પ્યારનો ઇન્તજાર, દિલની પુકાર Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પ્યારનો ઇન્તજાર, દિલની પુકાર

ને પછી એ તો મને જોવા જ નહિ મળી... બહુ જ ઓછા સમયમાં જેની જુદાઈ હું જરાય બરદાસ્ત નહોતો કરતો એ હવે ક્યાં હતી, કોઈને ખબર જ નહિ!

🔵🔵🔵🔵🔵

"હું નિધિ સાથે ઊંઘીશ..." ટીના એ એવી રીતે કહ્યું જાણે કે હું એની મનપસંદ વસ્તુ જ એનાથી ના છીનવી રહ્યો હોઉં!

"તમે કેમ લડો છો, મારી સાથે મારી રૂમમાં તમે બંને ઊંઘજો... ઓકે!" એને કહ્યું અને પાછળથી ઉમેર્યું, "હું લિવિંગ રૂમમાં ઊંઘી જઈશ!" તો એની સાથે મારાથી પણ હસી જવાયું!

"હા... મને મંજૂર છે! આઇ એમ રેડી!" મેં તુરંત જ કહી દીધું.

"હા... હું પણ તૈયાર જ છું!" ટીના એ નાક પરથી ઍટિત્યુડ માં આંગળી ફેરવી.

"મિસ ઍટિત્યુડ... તારો ઍટિત્યુડ તો હું ઉતાઈશ જ!" મે પણ એને કહી દીધેલું.

આવું જ થાય ને જ્યારે એક છોકરીની બેસ્ટી અને બેસ્ટ ફ્રેન્ડ એક સાથે જ એના ઘરે હોય! હું આ એની બેસ્ટીનું કઈ ના કહી શકું, પણ મને તો નિધિ એ બહુ જ કહ્યા કરેલું કે ક્યારેક તો ઘરે આવ... મેરેજ થઈ જશે તો સાથે નહિ રહેવાય ને એવું બધું ને પછી... ને પછી હું અહીં આવી જ ગયો!

અહીં આવ્યો ત્યારે જ ખબર પડી કે ત્યારે જ એની બેસ્ટી પણ એની સાથે રહેવા આવી હતી! યાર હવે હું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું કે એ?

નિધિ આ ઘરમાં ભાળે થી રહે છે... ઘરથી એને માટે પૈસા પપ્પા મોકલાવી દે છે. ઘર નાનું હતું પણ મસ્ત હતું. એકલા રહેવામાં ડર પણ તો લાગે, એટલે જ એના રૂમમાં સૂવાનું વિચારેલું પણ હવે એની બેસ્ટી સાથે ઊંઘીશ! ઉફ્ફ!

બાકીનો થોડો સમય મેં ઘરમાં આમ તેમ જવામાં જ ગુજાર્યો, કેમ કે એ બંને શાકમાર્કેટમાં સબ્જી લેવા ગયા હતા.

થોડી વારમાં નિધિ શાક સમારવા લાગી.

"અમુક લોકો તો દોસ્તોની હેલ્પ પણ નહિ કરતા..." એ દોઢ ડાહી એ કહ્યું. તો મને થોડો ગુસ્સો આવી ગયો!

મેં એના વાળને પકડ્યા અને ખેંચ્યા. તો એનાથી ચીસ નીકળી ગઈ! અને હું હસવા લાગ્યો!

"ના કરશો ને મસ્તી... પ્લીઝ!" નિધિ એ કહ્યું.

એ પછી તો બાકીના બધા જ દિવસો અમે ખૂબ જ મસ્તી કર્યા કરતા... નિધિ તો કહેતી કે તમે બહુ પહેલાના દોસ્તો હોય એવું લાગે છે!

એ રાતે પણ અમે ત્રણ સાથે હતા અને ત્યારે પણ આખી રાત અમે ખૂબ વાતો કરેલી. ટીના સાથે રહેતો તો એવું લાગતું જાણે કે એ કોઈ પોતાની છે... કોઈ કરીબી!

"વૉટ?!" ટીના એના બેગ ને પેક કરતી જોઇને મેં પૂછ્યું.

"આઇ એમ ગોઈંગ!" ટીનાને કહ્યું તો નિધિ પણ ચોંકી.

"શું ઉતાવળ છે યાર... હજી થોડું રોકાઈ જા ને!" નિધિ એ કહ્યું.

"બસ હવે કોઈની યાદ આવે છે..." ટીના એ એક શરારતી અંદાજે કહ્યું. તો મે એના વાળ પહેલીવાર પકડેલા એમ જ પકડી લીધા!

"આઇ મીન યાદ આવશે... તારી, નિધિં ની!" એને મારી તરફ જોતા કહ્યું તો મને અમારી પહેલી મુલાકાત યાદ આવી ગઈ! કોઈ અણજાણ કેટલી જલ્દી પોતાનું થઈ જાય છે ને! હું વિચારી રહ્યો.

"યાદ જ કરીશ તો જાય છે જ કેમ?!" મારા મોંમાંથી નીકળી જ ગયું.

"મજબૂરી છે યાર... ચાલ મળીએ હો!" કહીને અને નિધિ સાથે સાથે મને પણ એક ટાઇટ હગ કર્યું. જાણે કે આટલી બધા પ્યાર માટે આભાર ના વ્યક્ત કરતી હોય!

છેલ્લે જતા પહેલા એને મને એક લોકેટ આપ્યું. હું એને જતા બસ જોઈ જ રહ્યો. એની યાદગીરી એવું એ લોકેટ એના ગયા પછી તુરંત જ મેં ઓપન કર્યું તો નાના બે દિલના ટુકડામાં એક પર લખેલું હતું - "આઇ લવ યુ!" અને બીજા પર એનો ફોટો હતો, જ્યાં લખેલું હતું - "યોર ટીના!"

આ જોઈ વાંચી હું રડી જ પડ્યો. યાર લવ હતો જ તો ત્યારે કેમ ના કહ્યું.

ને પછી...

એક દિવસ મને નિધિ નો કોલ આવ્યો. એને મને જે કંઇ કહ્યું હું રડી પણ પડ્યો અને ખુશ પણ થઈ ગયો!

નિધિ એ મને કોલ પર કહેલું કે પોતે મારી પાસે લેટ પ્રપોઝ કરવા માફી માંગે છે.

એ એવું જણાવે છે કે ઘરમાં પૈસા કમાવવા માટે એને જવું જરૂરી હતું! એક વર્ષ થઈ ગયું... હવે એનો ભાઈ કમાઈ છે તો એની મમ્મી વિચારે છે કે એના લગ્ન કરી દે... આથી લગ્ન માટે એને પહેલો ખ્યાલ મારો જ આવેલો! આ વાત જાણીને મને તો એટલો બધો આનંદ થયો હતો કે એક વર્ષ થઈ ગયું તો પણ હજી એ મને જ લવ કરતી હતી! અને હવે તો અમે લગ્નના પવિત્ર બંધનમાં પણ જોડાઈ જશું!