પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 3 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 3

૩)મૈત્રી

દાદી સિદ્ધાર્થના જીવનમાં બનેલી ઘટના વિશે ડૉક્ટરને માહિતી આપવા લાગ્યા.
સિદ્ધાર્થને સૌથી વધુ એની માં સાથે રહેતો હતો.બધી જ જરૂરિયાત તેની માં જોડે જ સંતોષતો હતો. તેના પિતા મિતેષને કામકાજથી વધુ ફુરસદ મળતી નહીં એટલે સિદ્ધાર્થ જોડે વ્હાલ કરવાના કે લાડલડાવવાનો અવસર પ્રદાન ન થયો. મિતેષનો સ્વભાવ થોડો કડક અને ગુસ્સાવાળો હતો એટલે સિદ્ધાર્થ પણ ડરતો. તેથી જ તો રવિનાને તેની દુનિયા બનાવી દીધી. એમ પણ માં સાથે બાળકનો નાતો જ એવો હોઈ છે, લાગણી બંધાય જ જાય.
એક દિવસ રવિના જોડે સિદ્ધાર્થ રમતો હતો. અચાનક રવિનાને ચક્કર આવતાં જમીન પર પડી ગઈ. મોંમાંથી ખૂન આવતું જોઈને સિદ્ધાર્થ બુમાબુમ કરી મૂકી. તે રવીનાને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે પણ રવિના બેભાન થઈ ગઈ હતી. ડોક્ટરને બતાવતા અને રિપોર્ટ કરાવતાં ખબર પડી કે છેલ્લા સ્ટેજનું કેન્સર હતું.ત્યાર પછી રવિના ધીરે ધીરે સિદ્ધાર્થને પોતાની પ્રાથમિક જરૂરિયાત જાતે સંતોષતો કર્યો. તે હંમેશા રવિનાને ફરિયાદ કરતો હતો કે , "તું કેમ મારાથી દૂર જઈ રહી છે? તું કેમ મારા જોડે રમતી નથી? મમ્મી, તું મારા લીધે તે દિવસે પડી ગઈ હતી તેમાં તો દૂર નથી જતી કે? તેમાં તો તારી તબિયત ખરાબ નથી થઈને? આજ પછી હું ક્યારે પણ તારા જોડે એવું નહીં કરું! અને તને હેરાન પણ નહીં કરું. બસ, તું મારી જોડે જ રહેજે." રવિના સિદ્ધાર્થની ફરિયાદ સાંભળીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી અને સિદ્ધાર્થ માટે સાજા થવાની હિંમત પણ કરતી હતી. પણ તેનું શરીર તો અંદરથી જ ખવાય જઈ રહ્યો હતું.માત્ર નવ વર્ષના સિદ્ધાર્થને મુકીને રવિના દેવલોક પામી. રવિનાનું અવસાનથી તેને બહુ મોટો અને સહી ન શકે તેવો આઘાત લાગ્યો, માનસિક રીતે ભાંગી પડ્યો. ત્યાર પછી તે પોતાની જાતને એકલો માની બેઠો. તે કોઈ જોડે વધુ બોલે નહીં , ચૂપચાપ એકલો જ રહેવા લાગ્યો. તેને પોતાની અંદર જ એક દુનિયા બનાવી લીધી અને કલ્પનામાં જ રહેવા લાગ્યો.

સિદ્ધાર્થ શાળામાં પણ એકલો જ રહેતો હતો. તેને કોઈ જોડે વધુ બનતું નહોતું. પણ એક દિવસે તેના ક્લાસની એક છોકરી સ્નેહા જોડે પરિચય થયો.સ્નેહા દેખાવે ઘઉં વર્ણની હતી, તેનો ચહેરો ખીલતા ફૂલની જેમ કોમળ અને તેજસ્વી હતો. કંઠ મધુર અને નટખટ પણ પરિપક્વ સ્વભાવ હતો. સ્નેહા એક મધ્યમ વર્ગમાં જન્મેલી છોકરી હતી. સ્નેહાના પિતા રસિકભાઈ ઓફિસમાં ક્લાર્કનું કામ કરતા હતા. તેમને સ્નેહા એક માત્ર જ સંતાન હતું. તેના માટે બહુજ મોટા સ્વપ્ન જોયા હતા, ભણાવવામાં કશીજ કસર છોડવા નહોતા માગતાં. સ્નેહનો સ્વભાવ મિલનસાર તો હતો અને બીજાને મદદ કરવામાં પાછી ઉતરે એમ નહોતી. સિદ્ધાર્થની સ્નેહા જોડે દોસ્તી થઈ ગઈ. દોસ્તી થયા પછી તો બંને સાથેને સાથે જ નજર આવે. એક પાટલી પર બેસવું , જોડે જ રિશેષમાં નાસ્તો કરવો, મેદાનમાં પણ જોડે જ નજર આવે. સ્નેહા સાથે રહીને સિદ્ધાર્થ રવિનાને ઓછો યાદ કરવા લાગ્યો અને ભૂલતો ગયો. તેને મન મનાવી લીધુ હોઈ એમ લાગતું.

સ્નેહા હંમેશા ટોકયા કરતી હતી, જ્યારે સિદ્ધાર્થ ગુમસુમ કે અન્ય જોડે ભળે નહિ તો. સ્નેહાની અસરથી સિદ્ધાર્થના વર્તનમાં પણ પરિવર્તન આવ્યું હતું. તે બધા જોડે ભળવા લાગ્યો હતો. એક સમય માટે ગુમસુમ રહેનાર છોકરો આજે બોલકણો બની ગયો હતો. સંગતની શું અસર નથી હોતી. સંગત એ વ્યક્તિના જીવનમાં અનેક રંગ લાવતી હોઈ છે. એમાં પણ આતો સુસંગત હતી!

જોતજોતામાં બન્ને કોલેજમાં આવી ગયા. તેમની ઉંમર એવા ઉંબરે આવીને ઉભી હતી જ્યાં બાળપણમાંથી જુવાની તરફ પગલાં માંડ્યા હતા. સિદ્ધાર્થ સજાગ બની રહ્યો હતો ત્યારે સ્નેહા સમજું અને પરિપક્વ થઈ રહી હતી. સિદ્ધાર્થ માટે સ્નેહા જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગઈ હતી. તેના વિના સિદ્ધાર્થને કશે જ એકલું ન ગમે. એક વખતે કોલેજમાંથી સમર કેમ્પનું આયોજન મનાલીમાં કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ તે કેમ્પમાં જવા માટે ઉત્સુક હતો પણ સ્નેહાને પૈસાની સમસ્યાને લીધે તે કેમ્પમાં જવા તૈયાર નહોતી. સ્નેહા સ્વાભિમાની છોકરી હતી તે સિદ્ધાર્થ જોડે હાથ લાંબો કરી શકે તેમ નહોતી અને પિતાને પણ આર્થિક રીતે અસર ન થાય એટલે પિતા પાસે પણ ઈચ્છા વ્યક્ત કરી શકતી નથી. સિદ્ધાર્થ પણ સ્નેહા વિના જતો નથી. તે પ્રોગ્રામ બંને માટે કેન્સલ રહ્યો. સિદ્ધાર્થ સ્નેહાથી અબોલા લીધા. સ્નેહાએ ઘણા ફોન કર્યા, મેસેજ કર્યા પણ સિદ્ધાર્થ કોઈ રીપ્લાય નથી આપતો. સિદ્ધાર્થને પણ સ્નેહા જોડે વાત કરવાનું મન થતું પણ વાત ન્હોતો કરી શકતો. આવા અબોલાથી એક તરફ સ્નેહા બેચેન રહેતી અને આબાજુ સિદ્ધાર્થ ગમગીન રહેતો. સ્નેહાથી વધુ ન રહેવાયું એટલે તે સીધી ઘરે જ આવી ગઈ. ત્યારે સૌપ્રથમવાર મેં એને ઘરના દરવાજે જોઈ હતી. ઘઉંવર્ણની પણ આકર્ષક અને તેજસ્વી ચહેરાવાળી હતી. તેણે મને સિદ્ધાર્થ માટે પૂછ્યું,
" દાદી, સિદ્ધાર્થ ક્યાં છે?" તે મને વાત કરી રહી હતી પણ આંખો તો સિદ્ધાર્થને શોધી રહી હતી.
"તે તેના રૂમમાં છે, પણ તને ઓળખી નહીં?" હું તો પહલી નજરમાં જ તેણે ઓળખી ગઈ હતી છતાં પણ અજાણ બનીને પૂછ્યું.
" હું સ્નેહા છું. સિદ્ધાર્થને બંને જોડે ભણીએ છીએ." સ્નેહા પરિચય આપતા બોલી.
" હા, તો તું સ્નેહા છે એમને. સિદ્ધાર્થ ઘણીવાર તારી વાતો કરે છે. (હાથથી ઈશારો કરીને) જા, એનો રૂમ સામે છે."

સ્નેહા જેવી સિદ્ધાર્થના રૂમમાં ગઈ. " મારો જીવ અધ્ધર કરીને સાહેબ તો મજાથી સૂતાં છે."
સિદ્ધાર્થ દિલથી ખુશ થઈ ગયો પણ સ્નેહા સામે નારાજ થવાનો ઢોંગ કરવા લાગ્યો. તેને સ્નેહા સામુ જોઈને મોહ ફેરવી લીધું.
" હજુ કેટલો નારાજ રહીશ મારાથી." સ્નેહા કાન પકડીને, " દિલથી માફી માગું છું, માફ કર." પ્રેમભર્યા ચહેરો બનાવતાં બોલી. સિદ્ધાર્થ વધુ ભાવ ખાતા રૂમમાંથી બહાર નીકળીને ઘર આગળના બગીચાના હીંચકે જઈને બેસી ગયો. સ્નેહા પણ તેની પાછળ પાછળ જઈને બાજુમાં જ બેસી ગઈ. સ્નેહાની વ્હાલભરી મનાવવાની રીતથી સિદ્ધાર્થનું રૂઠવું જાજું ટક્યું નહીં. તે આખરે માની ગયો અને સ્નેહાને ભેટી પણ પડ્યો. તેમણી વચ્ચે દોસ્તી લગાવ જ એવો હતો. સ્નેહા કશે બહાર ફરવા જવાના પ્લાન સાથે જ આવી હતી. સિદ્ધાર્થ પણ જવા માટે રાજી થઈ ગયો.
ટ્રીન.... ટ્રીન.....ટ્રીન..... ડોરબેલનો અવાજ સંભળાય છે. " સૉરી, આજનો તમારો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે દસ વાગી આવી જજો."
ડૉક્ટરે દાદીને રોકતા બોલ્યા.દાદી અને સિદ્ધાર્થ ઘરે પરત ફરે છે.

ક્રમશઃ.....