પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 7 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બુદ્ધિ વગરનું અનુકરણ

      એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવા...

  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 7

૭) પ્રભાતની આસ
સવાર સવારમાં ઘરના દરવાજાની બેલ વાગી. દાદી દરવાજો ખોલતાંની સાથે નવી જ પ્રભાતના દર્શન થયા.દાદી નિહાળતા જ રહ્યા.
" દાદી હું અંદર આવી શકું ?" દાદીને સ્મિતભર્યા સ્વરે કહ્યું.
"આવ બેટા, આવ.." મીઠો આવકાર આપ્યો.
"આજે તો તું અલગ જ લાગી રહી છે, સ્નેહા!" વખાણ કરતા દાદી બોલ્યા.
" કોઈની અણમોલ જિંદગી પાછી મળી જાય એ કાર્યની શરૂઆતની ખુશી છે."
"તું ચા કે કૉફી પીવાની?
" કૉફી જ."
"આજના જુવાનિયા કૉફીના જ ઘેલાં હોઈ છે."
"જમાના પ્રમાણે શોખ બદલાયા કરે." હસતાં સ્વરે સ્નેહા બોલી.
" સિદ્ધાર્થ ક્યાં છે?"
" તેના રૂમમાં જ છે."
"હું ત્યાં જઈ શકું?"
"તારે કોઈ પરવાનગી માંગવાની જરૂર નથી." દાદીએ સહમતી આપી એટલે સ્નેહા તે તરફ ગઈ. રૂમમાં પ્રવેશ કરતા જ સિદ્ધાર્થ પર નજર પડી. આંખો ખુલ્લી હતી પણ સભાન ન્હોતો, શ્વાસ અને ધડકન ચાલતા હતા પણ જીવંત ન્હોતો. સ્નેહા મનમાં જ એની અવસ્થા જોઈને વિચારવા લાગી. 'પ્રેમમાં કેવી વેદના છે, જીવતે જીવ લાકડી સમાન બની ગયો છે. મારે આના જીવનમાં પ્રાણ પૂરવા જ રહ્યા.'
" એ ઉઠ, કેટલું સુઈશ? જો તો ખરો દિવસ કેટલે આવી ગયો છે?" સ્નેહાના શબ્દ તેના કાનમાં પડઘાની જેમ પડી રહ્યા હતા.જે અવાજ સાંભળવાની તલપ હતી એ જ અવાજ આજે કાનને સંભળાય રહ્યો હતો. તે થોડો ચેતનવંતો બનીને સ્નેહા તરફ નજર કરી, પણ નિસાસા નાખીને સૂઈ રહ્યો. સ્નેહા હાથ પકડી, ઉઠાડીને બેઠક રૂમમાં લાવી.
" જો, દાદી તારા માટે ચા નાસ્તો લઈને આવ્યા. " સ્નેહા સિદ્ધાર્થના વૈરાગ્યના ધ્યાનમાંથી ભગ્ન કરવા માંગતી હતી. તે સતત સિદ્ધાર્થને સલાહસૂચન આપ્યા જ રાખતી હતી. ક્યારેક સિદ્ધાર્થને એની બકબકથી સ્નેહા હોવાનો ભાસ થતો હતો, પણ ઘડિકભરમાં તે ભાસ વિખેરાય જતો.
સ્નેહા સવારના મુક્ત વાતાવરણમાં સિદ્ધાર્થને ખુદથી ભેટો થાય એ હેતુથી બગીચામાં ચાલવા લઈ ગઈ. હવે તો સિદ્ધાર્થની સંપૂર્ણ જવાબદારી સ્નેહાની આવી ગઈ.
" સિદ્ધાર્થ, જો સૂર્ય ગઇકાલે અસ્ત થઈ, આજે કેવી સુંદરતા ફેલાવી રહ્યો છે. મંદમંદ ગતિએ વાતો પવન, શરીર સાથે અથડાવાથી કેવી મધુરતાનો અહેસાસ કરાવે છે. પેલાં ફૂલછોડને જો, એક કરમાઈને ખરી રહ્યું છે ત્યાં જ નાજુક કળી ખીલી રહી છે. સમય સાથે પ્રકૃતિ બદલાવ કરે છે પણ પોતાની ઊર્જા નથી છોડતું." સ્નેહા સિદ્ધાર્થને પ્રકૃતિનો અહેસાસ કરાવતા બોલી રહી હતી.પણ સિદ્ધાર્થ તો નશ્વર સ્વરૂપે જ નિહાળી રહ્યો હતો, ન તો કળી ખીલવાની ખુશી હતી અને ન તો કરમાઈ રહેલા ફૂલનું દુઃખ. આ કેવી અવસ્થા હતી જ્યાં ખુદના જ હોવા પર પ્રશ્ન હતો! તે સત્યને સ્વીકારવા ન્હોતો માંગતો કે પછી વાસ્તવિકતાનો સામનો કરી શકતો ન્હોતો? એ માત્ર સિદ્ધાર્થ જ જાણતો હતો. સ્નેહા બસ એને ઢંઢોળીને વાસ્તવિકતામાં લાવવામાં લાગી ગઈ હતી. સિદ્ધાર્થને સ્નેહાના વર્તાવથી ખલેલ પહોંચી રહી હતી. તે ચાહતો ન્હોતો કે તેને પોતાની જિંદગી, કલ્પનાના સાગરમાંથી નાવ કીનારા તરફ લાવે. પણ સ્નેહા રહી જિદ્દી!
મધ્યાહનનો સમય થયો એટલે સ્નેહા સિદ્ધાર્થને જમી લેવા માટે આગ્રહ કર્યો. એક કોળીયો મુહમાં મૂકીને બીજો કોળીયો લેવાનું ભૂલી જાય કે પછી મોહમાં રહેલો કોળીયો ચાવવાનું ભૂલી જતો. સ્નેહા સતત તેને ટોક્યા કરતી અને જમી ન લે ત્યાં સુધી વૈરાગ્ય ધારણ ન કરે તે ધ્યાન રાખ્યા કરતી હતી. સ્નેહા સિદ્ધાર્થના મન, વિચારો અને દિલમાં રહેલા દર્દને સમજવા લાગી ગઈ હતી. તેનું મન ક્યાં અટકીને બેઠું હતું એ બરાબર પરિચિત થઈ રહ્યું હતું.આમને આમ અઠવાડિયા સુધી સિદ્ધાર્થની સાથેને સાથે રહેવા લાગી. રોજ સવારે બગીચામાં જવું, બપોરે શહેરમાં લટાર મારવી કે પછી કોઈ ફિલ્મ જોવી અને સાંજ પડતાની સાથે ઘરની છત પર અસ્ત થતાં સૂર્યને નિહાળવો. તે સૂર્ય એક આશા સાથે જ આવતીકાલનું પ્રભાત ખીલવે છે ,એ વાત સતત સિદ્ધાર્થના મનમાં ઘર કરાવવી. તેનામાં ઉગતા સૂર્યની આશા જગાવવા માંગતી હતી.

સ્નેહા સિદ્ધાર્થને મળ્યા પછી તેનાજ વિચારો કર્યા કરતી હતી. તેને સિદ્ધાર્થના દર્દને નજીકથી અનુભવ્યું હતું. સિદ્ધાર્થ એક એવા અંધકારમાં ખુદને બંધ કરીને બેઠો હતો, જ્યાં પ્રકાશની કોઈ ગુંજાશ ન્હોતી.તેના દિલમાં દર્દ કહો કે વેદના યા પછી પીડા, સર્વ લાગણી ઉપર છવાય ગઈ હતી. જેથી બાહ્ય જીવતરના કોઈપણ વ્યક્તિ જોડે એને ન તો નાતો હતો, ન કોઈ સબંધ. તેની લાગણી ત્યાં સુધી મરી પરવાડી હતી કે ખુદના હોવાનો અહેસાસ પણ ભૂલી ગયો હતો. મને લાગી રહ્યું હતું કે તેને હયાત કરવા માટે એક લાગણીની જરૂર છે. પણ તે લાગણીને જન્મ આપવા માટે ઘણી મથામણની જરૂરિયાત રહેલી છે. હું પણ જિદ્દી છું, જરૂરથી સજીવન કરીશ. સવારનું પ્રભાત ખીલવિશ.


ક્રમશઃ.....,.