પ્યારનો સમય, દિલનું વિસ્મય Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્યારનો સમય, દિલનું વિસ્મય

"જો તું જેવું સમજુ છું એવું કઇ જ નથી! અમારી વચ્ચે તો જસ્ટ ફ્રેન્ડશીપ જ છે!" પરિણિતા રીતસર બેબસ લાગતી હતી!

"પણ ઓ મિસ્ટર, એ તને કેમ આ બધું કહે છે?! હા એ પ્રકાશને લાઈક કરતી પણ હોય તો પણ તારે શું?! તું કોણ છું?! આવો સવાલ કરવાવાળો!!!" રેશ્મા બોલતી હતી!

"હા... હું તો ભૂલી જ ગયો ને હું કોણ છું?! એણે સવાલ પૂછાવાવાળો?!" કહીને યજ્ઞેશ ત્યાંથી ચાલ્યો જ ગયો!

"અરે યાર, રેશ્મા તારે એણે એવું નહોતું કહેવાનું! એકચુલી આઇ એમ ઇન લવ વિધ હિમ!" પ્રજ્ઞા બોલી.

"ઓહ આઇ એમ સો સૉરી!" રેશ્મા ખરેખર દિલગીર હતી, પણ હવે તો પ્રોબ્લમ થઇ જ ગઇ હતી ને!

એ આખાય લેકચર દરમીયાન પરિણિતા તો બસ કેવી રીતે યજ્ઞેશને મનાવશે એ જ મૂંઝવણમાં હતી! રેશ્મા પર એણે ખૂબ જ ગુસ્સો આવતો હતો!

🔵🔵🔵🔵🔵

રીસેસ દરમીયાન સૌ ગાર્ડનમાં હતા.

"આઇ લવ યુ, યજ્ઞેશ! યુ આર સો સ્વીટ!" આકાંક્ષા બોલી તો પરિણિતાનાં પગ નીચેથી જમીન જ સરકી ગઇ!

"આઇ લવ યુ, ટૂ!" યજ્ઞેશે પણ કહ્યું!

આ સાંભળીને પરિણિતા ગાર્ડનથી એના કલાસમાં આવી ગઇ અને બેંચ પર માથુ મૂકી રડવા લાગી!

"પરિણિતું! શું થયું?!" યજ્ઞેશ એની પાસે આવી ગયો હતો!

"આઇ જસ્ટ હેઈટ યુ!" એણે હળવેકથી કહ્યું!

"સી, વાત એમ છે ને કે પ્રકાશ ને રેશ્મા ચાહે છે અને પ્રકાશ આકાંક્ષાને!" યજ્ઞેશે કહ્યું.

આંસુ રોકતા એણે કહ્યું, "કન્ફ્યુજ ના કર ને!"

"મતલબ એમ કે રેશ્માએ જે કઇ કહ્યું એ જાણી જોઇને કહ્યું કેમ કે એણે એના ચાહક એવા પ્રકાશે કહેલું! કેમ કે એ જાણે છે કે હું એની અને આકાંક્ષાની વચ્ચે આવું છું!" યજ્ઞેશ બોલતો હતો.

"વોટએવર પણ તુયે કેમ આકાંક્ષાને હા કહ્યું?!" પરિણિતા બહુ જ ગુસ્સામાં હતી!

"કેમ કે તારા લવને બહાર કાઢવા અને પ્રકાશનાં લવને આકાંક્ષા માટે કાઢવા અમે આ પ્લાન બનાવ્યો હતો! કેમ કે પ્રકાશ આકાંક્ષાને ચાહતો હતો!" યજ્ઞેશ બોલતો હતો.

"એ બધું છોડ... આકાંક્ષા, પ્રકાશ અને રેશ્મા જાય ભાડમાં! આઇ ડૉન્ટ કેર! મને જસ્ટ એ જણાવી દે કે તું કોણે લવ કરુ છું?!" પરિણિતા બોલતી હતી.

યજ્ઞેશના ચહેરા ઉપર શરમનાં ભાવ ઉભરી આવ્યા!

"અસાઇએન્ટસ! અરે મારે તો અસાઇનમેન્ટસ લખવા જવું છે!!!" યજ્ઞેશે બહાના બનાવવા શુરું કર્યા પણ પરિણિતા માને એવી ક્યાં હતી! એણે તો એના હાથને જોરથી પકડી રાખ્યો હતો!

"પરિણિતા, પ્લીઝ, સમજ! કરુ વાત સાંજે વોટ્સએપ પર! ઓકે!" કહી ને હાથ છોડાવી એ એની બેંચ પર જઇ અસાઇનમેન્ટસ લખવા લાગ્યો.

છેલ્લા અમુક લેક્ચર અટેન્ડ કરીને સૌ ઘરે પહોંચ્યાં.

🔵🔵🔵🔵🔵

"હાઇ" ઘરે જતા જ સૌથી પહેલા પરિણિતાનો મેસેજ આવ્યો હતો!

"ઓહ મારો જ વેટ કરતી હતી કે શું?!" યજ્ઞેશે મેસેજ કર્યો.

"હા... જ તો વળી!" પરિણતાએ લખ્યું.

"ચાલ જમી લઇએ... " બંને જમ્યા અને વાત શુરું કરી.

"તો બોલ, તું કોણે લવ કરુ છું?!" પરિણિતાએ સીધું જ પૂછ્યું!

"આઇ લવ યુ!" યજ્ઞેશે પણ એક સેકંડ પણ વેસ્ટ કર્યા વિના કહી દીધું!

"પણ તું તો આકાંક્ષાને લવ કરું છું ને?!" પરિણિતાએ વ્યંગ્ય કર્યો!

"અરે, એ તો અમે નાટક કરતા હતા! હું તો તને જ ચાહું છું! બોલ તું કોણે ચાહું છું?!" યજ્ઞેશે પૂછ્યું!

"તને જ તો પાગલ!" એણે લખ્યું!

"ઓહ, ત્યાં બધાં સામે તને કહેવાની મારી તો બિલકુલ તાકાત નહોતી!" યજ્ઞેશે કબૂલ્યું!

"કાલે કહેજે બધા વચ્ચે તાકાત હોય તો!" પરિણિતાએ ચેલેન્જ કરી!

"સારું!" એણે કહ્યું.

"ઓકે બાય એન્ડ આઇ લવ યુ!" છેલ્લે પરિણિતાએ કહ્યું!

"ઓકે બાય એન્ડ આઇ લવ યુ ટૂ!" યજ્ઞેશે કહ્યું.

🔵🔵🔵🔵🔵

"આઇ લવ યુ!" યજ્ઞેશ ઘૂંટણ પર બેસીને હાથમાં રોઝ લઇ પ્રપોઝ કરતો હતો!

"આઇ લવ યુ ટૂ!" પરિણિતાએ રોઝ લઇ લીધું!

આ બાજુ પ્રકાશે પણ આકાંક્ષાને પ્રપોઝ કર્યો અને એણે પણ ઍક્સેપ્ટ કર્યો હતો!

બધા જ ખૂબ ખુશ હતા.