ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 1 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 1


ભાગ - ૧


દાદાજી....... "હું કેટલી વાર ટુર પર ગઈ છું. કહો તો જરા..?? " "હા, બેટા તું ગઈ છો.. પણ એટલા દુર નહી ને.. તે પણ લાંબો ગાળો ગાળવા માટે તો નહી જ ને?? "

" દાદી હવે તમે જ કઈંક સમજાવો ને દાદાજી ને.. " "હા બેટા, હું કહું છુ ને તું તેનું કંઇ જ સાંભળ તી નહી.. હવે તેની ઉંમર થઈ ગઈ છે.... તેનું બહુ ધ્યાન મા નહી લેવાનું આપડે.." બંને હસી પડ્યા..

ટ્રીન... ટ્રીન...ન.. ....... ટિકુદી જોતો તારો ફોન વાગ્યો. હા મોમ... લઉં છુ.." હેલ્લો મયુર બોલ.." " હા ટીકુ મારી ગાડી મા કઈંક પ્રોબ્લેમ છે રિપેર નથી થાય એમ , શું કરું?? ૬ વાગ્યે તો નિકળી જવા નુ છે અને રીપેરીંગ કામ ૭ એ પુરું થાય એમ છે . હવે શું કરવા નુ છે????"

" તારે તો ગમે તે નાની વાત મને કેહવા ની ટેવ પડી ગઈ છે નહી... મારી પાસે છે મોટી ગાડી???, હવે એક કામ કર રીની ને પૂછ તેની પાસે એક ગાડી હંમેશા એમજ પડી હોય છે. શાયદ તેના પપ્પા પરમિશન આપે તો??? ને હવે મને કોલ ના કરતો હુ નાસ્તો કરવા જાઉં છું. પછી લેટ થઈ જશે.. કોઈ બીજું નથી મળતું તને ટાઈમ પાસ કરવા?? પાગલ . નવરો.." " ના.. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. પેલા તારો હક છે. મારી પ્રોબ્લેમ સાંભળવા નો લે... હું તો કરીશ જ હેરાન ટિકુડી....."

" હા તો કર્યા કર હો ને . પણ પેલા ગાડી નું સેટિંગ કરી નાખો." - ટીકુ એ કહ્યું.

" ઓકે . બાય એન્ડ ટેક કેર. સાંજે મળીએ." - કહી મયુરે કોલ કટ કર્યો...

" ટીકુ...... ટીકુ બેટા........ ચાલ નાસ્તો કરવા.. આખો દિવસ રૂમ મા ને રૂમ મા... રૂમ બહાર પણ એક દુનિયા છે.." "રેહવાં દે ને આરતી મારી ટિકુડી ને કંઈ ના બોલ. હું કંઈ જ નહિ સાંભળું એના ખિલાફ.."

" હા,,..હા.... બંને ની રાશિ પણ સરખી ને ટેવ પણ.. પછી કયાંથી ગમે મારી ટક - ટક ને કચ - કચ નય......" - આરતીબેને ચિડાઈ ને કહ્યું. " હમમ... સાચી વાત છે હોને મોમ......" બધા હસવા લાગ્યા. હસ નહિ હવે અને નાસ્તો કરવા લાગ ચુપ ચાપ. .


મોમ તે મારી ચોકલેટી બ્રેડ બનાવી નાખી છે ને ટુર મા લઈ જવા.." હા બેટા,, તૈયાર જ છે. અને બીજો નાસ્તો પણ બેડ પર મુકી દીધો છે.. નાસ્તો કરી રૂમ માં જા ત્યારે બેગ મા મુકી દેજે , ભુલતી નહીં.. અને રીની નો કોલ આવ્યો હતો. તેની ફેવરિટ ચોકો ચિપ્સ પણ બનાવી મૂકી છે લઈ લેજે, ને રીની ને આપવા નું ભુલતી નહી . અને સાંભળ...."

" હા આરતી બસ હવે શાંતિ થી નાસ્તો તો કરવા દે. નોન સ્ટોપ ગાડી ચાલુ ને ચાલુ પછી ગાડી ને બ્રેક તો મળે જ નહી.."- તુષારભાઈ આરતી ની વાત અટકાવતા બોલ્યાં.." બસ પપ્પા રહવા દો નહીં તો પાછી ગાડી..... ઉપસ્સ.. આઈ મીન બોલવા નુ શરૂ થઈ જશે..." બધા જોરજોર થી હસવા લાગ્યા..

" હસી લો તમે . એક વાર મારી જગ્યા પર રહી ને તો જુઓ , બધું સમજાઈ જશે.." " આરતી બેટા , એક સ્ત્રી ને હાઉસ વાઇફ તરીકે આ એક જ તો કામ હોય. જીવન મા બધુંય મે પણ જોયું છે.. મુક હવે એ વાત એવુ ધ્યાન મા ના લેવાઈ.." - દાદી બોલ્યા.

" ઠીક છે મમ્મી .. તમે સાચું કીધું. પણ એનો મતલબ આમ હસી ને પાત્ર જ બનવાનું આખી લાઈફ . " - આરતીબેન વાત જરા સિરિયસ લેતાં કહ્યું.

" ઓકે મોમ. સોરી બસ.. તું તો સિરિયસ પણ થાય છે... આજે જ ખબર પડી હો.. " આખું ઘર હસી પડ્યું..

ટ્રી નન... ટ્રી નનનન......... "હા રીની બોલ ,, શુ થયું ? શું પ્રોબ્લેમ પડી મારી જીગર જાન ને ??? " સામેથી અવાજ આવ્યો , " કાંઈ જ નહી યાર, આન્ટી એ મારા માટે ચોકલેટ ચિપ્સ બનાવી છે ને..??? " " હા હવે , બનાવી છે. બીજુ કંઈ ?? હોય તો બોલી દે તારી ફરમાઈશ .." " ના.. ના.. " - સામેથી અવાજ આવ્યો.

" હવે સાંજે સીધા ૫ વાગે મળીએ , ઓકે બાય.." " હા એ બધું તો ઠીક પણ મયુર નો કોલ આવ્યો હતો ગાડી માટે મેં તારી સાથે વાત કરવા કહ્યું.. " " હા એ ચિંતા ના કર ત્યાં સેટિંગ ના થયું એટલે એણે મને કર્યો હતો., તે મે બધું જ મેનેજ કરી લીધું છે.. તું ટેન્શન નાત લે . ચાલ બાય,, સિયું.,, ટેક કેર. લવ યુ...." - સામેથી અવાજ આવ્યો..

" હા હવે , જાને જતી હોય તો આયી બડી લવ શવ્ વાલી..." બંને એ હસતાં હસતાં ફોન મુક્યો..

હાશ હવે માત્ર ૬ જ કલાક. પછી ફુલી એન્જોય... કહેતા જ ટીકુ તેના બેડ પર પડી.. અને વિચાર મા પડી ગઈ એટલા મા એને નિંદર આવી ગઈ..


વાચતા રહો.. હોરર અને રહસ્ય થી ભરેલી આ "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ...

અને આપતા રહો પોતાના અભિપ્રાયો...

આભાર.. પ્રિય વાચકો આપ સર્વે નો...

જોડાયેલા રહો...

To be continued..........