"હા નહિ હવે તો મને કોલ પણ નહિ થાય ને... બરાબર કરજે તું હવે તો તારી દીપુને કોલ... સોરી હું તમને ડિસ્ટર્બ કરતી હોય તો... જા કર હો વાત..." એણે કોલ પર કહ્યું તો વિરાજ હેબતાઈ જ ગયો!
"ઓ મેડમ... પ્રપોઝ દિપુએ મને કર્યો છે, મેં એને નહિ!" વીરાજએ તુરંત જ એને કોલ કરી દિધો હતો!
"એ જે કઈ હોય એ પણ... હું તારી સાથે કોઈ પણ વાત નહિ કરવા માંગતી!" કૃતિ એ કહ્યું.
"ઓય મેડમ... કાલે જ આવું છું જો તું... જો કાલે જ આવું છું ત્યાં..." વિરાજે કહ્યું અને કોલ કટ જ કરી દિધો.
પોતાના ઘર થી થોડી દૂર કૃતિ સાથે વાત કરવા માટે એ આટલી ઠંડી માં પણ નીકળી પડ્યો હતો! બાઈક ને રસ્તામાં સ્ટેન્ડ પર મૂકીને એ આમ જ રોજ કૃતિ સાથે વાત કરતો. પણ આજે જ્યારે એણે ખબર પડી કે દીપુએ વિરાજ ને લવ માટે પ્રપોઝ કર્યું છે તો એ ખુદને ના જ રોકી શકી!
બંને ખાસ દોસ્તો હતા... કોલ પર વાતો ચાલુ થતી તો બંધ થવાનું નામ જ નહોતી લેતી! પોતે કૃતિ પણ તો એની સાથે વાત કરવા માટે ભારે ઠંડી માં પણ બહાર નીકળી જતી! બંને કલોઝ તો ઘણા હતા, પણ જે કહેવાનું હતું હજી એ કહેવાયું જ નહોતું!
એક દિવસ આમ જ વાત કરતા ખુદને દીપુએ કરેલ પ્રપોઝ વિશે અનાયાસે જ વિરાજે કહ્યું તો કૃતિ સહન ના કરી શકી.
વિરાજના કાકાની સાળીની એ છોકરી હતી... વિરાજ અવાર નવાર ત્યાં જતો તો બંને વચ્ચે સારી એવી ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી.
કહ્યા પ્રમાણે જ વિરાજ બીજા જ દિવસે એની એ બાઈક પર એના કાકાના ઘરે પહોંચી ગયો. એના કાકા કાકી ને એ સૌથી પહેલા મળ્યો અને એમના આશીર્વાદ લીધા.
"પેલી દોઢ ડાહી ક્યાં છે?!" ચારે બાજુ નજર દોડાવી વિરાજે એની કાકીને પૂછ્યું તો જવાબ સાંભળી એને એક હળવો ઝાટકો લાગ્યો!
"હે?! કેમ એ તમારા મમ્મી ના ઘરે ગઈ?! ચાલો આપણે એને લઈને આવીએ..." વિરાજ એ વાત સાંભળીને તુરંત જ નિર્ણય કર્યો પણ એ પહેલા જ એક બીજી વાત કોઈ તીર ની જેમ આવીને એના દિલને તોડી નાંખવાનું હતું!
"ખબર નહિ ત્યાં કોઈ છોકરો જોવા આવવાનો છે... એવું કંઇક કહેતી હતી!" વિરાજ ના કાકી એ કહ્યું!
એક સેકન્ડ માટે તો વિરાજ ને ચક્કર જ આવી ગયા! શું એની કૃતિ કોઈ બીજા સાથે... એને ખુદને અશુભ વિચારો કરતા રોક્યો. ના એવું તો ના જ બને ને... એ વિચારવા લાગ્યો!
"ચાલ હવે જમી લે, આપને ત્યાં જ જવાનું છે..." વિરાજ ના કાકી એ કહ્યું અને વિરાજ માટે જમવાનું પીરસ્યું પણ વિરાજની ભૂખ તો મરી ગઈ હતી!
"ના... પ્લીઝ મને જરાય ભૂખ નહિ તમે તૈયાર હોવ તો ચાલો આપણે જઈએ..." કહીને બંને બાઈક પર થોડી વાર માં તો કૃતિના ઘરે પણ પાહોચી ગયા.
દૂરથી જ કૃતિ ને વિરાજ જોતો હતો... આજે એને કૃતિ પર થોડો વધારે જ પ્યાર આવી રહ્યો હતો.
દૂરથી જ કૃતિ પણ એમને જોઈ ગઈ. એ બહાર વિરાજ પાસે આવી ગઈ.
વ્હાઈટ અને ગુલાબી ડ્રેસમાં એ કોઈ આસમાન ની પરી જેવી જ લાગતી હતી. એને એક મોટી સ્માઇલ સાથે વિરાજ ના હાથને પકડી લીધો. એ એને અંદર ખેંચી લઈ ગઈ. વિરાજ બસ એને ઉદાસી થી જોઈ જ રહ્યો.
"તો આ છે એ છોકરો... બસ હવે ગ્રેજયુશન કંપ્લિટ કરીને એ શિક્ષક જ બનવાનો છે... આ છે એ છોકરો જે મને જોવા આવ્યો છે... અને એ મને બહુ જ ખુશ રાખી શકશે!" કૃતિ એ આજની પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહી હતી જે પોતાની પસંદ આમ સરેઆમ કહેવા સક્ષમ છે.
"હા... પણ એકવાર હું ખુદ વિરાજ ના અવાજમાં સાંભળીશ કે એને પણ તું પસંદ છું કે નહિ!" આ આવાજ કૃતિની મમ્મીનો હતો.
"હા, આંટી હું તો પહેલેથી કૃતિ ને બહુ જ લવ કરું છું... મને આ રિશ્તો મંજૂર છે..." વિરાજ એ કહ્યું તો ઘરમાં રહેલા બધા જ બહુ જ ખુશ થઈ ગયા.
આ સાંભળ્યા બાદ બધા એમના રિશ્તા ની વાત ને આગળ વધારવાની વાતોમાં લાગી ગયા તો મોકો જોઈને કૃતિ એ પણ વિરાજ ને કહ્યું કે - "જા તારી દીપુ ને લવ કર ને!" તો વિરાજ એ ચિડાઈને કહ્યું "ઓ ખબર પડે છે તને કઈ... તારા રિશ્તા ની વાત સાંભળી ને તો હું તો બસ મરી જ જાત..."