આકાશ તેની પત્ની ઈશા સાથે દહેરાદૂન રહે છે. પરંતુ ઈશાના પ્પાની તબિયત ખરાબ હોવાથી તે તેના ઘરે ગઈ હોય છે, આથી આકાશ ઘરમાં એકલો હતો. મધ્ય રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રિના બાર વાગ્યા હતા. અચાનક જ ઘંટડી વાગે છે આકાશ ઘરનું બારણું ખોલે છે અને જોવે છે તો તેનો મિત્ર PSI વરુણ હોય છે. વરુણ અને આકાશ નાન પણથી ખાસ મિત્રો હોય છે. આકાશ તેને ઘરની અંદર બોલાવે છે, અચાનક જ આટલી મોડી રાત્રે ઘરે આવવાનું કારણ પૂછે છે. વરુણ તેને કહે છે કે Robbers cave નજીકના રસ્તે પર એકસીડન્ટ થયો છે અને તે ગાડી માંથી આ ફોટો અને ડાયરી મળી આવી છે મને લાગ્યું કે સૌથી પહેલા તને બતાવવી જોઈએ એટલે હું તરત જ તારી પાસે આવ્યો છું આકાશ તે ફોટો અને ડાયરી હાથમાં લે છે ફોટામાં એક છોકરી અને આકાશ હોય છે તે તરત જ કહે છે કે આ તો શ્રેયા છે. શ્રેયા અને આકાશ સી. યુ. શાહ એન્જિનિયરિંગ માં કોલેજમાં સાથે ભણતા હોય છે. વરુણ કહે છે કે પાછળ શું લખ્યું છે એ જો તો આકાશ ફોટો ફેરવે છે તો લખ્યું હોય છે આઇ લવ યુ ફોરેવર આ જોઈને જ આકાશને તરત જ ઝટકો લાગે છે વરુણ તેને કહે છે કે આ ડાયરી ફોટો કરતાં પણ વધુ અગત્યની છે આકાશ ડાયરી હાથમાં લે છે. તેનુ ટાઇટલ લખ્યું હોય છે “એ પ્રેમ કે જે મને ક્યારેય નથી મળવાનો” આકાશ બીજું પત્તું ફેરવે છે તો લખ્યું હોય છે કે મારા આકાશના નામે !
આકાશ અચાનક જ ચૂપ થઈ જાય છે અને ડાયરી શરૂ થાય છે. આકાશ દેખાવડો અને છ ફૂટ ઊંચો ફાઈટ આછી દાઢી રાખતો અને માંઝીરી આંખવાળો વ્યક્તિ જેને પર કોઈ પણ છોકરી ફિદા થઈ ગઈ જાય પણ મેં તેને પહેલી નજરે ઇગ્નોર કર્યો. પરંતુ અચાનક મેં એક દિવસ તેને એક અંધની રોડ પસાર કરવામાં મદદ કરતો જોયો ત્યારથી ખબર નહિ હું તેના વિશે હું વિચારતી થઈ ગઈ. અમે લોકો જ્યારે રાજસ્થાન ટુરમાં ગયા હતા ત્યારે તેને મારા માટે સુર્યાસ્ત થયાનું ચિત્ર દોર્યું હતું તે આજે પણ મેં સાચવીને રાખ્યું છે જ્યારે પણ હવે મળવાનું થશે ત્યારે હું તેને બતાવીશ કે મેં તેની નિશાની હજી સાચવી રાખે છે. મને આકાશનો પહેલો સ્પર્શ હજી પણ યાદ છે જ્યારે તેને યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને તેને અભિનંદન પાઠવવા હાથ મેળવ્યો હતો. ધીમે ધીમે ડાયરી આગળ વધતી જાય છે અને આકાશ આંખમાંથી એક એક આંસુ તે ડાયરી પર પડતું જાય છે. થોડી વાર પછી આકાશ પાણી પીએ છે અને વરુણ પણ એની સાથે બેઠે છે અને આકાશ ફરીથી ડાયરી વાંચવાનું શરૂ કરે છે જ્યારે આકાશ છેલ્લા વર્ષના એન્યુઅલ ફંકશનમાં બ્લુ ચમકતું બ્લેઝર સફેદ શર્ટ અને બ્લુ પેન્ટમાં સોનેરી કલરની વોચ સાથે જોયું હતો. શું લાગતો હતો આકાશ ! લાગ્યું કે અત્યારે જ પ્રપોઝ કરી દઉં પણ ના કરી શકી અને મૌન જ રહી. અને કોલેજના છેલ્લા દિવસે જ્યારે આકાશને હું પ્રપોઝ કરવા ગઈ ત્યારે પણ કંઈ ના કહી શકી તેને goodbye કહી દીધું તેને પણ એક નાનકડી smile સાથે Goodbye કીધું ત્યારે ખબર નહોતી કે આ આકાશ સાથે છેલ્લી વાતચીત છે.! આજે છુટા પડયાના ત્રણ વર્ષ થઈ ગયા છે આ ક્ષણે હું તેની ફકત ફેસબુક જ ફ્રેન્ડ છું. અને એ પણ ક્યારેય વાત નથી કરી, પણ એક સેકન્ડ એવી નથી ગઈ જેમાં મે તેને યાદના કર્યો હોય આકાશ ડાયરીની પાછળનું પત્તુ ફેરવે છે અને તેમાં કાગળમાં ટીપા પડ્યા હોય એવું દેખાય છે. લખ્યું હતું કે આજે આકાશના લગ્ન છે જેને પામવાની રાહ જોઈ, જેની સાથેના હજારો સપના જોયા પણ આજે તે કોઈ બીજા સાથે તેની જીંદગી જીવવા જઈ રહ્યો છે. ભગવાન આકાશને હમેંશા ખુશ રાખે તેવી પ્રાથના પણ હા હૃદયના કોઈક ખૂણામાં હું તેને હંમેશા માટે રાખીશ !ડાયરી પૂરી થાય છે.
આકાશ વરુણ ને કહે છે કે મારે શ્રેયાને મળવું છે. વરુણ કહે છે મારી સાથે સવારે હોસ્પિટલ આવજે વરુણ આકાશનાં ઘરે જ રાત્રે રોકાઇ જાય છે. વરૂણ અને આકાશ સવારે હોસ્પિટલમાં જાય છે. વરુણ ડોક્ટરને sideમાં બોલાવે છે.અને કહે છે કે આને ડોકટરના કપડાં આપો અને શ્વેયાને મળવા ધ્યો ડોકટ૨ કહે છે. પણ તે સીરીયસ છે વરુણ રીક્વેસ્ટ કરે છે. અંતે ડોકટ૨ હા પાડે છે. આકાશ ડોકટરના કપડા પહેરીને શ્રેયાને મળવા જાય છે. શ્રેયા ને જોઈને આકાશની આંખમાંથી આંસું આવે છે. આકાશ શ્રેયાનો હાથ પકડે છે. શ્રેયા તરત જ આંખ ખોલે છે. અને એવી જ નાનકડી smile આપે છે જ્યારે કોલેજ છૂટાં પડતી વખતે આકાશે તેને આપી હોય છે. અને વેન્ટીલેટરમાંથી બીપ બીપ બીપ… અવાજ આવે છે અને તેમ રહેલી line સીધી થઈ જાય છે. આકાશ ત્યાં જ રડવા લાગે છે. આકાશ તે ડાયરી હમેશાં તેની પાસે સંતાડીને રાખે છે.