ગોડઝિલ્લા વર્સીસ કોંગ સિરીઝ નો તાજેતરમાં રિલીઝ થયેલો એક મૂવી જેનું નામ છે The New Empire આ મૂવી એ 3d માં જબરદસ્ત ફીલ આવે છે ફિલમની શરુઆતમાં જ અમુક સીન્સ એવા છે કે જે 3d ની રૂબરૂ અનુભૂતિ કરાવે છે ફિલમની સ્ટોરી એ નવા સામ્રાજ્ય પર છે એક ખરાબ કોંગ (વિલન) એ દુનીયા પર રાજ કરવા માંગતો હોય છે અને તેને અટકાવવા માટે કોંગ અને ગોડઝિલ્લા સાથે મળીને વિલનને ટક્કર આપે છે અને તે હોલો અર્થ ની દુનીયા બચાવે છે તે આ ફિલ્મનો મુખ્ય પ્લોટ છે.
આ ફિલ્મમાં દરેક સીન ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે એક એક સીન નવી જ અજાયબી લાગે તે રીતે આંખ સામે આવે છે. હા સીન ખુબ જ સુંદર છે પણ અવતાર ફિલમની જેમ જો થોડાં પાણી ની અંદર પણ સીન લીધા હોય તો ખરેખર મજા આવે ત
ફિલમની સ્ટોરી નું રિપ્રેઝનટેશન અનોખી રીતે જ કરવામાં આવ્યું છે ખાસ કરીને એક નાનો કોંગ કેસરી કલર વાળો એ ખુબ જ મસ્ત રીતે દેખાવમાં આવ્યું છે. આ પ્રકારની ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે એક પ્રાણી હોય છે. જે પૂરી પૂરી રીતે VFX પર જ આધારીત છે પણ એક એક સીન એ Godzilla હોય કે પછી કોંગ વિલન કે નાનો કોંગ કેસરી રંગનો તેના ચહેરાના એક એક એકસપ્રેશન સારી રીતે ડિટેલમાં દર્શાવવામાં આવ્યા છે કે કોઈ પણ એક પણ શબ્દ વગર તે પ્રાણીની ભાષાને સમજી શકે
ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે તો ચાર જ વ્યક્તિ ગણી શકાય રબેકા હેલ, બ્રાઈન હેન્રી, ડાન સ્ટીવન, કાયલી હોટલ, કાયલી એ રોલ અગત્યનો છે ફિલ્મમાં તેને પાત્રને મુંગુ દર્શાવવામાં આવ્યું છે એમાં એક પણ શબ્દ વગર તને ખૂબ જ સરસ એક્ટિંગ કરી છે. બ્રાઈન નો રોલ હટકે છે તેને આ સરીઝ ની 2021 માં આવેલી ફિલ્મમાં જેમ ફની રોલ કર્યો હતો એમ જ આમાં પણ ફની રોલ કર્યો છે. ખાસ તો એના હિન્દી ડબિંગ ડાયલોગ એ જબરદસ્ત છે.
ફિલ્મનો સ્ક્રીન પ્લે અને સિનેમેટોગ્રાફિ એ આ પિકચર નો એક એક સીન રિયલ હોય તેવી ફીલ આપે છે બારસો કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં લગભગ 10 થી 12 અલગ અલગ દેશમાં શૂટ થયેલું છે અને દરેક દેશના યુનિટ અલગ છે પણ તેમ છતાં જ્યારે તેને ભેગું કરવામાં આવ્યું છે તેનો એવું નથી લાગતું કે આ કામ અલગ અલગ વ્યક્તિ કે અલગ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હશે. એક સળંગ લિંક જળવાઈ રહી છે આખા ફિલ્મમાં.
સ્ટોરી એ આમ તો ખુબ જ સરસ છે પણ આ સિરીઝ ની આગળ બની ચૂકેલી ફિલ્મ કરતા થોડું ઓછું સ્ટોરી લાઈન છે. એક સિમ્પલ હોલવુડ સ્ટોરી હોય તેવું લાગ્યું પણ તેમ છતા વખવાના લાયક તો ખરું જ કેમ આટલું ઊંડાણ પૂર્વક તો બોવ ઓછા લોકો મૂવી જોતાં હોય છે કેમ કે અવતાર ધ વે ઓફ વોટર માં પણ સ્ટોરી લાઈન એ જ રહી જે તેનાં ફર્સ્ટ પાર્ટ માં હતી પણ દેખાડવાનો અંદાજ અલગ બસ એ જ રીત આ મૂવીમાં પણ કઈક એવું જ બન્યું છે કે ફિલ્મ માણવા માટે ખૂબ જ સરસ છે પણ સ્ટોરી અલગ નથી.
ફિલ્મના અમુક સીન તો એવા છે કે જે આમ તરત આંખમાં સમાઈ જાય એ રીતે બનાવ્યા છે ખાસ તો કોંગ જ્યાં વિલન ના એરિયા જાય તે મોંથરા ને જ્યારે જગાડે તે. Godzilla અને કોંગ ની ઇજિપ્તની ફાઈટિંગ એ ખરેખર અવિસ્મરણીય હતી છે નિર્દેશક દ્વારા ફિલ્મનું નિર્દેશન એકદમ સચોટ રીતે કરવામાં આવ્યું છે.