નમસ્કાર મિત્રો હું વિષશ ફરીથી એકવાર આપની સમક્ષ લઈને આવ્યો છું એક સરસ મજાની વેબ સિરીઝનો રીવ્યુ...
આ સિરીઝનું નામ દુતા છે મૂળ તેલુગુ ભાષાની આ એક સુપર નેચરલ ડ્રામા વેબ સિરીઝ છે,
સિરીઝના મુખ્ય કલાકારોમાં નાગા ચેતન્ય અક્કીનેની અને પ્રાચી દેસાઈ જેવા કલાકારો છે....
કહાની ઉપર નજર ફેરવીએ તો સિરીઝ શરૂ થયાંની પહેલી 10 મિનિટમાં જ પોઇન્ટ ટુ પોઇન્ટ આ સિરીઝ પોતાનો હેતુ તાશના પાનાની જેમ ખુલતી જાય છે...
એકવાર વિચાર કરો તમે એક પત્રકાર છો અને અડધી રાત્રીએ તમે ફેમિલી સાથે કારમાં બહાર જઈ રહ્યા છો, અચાનક તમારી કાર બંધ પડી જાય છે એક સુમસાન હોટલ ઉપર જ્યાં એક લેમ્પ ઉપર લાઈટ થતી હોય છે ત્યાં તમે રોકાવ છો પાણીની બોટલ લેવા અને લેમ્પમાં જે સમાચાર પત્રનું કાગળ તમે ઉઠાવો છો અને એમાં લખેલુ હોય છે સમય સાથે તમારી કાર સાથે અકસ્માત અને એમાં તમારો કૂતરો મરી ગયો એનું નામ પઝલ સોલ્વ કરો? આ માત્ર શરૂઆતની 10 મિનિટમાં બતાવવામાં આવ્યું છે આગળ કહાની ઘણી જ અનેરી છે...
ધીરે -ધીરે આ સિરીઝ આગળ વધતી રહે છે અને સસ્પેન્સ થ્રિલ સાથે લોહીથી ભરેલા શહેરમાં એક પછી એક પત્રકારોના ખૂન થતા રહે છે...
આપણો હીરો સાગર એક ખુબ જ સક્સેર્ફુલ પત્રકાર છે પણ તેની નિયત ખુબ જ ખરાબ છે તે કરાપ્ત છે અને લાલચુ છે પૈસા માટે તે કોઈ પણ ખબર છાપી શકે છે, તેના સપોર્ટથી લોકો નેતાઓ અને મોટા -મોટા કુકર્મો ના સમાચાર તે દબાવે છે...
સાગર ના દાદાની કહાની પણ એના જેવી જ હોય છે, ધીરે -ધીરે સાગરની કહાનીના તાર આગળ જતા એના દાદાની સાથે જયારે જોડાય છે અને ધીરે -ધીરે કહાનીમા ટ્વીસ્ટ બનતા જાય છે,
સાગરની એકની -એક દીકરી પણ લિફ્ટમાં મૃત્યુ પામે છે એના પાછળ પણ દુતા પ્રિન્ટિગ પ્રેસનું ભૂત જ હોય છે અને ધીરે- ધીરે સાગરની આખી જિંદગી બરબાદ થઇ જાય છે અને સાગરનો અફેર નીકળતા તેની પ્તની પણ તેને છોડીને ચાલી જાય છે...
દુતા પ્રિન્ટિંગ પ્રેસની કહાનીના પાના જયારે ખુલે છે ત્યારે, પત્રકારીતાના નિયમો અને મૂલ્યો શું હોય છે તેની માહિતી પણ દુતા પ્રિન્ટિંગ પ્રેસના રચયિયા એ લખેલી છે...
ખરેખર આ સિરીઝ આપણને જોતા -જોતા એટલા બંધાઈ જઈએ કે કહાની હજી આગળ ઘણી બાંધતી જતી હતી,
નાગા ચેતન્ય ની એક્ટિંગ પણ ખુબ જ સરાહનીય જોવા મળતી હતી તેમણે પોતાની ભૂમિકા ખુબ જ સરસ રીતે ભજવી આપણને જોવા મળે છે સાથે -સાથે પ્રાચી દેસાઈ પણ ખુબ સરસ રીતે કરેલો અભિનય ભજવ્યો છે...
આ સિરીઝ ખુબ જ સારો અનુભવ કરાવવામાં, અને ગજ્જબ ના કોન્સેપટ સાથે જોવા મળે છે, આ સિરીઝમાં કહાની પણ ખુબ જ અગત્યની જોવા મળે છે,
એક દુતા નામની પ્રિન્ટિગ પ્રેસથી આધુનિક સમયમાં ચાલતા આ આખા કોન્સેપટ સાથે ખુબ જ બાંધી રાખે એવી છે,
કહાની એક એવી માહિતી આપે છે કે માત્ર પત્રકારીતા કમાવવા માટે નથી પણ પત્ર કરિતા એ રાજનીતિ સાથે ચાલનાર અને લોકતંત્રનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે,પણ માત્ર પૈસા કમાવવાની લાલચ સાથે લોકો પત્રકારીતાને પોતાના માટે યુસ કરે છે..
કહાનીમા એક મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જયારે સાગરને ખબર પડે છે તેની પત્ની પ્રિયા તેના કરતાં પણ મોટા સત્ય છુપાવે છે અને એક હોસ્પિટલમાં લાગેલી આંગની ખબર તેને દબાવી હતી અને ખરેખર કરુણ કહાની ત્યારે વ્યક્ત થાય છે, ત્યારબાદ કહાનીનો ક્લાઈમેક્સ દુતાના દ્રિતીય ભાગની આતુરતા સાથે મૂકે છે
મારો આ રીવ્યુ પસંદ આવે તો પ્લીઝ જરૂરથી જણાવજપ 😇
✍️vansh prajapati (vishesh )