માટે મનાવવા લાગ્યા. પણ સિદ્ધાર્થ એકનો બે ન થયો. તે બંને વચ્ચે ઉગ્રતા ન આવે તે માટે દાદીએ સિદ્ધાર્થના મનને જાણવાની કૌશિશ કરી. " બેટા, તને કોઈ છોકરી પસંદ હોય તો એ પણ કહી દે."

" જે પણ હોઈ, પણ લગ્ન તો તાન્યા જોડે જ." મિતેષભાઈએ પોતાનો નિર્ણય થોપતા કહ્યું.
" ના, હું તો સ્નેહા જોડે જ લગ્ન કરીશ." સિદ્ધાર્થે આખરે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું અને ત્યાં જ ચર્ચાનો અંત કરતા સિદ્ધાર્થ જતો રહ્યો.

"સ્નેહા કોણ છે?" મિતેષભાઈએ દાદી આગળ આશ્ચર્યથી પૂછ્યું.
"તેની બાળપણની દોસ્ત અને કલાસમેટ છે. તેનાં પિતા કોઈ ઓફિસમાં ક્લાર્ક છે." દાદીએ આર્થિકતાનો પરિચય આપ્યો.
" કોઈ કલાર્કની છોકરી મારા ઘરમાં વહુ નહીં જ બને."
"મિતેષ, જો તું સ્નેહાના પિતાને તારી રીતે વાત કરીશ તો બની શકે કે સ્નેહા પોતાનો નિર્ણય બદલી દે."દાદી સ્નેહાના પિતા પર દબાણ કરવાની વાત કરી.
" તો આજે જ બોલાવીશ ઓફિસમાં.."

ક્રમશઃ.......