"સારું, તો તું ના કર વાત મારી સાથે ... ઓકે..." રોહનના ઘરના ધાબે સાંજનાં વસંતના એ પવનોની વચ્ચે હિના એણે મૂકીને જતી રહી...
♥♥♥♥♥
રોહન આ તદ્દન નવી બનવા જયેલ સોસાયટીમાં સૌપ્રથમ આવ્યો હતો. એના મમ્મી અને પપ્પા બંને બાજુના શહેરમાં જ શિક્ષક હતા. આ સોસાયટીમાં એ લોકો જ પહેલા રહેવા આવેલા.
રોહનને પઢાઈ સાથે આનુવંશિક રીતે જ બેઇમતહા મોહોબ્બત હતી. એની સાથે જ રોહન ખૂબ જ મિલનસાર હતો.
તદ્દન નવા લોકો સાથે પણ એવી રીતે સંકળાઈ જતો કે કોલેજ થી આવતા ની સાથે સૌ તેના ઘરની પાછળ ના મેદાન જેવા ભાગે બેસવા જતા.
હિના એના ઘર ની બાજુના ઘર ની જ છોકરી હતી. બંને પરિવાર એકબીજાને થોડા જ સમય માં જાણી ગયા હતા.
રોહન હિના ને જોયા કરતો અને હિના રોહન ને પણ.
એક દિવસ હિના રોહનના ધાબે અનાયાસે જ પહોંચી ગઈ. એ એક બુકમાં મોં નાંખી ખાટલામાં સૂતો હતો.
"હેલો... રોહન!!!" એ બોલી.
"હાઈ હિનુ!!! સીટ!" એણે કહ્યું.
"વૉટ વર યુ રીડિંગ?!" એણે સાહજિક રીતે જ પૂછ્યું.
"અ લવ સ્ટોરી!!!" એણે કહ્યું.
"લવ ... મને પણ લવ થઈ ગયો હોય એવું લાગે છે ... કોઈ સાથે ... સખ્ખત!" હિના બોલી.
"ઓહ એવું છે એમ... કોણ છે એ?" એણે સ્વાભાવિક પૂછ્યું.
"કહીશ ... ક્યારેક એણે કહ્યું..." એણે કહ્યું.
♥♥♥♥♥
થોડા દિવસ આમ જ વીતી ગયા... હવે સોસાયટીમાં એક ફ્લેટમાં એક નવું પરિવાર આવ્યું હતું. એમાં એક છોકરી પણ હતી ... એનું નામ હતું - જયશ્રી.
દરરોજ જ્યારે તેઓ બેસતા ત્યારે, હવે જયશ્રી રોહનને જોવા લાગતી. આ જોઈને હિના ચિડાઈ જતી.
♥♥♥♥♥
એક દિવસે બપોરે, રોહન હિનાનાં ઘરે જઈ પહોંચ્યો. હિના સૂતી હતી. ઊંઘતા એ કેટલી ક્યૂટ લાગતી હતી. એણે એના માથે હાથ ફેરવ્યો... એના મમ્મી અને પપ્પા જોબ પર હતા.
"રોહન!!!" એ એક ઝટકાથી ઉઠી ગઈ. કઈ પણ કહ્યા વિના બસ એ એણે વળગી પડી.
"શું થયું, પાગલ? આટલી કેમ ગભરાઈ ગઈ છું?!" રોહન એ પૂછ્યું.
"યાર, મને સપનું આવ્યું કે જયશ્રી પ્રપોઝડ યુ એન્ડ ગેસ વૉટ તુંયે હા કહ્યું!!!" એ રીતસર રડી પડી.
"મે જયશ્રીને નહિ હા કહું... ઓકે... ઉંઘ તું હવે ... ઉઠું તો આવજે મારા ધાબાએ ... ઓકે..." કહી એ ચાલ્યો ગયો.
♥♥♥♥♥
હિના ને ખયાલ આવ્યો કે એણે હજી એમ તો કહ્યું જ નથી કે એ મને લવ કરે છે એમ... એણે તો જસ્ટ એટલું જ કહ્યું ને કે એ જયશ્રીને ક્યારેય હા નહિ કહે પણ એણે અર્થ એવો પણ થોડી થાય છે કે એ મને હા કહેશે!!!
આ વિચાર એણે વારંવાર કોચી ખાતો હતો. એ તુરંત જ તૈયાર થઈ ગઈ ને એણે ઘરે જઈ ધાબે પહોંચી.
રોહન ધાબે એ જ બુક વાંચતો હતો...
"તુંયે મને એમ કહ્યું ને કે તું જયશ્રીને નહિ હા કહે એમ ને ..." એ બોલી.
"હવે તો તું મારી સાથે વાત ના કરતો... ઓકે ..." એ ત્યાંથી ચાલી ગઈ...
♥♥♥♥♥
ત્રણેય પરિવારે એ દિવસે બંને નો વેઇટ કર્યો ... પણ કોઈ ના દેખાયું...
એ જ દિવસે રાત્રે રોહન હીનાનાં ઘરે પેલી બુક સાથે જઈ પહોંચ્યો.
"હેલો આંટી, હાવ આર યુ" એણે કહ્યું.
"ફાઈન..." તેમને કહ્યું. સૌ ધાબે જ હતા.
થોડા સમય ત્રણેય વાતો કરતા હતા...હિના બસ ચૂપચાપ જાણે કે પેલા બે જાય તો રોહન નું મર્ડર કરી દે એવા ગુસ્સામાં હતી... થોડી વાર મા બંને વારાફરતી ઉંઘ આવે છે એમ કહી ચાલ્યા ગયા...
બસ આ વાંચીએ અમે કહી એણે આંટી ને જવા દીધા.
"જો, હીનું, આઈ લવ યુ!!! એન્ડ જસ્ટ યુ!!!" એ બોલી ગયો...
"જો... કાલે આખી રાત ઊંઘ્યો જ ના તો બપોરે ઊંઘતો હતો ... એટલે આવવાનું જ ભૂલી ગયો!!! મને મોકો જ ના મળ્યો!!! આઈ લવ યુ, હિનું!!!" એ બોલતો હતો.
હિના એ એણે ગળે લગાવ્યો... "જો હજી લેટ કરત ને તો મે તને મરેલી જ મળત..." એ બોલી.
એણે એના હાથ માં બ્લે ડ થી ડ્રો કરેલ "આર" અક્ષર બતાવ્યો... પહેલા તો રોહન હેબતાઈ ગયો ... એણે એક હળવી ઝાપટ પેલીને રસીદ કરી અને પછી એ ઝખ્મને ચૂમી ગયો ...