સ્મૃતિ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સ્મૃતિ

વાર્તા:- સ્મૃતિ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



"પપ્પા, ચાલો જમવા. થાળી પીરસી દીધી છે."
વહુનો સાદ સાંભળી મોંઘાકાકા હીંચકા પરથી ઊઠીને જમવા માટે ગયા. આ જ એમનો નિત્યક્રમ હતો. સવારે ઊઠીને, નાહી ધોઈને, ચા અને ગરમાગરમ નાસ્તો કરીને તેઓ ઘરનાં બગીચામાં મૂકેલા હીંચકા પર બેસી રહે. સવાર સાંજ વહુ બોલાવે ત્યારે જમવા માટે હાજર થઈ જાય.

એવું નહોતું કે એમને વહુ સાથે બનતું ન હતું કે એમને ઘરમાં કોઈ ગણતું ન હતું. એમનાં દિકરા વહુ અને પૌત્ર પૌત્રી એમનું ખૂબ ધ્યાન રાખતાં હતાં. એમને સ્હેજ પણ તકલીફ ન પડે એ માટે સતત કોઈ એમની આસપાસ નજર રાખવા રહેતું હતું. મોંઘાકાકા પોતાની સ્મૃતિ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા.

એઓ જે ઘરમાં રહે છે એ ઘર નહીં પણ એમનાં જમાનામાં તો મહેલ ગણાતો હતો. એક ખ્યાતનામ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. એ જમાનામાં એમનો પગાર એક શ્રીમંત શેઠની કક્ષામાં એમને મૂકી શકાય એટલો હતો. આટલું કમાઈને અને વૈભવશાળી જીવનશૈલી હોવાં છતાં પણ સ્વભાવે તેઓ ખૂબ જ સરળ અને મળતાવડા હતા. એમની પત્ની સુશીલા પણ સરસ સ્વભાવની. બંને પતિ પત્ની સામેથી ફરીથી કશું મળશે એની અપેક્ષા રાખ્યા વગર જરૂરિયાતમંદને મદદ કરવાનું ચૂકતા નહીં.

મોંઘાકાકાનો સ્વભાવ એટલો ઉદાર હતો કે એમની ઑફિસમાં જેટલા પણ પટાવાળા હતાં એ દરેકના ઘરનાં પ્રસંગમાં એમણે ગુપ્ત રીતે આર્થિક મદદ કરી હતી, જેનાં વિશે એ પટાવાળાનું કુટુંબ અને સુશીલાકાકી જ જાણતા હતા. સમય જતાં એમને ત્યાં પારણું બંધાયુ. એક દીકરો અને દીકરી એમ જોડિયા બાળકોનો જન્મ થયો. ધીમે ધીમે એક સામાન્ય મકાનમાંથી એમણે ભવિષ્યનો વિચાર કરી મોટો બંગલો બંધાવ્યો.

બધી જ રીતે સુખી સંપન્ન આ પરિવારમાં પંદર વર્ષ પહેલાં વહુનું અને જમાઈનું એકસાથે આગમન થયું. લગ્નનાં બે વર્ષ પછી પૌત્ર અને ચાર વર્ષ પછી પૌત્રી જન્મી. પરંતુ સુશીલાકાકી આ સુખ વધુ માણી શક્યા નહીં. એક રાત્રે ઊંઘમાં જ તેઓ અવસાન પામ્યા. પતિ પત્ની સતત સાથે રહેવા ટેવાયેલા હોવાથી મોંઘાકાકા આ ઘટના સહન ન કરી શક્યા. ધીમે ધીમે તેમની સ્મૃતિ ઓછી થવા લાગી. એઓ ઘણી બધી બાબતો ભૂલવા લાગ્યા. છેલ્લાં ચાર વર્ષથી તો તેઓને કશું જ યાદ નથી. એમનાં દીકરા દીકરી કે એઓનાં પરિવારમાં પણ તેઓ કોઈને ઓળખતા નથી.

આમ છતાં પણ ક્યારેય એમનાં પર કોઈ અકળાયું નથી કે ગુસ્સે થયું નથી. એટલું ધ્યાન રાખે છે કે કાકા ક્યાંક ઘરની બહાર ન નીકળી જાય. આથી ઘરનો મુખ્ય દરવાજો હંમેશા બંધ રહે છે. કોઈ એક વ્યક્તિ સતત બહાર હીંચકા પર નજર રાખે છે. કાકાએ જ્યારે ઘરમાં જવું હોય ત્યારે અંદર જઈને સુઈ જાય, ફરી પાછા બહાર આવી બેસે. આમ ને આમ એમનાં દિવસો પસાર થઈ રહ્યા છે.

મારુ કહેવાનું એટલું જ છે સૌને કે ઘડપણ તો આવવાનું જ છે. સાથે સાથે ઘણી તકલીફો પણ લાવવાનું છે. સૌનો પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણું ઘડપણ આપણાં સ્વજનો માટે બોજારૂપ ન બને એનું ધ્યાન રાખીએ. જેવું વર્તન આપણે ઘરનાં સભ્યો સાથે કર્યું હશે એનાં આધારે જ એમની લાગણીઓ આપણી સાથે જોડાઈ હશે. જમાના પ્રમાણે જેટલું ચાલીશું એટલું જ સરળતાથી આવનારી નવી પેઢી સાથે અનુકૂલન સાધી શકીશું. નહીં તો જો ઘડપણમાં દરેક બાબતમાં જડતા રાખવામાં આવે તો સંબંધોમાં તિરાડ પડતાં બહુ વાર નથી લાગતી.

અપવાદરૂપ કિસ્સાઓ છોડીને કોઈ પણ માતા પિતા પોતાની દીકરીને કે પત્ની પોતાના પતિને ઘરનાં વડીલોની વિરુદ્ધમાં વર્તન કરવાનું કે એમને હેરાન કરવાનું કહેતાં નથી. અમુક સમયે વડીલોની વધારે પડતી રોકટોક કે સતત કામમાંથી ખામી કાઢવાની આદત એમને અળખામણા બનાવે છે. દીકરાના લગ્ન થઈ ગયા છે એ જ સૂચવે છે કે પોતાનો સંસાર એ ચલાવી શકે એટલો સક્ષમ છે. વહુ પરણીને સાસરે આવી છે, એનો અર્થ જ એ કે એને સાસરે જવા માટે તમામ રીતે તૈયાર કરવામાં આવી છે. શરૂઆતમાં કદાચ વહુ સારું ખાવાનું નહીં બનાવી શકે, કારણ કે એને બધું જ આવડે છે પણ પોતાનાં પિયર પ્રમાણે. સાસરે જે રીતે બમે છે એ તો ત્યાંના લોકોએ જ શીખવવું પડે.

જો દીકરા વહુ કે દીકરી જમાઈ પાસે ઘડપણ સારી રીતે પસાર કરાવવાની અપેક્ષા રાખવી હોય તો એમનાં સંસારમાં બહુ મગજમારી ન કરવી. હા, વડીલ તરીકે એમને સલાહ આપવી ફરજ બને છે, પણ હુકમ તો નહીં જ! નહીં તો મોંઘાકાકાની જેમ સ્મૃતિ જતી રહી હોય તો ઘરનાં કોઈ રાખવા તૈયાર ન થાય. મોંઘાકાકાએ સૌને ખૂબ સારી રીતે એમનાં જેવા થઈને રાખ્યા હતા, તો આજે એમની આ પરિસ્થિતિમાં પણ બધાં એમની પડખે ઉભા છે.

આભાર.

સ્નેહલ જાની