ભાગ - ૧૭
તો .. મને આનંદ છે કે તમને એ જાણવામાં રસ છે કે હોલમાં શું હતું ... તો વાચક મિત્રો ચાલો જાણીએ આગળનુ રહસ્ય ...
ગાઈડ : " સોરી ચાઈલ્ડસ ,,, તમે આ હોલની મુલાકાત નહીં લઈ શકો .. "
રાજ : " કેમ સર ..... ????? "
ગાઈડ : " અહીં ચોખ્ખું લખેલું છે કે અઢાર ઉપરનાં જ એ હોલમાં પ્રવેશને યોગ્ય છે .. તો તમે એન્ટ્રી નહીં લઈ શકો .. "
મોન્ટુ : " બટ એવું શું છે અંદર કે અમને ના છે ... ??? "
ગાઈડ : " અંદર રૂમમાં હાડપિંજર ( કંગાળ) , અને થોડી ડરાવની વસ્તુઓ છે તો કુલ વાત કરીએ તો નાના બાળકોને ત્યાં પ્રવેશને સખત ના છે .. "
નેમિશ : " પણ આ બાળકો ડરે એમ નથી ... અને ફાર્મ હાઉસની મુલાકાત પછી તો વધ્યો ઘટ્યો ડર પણ જતો રહ્યો છે ... "
ગાઈડ : " ફાર્મ હાઉસ ... ???? કયું પેલું ..... માઉંટિંગમાં આવેલું છે એ .. !!!! ??? "
ટીકુ : " હા તે જ ... !!!! "
વિશ્વા : " તમને શું ખબર એનાં વિશે
.... ????? "
રાજ : " એને શું ખબર હોય વિશુ ,, જવા દો ને વાત .... "
મોન્ટુ : " અમે અંકલને પૂછીએ છીએ તને નહીં .... !!! "
ગાઈડ : " એ સાચું જ કહે છે ... મને .. મને કંઈ નહીં ખબર એનાં વિશે ... અ .... અ .. ચાલો અંદર ચાલો ... "
બધાં અંદર ગયાં .. ગાઈડ પણ એ લોકોને રોકી શકે તેમ ન હતો ... કારણ કે , તેનું કામ ફકત ગાઇડિંગ આપવાનું જ હતું ..
તે રૂમમાં જુદાં - જુદાં હોન્ટેડ પ્લેસના પિક્ચરસ્ હતાં .. અને તેની સાથે જોડાયેલી કેટલીક માહિતી પણ હતી . અને આ પ્લેસની કેટલીક ઘટનાઓ પણ હતી .
આ ઉપરાંત તે પ્લેસ પરથી મળેલો કેટલોક સામાન જેમ કે .., મૃતદેહના ફોટોઝ .., હાડપિંજર ., કેટલીક કિંમતી વસ્તુઓ .., વગેરે વગેરે .
વસ્તુઓ પણ સરસ રીતે સ્પષ્ટ સમજાય તેમ ગોઠવેલી હતી .. અને આ નિશાનીઓ જોઈ વિશ્વાસ આવતો હતો કે બધું જ સાચું હશે .. હકીકત જ છે .......
ગાઈડ તેની ડ્યુટી પ્રમાણે દરેક પ્લેસ વિશે જેટલું જાણતો હતો અને જેટલું શક્ય હતું એટલું ગાઈડીંગ કરતો હતો ..
તે હોલમાં આ ફાર્મ હાઉસ કે જ્યાં તેઓ રહેતાં હતાં તેનો પણ ફોટો લાગેલો હતો .. તે ફાર્મ હાઉસ અત્યારે જેવું છે એનાંથી સાવ તદ્દન અલગ જ હાલતમાં ,, સળગેલી અવસ્થામાં દેખાતું હતું ..
એવું લાગતું હતું જાણે આ ફોટો આ ઘટના બની ત્યારે તાજેતરમાં જ લીધેલો હોય . પણ અફસોસ એ વાતનો હતો કે , આ ફાર્મ હાઉસ વિશે કોઈ સ્પષ્ટ માહિતી લખી ન હતી ..
રીની : " અંકલ ,,, તમે તો કહેતાં હતાં તમને આ ફાર્મ હાઉસ વિશે કંઇજ નથી ખબર ... તો આ ફાર્મ હાઉસનુ ગાઇડીંગ તમે કેમ કરતાં હતાં અત્યાર સુધી ... ???? "
ગાઈડ : " મને તો શું કોઈને નથી ખબર આ ફાર્મ હાઉસની સાચી સ્ટોરી .. બધાં પોત - પોતાની રીતે બોલે છે .. અને આ પ્લેસની માહિતી હજી થોડાં સમય પહેલાં જ અહીં લગાવવા mમાં આવ્યું છે .. એટલે મને એની પાક્કી માહિતી નથી .. "
મોન્ટુ : " પણ અમે મેળવીને રહેશું .. "
ગાઈડ : " ઇટસ્ સો હાર્ડ .. "
માહીર : " એજ તો અમારું કામ છે .. અંકલ .. !! "
ગાઈડ : " આ ફાર્મ હાઉસ પર તમે રહો છો .. ??? "
મયુર : " હા .., અમે વેકેશન ગાળવા આવ્યાં છીએ .. પણ લાગે છે લાઈફ ટાઇમની મેમોરી લઈને જશું ... "
ગાઈડ : " ટેક કેર ચાઈલ્ડસ ... "
એટલામાં ગાર્ડ મ્યુઝિયમ ખાલી કરવાં માટેની સુચના આપવા આવ્યાં .. એમ પણ સાત થવા આવ્યાં હતાં એટલે બધાં મ્યુઝિયમની બહાર નીકળ્યાં ..
અડધી કલાક બધાં બહાર બેન્ચ પર બેઠાં અને પછી ડિનર કરવાં નજીકની રેસ્ટોરન્ટમાં ગયાં .
માહિર : " ડિનર આજે મારી સ્પેશિયલ આઈટમનુ જ રહેશે ..... અને બધો ખર્ચો પણ મારા તરફથી જ રહેશે .. આજની પાર્ટી આપડી ..!!!! "
મોન્ટુ : " પેલાં મારા સવાલના જવાબ દે તું ..., તારી સ્પેશિયલ આઈટમ કઈ છે .... ???? અને આજ એવી શું ખુશી છે કે બધો ખર્ચો તું આપીશ .. ?? પાર્ટી કઈ ખુશીમા દે છો ભાઈ ..??? "
પિહુ : " અરે એમાં એવુ છે કે ,, આજે મહિરે મને પ્રપોઝ કરી હતી . જેનાં બે વર્ષ પૂરાં થયાં આજ ,,, અને અમારા રિલેશનમાં ત્યારથી જ આ દિવસે માહીરની ફેવરીટ ડિશ ઇટ કરીને અમે આ દિવસને સેલિબ્રેટ કરીએ છીએ ... "
માહિર : " તો આ ખુશી અમે તમારી સાથે સેલિબ્રેટ કરવાં માંગીએ છીએ .., જો તમારી પરમિશન હોય તો ... ???!!!?? "
મયુર : " ઓકે ઠીક છે.. કોંગ્રેટસ્ ... બ્રો હંમેશા સાથે રહો અને આ દિવસ સેલિબ્રેટ કરતાં રહો .. "
મોન્ટુ : " પણ ફેવરીટ ડિશ છે કઈ .....??? "
માહિર : " ચાઇનીઝની બધી ડિશ મારી ફેવરીટ છે ... તું બોલ તારે કઈ ટ્રાય કરવી છે .. ?? "
મોન્ટુ : " હા આપડે તો બધું ચાલે .. "
બધાં પોતપોતાની જગ્યા પર ગોઠવાયા .. માહિરે ઓર્ડર આપ્યો . થોડી વારમાં ડિનર આવી ગયું બધાંએ દિલીસિયસ ડિનર વાતો કરતાં કરતાં સેલિબ્રેટ કર્યું ..
માહિર સાથે રાજ બિલ પે કરવાં ગયાં .. બધાં બહાર ટેક્સીની રાહ જોતાં ગપસપ કરતાં હતાં .. થોડી વાર પછી ટેક્સી પણ મળી ગઈ . આ વખતે બધાંએ એક જ ટેક્સીમાં જવાનું નક્કી કર્યું કારણ કે સવારનો અનુભવ બધાંને હતો .
જેમ તેમ કરી બધાં ફાર્મ હાઉસ પહોંચ્યા ...
********
આગળનું રહસ્ય જાણવા માટે વાચતા રહો .. ફાર્મહાઉસ (રહસ્યમય ઘટના) ભાગ : ૧૮ .
To be continued.....