સફળતાની દિશામાં Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતાની દિશામાં

લેખ:- સફળતાની દિશામાં
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




↘️
⬇️
↙️
⬅️
↖️
↕️
↔️
↩️
↪️
⤴️
⤵️
🔃
🔄
🔙
🔚
🔛
🔜
🔝
🔝

આ ઉપર જેટલાં પણ તીર દેખાય છે એ બધાં જ સફળતાની દિશા સૂચવે છે.

ટૂંકમાં, જ્યાં મહેનત અને ધગશ હોય ત્યાં સફળતા મળે જ છે, પછી તમે ભલે ગમે તે દિશામાં હો. કારણ કે દરેક વખતે તમે જે ઈચ્છો છો એ મળી જાય તો જ સફળતા મળી કહેવાય એવું નથી. ક્યારેક એવું પણ બને કે જે ધાર્યું છે એ ન મળ્યું હોય, પણ જે મળે છે એ ધાર્યું હોય એનાં કરતાં અનેકગણું સારું હોય છે. તો આ સફળતા થઈ ને?


ઘણી વખત આપણે અનુભવીએ છીએ અને ભગવાન સામે ગુસ્સો પણ ઠાલવીએ છીએ કે,


"હે ભગવાન! આખી દુનિયામાં તને હું જ દેખાઉં છું દુઃખ આપવા માટે? હું શું માંગું છું ને તુ શું આપે છે?"


પણ થોડા સમય પછી આપોઆપ જ આપણને સમજાઈ જાય છે કે જે ન મળ્યું એ ખરેખર લેવા લાયક ન હતું અને જે મળ્યું છે એ વધારે પડતું સારું છે, અને આ સમયે આપણે ભગવાનનો પાળ માનતાં એમને મનોમન એમ જ કહેતાં હોઈએ છીએ,


"તમારો અભાર પ્રભુ. મને ખોટી બાબતથી બચાવવા માટે."


માટે સફળતાની દિશા નક્કી કરીને એને શોધવા પાછળ સમય બગાડવાને બદલે જે નક્કી કર્યું છે એ મેળવવા પ્રયત્નો શરુ કરી દેવા. એ મળે કે ન મળે અનુભવ તો મળશે જ. સાથે સાથે કંઈક નવું મળશે, જે કદાચ નક્કી કરેલ બાબતથી સારું હશે.


જો નિરાશ થઈને પ્રયત્નો જ છોડી દઈશું તો ક્યારેય પણ સફળતા નથી મળવાની, પછી ગમે તે દિશામાં જાઓ. ગમે તે જ્યોતિષની સલાહ લો, ગમે તે વાસ્તુશાસ્ત્રીને મળો, ગમે એટલાં ફેરફારો કરાવો, પ્રયત્ન વગર સફળતાની દિશા ક્યારેય મળતી નથી.


કોઈની સાથે પ્રેમ થયો હોય અને એની સાથે જ લગ્ન થઈ જાય તો જરુરી નથી કે તમે સફળ થઈ ગયાં. બની શકે કે જ્યારે પ્રેમ થયો હતો ત્યારે સામેવાળા પાત્રની માત્ર ખૂબીઓ પર જ ધ્યાન આપ્યું હોય અને જ્યારે લગ્ન પછી સાથે રહેવાનું શરુ થાય ત્યારે ધીમે ધીમે એકબીજાની ખામીઓ નજરે ચડવા માંડે. કેટલાંય કિસ્સાઓ એવા છે કે જેમાં પ્રેમલગ્ન હોવાં છતાં છૂટાછેડા કરવા પડ્યાં છે. તો શું એમણે કરેલાં પ્રેમલગ્ન સફળતાની દિશા નક્કી કરી શક્યાં?


આવું જ નોકરીની બાબતમાં પણ થઈ શકે. બની શકે કે તમે નોકરીમાં પ્રમોશન મેળવવા આખુંય વર્ષ એ જ દિશામાં અથાગ પ્રયત્નો કર્યા અને લગભગ તમે એ દિશામાં પહોંચી જ ગયા હતા અને અચાનક જ તમને ખબર પડે કે પ્રમોશન કોઈ અન્ય વ્યક્તિને મળ્યું છે જે ખરેખર એને લાયક નથી. તો શું આનો અર્થ એ થયો કે તમે ખોટી દિશામાં ચાલ્યા હતા? ના. નિરાશ થવાને બદલે રાહ જુઓ. એ વ્યક્તિ જે કારણોસર ત્યાં પહોંચી હશે, એ ટકી શકશે નહીં, કારણકે એનામાં એ પદ સાચવી શકાય એટલી આવડત જ નથી. પરંતુ એ પ્રમોશન મેળવવા તમે કરેલાં પ્રયત્નો દરેકે નોઁધ્યાં જ હશે, જે ચોક્કસથી તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે.


જો સાચા મનથી અને સાચી નિયત રાખીને ઈમાનદારીથી કામ કરીએ તો ચોક્ક્સ જ સફળતાની દિશામાં જ આગળ વધીશું. કપટ કરીને સફળ તો થઈ શકાય, પણ આ સફળતા ક્ષણિક જ હોય. ગમે ત્યારે ફરીથી શૂન્ય થઈ જવાય છે. પણ જો આવડત હશે અને સાચા હશો તો શૂન્યમાંથી ટોચ પર પહોંચી જવાશે. એમ જ થોડું કહેવાય છે કે "જે હિંમત નથી હારતાં એ પાછા નથી પડતાં."

સફળતાની દિશામાં જવા માટે બસ પહેલું ડગલું હિંમતપૂર્વક ભરી દો. સફળતા આપોઆપ મળશે.

આભાર.

સ્નેહલ જાની