પ્રેમને પામવા, થવા એમના Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમને પામવા, થવા એમના

કેમ ખુદને એની સાથે આટલી મહોબત છે તો પણ હું નહિ કહી શકતી? કેમ એને નહિ કહેતી કે આઇ લવ યુ! હું તને પહેલી નજરથી જ બહુ જ ગમાડું છું... મારા દિલમાં હંમેશા બસ તું જ રહ્યો છે...

દિલમાં કોઈ આવી જાય છે તો આસાનીથી ક્યાં જાય છે?! મારા દિલમાં પણ તો એ આવી ગયો છે... હું એને જ મારો માણી બેઠી છું...

આજે મારી સગાઈ છે... આજ પછી શાયદ હું હંમેશાં માટે કોઈ બીજાની થઈ જઈશ... અરે પણ હું જેને લવ જ નહિ કરતી એની સાથે રહેવા કરતા તો મરી જવું વધારે આસાન રહેશે!

હું વધારે કંઇક વિચારું એ પહેલા તો ત્યાં એ જ આવી ગયો, જેના વિચારોએ મને લગભગ ગાંડી જ કરી મૂકી હતી.

"જો લગ્ન કરી લે... સુરેશ એક સારો છોકરો છે... અને હું તો તને નહિ લવ કરતો..." એ બોલતો હતો પણ એની હિંમત હજી મારી આંખોમાં આંખો પરોવી આ શબ્દો બોલવાની નહોતી થતી!

"હા તો આ જ શબ્દો મારી આંખોમાં આંખો પરોવીને બોલ તો, તને મારી કસમ સાચ્ચું બોલને!" મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

"જો યાર હું તને લવ કરતો હતો... કરું છું અને હંમેશાં કરતો રહીશ! મને તો મને તો આ બધું કહેવા માટે નેહાએ કહ્યું હતું... કહેલું કે તું એની ખુશી માટે આટલું તો કરી જ શકે એમ!" એને સચ્ચાઈ કહી તો હું તો હેબતાઈ જ ગઈ!

"એક મિનિટ... એને જ મને કાલે કહ્યું કે તું આ વાત માટે હા કહી દે... એણે તો મને એમ પણ કહેલું કે કાલે તું આવીને મને કહીશ કે તું મને લવ નહિ કરતો એમ! મતલબ આ બધું એને કર્યું છે!" હું બસ પ્રભાતને ભેટી જ પડવા માંગતી હતી.

"બસ એને એક જ મોટી ભૂલ કરી દીધી... એને એ નહોતી ખબર કે આપને બંને કઈ જ એકબીજાથી છુપાવતા નહિ! આઇ લવ યુ, પ્રભાત!" હું હજી એના શરીરે લિપટાયેલ રડી રહી હતી.

પ્રભાતે માંડ મને છાની કરી અને બાજુનાં પલંગ પર બેસાડી.

"પણ મને તો એ નહિ ખબર પડતી કે એને આટલું બધું કેમ કર્યું હશે?!" તો મેં એની વાતને અર્ધેથી કાપતા જ કહ્યું, "મને ખબર છે... એ તને લવ કરે છે... એને આ બધું તારા પ્યાર માટે કર્યું..."

"હું એને ક્યારેય માફ નહિ કરું... યાર આવું કરાતું હશે!" પ્રભાત ગુસ્સામાં બોલ્યો.

"એની કોઈ ભૂલ નહિ... એ તારી દોસ્તીને પ્યાર સમજી બેઠી... એ તને ખુદની પ્રોપર્ટી સમજી બેઠી... એને મને કહેલું પણ એક વાર કે એને એ ક્યારેય પસંદ નહિ આવે કે એના સિવાય કોઈ છોકરી એની નજીક પણ આવે..." મે વાત સમજાવી.

"હા... પણ એવું થોડી ચાલે... એને મારી પસંદ તો પૂછવું જોઈએ ને... હું કઈ એનો એકલો થોડી છું..." પ્રભાતે કહ્યું.

"પ્યાર તો વસ્તુ જ એવી છે... પ્યારને પામવા લોકો કઈ પણ કરી શકે છે! બાકી હું જાણુંને નેહાને એ ક્યારેય જૂઠ ના બોલે..." મારી વાતને પૂરી થતા પહેલાં જ પ્રતાપ બોલ્યો - "એ બધું છોડ તું મને લવ કરતી હતી તો પણ કેમ મને પ્રપોઝ ના કર્યું?!"

"અરે તું યાર કેટલો મસ્ત... માલદાર... નેહા જેવી છકરીઓ સાથે ફરનાર... અને હું તો સાવ ગરીબ... ખ..." એને એના હાથને મારા હોઠ પર મૂકી દીધા તો હું આગળનું બોલી જ ના શકી.

"તું બહુ જ મસ્ત છું...ઓકે..." એને પ્રેમથી કહ્યું અને મારા હોઠની એ આંગળીને કિસ કરી.

"હું છે ને આ સુરેશને હા કહી દઉં છું... તું તારી નેહા ને..." મારી વાત પૂરી થાય એ પહેલા જ પ્રતાપ ગુસ્સે થયો - "તું યાર એનું નામ ના લઈશ!"