Sarnamu books and stories free download online pdf in Gujarati

સરનામું

"સરનામું"

ઘરનાં પગથિયાં ઉતરી પાર્કિંગમાં ખુરશી લઈ બેઠો હતો. ઉનાળાની બપોર એટલે ગરમ પવન ઝાપટ મારી રહ્યો હતો. ક્યારેક વંટોળનો ચકરાવ પોતાના આગોસમાં આવેલ તમામ હલકી વસ્તુ ઊંચે ઉડી રહી હતી. ઊંચી ઇમારતોમાં માણસો પુરાય ગયા હતા. બે ત્રણ ગાય કે ગૌવંશ તડકાથી બચવા છાંયાની તલાશમાં ભમી રહ્યા હતા. કુતરાઓ એક રોટલી માટે લડી રહ્યા હતા.

એક દાદા આજુબાજુના એપાર્ટમેન્ટના નામ વાંચતા હોઈ એમ ઊંચી ડોક કરી ધીરે પગલે મારી તરફ આગળ વધી રહ્યા હતા. હા, આમ દેશી નહોતા. સફારી પહેરી હતી. માથે ટોપી હતી. ચહેરા પર નંબરના ચશ્મા હતા. ભણેલા જણાય રહ્યા હતા. હું મોબાઈલમાં માથા મારવા લાગ્યો.

મારાં ફ્લેટના ગેટ પાસે આવી કહ્યું, "ભાઈ આ ભવ્ય એપાર્ટમેન્ટ ક્યાં આવે?"

મેં થોડું વિચારી કહ્યું, "દાદા અહીંયા કોઈ આવો એપાર્ટમેન્ટ નથી." મને બરોબર યાદ આવી ગયું. "એ આગળની સોસાયટીમાં છે. અહીંથી જાઓ એટલે છ નંબરની શેરીમાં બીજા નંબરનો ભવ્ય એપાર્ટમેન્ટ. "

"સારુ ભાઈ, સીટીમાં આ સરનામાંના ખુબ લોચા થાય. મુખ્ય સરનામું ભૂલી અહીંયા સુધી આવી ગયો. સારુ ભાઈ રામ રામ." દાદા આટલુ કહી પાછા વળ્યો.

"દાદા હું બતાવી જાઉં...?" મારામાં પણ મદદ કરવાની જૂની વૃત્તિ પ્રગટ થઈ ગઈ.

"ના ભાઈ ના.... હવે હું ગોતી લઈશ.." દાદા ચાલતા થઈ ગયા.

ઘણા સમયથી મેં કઈં લખ્યું નહોતું. આમ પણ મારો કવિ જીવ. સમાજની જ વાતો લખવાની આદત, એટલે ના છૂટકે મગજના ચક્કર ગતિમાન થયા. એક શબ્દ જ મળ્યો હતો પૃથ્થકરણ કરવા. "સરનામું"

માણસ શું ખરેખર પોતાના સાચા સરનામે હોઈ છે ખરો? માણસનું સરનામું ક્યું છે? વચ્ચેનાં ભવ્ય વૈભવ જોઈ માણસ રોકાય જાય છે અને પોતાના સરનામે નથી પહોંચી શકતો. અને જો માણસને તેનું સાચું સરનામું મળી જાય તો..? અનેક વિચારો પ્રશ્ન ઉભા કરવા લાગ્યા. અને તેના જવાબ પણ વિચારોએ મંથન કરી આપવાના હતા. મારી અંદર એક વિચારક જાગી ચુક્યો હતો. અને પ્રશ્ન હતો, "સરનામું".

જો સરનામાં બે રહ્યા છે, એક છે ભૌતિક સરનામું જે બાહ્ય હોઈ છે. અને બીજું છે આંતરિક સરનામું જે આત્મમંથન કરી પોતે મેળવવા નું હોઈ છે. ભૌતિકતા તો માણસ થોડી ઘણી મહેનત કરીને પણ પ્રાપ્ત કરી શકતો હોઈ છે. જયારે આંતરિક સરનામાં સુધી પહોંચવું કઠિન હોઈ છે. કારણ કે ત્યાં પોતાને જ મળવાનું હોઈ છે. માણસ બે ચહેરા સાથે જીવે છે. એટલે જ એ ખુદને મળવાથી ડરતો હોઈ છે. કારણ કે જે આભા જગતમાં બનાવી હોઈ છે. એ આભાને તેનું આંતરિક રૂપ પડકાર ફેકતું હોઈ છે અને તેની પાસે કોઈ જ જવાબ નથી હોતો. ફરી એ જ પ્રશ્ન ઉભો રહે, "સરનામું?".

ભૌતિકતાના સરનામે પહોંચ્યા પછી માણસ અટકતો નથી. સતત એને આગળ વધારવા માટે એક હદે મશીન બની જાય છે. ત્યારે એક સરનામું શોધવાનું રહી જતું હોઈ છે. શાંતિનું. જે મગજમાં ઉત્પાત થયો છે એની શાંતિનું. એ શાંતિ ક્યારેય ધન વૈભવમાંથી નથી મળતી. એ શાંતિની પ્રાપ્તિ માટે ખુદની અંદર ગરકાવ થઈ જઉં પડે છે.

સામાજિક દ્રષ્ટિકોણની રીતે માણસ ઘણીવાર ખોટા સરનામે રહી જતો હોઈ છે. એ જાણવા છતાં, સભાન હોવા છતાં, અંતરઆત્માની નાદ સતત થવા છતાં, સમાજના ડરે, સંસ્કારના ડરે, તરછોડી દેવાના ડરે કે આબરૂના ડરે, કમને જીવી લેતો હોઈ છે. એક યુગલને પરિવારના દબાણથી શારીરિક રીતે એક તો કરી શકીએ છીએ પણ મન અને લાગણીની દ્રષ્ટિએ તે ખોટા સરનામે છે. એ બન્ને જાણે છે, છતાં ચૂપ છે. સાચા સરનામાંની શોધ ચાલુ હોઈ છે. મન વ્યથિત હોઈ છે. સંબંધની ફોર્માલિટી પૂર્ણ કરતા હોઈ છે. બાહ્ય રીતે હસતા ચહેરા ને ક્યારેક પૂછજો... "તુ તારા સરનામે છે...?" જવાબ કઈ નહીં મળે શબ્દોમાં... એની આંખો બધું બયા કરી આપશે. પ્રશ્ન તો છે જ "સરનામુ".

સરનામું, ક્યારે પોતાના નામે ઓળખાતું ઘર, પુત્રના નામે ઓળખાવવા લાગે છે. આવું માણસમાં છે. એકલા જમીન પર રખડતાં મંકોડાનું સરનામું શું હશે ? જન્મ લીધો આ સમાજમાં અને વૈરાગની ધૂન સવાર થઈ ગયા પછી, દિગંબર સાધુઓનું સરનામું શું હશે? પથ્થર ની છાતી ચીરીને જન્મતી નદીઓનું સરનામું શું હશે ? અસ્થિર થયેલા ગજરાજનું સરનામું શું હશે ? રાતના આગોસમાં જકડાય જતા સૂરજનું સરનામું શું હશે ? મેં લખેલી તમામ રચનાનું સરનામું શું હશે ? અંતિમ પ્રશ્ન એ જ કે સ્મશાનમા નશ્વર દેહના અગ્નિસંસ્કાર કર્યા પછી ઠંડી થયેલ રાખનું સરનામું શું થશે?

મનોજ સંતોકી માનસ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED