કમઠાણ Rushabh Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કમઠાણ

ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી કે હિતેન કુમારની અને તેને પૂછવામાં આવ્યું કે ગુજરાતી ફિલ્મ કયારે 100 કરોડ નો આંકડો પાર કરશે ત્યારે તેમને કહેલું કે જરૂરી એ નથી કોઈ ગુજરાતી ફિલ્મ 100 કરોડનો આંકડો વધીને પાર કરે પણ જરૂરી એ છે કે કેટલા ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મ જોવા માંગે છે.
એનિમલ કબીર સિંહ જેવા ફિલ્મને કારણે મોટા ભાગની યુવાવસ્થાના લોકોમાં એ ટ્રેન્ડ ચાલુ થયો છે કે કોઈ પાત્ર હમેશાં હિંસક હોય તો જ ફિલ્મ કહેવાય તેમના માટે ફિલ્મનો પ્લોટ સ્ટોરી લાઈન, સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફિ અગત્યનું રહેતું નથી પણ એ જ અગત્યનું છે કે હીરો એક સાથે આવીને 200 300 વ્યક્તિઓ ને એક સાથે ઉડાડી દેય. આજ કારણથી આવી ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરું કલેક્શન કરે છે.
એની સામે આપણી ગુજરાતી ફિલ્મો કે જે ખરેખર જીવનમાં ઓગળવા જેવી કે પચવવાં જેવી હોય તેને જોવાનું લોકો ઓછુ પસંદ કરે છે. પણ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે હવે આગળ વધી રહી છે.
અત્યારે આવેલી ફિલ્મ કમઠાણ જબરું હિટ રહી છે ધ્રુનદ કામલે કે નિર્દેશન કર્યું છે જેમાં અભિષેક શાહ પણ લેખક જેઓએ હેલ્લારો ફિલ્મનું નિર્દેશન કર્યું હતું
કમઠાણ એટલે તોફાન અથવા ધમાલ કે ધાંધલ
અશ્વિની ભટ્ટ ની એક વાર્તા કમઠાણ પરથી આ મૂવી બનાવવાં આવ્યું છે. ફેમલી સાથે બેસીને શાંતિ અને એક દમે મગજ ને ફ્રેશ કરી દે તેવું પિક્ચર છે ફિલ્મ કલાકારો માં હિતુ કનુડિયા, દર્શન જરીવાલા , દીપ વૈદ્ય, અરવિંદ વૈદ્ય, સંજય ગોરડિયા વગેરે છે.
ફિલ્મ સ્ટોરી અને સ્ક્રિપ્ટ અને તેનો પ્લોટ તો ફિલ્મના ટ્રેલર પરથી જ ખ્યાલ આવી જાય છે કે પોલીસ વાળાના ઘરે ચોરી થઈ છે એ પણ તેની વર્દી અને તેની બધૂક ની અને તે ચોરી થયા પછી જ્યારે પોલીસ તે વર્દી ને ગોતવાનું શરૂ કરે છે ત્યારે જોરદાર રમુજી અને હાસ્ય ઉત્પન્ન થાય છે. ફિલ્મના તમામ કલાકારો અને સાથી કલકારો તે કોઈના કોઈ રીતે ગુજરાતી ફિલમ ગુજરાતી નાટક અને સાહિત્ય સાથે સંકળાયેલ હોવાથી દરેક કે દરેક પાત્ર એ પોતાની એક્ટિંગ ખુબ જ જબરો અભિનય કર્યો છે જે કોઈ પાત્ર એક કે બે મિનિટ માટે પણ આવે છે તો એ પાત્ર પણ ફિલ્મ માં કંઇક પોતાની આગવી છાપ ઊભી કરીને જાય છે ફિલ્મમાં મેઈન રોલ હતુ કનુડિયા નો છે પણ તેમની સાથે દર્શન જરીવાલા એ પ્રભિસિંહ ના પાત્રની આગવી ભૂમિકા ભજવી છે
આ ફિલ્મ માં ગુજરાતી ભાષા ને ખુબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એમાં પણ ચરોતરી બોલી બોલીનો સમાવેશ કરવામાં આવ્યું છે ફિલ્મમાં ની શરુઆત અંજનીપુર ગામથી થાય છે અને ત્યાં નવા રહેવા આવેલા પી.આઇ રાઠોડ ને ત્યાં ચોરી થાય છે અને તેઓ ત્યાંની પોલીસ ને દોડાવે છે ચોરીનો સામાન પકડવા માટે કેમ કે ચોરી તેમની વર્દી અને બંદૂકની થઈ હોય છે અને એક પછી એક પોલીસ ચોર ને પકડવા માટે ની યુક્તિઓ નો પ્રયોગ કરે છે આ સામાન પકડવા દરમિયાન જે રમૂજ થાય છે તે જોવું રહ્યું. આ ફિલ્મમાં ખાસ કરીને બે પાત્ર પંડ્યા અને પનની ફોઈ એ સાઈડ કેરેક્ટર હોવા છતાં એક અમિટ છાપ છોડી જાય છે.

મારી દ્રષ્ટિએ ફિલમનું લાઈટિંગ અને editing થોડું જૂના ફિલ્મ ટાઈપ નું રહ્યું છે કેમ કે ગુજરાતી ફિલ્મના પણ આપણે બોલીવુડ કે સાઉથના ફિલ્મ કે તેનાથી પણ ઉપરના લેવલનું editing કરી ચૂક્યા છીએ.
ફિલ્મનો કલોસિંગ સીન એ કઈક નવીન રીતે જ રજૂ કરવામાં આવ્યો છે કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નો હોય તો એની માટે એક વાર તો આ ગુજરાતી ફિલ્મ જોવી જ રહી.