Farm House - 5 books and stories free download online pdf in Gujarati

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 5


ભાગ - ૫



તો વાચક મિત્રો ,,,,, આપડે આગળના ભાગમા જોયું તેમ મયુર હેડફોન નાખી સોંગ ચાલુ કરી ડ્રાઇવિંગ એન્જોય કરી રહ્યો છે .........


જોત - જોતાંમા ત્રણ વાગી ગયાં ..

રાજે મયુરને હાથ મારતાં ખુશ થઈને : " અરે જાગો ... જાગો બધાં .... ઓય મયુર ... મયુર ..... ઊઠ યાર ...... "

બધાં ઊઠે છે......

રાજ : " શું છે યાર ... ર .... સુવા દે ને .... "

મોન્ટુ હજુ સુતો જ હતો ....

નેમિશ : " ઓય .... મોન્ટુડા .. ઊભો થા ને એલા ભાઈ ... ઓય .... "

મોન્ટુ નિંદરમા : " હા ભય , જાગી જ રહ્યો છુ .... ક્યાં આવી ગયું સ્ટેશન ... ??? ,,, આઈ મીન હોમ ... આઈ મીન ... "

વાત અટકાવતાં ક્રિષ્ના : " તું રહેવા દે ,, નહીં જાગવાનું તારે સૂતું જ રેવાનું એ એક કામ તુ બેસ્ટ કરી શકીશ ... " બધાં ખડખડાટ હસી પડ્યાં ..

ફાર્મ હાઉસ પાસે રાજે ગાડી રોકી ... બધાં નીચે ઉતર્યા ... અને પોત - પોતાનાં બેગ લેવાં લાગ્યાં ..

મયુરે થોડો હક જતાવતા : " અરે તું રહેવા દે ટીકુડી .......... હું લઈ લઉં છું .. તું સાઇડમા રહે ..... આપ તારું બેગ .... "

ટીકુએ બેગ આપતાં : " ઓકે ... આજ વળી સેવા ... ઓહો .. ઓહો .... અમે પણ ફાયદો ઉપાડવામા કોઈ કમી નહીં મુકીએ ....... "

રાજે ચાવી ફેંકતા : " આ લે તો નેમિશ .. ,, ફાર્મની ચાવી ડોર ખોલ તો જરા .... "

અચાનક કુતરું ભસવાનો અવાજ આવ્યો ... રીનીએ નેમિશનો હાથ જોરથી પકડી લીધો ... કોઈ કઈં બોલે તે પહેલાં જ ગાર્ડનની લાઈટ જબકરા મારવા લાગી ... થોડી વાર પછી પાછી સરખી ચાલુ થઈ ગઈ .. બધાં થોડાં ચોંકી ગયેલા હતાં ... ફક્ત રાજ અને મયુરથી જ કંઈક થઈ શકે તેમ હતું ...

રાજે બધાંનુ ધ્યાન ભટકાવતા મજાક સાથે : " ચાલ મોન્ટુડા ... તારું તો શરીર જોઈને જ કુતરું રડતું હશે ..... આ બલા ક્યાં આવી અહીં ... "

બધાનુ ધ્યાન હસવામાં જતું રહ્યું .... તેથી બધા થોડાં ટેન્શન ફ્રી થયા .. બધા અંદર ગયા ..

ફાર્મ હાઉસ એમ તો ઘણું મોટું અને સુંદર હતું ... આથી રહેવા માટે કોઈને પ્રોબ્લેમ પડે તેમ ન હતું ... ફાર્મ હાઉસમા પાંચ રૂમ અને એક એક્સ્ટ્રા હોલ નીચે હતો ... કિચન , હોલ અને એક રૂમ નીચે હતાં ... બીજા ચાર રૂમ ઉપરના ફ્લોર પર બાજુ બાજુમાં હતાં ..

રાજે રૂમનું મેનેજમેન્ટ કરતાં : " રીની ,,, તું અને ટીકુ પેલી રૂમમા રેહજો , ક્રિષ્ના અને વિશ્વા તમારી બાજુની રૂમમાં રહશે .., મોન્ટુ અને નેમિશ તેની બાજુની રૂમમા ઓકે .., હું અને મયુર સાથે છેલ્લી રૂમમાં રેહશું રેડી ડન ... ??? કોઈને કંઈ પ્રોબ્લેમ તો નથીને ... ??? "

બધાએ એક સાથે જવાબ આપ્યો ,, " ડન . " અને રાજના કહ્યા પ્રમાણે પોતપોતાની રૂમમાં ગોઠવાઈ ગયાં .. અને રૂમની સાફ - સફાઈ કરવા લાગ્યાં .. જેથી થોડી વાર સુઈ શકે ..

મોન્ટુ વિશ્વાની રૂમમાં આવતાં : " કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજે ઓકે વિશું ... "

હસતાં હસતાં વિશ્વા : " હા હવે જોઈ તારી હિંમત ઓકે .. ,,, તું શું મને હેલ્પ કરીશ ,, તું ખુદ ડરી ગયો હતો .. "

મોન્ટુ : " હા તેં તો .... જસ્ટ .... "

મોન્ટુની વાત કાપતાં રાજ : " હા જસ્ટ ..... શું જસ્ટ હેં ... ??? આવી ગયોને વિશ્વા તારી પાસે ....... જોયું ભાઈના મનમાં પણ ફુવારા છુટતા હતાં .. પણ બસ હવામાં હતા અમારા મોન્ટુ ભાઈ .. કેમ !! ભાઈ મોન્ટુ ... ???? "

ક્રિષ્ના : " હા હવે જાવ બધાં પોતપોતાની રૂમમાં . સુવા દો અમને .... "

રાજે રૂમ અંદર આવવાની ટ્રાય કરતાં : " હા જઈએ છીએ કીસુ બેટા ... પેલાં ડેકોરેશન તો જોવા દે તમારી રૂમનું કેવુંક ગોઠવ્યું છે બધું .. તો અમને પણ થોડી હિંટ મળી રહે ... "

વિશ્વાએ બધાંને બહાર કાઢતાં : " નો મીન નો .. એન્ડ ગો મીન ગો ... ગુડ નાઇટ .. ટેક કેર ... "

વિશ્વાએ રૂમનો દરવાજો બંધ કર્યો ..

ક્રિષ્ના બેડ પર સુતાં : " ઓહ ગોડ આ રાજ પણ સાવ પાગલ છે નહીં ... ?? !! "

વિશ્વાએ આંખ મારતાં મસ્તી સાથે : " જેવો છે તેવો પણ છે તો તારો આશિક જ ને ... !!!!! "

બંને હસવા લાગ્યાં . લાઈટ ઓફ કરી નાઇટ લેમ્પ ઓન કરી બંને સુઈ ગયાં ...... જેવી આંખો બંધ કરી તેવી એક ચીસ સંભળાય છે ....



*******

શું થયું ... ??? થતો હશેને એવો સવાલ ... ??? તો વાચક મિત્રો આગળના ભાગમાં જાણો .... કોણે નાખી હતી ચીસ .... ?????

અને શું કારણ હતું ચીસ નાખવા પાછળનું ... ???


વાચતા રહો ભાગ - ૬



To be continued.....


બીજા રસપ્રદ વિકલ્પો