Farm House - 16 books and stories free download online pdf in Gujarati

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 16









ભાગ - ૧૬


બધાં જેમ તેમ કરી મ્યુઝિયમ પહોંચે છે ...

રાજે મગજ ચસકાવતા : " અરે મોન્ટુડા ...એટલું બધું મોડું ક્યાં કરી નાખ્યું .. શું લેવા રસ્તામાં રોકાઈ ગયો હતો .. ??? જો કેટલા વાગી ગયાં ઘડિયાળમાં .. "

મોન્ટુ નિર્દોષ ભાવે : " અરે પણ મારા લીધે કેમ .... ??? મેં શું કર્યું હવે .. ??? "

રીની : " હા તો તારા લીધે જ ને .. !!! અમને બધી ખબર છે , તુ જ કયાંક રસ્તામાં નાસ્તો લેવાં રોકાઈ ગયો હશે .. બાકી લેટનો થાય .. હેં ને .. ક્યાં હતો બોલ .. ?? "

મોન્ટુ : " અરે કયો નાસ્તો ..?? ને આ કંઈ નાસ્તા લેવાંનો ટાઈમ છે એક તો નાસ્તો ઘરેથી કરીને જ નીકળ્યાં છીએ અને હવે બપોરે લંચ કરવાંનો ટાઈમ થઈ ગયો છે .. ને હું એમાં નાસ્તો ગોતવા નીકળું પાગલ .. "

પિહુ : " તો ક્યાં લેટ થયું એટલુ બધું .. ??? અમે કેટલાં ટેન્શનમાં હતા .... "

મોન્ટુ : " તે બહુ લોંગ સ્ટોરી છે જવા દો .. ચાલો અંદર .. એમ પણ લંચનો ટાઈમ થઈ ગયો છે . મેં સાંભળ્યું છે અહીં અંદર લંચની પણ સુવિધા છે .. અને આખો દિવસ ફરી શકાય અને જોઈ શકાય એવુ બધું ઘણું જાણવા લાયક છે .... "

રાજે વાત ટાળતાં : " હા ...,,, ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો .. ઓલ રેડી આપડે લેટ છીએ .. ચાલો . "

નેમિશ : " બધાંએ અંદર જવા માટે ટિકિટ લેવી પડશે હું ને માહીર ટિકિટ લઈને આવીએ છીએ તમે ત્યાં ઊભા રહો ઓકે .. "

નેમિશ અને માહીર ટિકિટ લઈને આવે છે ... બધાં મ્યુઝિયમની અંદર એન્ટર થાય છે ..

પિહુએ એક્સાઈટેડ થતાં : " ઓહ ગોડ .. !!! આવું માઈન્ડ ગોઈંગ પ્લેસ તો મેં લાઇફમાં ક્યારેય નથી જોયું યાર ..... !! "

ક્રિષ્નાએ વાતને ટેકો આપતાં : " સેમ એસ યુ પિહુ ... મેં પણ નઈ જોયું ... મ્યુઝિયમ જોયાં છે પણ આ ટાઈપનું તો નથી જ ક્યાંય જકાસ ... "

બધાં પોત - પોતાની રીતે એન્જોય કરતાં હતાં ..

ટીકુ : " મ્યુઝિયમ જોવામાં બે કલાક કેમ થઈ ગઈ તેનું કોઈ ભાન જ ના રહ્યું ... ગાયસ્ ... ત્રણ કેમ વાગ્યાં કંઈ ખબર પડી કે .. ???? "

મોન્ટુ : " લંચનો ટાઈમ પણ નીકળી ગયો તમારાં લીધે .... કીધું જ હતું કે પહેલાં જમી લઈએ .. પણ નહીં .. તમારે તો એ જ કરવું છે જે તમને ઠીક લાગે બીજાં નું તો વિચારવું જ નથી હેં ને .. ??? "

મયુર : " હા ,,, અમને ખબર છે હવે અમારા મોટુંની એનર્જીની ઓહ માય માતા .. થઈ ગઈ છે .. હવે બેટરી ચાર્જ કરવી પડશે એની .. "

રીની : " હા ,, હવે લંચ ટાઇમ મિસ થઈ ગયો છે એનો .. થોડી પણ વાર લાગી તો ભાઈને સીધો હોસ્પિટલમાં જ પહોંચાડવો પડશે . "

ટોન્ટ મારતાં મજાક સાથે રાજ : " ના હોં .. જરાય નહીં ... !! એટલી તો એનર્જી છે મારા મિત્રમાં કે હજી બે કલાક વધુ કાઢી શકે ઓકે .. "

સેન્ટી ફેસ સાથે મોન્ટુ : " ઓહ ગોડ .... !!! હજુ બે કલાક ??? નેવર યાર . ફ્રેન્ડ છે કે દુશ્મન .... ??? ચાલો યાર જઈએ .. હવે નઈ થાય કંટ્રોલ , આઈ એમ વેરી હંગરી ... "

બધા હોટેલ જેવાં એક મોટા કેન્ટિંગમાં ગયાં .. અને બધાં એ પોત - પોતાની ફેવરીટ ડિશ મંગાવી .. થોડી વાર વાતો ચાલી એટલામાં લંચ આવી ગયો .

બધાએ મન ભરી વાતો કરી અને લંચ પુરું કરી બહાર આવ્યાં .

ઘણો ટાઈમ જતો રહ્યો હતો અને મ્યુઝિયમ જોવાનું હજી ઘણું બાકી હતું એટલે જેમ બને તેમ સમયનો સદુપયોગ કરવાનો હતો ..

બધાં ઉપરના ફ્લોર પર પહોંચ્યા ... અને મ્યુઝિયમની દરેક ચીજ વસ્તુઓનુ બારીકીથી ગાઈડ દ્વારા નિરીક્ષણ કરવાં લાગ્યાં .. ગાઈડએ દરેક વસ્તુની સમજ બહુ સુંદર રીતે આપી . અને જાણકારી પણ પુરે - પુરી આપતો હતો .

ધીરે ધીરે કરતાં કલાકો પસાર થઈ . અને સાંજ પડી ગઈ . હવે તેઓ પાસે એક લાસ્ટ કલાક જ હતો .. પછી મ્યુઝિયમ બંધ થવાનું હતું .

મ્યુઝિયમ જોવામાં હવે એક નાનો હોલ જ ફકત બાકી હતો . પણ તે હોલમાં નાના ઉંમરનાં લોકોને જવાની ના હતી . ત્યાં જવાની પરમિશન ફક્ત ૧૮ અપને જ હતી ..

એ લોકો હજી સિનિયર કૉલેજ પુરી કરી રહ્યાં હતા એટલે ૧૮ અપ કોઈ ન હતું ..



********



શું હતું એ હોલમાં .. ???



શું આ લોકોએ હોલની મુલાકાત લઈ શકશે ...... ????



.........



જાણવા માટે વાચતા રહો .. ભાગ - ૧૭ .


To be continued...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED