The Author Rushabh Makwana અનુસરો Current Read સમ્રાટ એન્ડ કો. : ભૂત ભગાડતાં થયેલ મોતોનો ખુલાસો By Rushabh Makwana ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... રાય કરણ ઘેલો - ભાગ 1 ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો સમ્રાટ એન્ડ કો. : ભૂત ભગાડતાં થયેલ મોતોનો ખુલાસો (13) 1.1k 3.6k આ મૂવી સમ્રાટ અને તેના મીત્ર ચક્રઘરનાં શબ્દોની માયાજાળ સાથે શીમલા જેવી સુંદર જગ્યાએ થતી રહસ્યમય મોતોનો રોમાંચક સફરડિમ્પી શીમલાથી સફર કરીને મંબુઇ આવે છે. સમ્રાટને મળવા જે જાસૂસ હોય છે અને તેનો મીત્ર ચક્રધર જે ટી.વી શો ચલાવતો હોય છે. ડિમ્પી એવું માનતી હોય છે કે તેની સમસ્યાનું સમાધાન સમ્રાટ પાસે છે ડીમ્પીની સમસ્યા એ હતી કે તેનાં બગીચામાં ફૂલ ખીલતાં નહોતાં તે એવું માનતી હતી કે તેના માળીએ આપેલ શ્રાપ તેના ઘર પર લાગ્યો છે. સમ્રાટ અને તેનો મીત્ર ચક્રધર ડીમ્પી સાથે શીમલા જાય છે ત્યાં ડીમ્પી સમ્રાટનો પરીચય ઘરનાં સભ્યો સાથે કરાવે છે. બિજા દિવસે માળીનું ભૂત ભગાવવા માટે સત્યદેવ બાબાને બોલાવવામાં આવે છે અને તેને બતાવ્યા પ્રમાણે ફૂલ ખીલ્યું હોવાથી ઘરનાં સભ્યો એવું માને છે કે માળીનું ભૂત ભાગી ગયું છે અને ઘરમાં આનંદની લાગણી છવાઈ જાય છે. બિજા દિવસે મહેન્દ્રસીંહના જન્મદિવસની મીજબાની હોય છે. અને મહેન્દ્રસીંહની આ પાર્ટીમાં મહેનાનો તેમજ સમ્રાટ અને ચક્ર ઘર પણ આવે છે અને મહેન્દ્રસીંહનો મોટો પુત્ર સમ્રાટને ઘરનાં બીજા સભ્યોનો પરીચય કરાવે છે અને તે જ રાત્રે મહેન્દ્રસીંહની હત્યા થાય છે અને તેનો આરોપ તેમનાં નોકર પુરણકાકાનાં કહ્યા પ્રમાણે મહેન્દ્રસીંહના નાના પુત્ર વિજય પર આવે છે. સમ્રાટ ઘરનાં નોકરો તેમજ દિપક જે મહેન્દ્રની કંપનીમાં મેનેજર હોય છે પછી તેમના નવા પાડોશી નારાયણીજી ઘરનાં સભ્યો વગેરેને મહેન્દ્રની હત્યા પર પૂછપરછ કરે છે અને વિજય પણ કહે છે કે તેણે મહેન્દ્રની હત્યા નથી કરી.પોલીસને તપાસ દરમિયાન કોઈક વિચીત્ર રીતે એબીસીડી લખેલા ઈમેલ મોકલતું હતું સમ્રાટ તે મેઈલનો ઉકેલ મળેવે છે અને તે ખરેખર મહેન્દ્રસીંહને કોઈક ધમકી મોકલતું હોય છે. સમ્રાટ પાર્ટીનું વીડીયો રેકોર્ડીંગ ચેક કરે છે અને તેમાં ડીમ્પીનો પ્રેમી છુપી રીતે પાર્ટી આવતો હોય તેવું દેખાય છે. પૂરણકાકા સમ્રાટને એક હકીક્ત કહે છે કે વર્ષો પહેલાં મહેન્દ્રએ એક ફેમેલીને મરાવી નાખ્યું હોય છે પંરતુ તેનો એક સભ્ય બચી ગયો હોય છે જે કદાચ બદલો લેવાની કોશીશ કરી હશે તેવું પૂરણકાકા સમ્રાટને જણાવે છે. અનુજની પૂછપરછ પરથી એવું જાણવા મળે છે કે તે બે ત્રણ દીવસથી ગાયબ હોય છે. સમ્રાટ તેનો તર્ક લગાવે છે અને ડીમ્પીના ઘર પાછળ રહેલ અનુજની લાશ શોધી કાઢે છે. તેની પણ કોઈકે હત્યા કરી નાખી હોય છે.સમ્રાટને પણ આ કેસ છોડી દે નહીતર તેને મારી નાખશે તેવી ધમકી મળે છે. બીજી બાજી એક સૂમસાન રસ્તા પર હરીની લાશ મળે છે જે મહેન્દ્રસીંહનો ડ્રાઇવર હોય છે. અને તે મામુલી મીમીક્રી કલાકાર પણ હોય છે.સમ્રાટ એક સબૂત માંથી એક નંબર પર તે એબીસીડીનાં કોડિંગથી જે મહેન્દ્રને મેઈલ મોકલતું હતું તેને ગાર્ડનમાં મળવા બોલાવે છે. અને તે ધમકી વાળા મેઈલ મહેન્દ્રને તેની પાડોશી નારાયણી જ મોકલતી હોય છે કારણ કે મહેન્દ્રએ કોલેજમાં તેની સાથે કરેલ મજાકનો બદલો લેવા માત્ર તે મજાક કરે છે. પરંતુ નારાયણી એ મહેન્દ્રની હત્યા કરી નથી હોતી. એવામાં સમ્રાટને ખબર પડે છે કે માળીના ભૂતનો ઢોંગ સત્યદેવબાબા એ જ કર્યો હોય છે. સમ્રાટ આ માટે પૂછપરછ કરવાં સત્યદેવ બાબાને મળવાં જાય છે પંરતું બાબાની હત્યા પણ કોઈકે કરી નાખી હોય છે અને સમ્રાટ બાબાનાં હત્યારાનો કોલ આવે છે અને તે સમ્રાટને મળવાં બોલાવે છે. પરંતુ કોણ છે આ બધી હત્યા કરાનાર તે જાણાવા માટે આ મૂવી જોવી રહ્યું અને સમ્રાટ અને ચક્રધરની જૂગલ જોડી અને તેમના શબ્દોની ગુથ્થી અને તરકીબો પણ આ મૂવીનું આર્કષણ બની રહે છે. Download Our App