Premno Ilaaj, Prem - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 1

૧) વૈરાગ્ય

" જોઈને ચલાવ જે મૉપેડ, કેમ કે અઠવાડિયા પછી આપણાં લગ્ન છે, સમજીને.." ફોનમાં પોતાની પ્રિયતમાને સલાહ આપતા સિદ્ધાર્થ બોલ્યો.

" હા, હા.. નજર રસ્તા પર રાખીને જ ચલાવું છું. પણ તમને વાત કર્યા વિના નહીં ચાલતું તેમાં ફોન શરૂ રાખ્યો છે." પ્રેમથી જવાબ આપતાં સ્નેહા બોલી.
" તુ ગાડી પહેલા સાઈડમાં ઉભી રાખ અને પછી વાત કર.."
" હમણાં જ ગાડી સાઈડમાં ઉભી રાખું છું...... " સ્નેહા વાત પૂરી કરે તે પહેલાં જ એક ટ્રક પોતાની જ સાઈડમાં નિયત સ્પીડમાં આવી રહ્યો હતો અને સ્નેહાનું ધ્યાન મોબાઈલ કટ કરવામાં હતું.સ્નેહાની નજર હટી અને ટ્રક સાથે દુર્ઘટના સર્જાઈ. ટ્રકના બનેં ટાયર સ્નેહાની ગાડી અને સ્નેહા ઉપરથી પસાર થઈ ગયા. આ દૃશ્ય નજરમાં ફરતા જ સિદ્ધાર્થ "સ્નેહા......." નામની ચીખ પાડતાંજ ઉભો થઇ ગયો.

સિદ્ધાર્થ સમજી ન શક્યો કે આ સ્વપ્ન હતું કે પછી હકીકત! પણ એના જાગવાથી બાજુમાં બેઠેલા તેનાં દાદી વંદનાબેનની આંખોમાં ખુશીના આંસુ હતા અને બાજુમાં ઉભેલા એના પપ્પા મિતેશભાઈના ચહેરા પર ખુશીનો પાર ન્હોતો વર્તાતો ! એનું કારણ એ હતું કે છ મહિના સુધી જે કોમામાં જીવતો પણ મૃત અવસ્થામાં પડેલો હતો અને આજે તે એકાએક ભાનમાં આવવાની ખુશી હતી.

" દાદી , સ્નેહા ક્યાં છે?" સિદ્ધાર્થ ચારેબાજુ નજર કર્યા પછી પૂછ્યું.

અભાન અવસ્થામાં ગયો ત્યારે પણ સ્નેહાનું નામ હતું અને આજે પણ તેનું જ નામ છે. હવે, આને કેવી રીતે સમજાવો.દાદી મનમાં વિચારી રહ્યા હતા. " બેટા, પહેલા તું સરખી રીતે સાજો તો થઈ જા. આજે કેટલા મહિના પછી તે આંખ ખોલી છે." એમ કહીને સિદ્ધાર્થને બાથમાં ભરી લે છે.
દાદીએ જે રીતે સિદ્ધાર્થને બાથમાં ભર્યો હતો તે થકી તે સભાન થઈ ગયો અને ભૂતકાળથી અવાચક બની ગયો. તે દાદીને જકડીને પોક મુકીને રડવા લાગ્યો.
" બેટા, રડી લે. તારું દિલ હરળું થઈ જશે." દાદી આશ્વાસન સ્વરૂપે બોલ્યા.
એટલામાં મિતેશભાઈ ડૉક્ટરને બોલાવીને આવે છે.
" સિદ્ધાર્થ, તારા દાદી અને પપ્પાની શ્રદ્ધા ફરી. તું ફરી સજીવન થઈ ગયો છે." ડોક્ટરે કહ્યું.
" સાહેબ, હવે સિદ્ધાર્થને કયારે ઘરે લઈ જઈ શકીએ છીએ?" મિતેશભાઈએ પૂછ્યું.
" હજુ બે ત્રણ દિવસ સુધી નિરીક્ષણમાં રાખવો પડશે. પછી રજા આપી દઈશું."

ઘણા મહિનાથી જે દિવસની આસ લગાવીને બેઠા હતા તે દિવસ સામે આવી રહ્યો હતો. ડૉક્ટરની વાત સાંભળતા જ મિતેશભાઈ અને દાદીને ખુશીનો પાર ન રહ્યો. દાદી સ્નેહ વાત્સલ્યથી સિદ્ધાર્થના માથે હાથ ફેરવ્યો. ત્યાં ફરી સિદ્ધાર્થની આંખો ટપ ટપ વરસવા લાગી. શબ્દો પર મૌન હાવી થઈ ગયું અને જેમ વૈરાગી કે ગાંડાને કોઈ સાથે નિસ્બત ન હોઈ એવો જ વર્તાવ કરવા લાગ્યો. સિદ્ધાર્થના આવા વર્તનથી દાદી અને મિતેશભાઈને ફાડ પડવા લાગી. જે વાતનો ડર હતો એ જ થયું. સિદ્ધાર્થ જીવંત અવસ્થમા કોમાં જેવી હાલત થઈ ગઈ. તે માત્ર પોતાના વિચારોમાં જ મંડરાયા કરતો હતો.

મિતેશભાઈએ ડૉક્ટરને સિદ્ધાર્થના વર્તનની ફરિયાદ કરી. ડૉક્ટર, " સિદ્ધાર્થ શારીરિક રીતે તંદુરસ્ત થઈ ગયો છે પણ માનસિક રીતે હજુ પણ અસ્વસ્થ છે. તેને આ અવસ્થામાંથી બહાર આવતા સમય લાગશે. પણ કેટલો સમય લાગશે તે કહેવાય એમ નથી. તમે આજે સિદ્ધાર્થને ઘરે લઈ જઈ શકો છો."

" પણ સિદ્ધાર્થ પુરી રીતે સ્વસ્થ ક્યાં થયો છે. અને આવી હાલતમાં......"
વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ ડૉક્ટર બોલ્યા, " સિદ્ધાર્થનો શારીરિક ઇલાજ થઈ ગયો છે હવે માનસિક રીતે સ્વસ્થ કરવાની જવાબદારી તમારી છે. તેને પ્રેમ, હૂંફ અને આશ્વાસનભર્યું વાતાવરણ પૂરું પાડો તો જરૂરથી તે સ્વસ્થ થઈ જશે."

મિતેશભાઈ સિદ્ધાર્થને ઘરે લઈ આવ્યા. દાદી આરતીની થાળી લઈને દરવાજે જ ઉભા હતા. સિદ્ધાર્થની આરતી અને કુમકુમ તિલક કરી ઘરમાં પ્રવેશ કરાવ્યો. આજે ઘરમાં ઉજાણીનું વાતાવરણ હતું. તેથી નોકર-ચાકરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેઓ સિદ્ધાર્થને ક્રુતુહલતાપૂર્વક એકીટશે નિહાળી રહ્યા હતા. કેમકે સિદ્ધાર્થના વર્તનથી નવાઈ પામી રહ્યા હતા. સિદ્ધાર્થ એ એક ચાલતું ફરતું પૂતળા જેવો હતો. કશુંયે બોલ્યા કે ચાલ્યા વિના ઘરમાં વિચારોમાં જ ગુમતો હોઈ. તેને ન તો સમયનું ભાન હતું કે ન તો ખુદનું ! બસ ગાંડાની જેમ લટાર મારી રહ્યો હતો. તે પ્રેમના વૈરાગ્યમાં અટવાય ગયો હતો.

દાદી સિદ્ધાર્થને મનગમતું જમવાનું બનાવી આપે, ફરવા લઈ જતા , ફિલ્મ બતાવતા, લાડલડાવતા એમ દરેક વસ્તુ કરીને સિદ્ધાર્થનું મનવાળવા પ્રયત્ન કરતા. તેમણે ઘણા બધા પેતળા કર્યા પણ નિષ્ફળતા જ હાથ લાગી અને અંતે એક જ સ્વર નીકળતો,
" દિલના કેવાં ઘા લાગ્યા છે કે રૂઝાવાનું નામ જ નથી લેતા."

*****
મિતેશભાઈ શહેરના જાણીતા ઉધોગપતિ હતા. એમની પાસે પૈસાની કોઈ ખોટ નહોતી. બસ સિદ્ધાર્થની અવસ્થાનું જ દુઃખ હતું. તેઓ વ્યવસાયના કામથી વ્યસ્ત રહેતા એટલે સિદ્ધાર્થ માટે સમય કાઢી શકતા નહોતાં. અને બીજી તરફ સિદ્ધાર્થ વધુને વધુ પોતાનાથી અને પરિવારથી દૂર થઈ રહ્યો હતો. એકના એક છોકરાની આવી હાલતમાંથી બહાર લાવવા શહેરના સારા ડોક્ટરે બનતા બધા જ પ્રયત્ન કરી ચુક્યા હતા અને અંતે એ નિર્ણય પર આવ્યા હતા કે મનોચિકિત્સકની મદદ લેવી. મિતેશભાઈને મનોચિકિત્સકની સારવાર લેવા માટે એ વાતનો ડર સતાવતો હતો કે સિદ્ધાર્થને લોકો ગાંડો ન ગણી લે. પણ એ જ આખરી રસ્તો હતો એટલે મનોચિકિત્સક પાસે જવા માટે મન મક્કમ કર્યું.

ક્રમશઃ....










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED