ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 15 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 15











ભાગ - ૧૫




કેમ છો વાચક મિત્રો .. ?? તમે આ ધારાવાહિકનું રહસ્ય જાણવા માંગો છો અને ખુશી છે કે તમને આ ધારાવાહીક ગમે છે એટલે ... આશા છે બધાં ભાગની જેમ આ ભાગ પણ તમને વાચવો ગમશે ... વાચતા રહો ...

_____________

આગળના ભાગમાં જોયું તેમ લોક નીચે પડી ગયો હતો ..

મયુર : " અરે માહીર શું યાર .... !! લોક તો સરખો કર .. એ તો સારુ થયું આપડે જતાં ન રહ્યા નહીં તો શું થાત .... "

મયુરે નિચે પડેલો લોક લીધો અને માહીરને આપ્યો ..

માહીર થોડાં કન્ફયુસડ થતાં : મેં તો લોક સરખો કર્યો હતો અને બે વાર ચેક પણ કર્યો હતો .. તો , તો પછી આ શું થયું .. ????? "

મયુર : " એ તો તારો વહેમ હોય કે તે લોક સરખો કર્યો છે ... બાકી કર્યો હોય તો એમ પડે નહી .. અચાનક ખુલી થોડો જાય ..,.. "

માહીર : " હા થયું હશે ચાલ ને .."

ફરી માહીરએ લોક માર્યો અને બેગમા ચાવી નાખી ..

માહીર : " રેડીને ?? જોઈ લે તુ જ બસ .. "

મયુર : " ઓકે ડન . "

બંને ફરી જવા લાગ્યાં ફરી લોક પડ્યો ..

માહીર : " બસ હવે બોલ ... ??? મને લાગ્યું જ મેં લોક સરખો કર્યો હતો એમ .હવે તો આ મેં નહી કર્યુ ને .. ? "

મયુર : " આ શું છે યાર બધું .. ટાઈમ પાસ કરવો લાગે આ ભુતને ... "

કહી મયુરે લોક કર્યો અને ચાલવા મંડ્યા ....

બંને બહાર આવ્યા અને ફાર્મ હાઉસનો મેઈન ગેટ બંધ કર્યો . થોડી વાર ઊભા ત્યાં બે ટેક્સીઓ આવી ગઈ . પાંચ - પાંચનું ગ્રુપ કરી બે ટેક્સીમાં બધાં બેઠાં અને મ્યુઝિયમ જવા રવાના થયાં ....

એક ટેક્સીમાં રાજ , મયુર , પિહુ , ટીકુ અને રીની હતાં .. અને બીજી ટેક્સીમાં માહીર , ક્રિષ્ના , વિશ્વા , મોન્ટુ , અને નેમિશ હતાં .

રાજ જે ટેક્સીમાં હતો તે ટેક્સી તો મ્યુઝિયમ પહોંચી ગઈ .. પરંતુ માહીર જે ટેક્સીમાં હતો તે ટેક્સી અડધે રસ્તે ખરાબ થઈ ગઈ ..

માહીરએ ચિંતા સાથે : " અરે ડ્રાઈવર અંકલ ... શું થયું ... ???? કેમ ગાડી બંધ .. ???? "

ડ્રાઇવર અંકલ : " અરે બેટા ઊભી રહી ગઈ જાતે .. અચાનક પેટ્રોલ પુરું થઈ ગયું .. હમણાં તો અડધી ટાંકી હતી .. "

મોન્ટુ ગુસ્સે થતાં : " તો પેટ્રોલ અમે તો પી નથી ગયાં . ખબર છે એટલે દુર જવાનું છે તો ટાંકી ભરી લેવાઈને .. "

ડ્રાઇવર : " ટાંકી ભરેલી જ હતી બેટા .. પણ એમ અચાનક ખાલી કેમ થઈ ગઈ એ જ નહીં સમજાતું .. ગાડી મા જેટલું પેટ્રોલ હતું ને એટલામા હું બે વાર મ્યુઝિયમ જઈને આવતો પણ રેવ .. "

અંકલ ગાડીમાંથી બહાર આવ્યાં અને ટાંકી ચેક કરવા લાગ્યાં .. ટાંકી ખાલી હતી એટલે તેણે પેટ્રોલની એક્સ્ટ્રા બોટલ કાઢી અને ટાંકીમાં પેટ્રોલ ભરી દીધું ..

વિશ્વાએ લાંબો શ્વાસ લેતાં : " થેન્કસ ગોડ ... !! આ બોટલ હતી .., નહીં તો આપડે અહીં જ સુન - સાન રોડ પર દિવસ કાઢવો પડત .. "

ડ્રાઇવર ગાડીમા બેઠા અને ગાડી ચલાવવા મંડ્યા ..

પિહુએ ટેન્શન લેતાં : " હજુ સુધી આ બીજી ટેક્સી આવી કેમ નહીં ક્યાં રોકાઈ ગઈ હશે .. !!! ???? હમણાં તો પાછળ જ હતી . "

ટીકુએ આશ્વાસન આપતાં : " અરે તું ટેન્શન ના લે પિહુ ,, એ મોન્ટુએ નાસ્તો લેવાં ગાડી રોકાવી હશે . "

રીનીએ ટીકુની વાત સાથે સહમત થતાં : " હા તું સાચું કહે છે ટીકુ ...,, એ મોન્ટુ જ હશે એને જ બધાંને ખોટી કર્યા હશે .... "

મોન્ટુએ ચોંકીને : " ઓહ અંકલ ,, !!! આ ગાડી તમે પાછી ફાર્મ હાઉસ પાસે કેમ ઊભી રાખી .. ??? યાદ છે ને તમને અમારે મ્યુઝિયમ જવાનું છે ... "

વિશ્વાએ ગુસ્સામા : " અરે અજીબ છે આ અંકલ ,,, અમારે મ્યુઝિયમ જવાનું છે મ્યુઝિયમ ..
ગાડી પાછી લો . એક તો લેટ થાય છે અને ઉપર થી આવું બધું .. પેલાં લોકો ઉપાડી કરતાં હશે .. "

ડ્રાઇવર અંકલ અચાનક બેહોશ થઈ ગયાં ....

માહીર : " અરે આ અંકલને શું થઈ ગયું ..?? ,, અંકલ ... ઓ અંકલ .. ??? "

નેમિશએ અંકલને ચેક કર્યા ..

નેમિશ : " અરે અંકલ તો બેહોશ છે .. ચાલો જલ્દી એને હોસ્પિટલ પહોચાડવા પડશે .. કમોન ...... "

મોન્ટુએ જલ્દી એમ્બ્યુલન્સને કોલ કર્યો .. પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ .. બધાં એ ડ્રાઇવર અંકલને હોસ્પિટલ પહોચાડ્યા .. અને બીજી ટેક્સી લઈ મ્યુઝિયમ પહોંચ્યા ..



*********



આગળનો ભાગ વાચવા માટે જોડાયેલાં રહો " ફાર્મ હાઉસ ( રહસ્યમય ઘટના )" ભાગ - ૧૬ ..




To be continued ...