ગાણિતિક લગ્નની કંકોત્રી Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાણિતિક લગ્નની કંકોત્રી

કંકોત્રી:- ગાણિતિક લગ્ન
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.


નમસ્તે વાચકમિત્રો અને સખીઓ.


તમે લગ્નની કંકોત્રીઓ તો ઘણી વાંચી હશે. આમાંની કેટલીક એકદમ અલગ પ્રકારની પણ હશે. આવી જ એક અલગ પ્રકારની કંકોત્રી લઈને હું આજે તમારી સમક્ષ હાજર છું. વાંચજો અને ખુશ થજો. અને હા, એક ચેતવણી અગાઉથી આપી દઉં છું, પછી કહેતાં નહીં કે સ્નેહલે તો કોઈ જાણ જ ન્હોતી કરી. આ કંકોત્રી વાંચતી વખતે તમને ગણિતના અમુક મુદ્દાઓનો ખ્યાલ હોવો ખૂબ જ જરુરી છે.😀😀😀

ખાસ નોંધ:- લગ્નમાં ઓનલાઈન હાજર રહી ડિજિટલ આશિર્વાદ આપવા ફરજીયાત છે.😀😀😀


નોંધ :- પોતપોતાનાં જોખમે વાંચવી😀


પરમકૃપાળુ શ્રી આર્યભટ્ટજી અને શ્રી ભાસ્કરાચાર્યજીની અસીમ કૃપાદ્રષ્ટિથી અમારે આંગણે આ લગ્નનો શુભ અવસર આવ્યો છે. આપ સૌને નમ્ર વિનંતિ કે પોતપોતાનું યુ ટ્યુબ ચાલુ કરી કંકોત્રીનાં અંતમાં આપેલ લિંક પરથી લગ્નનું જીવંત પ્રસારણ જોઈ લગ્નની મજા માણી લેવી. જોતી વખતે સૌને પ્રેમભર્યા નિમંત્રણ છે, પોતપોતાને ભાવતી વસ્તુઓ સાથે લઈને બેસી જીવંત પ્રસારણ નિહાળતાં નિહાળતાં ખાઈ લેવું. 😂 આભાર.


આ સાથે સૌને નમ્ર વિનંતિ કે ઘરમાં વાઈ ફાઈની સુવિધા ન હોય તો ઈન્ટરનેટનું રિચાર્જ કરાવી રાખે, નહીં તો લગ્નપ્રસંગ માણી શકાશે નહીં.😀 ઉપરાંત, ઓનલાઈન ફુગ્ગાવાળો પણ ત્યાં હાજર હશે. જો બાળકોને તમે સમજાવી શકતાં ન હો તો એક ફુગ્ગો અપાવી પછી જ લગ્નપ્રસંગ માણવા બેસવું.😀 બાકી જેટલા પણ લોકો અહીં મંડપમાં હાજર રહેવાનાં છે એ બધાંએ તો ફરજીયાત તેમને મળેલ ફુગ્ગાનું ઘનફળ અને પૃષ્ઠફળ શોધવું પડશે, તો જ જમવાનું મળશે.😂😂😂

તો હવે તમારો વધુ સમય ન બગડતાં કંકોત્રી શરુ કરું છું. વાંચીને સમયસર હાજરી પુરાવશો.🙏


અમારાં ઘરની લાડલી દીકરી કુમારી ત્રિજ્યાનાં લગ્ન અમારાં જ એક સમકેન્દ્રી વર્તુળભાઈના દીકરા શ્રી પરિઘ સાથે આગામી તારીખ વર્ગમૂળમાં સોળનાં રોજ થવા જઈ રહ્યાં છે. આપ સૌને ઓનલાઈન હાજર રહેવા ભાવભીનું નિમંત્રણ છે.😊


મંડપ મુહૂર્ત : સવારે 13/2 = ______વાગે.

પીઠી : દુલ્હન આ વિધી માટે તૈયાર ન હોવાથી આ વિધી માનસિક રીતે થશે.😂 આથી તમે એનું પ્રસારણ નિહાળી શકશો નહીં.😀

મહેંદી પ્રસંગ:-
(મહેંદી મૂકી શકાય એટલી દુલ્હન જાડી ન હોવાથી મહેંદી મૂકવામાં આવી નથી. પ્રસંગને જીવંત નિહાળનાર કોઈએ પણ મહેંદી મૂકવી નહીં. દુલ્હનનો જીવ બળે પછી.😁)

ગ્રહશાંતિ : ઉચિત સમયે સૌ વ્યવસ્થિત તૈયાર થઈને આવે એટલે શરુ થઈ જશે અને બે કલાકમાં વિધી પૂર્ણ થશે.
ત્યારબાદ બપોરનું ભોજન હશે, જે સૌએ પોતાનાં ઘરે બેસી સ્વરુચિ અનુસાર ખાઈ લેવું.🙏

હસ્તમેળાપ : સાંજે 3! વાગ્યે.

સાંજનું ભોજન : હસ્તમેળાપ થાય એટલે તરત જ તમે ખાઈ શકો છો. જો વહેલું પડતું હોય તો કન્યાવિદાય પછી ખાજો. જેવી તમારી અનુકૂળતા.

કન્યાવિદાય : બેનો ઘન જ્યારે વાગશે ત્યારે.

કન્યા પોતાનાં પિતાનાં ઘરેથી એનાં સાસરે પોતાનાં ભાઈ કેન્દ્રથી થોડાં અંતરે આવેલ એ જ કેન્દ્ર સાથે સંલગ્ન અન્ય સમકેન્દ્રી વર્તુળભાઈના દીકરા પરિઘ સાથે વર્તુળની કિનારી પર જશે.


શુભ લગ્નસ્થળ : દુલ્હનનાં પિતા શ્રી વર્તુળભાઈનું ક્ષેત્રફળ.


કન્યાવિદાય ટાણે વિદાયનાં ગીતો જાતે જ ગાઈ લેવા, ઓનલાઈન એવી કોઈ વ્યવસ્થા રાખી નથી.😀


ટહુકો :

જો જો હોં, મારી દીદીનાં લગ્નમાં સમયસર યુ ટ્યુબ પર જોડાઈ જજો.

જીવા, ચાપ, કેન્દ્ર અને પરિમિતિનાં પ્રણામ.🙏


(હસ્તમેળાપ 3! વાગે એટલે કે 3 ફેક્ટોરિયલ. એટલે કે 3 × 2 × 1 = 6 વાગે😀)

વિશેષ નોંધ :- તમે આ લગ્નમાં ઓનલાઈન હાજરી આપી વધુમાં વધુ લાઈક આપો એ જ અમારી ભેટ. આથી વિશેષ કોઈ ભેટ સ્વીકારવામાં આવશે નહીં.

છતાં પણ જો કોઈને ભેટ આપવી જ હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો અને એનાં પર નોટિફિકેશન માટેનું બટન ચાલુ કરી દેશો કે જેથી કરીને અમારાં સમાજમાં આવતાં તમામ પ્રસંગોનું જીવંત પ્રસારણ તમે નિહાળી શકો.
આભાર.🙏


કહો જોઈએ, કેવી લાગી આ કંકોત્રી? મજા આવી ને વાંચવાની? તો સમયસર પહોંચી જજો હં લગ્નમાં😂😂😂



આભાર.


સ્નેહલ જાની.