મીસ પેરેગ્રીનસ હોમ ફોર ધ પેક્યુલર ચીલડ્રન : સમયને સ્થિગિત કરતો અજીબાનો કાફોલો Rushabh Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મીસ પેરેગ્રીનસ હોમ ફોર ધ પેક્યુલર ચીલડ્રન : સમયને સ્થિગિત કરતો અજીબાનો કાફોલો


મુવીની શરૂઆતમાં જેકબ નામનો છોકરો મોલમાં કામ કરતો હોય છે અને તે તેના ઘરે જવા નીકળે છે. તેની સાથે એક લેડી પણ કારમાં હોય છે. જેકબને અચાનક તેના દાદાનો ફોન આવે છે અને તે કહે છે કે ઘરે નો આવતો ઘરે ખતરો છે છતાં જેકબ ઘરે જાય છે અને તે રસ્તામાં જીએ છે કે તેને એક સફેદ આંખ વાળો વ્યક્તિ દેખાય છે પંરતુ કાર ઉભી રાખી તે પાછળ જીએ છે તો કોઈ પણ નથી હોતુ. જેકબ અને તે લેડી ઘરે જાય છે તો ઘરની હાલત વિખરાયેલી હોય છે.
જેકબ ઘરની પાછળ જીએ છે તો તેના દાદા પર કોઈકે હુમલો કર્યો હોય છે.અને તેની આંખ કાઢી નાખેલી હોય છે મરતાં પહેલા જેકબને તેના દાદા કહે છે કે જેકબ ને તેની વાર્તામાં જે ટાપુનો વાંરવાર ઉલ્લેખ કરે છે તે ટાપુ પર જવાનું છે. જેકબ તેના દાદા વાંરવાર જે ટાપુનો ઉલ્લેખ કરતાં તે તેના પિતાને કહે છે પંરતુ તેના પિતા તેને મગજના ડોક્ટર ને બતાવે છે. મગજના ડોકટર સમસ્યાનું સમાધાન આપવા જેકબનાં પિતાને ત્યાં લઈ જવાનું કહે છે. અને જેકબનાં પિતાનું પણ કામ થઈ જાય કે જેકબનાં પીતા એક વાર્તા પર કામ કરતાં હોય છે અને તે ટાપુ પર એમબ્રીન નામનાં પક્ષી જોવા મળે છે જેથી તેના ફોટાનો ઉપયોગ તે વાર્તામાં કરી શકે. તેઓ તે ટાપુ પર જાય છે તે ટાપુ પર એક જ હોટલ હોય છે અને જેકબ અને તેના પીતા ત્યાં રહેવાનો નિર્ણય કરે છે.
તેના દાદાના વાર્તા પ્રમાણે જેકબ ત્યાં પહોચે છે તો તે જગ્યા ખંડર હોય છે અને છેલ્લે જર્મન હવાઈ દળે ત્યાં બોમ્બ ફેકીને બધું તોડી નાખ્યું હોય છે. ત્યાં જેકબ ને પાછળથી કોઈકનો અવાજ આવે છે અને તે દોડીને એક ગુફામાં જાય છે.જ્યા તેને તેનાં દાદાની વાર્તાના પાત્રો મળે છે. જેમાં એક એમ્મા હોય છે તે હવા કરતાં પણ હલકી હોય છે માટે તે હમેશાં પગમાં વજનદાર બૂટ પહેરી રાખે છે. ઓલીવ નામની છોકરી કોઈ પણ વસ્તુને સ્ર્પશ કરે તો તે વસ્તુ સળગવા લાગે છે. ક્લેરી નામની છોકરી જે પોતાની મરજી મુજબ બીજમાંથી વુક્ષ ઉગાડી શકે છે. આવા કુલ ૧૨ વિચત્ર અને રહસ્યમય શકિત ધરાવતાં બાળકોનું ધ્યાન રાખતી તેમની આર્ચાય મીસ પેરેગ્રીનસ ત્યાં રહે છે અને તેમાં પક્ષીનું રૂપ ધારણ કરવાની શક્તિ હોય છે અને સમયનું ચુસ્ત પણે પાલન કરનારી હોય છે.
રાત્રેનું ભોજન લીધા પછી મીસ પેરેગ્રીન્સ જેકબ અને તમામ બાળકો મેદાનમાં જાય છે જયારે જર્મન હાવાઈ દળનો હુમલો તે મહેલ પર થાય છે અને ત્યારે જ મીસ પેરેગ્રીન્સ સમયને સ્થગીત કરે છે અને પાછો સમય ને ફેરવે છે અને સવારનો સમય કરી નાખે છે અને તે દિવસ ૩ સ્પટેમબર હોય છે અને મીસ પેરેગ્રીન્સ અને તમામ બાળકો વર્ષોથી આજ દિવસ જીવતાં હોય છે માટે તેમની ઉમંર પણ વધતી હોતી નથી. પરંતુ આજ રીતે બીજા વીચીત્ર વ્યકિતઓ આનાથી કંટાળી ગયા હોવાને કારણે તે એક પ્રય્રોગ કરે છે પરંતુ તેનું પરિણામ ઉલટું આવે છે અને તેઓ વિચત્ર રાક્ષસ બની જાય છે. હવે તેના લીડર પર કાંઈ પણ અસર થતી નથી માટે તે તેના સાથીઓને બચાવવા તે ઉપાય શોધે છે કે આવા વિચીત્ર શક્તિ ધરાવતાં વ્યકિતઓની આંખ ખાવાથી તેઓ તેનાં મૂળરૂપમાં આવી શકે છે. માટે જેકબનાં દાદાની મરતાં પહેલા આંખ ગાયબ હતી. વળી બીજી બાજી જેકબ ને દુ:ખ થાય છે કે તે આવી શકિત ધરાવતો ન હોવાં છતાં તે આ બાળકો સાથે રહે છે અને ઓલીવ તેને પરીચય આપે છે કે મીસ પેરેગ્રીન્સ એક રાક્ષસને મારતી હોય તે તેને દેખાડે છે અને પુછે છે કે તને આ રાક્ષસ દેખાય છે ? જેકબ હl પાડે છે ત્યારે ઓલીવ કહે છે કે આજ તારો સુપર પાવર છે અમારા માંથી કોઈ પણ એ રાક્ષસને જોઈ શકતા નથી. ત્યાર પછી એ રાક્ષસોનો લીડર ડૉ.બેરેન તે ઘર પર પેરેગ્રીન્સને લેવા આવે છે અને કારણે તે પેરેગ્રીન્સ પક્ષી બન્યાં પછી તેના પર પ્રયોગ કરી હમેશા માટે અમર બનવા માંગતો હતો. અને ફ઼િલ્મનાં અંતમાં બધા બાળકો કઈ રીતે પોતાની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી પેરેગ્રીન્સને બચાવે છે તે જોવું રહ્યું.