Sallar - ફિલ્મ રિવ્યૂ Rushabh Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sallar - ફિલ્મ રિવ્યૂ

સલાર પ્રભાસની એક લાઈનમાં કહેવું હોય તો એકશન પેકેજ ધમાકા ફિલ્મ કોઈ પણ ડાયરેકટર જ્યારે કોઈ સ્ટોરી લખે અને ત્યારબાદ એજ સ્ટોરીને પડદા ઉપર લાવવું ખુબ જ અઘરું ટાસ્ક છે. પ્રભાસની સલાર ફિલ્મ એ ડાયરેક્ટર પ્રશાનાથ નીલ જ ડાયરેક્ટ કરી છે. જેઓ Kgf ફિલ્મ ડાયરેક્ટ કરી છે અત્યાર સુધી ઓડિયન્સ ને મતે એવું હતું કે kgf અને સલાર બન્ને જોડાયેલી સ્ટરી છે પણ બન્ને એક બીજાથી ખુબ જ અલગ અને અલગ ટાઈમલાઈન માં બનેલી છે. ફિલ્મની મુખ્ય સ્ટોરી એક સામ્રાજ્ય અને કબીલાના ત્રણ સરદારની છે અને કોણ એ ખાનસાર નો રાજ બનશે અને તેના પર બેઠીને રાજ કરશે તેની છે. જેમ જૂના સમયમાં ક્રૂર અને હિંસક લોકો પોતના કબીલા બનાવીને રહેતા અને ત્યાર પછી વિકાસ માટે પોતાના કબીલા નો વિસ્તાર વાધરતા એમજ આમાં પણ ત્રણ કબીલા સાથે રહેતા પરંતુ મુખ્ય રાજા મનનાર સામ્રાજ્ય નો હોવાથી તેને સત્તાની લાલચ જાગે છે અને તે બીજા કબીલાના સરદાર તેમજ તેનાં લોકોને મારી નાખીને ખુદ તેના દીકરાને રાજા બનાવવા માંગે છે. આ મેઈન કોન્સેપ્ટ ફિલ્મનો છે.

સ્ટોરીના પ્રેઝન્ટેશનની વાત કરું તો સ્ટોરી નું પ્રેઝનટેશન એ રીતે કરવામાં આવ્યું છે કે ફિલ્મમાં એક એક સેકન્ડ એક નવું જ રહસ્ય ઉભુ થાય છે અને છેલ્લે સૌથી મોટુ સસ્પેન્સ બહાર આવે છે ઓવારોલ સ્ટોરી સારી છે પણ જે રીતે Kgf માં ઓડિયન્સ ને પકડી રાખે છે તે રીતે આ નથી સ્ટોરી ની રીતે થોડું અપ ડાઉન થયું છે but over all is good. સ્ટોરીનું પ્રેઝન્ટેશન એ રીતે કરવામાં આવેલું છે કે તે છેલ્લે સુધી ઓડિયન્સને પકડી રાખે.

ફિલ્મનો ઓપનિંગ સીન એ મિત્રતાનું મહત્વ દર્શાવે છે અને એજ સીન દ્વારા એ દેખાડવામાં આવ્યું છે કે દેવા એના મિત્ર વરધા માટે પોતાની જાન પણ દાવ ઉપર લાગડી છે. અને સામે વર્ધા પણ તેના મિત્ર દેવા માટે પોતાની સત્તાનો ત્યાગ કરે છે.

ફિલ્મ માં ખાન્સાર શહેર નો અલગ જ મિજાજ છે કે એવું શહેર કે જેને પોતાની આર્મી છે પોતાનું સામ્રાજ્ય છે અને પોતાનું બંધારણ છે. ખાનસાર શહેર અને તેનું ચિન્હ બન્ને એક જીવંત નો હોવા છતાં અલગ જ વાઈબ્સ આપે છે આખા મૂવી દરમિયાન ફિલ્મમાં મુખ્ય પાત્ર પ્રભાસ ની એક્ટિંગ તો જબરદસ્ત છે એક એવું પાત્ર કે જે માતાની આજ્ઞાનું પૂર્ણ પણે પાલન પણ કરે પોતાના વચનનું પણ પાલન કરે, એક સ્ત્રીના અસ્તિત્વ પર આંચ આવે તો પોતે આખી આર્મી ને સાવજ બનીને શિકાર કરી લે એવું શૌર્યવાન પાત્ર દેખાડ્યું છે. ત્યાર પછી પાત્ર વર્ધા એ પણ ખુબ જ મસ્ત એક્ટિંગ કરી છે પણ જે સીનીયર વર્ધા કરતા જુનિયર વર્ધાની એક્ટિંગ એ એની કરતા પણ જોરાદર છે. જો પાત્રની અંદર કોઈ ઉતર્યું હોય તો એ રાજમનારના ભાઈ ની એક્ટિંગ કરેલી છે તે એક વ્યક્તિ છે જે સંપૂર્ણ પણે પોતાના પાત્રમાં ઉતરી ગયો હતો. Kgf માં જેને ગરૂડાનું પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મમાં તેને થોડું નબળું ડખડવામાં આવ્યું છે મારી દ્રષ્ટિએ જો એ પાત્ર ને કરેક્ટ્રાઇજેશ ઉપર થોડું વધુ ફોકસ અપાવ્યું હોત તો મૂવી નો ચાર્મ હજી થોડો અલગ હોત શ્રુતિ હસન એક એવું પાત્ર છે ફિલ્મમાં સ્ટોરી આગળ વધારવા માટે લીધેલું છે કદાચ તે પાત્ર ન હોય તો પણ પકિચરમાં તેનો ખાસ પ્રભાવ પડે તેમ ન હતો. પિક્ચર માં ખાસ જે ડિપાર્ટમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યુ છે તે ડિપાર્ટમેન્ટ છે ફિલ્મની સિનેમેટોગ્રાફિ અને ફિલમ ની ક્રિએટિવ અને ફિલમ નો લૂક ફિલ્મ ટોટલી ડાર્ક થીમ પર જ છે. ફિલ્મની ક્રિએટિવ તો આલાગ્રાન્ડ છે જો કદાચ એક એક વસ્તુંનું સૂક્ષ્મ અવલોકન કરતો તો તે પણ ખૂબ જીણવટ પૂર્વક લેવામાં આવ્યું છે. મારી દ્રષ્ટિએ તો આ ફિલ્મ એક વાર અવશ્ય જોવા જેવી કારણકે તે લાઇફના અમુક મોરલસ પણ શીખવી જાય છે.