"પ્લીઝ રોકાઈ જા ને... બસ આ એક જ રાત! પ્લીઝ!" મેઘનાએ એવી રીતે કહેલું જાણે કે આ રાત પછી બીજી કોઈ રાત જ ના હોય!
"સોરી યાર... પણ મને મારી નોકરી બહુ જ યાદ આવે છે... મને મારું કમ્પ્યુટર યાદ આવે છે!" મેં પણ એને કહી જ દીધું.
"ખરેખર નોકરી જ યાદ આવે છે કે... કે પછી કોઈ છોકરી!" મારી સૌથી નાની બહેન અને બહેનની વિશેષ મારી દોસ્ત જેવી હિરે મને છેડતા કહ્યું.
"ઓ જાણે હવે... એવું કઈ જ નહિ! મને તો ખરેખર મારી નોકરી જ યાદ આવે છે!" મેં પણ કહ્યું.
"બસ તો... રોકાઈ જા ને આ એક દિવસ... પ્લીઝ!" હીરે તો કહ્યું જ પણ સાથે જ બાકી બધા નો પણ એક સામૂહિક અવાજ આવ્યો - "પ્લીઝ!" પણ એમાં એક અવાજ બાજુમાં જ રહેતી નેહાની મામાની બહેન મેઘના નો પણ હતો.
જવાનું કેન્સલ થયું તો હું તો ત્યાં જ એ જ ખાટલા પર ત્યાં જ ઊંઘી ગયો. કરું પણ શું?! એક હદથી વધારે ઘરથી દૂર રહીએ તો લાગે છે કે જાણે કે કોઈ બીજાની જ જિંદગી ના જીવી રહ્યા હોઈએ!
🔵🔵🔵🔵🔵
"આઇ એમ સો સોરી!" ધાબા પર હું કોઈકની સાથે ફોન પર વાત કરવા આવેલો તો નેહાના ધાબા પર મેઘના પણ હતી.
"કેમ?!" મેં સ્વાભાવિક જ પૂછ્યું.
"મારા લીધે તમારે રોકાવું પડ્યું..." એને ખુદને જ એક માથા પર હળવી જાપટ મારતા ઉમેર્યું - "હું જ બહુ જ પાગલ છું!" તો મને હસવું આવી ગયું.
"મેઘના... તું પાગલ નહિ કઈ!" મેં કહ્યું અને હસતા હસતા નીચે ચાલ્યો ગયો.
જમ્યા બાદ ફરી મહેફિલ જામી હતી... આ મહેફિલ ને લીધે જ તો મને ખાસ રોક્યો હતો બધા એ મારી સાથે વાતો કરવી બધાને ગમતી!
થોડી વારમાં જ મેઘના પણ આવી. તો અમસ્તાં જ મેં ખેંખરો ખાવાનો શુરૂ કરી દિધો!
"ઓહ પાણી પી લે એટલી બધી ખાંસી આવતી હોય તો!" હું હસતો હતો તો મેઘના એ કહ્યું.
મેં બિલકુલ એની જ અદામાં ખુદને એક હળવી જાપટ મારી તો એ ખિલખિલાટ હસવા લાગી!
"જો કોઈને કહેતો ના પ્લીઝ!" એને મને ઈશારામાં જ કહ્યું.
બધા સાથે વાતોમાં ને મજાક ઉડાવવામાં ક્યારે રાતનો એ સમય નીકળી ગયો ખ્યાલ જ ના રહ્યો. આ વખતે ખુદ મારું મન ત્યાં જ રોકાઈ જવા થઈ રહ્યું હતું.
"ગુડ નાઈટ!" મેઘના એ કોયલની જેમ મને હળવેકથી કહેલું. તો મેં પણ એને "ગુડ નાઈટ!" કહેલું.
🔵🔵🔵🔵🔵
સવારે હું તૈયાર થઈ ગયો અને મારી બેગને બસ પેક જ કરતો હતો કે મેઘના પણ આવી ગઈ.
બેગમાં વસ્તુઓ ભરી જ્યારે મેં એની તરફ જોયું તો એની નજર જાણે કે મને કહેતી હતી કે રોકાઈ જા ને... શું ઉતાવળ છે!
પણ હું પણ તો શું કરી શકું એમ હતો! ખુદ જ તો કાલે તો જઈશ જ એમ કહેલું! જો આવી ખબર હોત તો કઈ થોડી હું ચાલ્યો જાત!
બધાને મેં વારાફરતી બાય કહ્યું પણ જ્યારે મેઘના નો વારો આવ્યો તો એની જમણી આંખમાંથી એક આંસુ વહીને નીચે પડી ગયો.
મેં મેઘના ને બાય કહ્યું અને અમે બધા જુદા થયા.
🔵🔵🔵🔵🔵
"હીર... કેવું ચાલે છે હવે ત્યાં?! ગમે તો છે ને મારા વિના?" બીજે જ દિવસે મે નોકરી પરથી છૂટતા જ હિરને કોલ કર્યો હતો.
"લે આ મેઘનાં ને જ પૂછ..." કહી ને એને ફોન મેઘના ને આપી દિધો.
"મેઘના... જમ્યા?!" મેં ઔપચારિકતા દર્શાવતા પૂછ્યું.
"હમમ..." મેઘના એ શુષ્ક અવાજે કહ્યું.
"બધું ઠીક તો છે ને?!" મેં ચિંતા દર્શાવતા પૂછ્યું.
"કઈ નહિ... યાદ આવે છે... બહુ જ..." મેઘના એ બહુ જ ઉદાસીનતાથી કહ્યું.
"જો હું આવું છું કાલે!" મેં એને કહ્યું.
"પણ... હું ઘરે ચાલી જઈશ... મારા ઘરે!" મેઘના એ એક નિશ્વાસ નાંખ્યો.
"સુનિલને ઓળખે છે તું?!" મે એને પૂછ્યું.
"હા... મારા કાકાનો જ છોકરો છે!" મેઘના એ કહ્યું.
"હા... એ જ મારી સાથે કોલેજ કરતો હતો. અમે બંને એકમેકને જાણીએ છીએ." મે એને કહ્યું.
"ઓહ એવું! બરાબર!" મેઘના એ કહ્યું.
"નેકસ્ટ સંડે તારા ઘરે જ આવીએ છીએ... મારી વાત લઈને!" મેં કહ્યું તો એ તો ખુશીથી જાણે કે પાગલ જ થઈ ગઈ.
"ઓહ માય ગોડ! મતલબ તારી અને મારી વાત! વાઉ! એક તો હું અહીં એમ વિચારતી કે ફરી ક્યારે મળીશું અને તે તો લગ્ન ની પણ વાતો ચાલુ કરી દીધી! વાઉ!" મેઘના એ એની ખુશી જાહેર કરી.
"પેલા દિવસે જે રોજ વ્હાઈટ ડ્રેસ પહેરેલો એ જ પહેરજે!" મેં એને કહ્યું તો ફટાફટ મને હળવેકથી કોલ પર જ "આઇ લવ યુ!" કહી દીધું અને શરમને લીધે કોલ પણ કટ કરી દિધો!