The shade of a dry tree books and stories free download online pdf in Gujarati

સૂકા ઝાડની છાયા

મારી ધરપકડના સમાચારે સમગ્ર વેપારી આલમમાં
ખળભળાટ મચાવી દીધો. ઉહાપોહ છવાઈ ગયો. ખોટી રીતે વીમા કંપની પાસેથી પૈસા ઓકાવી લેવાના તરક્ટ, છલકપટ, ચક્રવ્યૂહ માં હું આબાદ રીતે ફસાઈ ગયો હતો.

કોર્ટમાં મારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

એકની એક દીકરી રીમા અને તેના પતિ એ મારી વિરુદ્ધ જુબાની આપી હતી. અને મારા સારા શસ્ત્રો બુઠ્ઠા થઈ ગયા હતા.

દીકરીની નફરત તેમ જ અવહેલના હું ઝીરવી શકવા અસમર્થ નીવડ્યો હતો.

મેં કોઈ પણ જાતની દલીલ વિના, પ્રતિકાર ની લાગણી ને રૂંધી બધા જ ગુના કબૂલી લીધા હતા.

કિંતુ મારી વિરુદ્ધ અનેક કેસો પોલીસ દફ્તરે નોંધાયા હતા. જેને મેં પૈસા ના જોરે દબાવી દીધા હતા.

આ ફાઈલો પુનઃ ખોલવામાં આવી હતી.

દાણચોરી, કરચોરી, ભેળસેળ, છળકપટ જેવા સઘળા દુષકૃત્ય હું કરી ચુક્યો હતો.

મેં મારા સઘળા અપરાધો કબૂલી લીધા હતા. આથી ન્યાય મૂર્તિ એ રહેમ દાખવી મારી સજામાં ઘટાડો કર્યો હતો.

તે વખતે કોર્ટમાં રીમા અને રોહન મોજુદ હતા. મને કેદની સજા થઈ હતી. તે બદલ તેમણે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નહોતો.

મને તરત જ જેલની કોટડી માં પૂરી દેવાનો ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.

તે છતાં તેઓ મને મળ્યા વગર જ રવાના થઈ ગયા હતા.

બે હવાલદારો ની વચ્ચે જેલની કોટડી ભણી ડગ ભરતા હું માનસિક રીતે તદ્દન ખલાસ ફનાફતિયા જેવો બની ગયો હતો.

સમયનું ચક્ર પલટાયું હતું. મારી ધરપકડે મને માનવા પ્રેર્યો હતો

હાથના કર્યા હૈયે વાગી રહ્યા હતા.

' સૂકા ઝાડ ની છાયા ' સમી જિંદગીની સ્મૃતિ તેની પ્રત્યેની ચાહના નામશેષ બનાવી રહી હતી. મોતના ખોળે માથું ચિર નિંદરમાં સૂઈ જવાનું મન થાય છે.

આથી જ મેં ન્યાયમૂર્તિ સમક્ષ નિષ્ઠા પૂર્વક ભલામણ કરી હતી.

" નામદાર! આ અધમ પાપી ને ભર બજારે ફાંસી ને માંચડે લટકાવી દો. નિવસ્ત્ર કરી મીઠાં ના ચાબખા ફટકારો. માથું મૂંડી મેશ ચોપડી અવળે ગધેડે બેસાડી સારા શહેરમાં ફેરવો. "
પણ મારી આ માંગણી નકારવામાં આવી હતી.

એક જીવતી જાગતી લાશ ને કોટડીમાં પુરવામાં આવી હતી! જેલની જિંદગી, ફાંસીની સજા કરતાં પણ બદતર હોય છે. તેવું અનેકના મોઢે સાંભળ્યું હતું. સતત ગુનાઓ ના પડછાયા વચ્ચે ચિત્ર વિચિત્ર, કાચા, રીઢા ગુનેગારોની જમાતમાં શ્વાસ લેવા કરતાં મોત સારું.

ચોકીદારે બારણું ઉઘાડ્યું.. અને તોછડી રુક્ષ ભાષામાં અંદર જવાનો હુકમ કર્યો હતો.

અને મને નિર્દયતાથી હડસેલો મારી જેલની અંદર ધકેલી દીધો હતો.

આ સમયની બલિહારી જ હતી.

' આર મનોરદાસ ' નો એક વેળાનો કરોડપતિ આસામી તેનો માલિક આજે જેલના સળિયા ગણી રહ્યો હતો.

કેદી નો પોશાક, એક બિલ્લો, ભાંગી તૂટી ફર્શ તેમ જ તૂટેલી થાળી મારા સાથીદારો હતા.

કોટડીમાં મારી સાથે બીજા બે કેદી ઓ પણ મોજુદ હતા.

એકે દીકરી ની બીમારી માટે શેઠ ની તિજોરી પર હાથ માર્યો હતો. થોડા દિવસમાં જ તેની સજા પૂરી થવામાં હતી.

જયારે બીજો અવ્વલ નંબર નો ખૂની હતો. તેની દાસ્તાન કાળજુ ચીરી નાખે તેવી હતી.

આ શખ્સ નું નામ જસવંત હતું. તેની કોમમાં દહેજ પ્રથા અત્યંત પ્રચલિત હતી.

તેને ત્રણ દીકરી હતી. તેમના લગ્ન પાછળ જસવંત બિલકુલ નિચોવાઈ ગયો હતો. તેણે પોતાનું સર્વસ્વ દીકરી કાજે ન્યોછાવર કરી દીધું હતું. છતાં તે દીકરી ઓ ને વાંચ્છીત સુખ આપી શક્યો નહોતો. તેની બે દીકરી ઓ દહેજ ની આગમાં હોમાઈ ગઈ હતી.

નાની દીકરી ને પારડી ગામના પ્રતિષ્ઠિત પરિવારના નબીરા જોડે પરણાવી હતી. તે જશવંતના મિત્ર નો એકલવાયો દીકરો હતો. આથી તેને કોઈ ચિંતા નહોતી.

થોડા સમય બધું ઠીકઠાક ચાલ્યું હતું.

પણ ત્યાર બાદ મિત્રે પોત પ્રકાશ્યું હતું. તેને પૈસા ની લાલચ જાગી હતી. તેણે જશવંત પાસે પૈસા ની માંગણી કરવા માંડી. તે વેવાઈ ની માંગ સંતોષી શકે તેમ નહોતો.

આ સ્થિતિ માં કુટુંબ ના હર સભ્યે તેની દીકરી પર કાળો કેર વર્તાવવા માંડ્યો.

પૂરતું ખાવાનું ન આપે... ગધ્ધા મજૂરી કરાવે.. ફાટેલા કપડાં પહેરાવે... જમીન પર સુવડાવે.

એક બે વાર તો તેને જીવતી સળગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પણ તેના સારા નસીબે દીકરી બચી ગઈ હતી.

દીકરી ની આપવીતી સુણી જશવંતના હૈયા માં પ્રતિશોધ ની આગ ભડકી ઊઠી. તેણે પાકિસ્તાન સામેના યુદ્ધ માં એક બહાદુર સૈનિક ની ભૂમિકા નિભાવી હતી. એક સાથે દસ દુશ્મનો નો ખાત્મો કરી નાખ્યો હતો.

તેનું નિશાન અર્જુન નિશાન હતું.

એક વાર રાત્રે તેનો વેવાઈ ' શેવરોલેટ ' કાર મા પોતાની દીકરી ને વળાવી પાછો ફરી રહ્યો હતો.

તે વખતે જશવંતે તક જોઈ એક સાથે પરિવાર ના સાતેય સભ્યોને મોતના ઘાટ ઉતારી દીધા હતા.

તે સમાચારે કેવળ મુંબઈમાં જ નહીં પણ સારા મહારાષ્ટ્ર માં દેકારો મચાવી દીધો હતો.

ન્યાયમૂર્તિ એ દયા રહેમની અરજી ફગાવી દઈ જશવંત ને ફાંસી ની સજા નો આદેશ જારી કર્યો હતો.

છતાં તે ખુશ હતો. તેને મૃત્યુ નો કોઈ ભય સતાવતો નહોતો. તેની દીકરી સલામત હતી... જયારે હું?

નિયમ પ્રમાણે તેની દીકરી આજે જશવંત ને મળવા આવી હતી. તેમની વચ્ચે નો લાગણી ભર્યો વાર્તાલાપ સુણી મારી આંખો ભીની થઈ આવી હતી. ખુબ મથવા છતાં પણ અતીત કેડો મૂકતો નથી.

મનિયા માં થી હું આર મનોરદાસ પેઢીનો માલિક બન્યો હતો. તે દિવસોની યાદ તાજી થઈ આવતા મસ્તક શરમ થી ઝૂકી જાય છે. ઢાકણી માં પાણી લઇ ડૂબી જવાનું મન થાય છે.

સમગ્ર જીવન મેં અનીતિ પાછળ વેડફી નાખ્યું હતું. ચાલાકી મારી મૂડી હતી. તેના થકી મેઁ અનેક ગલત કામ કર્યા હતા.

રીમાની બરબાદી પર મેં મારા સ્વપ્નાની ઇમારત ખડી કરી હતી. આ વાત આજે પણ કંટક શુળ બની મારા હૈયા ને બાળી રહી હતી. તેની ફરિયાદ નો સૂર હજી પણ કાનો માં ગુંજ્યા કરે છે.

" ડેડી!.. મને કાંઈ થાય છે!! જાણે કોઈ મારી ઈજ્જત પર હુમલો કરી રહ્યો છે. ભયાનક શમણા સતાવે છે. "

તેની અવદશા કરવામાં મારો હાથ હતો. હું બાપ મટી વેપારી બની ગયો હતો. માથે ચઢેલું દેવું ઉતારવા એક ની એક દીકરી નો સોદો કરી નાખ્યો હતો.

બાપ સારી એવી મિલ્કત છોડી ગયા હતા. તેથી કાલે શું? તેની મને કોઈ ચિંતા નહોતી. પણ જોતજોતામાં તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ હતી.

રીમા ત્યારે 18 વરસની હતી.

ખુબ જ નાની વયે રીમા ને જન્મ આપી મારી જીવન સંગિની તેને દૂધ પીતી હાલતમાં છોડી તેના આશિક સાથે ભાગી ગઈ હતી.

માનવીએ ચાદર પ્રમાણે સોડ તાણવી જોઈએ. તે વાત હું ક્યારેય સમજી શક્યો નહોતો.

કરોડ પતિ ના દીકરા ને નોકરી કરવાની નોબત આવી હતી. એક ખાનગી પેઢી માં એક સામાન્ય કલાર્ક ની નોકરી મળી હતી.

હું સતત લઘુતા ગ્રંથિ થી પીડાતો હતો. હું એક જ કુદકે સીડીના ઉપલે પગથિયે પહોંચી જવાના સોણલા સેવતો હતો. પણ આ શક્ય નહોતું.

આ હાલતમાં મેં ચાલાકી નું શસ્ત્ર કામે લગાડ્યું હતું . બેઠા બેઠા ખાવાની આદત ગળથુથી માં મળી હતી. મને મહેનત કરવી ગમતી નહોતી.. હુઁ સહેલાઇથી પૈસા ભેગા કરવાના પેતરા ઘડતો હતો.

કંપની ના પૈસા મેળવવાના પ્રયાસો કરતો હતો.

પણ મારી આ પોલ લાંબી ચાલી નહોતી.

મેં કંપની ના 50000 રૂપિયા હજમ કરવાનું તરક્ટ કર્યું હતું.

કંપની ના માલિકે 24 કલાક માં પૈસાની માંગણી કરી હતી.

મેં દાગીના વેચી મારી જાતને બચાવી લીધી હતી.

જોબ છૂટી ગયો હતો.

મારા કારનામા જગ જાહેર થઈ ચુક્યા હતા.

બીજી નોકરી મેળવવા માટે ઘણી જ અગવડો નડી હતી.

ખુબ જહેમત ને અંતે રોજના 20 રૂપિયા ના ભાવે મને એક કારખાનામાં કામ મળી ગયું હતું. અને અહીં થી જ મારી બરબાદી નો આરંભ થયો હતો.

આ ખાતાનો સુપર વાઇઝર રાંજણે ઉડતા પક્ષી પાડે તેવો હતો. દાણચોરીની દુનિયામાં તેનો ડંકો વાગતો હતો. તેની સારી એવી કમાણી હતી.

મેં સાંભળ્યું હતું તે ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવાર ની બધી રીતે મદદ કરતો હતો.

તેની શાખ સુણી હિંમત કરી હું તેના ઘરે પહોંચી ગયો હતો. તેણે મારા પ્રત્યે હમદર્દી દાખવી હતી. મારી કથની સાંભળી હતી. તે ઘણો જ પ્રભાવિત થઈ ગયો હતો. મને જોઈતા નાણાં ચૂકવવાની ઉદારતા દાખવી હતી . હું તેની સામે ઝૂકી ગયો હતો.

રીમા ત્યારે 18 વર્ષની થઈ ચૂકી હતી.

રાંજણે એ અમને બંને ને ડિનર માટે પોતાના ઘરે બોલાવ્યા હતા... ત્યાર બાદ દારૂ પીરસ્યો હતો. ત્યારે મને દારૂની આદત નહોતી. પણ મફતનો દારૂ છોડવા તૈયાર નહોતો. તૅણે દારૂમાં કોઈ ઘેનની દવા ભેળવી દીધી હતી. રીમાને પણ તેણે સોફ્ટ ડ્રિન્ક પીવડાવ્યું હતું.

તે પીતા જ રીમા બેહોશ થઈ ગઈ હતી. અને રાંજણે એ તેની સાથે હિચકારું વર્તન કર્યું હતું.

તેની જાણ થતાં હું ક્રોધથી રાતો પીળો થઈ ગયો હતો.

આવો ગુનો ગલ્ફ રાષ્ટ્ર્ર માં થયો હોત તો?.

ગુનેગાર ને આકરી સજા ફટકારવામાં આવી હોત. હું કાયદો હાથમા લઈ તેને પાઠ ભણાવવા માંગતો હતો. પણ તેણે મને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. અને મને તેના ઘંધામાં ભાગીદાર પણ બનાવ્યો હતો. સાથોસાથ એક શરત મૂકી હતી.

" તમારી દીકરી ને હું જયારે ચાહું ત્યારે સોફ્ટ ડ્રિન્ક માં દવા ભેળવી તેનું યૌન શોષણ કરતો રહીશ. "

પૈસાની ચમક દમક નિહાળી હું આંધળો ભીંત બની ગયો હતો. બાપની લાગણી લીલામ કરી હું પુનઃ વેપારીના લીબાશ માં આવી ગયો હતો.

કોઈ પણ કાળે કોઈ પણ છોકરી સભાન પણે કોઈ અન્ય વ્યકિત સાથે સૂવા તૈયાર નહીં થાય.

આ સત્યને પિછાણી હું રાંજણે ચાહે ત્યારે તેને મારે ઘરે બોલાવતો હતો. તે ક્યારેક સોફ્ટ ડ્રિન્ક તો ક્યારેક ઘેનના ઈન્જેકશન ભોંકી તેનો ઉપભોગ કરતો હતો.

આખરે તે ધરાઈ ગયો હતો. છતાં તેણે મારી દીકરી ને બક્ષી નહોતી.

તેની સગાઈ એક હીરાના વેપારી ના નબીરા જોડે કરી દીધી હતી.

તે સતત ફરિયાદ કરતી રહેતી હતી :

" ડેડી! મને કાંઈ થાય છે!! "

હું તેને એક વાર ડોક્ટર પાસે લઈ ગયો હતો.

ડોક્ટરે દવા આપી હતી.

હું તેને ડોક્ટર પાસે જવા દેતો નહોતો.

હું ખુદ જ તેને માટે દવા લઈ આવતો હતો.

પણ સ્થિતિ માં કોઈ જ ફર્ક પડ્યો નહોતો.

તે ખુદ ડોક્ટર પાસે જવા માંગતી હતી.

પણ ભાંડો ફૂટી જવાની બીકે મેં તેને રોકી હતી.

અને તે એક વાર મને જણાવ્યા વગર સીધી જ ડોક્ટર પાસે પહોંચી ગઈ હતી.

ડોક્ટર નું નિદાન સુણી તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

" દીકરી! તું મા બનવાની છે!! ""

તે ક્યારેય કોઈ અજાણ્યા પાત્ર ને એકાંતમાં મળી નહોતી. મંગેતર જોડે પણ ક્યાંય ગઈ નહોતી.

સુબોધ તેને ખુબ ચાહતો હતો. તેના અકબંધ ચારિત્ર વિશે ગર્વની લાગણી અનુભવતો હતો.

તેથી જ રીમાની અસલિયત જાણી આઘાત અનુભવ્યો હતો. કદી તેને કોઈ જાતની છૂટ ન આપનાર રીમાએ પારકાને બધું સોંપી દીધું હતું.

તે જાણી સુબોધે સગાઈ ફોક કરી નાખી હતી :

જે કાંઈ કમાયો હતો. ભેગું કર્યું હતું. તે દીકરી ની દેન હતી. તેના દેહ સૌંદર્ય ને વટાવી હું માલે તુજાર બન્યો હતો.

સંપતિના નશામાં લાગણી શૂન્યતા ની ઘોર ખાઈમાં સરકતા મેં દીકરીને ઠાલુ આશ્વાસન આપ્યું હતું.

" કાંઈ નહીં સુબોધ નહીં તો તેનો ભાઈ !! "

કુંવારી દીકરી સગર્ભા બની હતી. તે વાત લોઢાના ચણા ચાવવા જેવી દુષ્કર હતી.

લોકો રીમા માટે તરેહ તરેહ ની વાતો કરતાં હતા.

હતાશ પરાજિત રીમાએ આત્મ હત્યાનો માર્ગ અપનાવ્યો હતો. પણ રોહન નામના તેના કોલેજ મિત્રે તેને બચાવી લીધી હતી.

તે એક દવાની કંપની મા કામ કરતો હતો. તે બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી હતી. કંપની ની દવાઓનું સેવન કરતાં અસંખ્ય લોકો ની જાન હાનિ થઈ હતી. તેમાં રોહનની મા પણ શામેલ હતી. કંપની રાતોરાત બંધ થઈ ગઈ હતી. અને રોહન રસ્તા પર આવી ગયો હતો.

કેટલા સમયથી તે બેકાર હતો. મેં મારી કંપની મા ઊંચા પગારે તેને કામ પર રાખી લીધો હતો.

તે પાછળ મારૂં વ્યાપારિક દિમાગ કામ કરી રહ્યું હતું.

રોહન ચાર બહેનો વચ્ચે એક ભાઈ હતો.

તેણે મૃત્યુ શૈયા પર આળોટતી મા ને વચન આપ્યું હતું.

" હું બહેનોને વળાવ્યા બાદ મારા લગ્નનો વિચાર કરીશ. "

રોહન ખુલ્લા મને રીમાને મળતો હતો. તેની જોડે વાત કરતો હતો. રીમા પણ તેના સાનિધ્યમા સલામતી અનુભવતી હતી.

તેણે નિખાલસ પણે તેની સઘળી અથ ઇતિ રોહનને જણાવી હતી.

બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટી રહ્યાં હતા.

રાંજણે એ મારૂં સઘળું કાંઈ છિનવી લીધું હતું.

તેણે આ વાત ગોપિત રાખવાની બાંયધરી આપી હતી..

હું રીમાને રોહન જોડે પરણાવવા ઉત્સુક હતો. પણ મારી જીભ ઉપડતી નહોતી.

એક વાર મન મક્કમ કરીને પાનનો ડૂચો ગળે ઉતારતા મગનું નામ મરી પાડતા રોહનને કહી દીધું હતું :

" તમે એકમેક ને આટલા નિકટથી ઓળખો છો. એક બીજાનો આટલો બધો ખ્યાલ રાખો છો. ચાહો છો. તો પછી લગ્ન કેમ નથી કરી લેતા? "

રોહન તો રીમાને અપનાવવા તૈયાર હતો. પણ માતાને આપેલું વચન આડે આવતું હતું.

" ચાર બહેનો ને પરણાવ્યા વગર હું લગ્ન નહીં કરૂં! "

ચાર માં થી ત્રણ બહેનો ની સગાઈ થઇ ગઈ હતી. ચોથી ની સગાઈ પણ થઇ ગઈ હતી. પણ પૈસાના અભાવે લગ્ન થઇ શકતા નહોતા.

પણ આખરે તેની ઈચ્છા ફળી. અને ચારે બહેનોના લગ્ન સમૂહ લગ્ન મેળામાં એક સાથે એક જ સમયે સંપન્ન થઇ ગયા.

મેં આપેલા પૈસા તેણે પરત કરવાનો વાયદો આપ્યો હતો.

હું દીકરી ના લગ્ન માટે મોં માંગ્યું દહેજ આપવા તૈયાર હતો. પણ રોહનને દહેજની કોઈ લાલચ નહોતી.. તે ગરીબ જરૂર હતો. પણ ઉદારતા તેની નસેનસ માં વણાઈ ગઈ હતી. થોડામાંથી થોડું બચાવી ને જરૂરત મંદ લોકો ને મદદ કરવાનો તેનો ધર્મ હતો.

રીમા સાથે ના લગ્ન આડે એક અઠવાડિયું બાકી હતું. તે દરમિયાન માં એક મહત્વની ઘટના બની હતી.

મારી પૂના ખાતા ની ગ્લાસ વેર ફેક્ટરી માં આગ લાગી હતી. ભારે નુકસાન થયું હતું. જાનહાની પણ થઇ હતી.

કામદારો ને બે મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. છ મહિના વીતી ગયા છતાં બોનસ આપવામાં આવ્યું નહોતું. આથી ફેક્ટરી માં હડતાલ પડી હતી. મેનેજરે મને ખબર આપી હતી.

તે જાણી રોહન તેના ઉકેલ માટે મારી પાસે આવ્યો હતો.

બે કલાક બંધ બારણે અમારે વચ્ચે ઉગ્ર ચર્ચા જારી હતી. કામદારોની વાત નહીં માનવામાં આવે તો પરિસ્થિતિ વધારે વિષમ બની જશે.

મેં બહું જલ્દી પગાર તેમ જ બોનસ ચૂકવી દેવાની બાંયધરી આપી હતી.

પરિણામે ફેક્ટરી ચાલું થઇ ગઈ હતી.

પણ મારી દાનત ખોરી હતી. હું તેમનું બોનસ હડપ કરી જવા માંગતો હતો. ચોપડે નુકસાન બતાવી પૂરો પગાર આપવા માંગતો નહોતો. તેથી મેં ષડયંત્ર ગોઠવ્યું હતું. મેનેજર ને સૂચના આપી અસંતુષ્ટ કામદારો ના આગેવાન નો સંપર્ક સાધી તેને બમણો પગાર તેમ જ બોનસ આપી ખુબ દારૂ પિવડાવ્યો હતો અને તેના જ હાથે જ ફરી થી ફેક્ટરી ને આગ લગાડી ફૂંકી મારી હતી.

આ સાંભળી રોહન થડકી ગયો હતો. તે આ વાત માનવા તૈયાર નહોતો. તેણે પૂર્ણ તપાસ જારી કરી દીધી હતી.

ગાડીમાં તેને રાંજણે ભટકાઈ ગયો હતો. તેણે પૂરી સચ્ચાઈ થી રોહનને માહિતગાર કરી દીધો હતો.

રાતોરાત મેં ફર્નિચર ખસેડી નખાવી ફેક્ટરી ને આગ લગાડી હતી. પૂના માં વીમા કંપની નો સર્વેયર મોજુદ હતો. ફેક્ટરી ને થયેલા નુકસાનની કિંમત 50 લાખ આંકવામાં આવી હતી. જે અનેક ગણી વધારે હતી.

રોહને નજરોનજર કામદારોની હાલત નિહાળી હતી. તે જોઈ તેના હૈયામાં અનુકંપા, સહાનુભૂતિ તેમ જ સંવેદના નો ત્રિવેણી સંગમ ઉભરાયો હતો.

માનસિક અશાંતિ દૂર કરવા પોતે ભગવાન છે તેવું કહી લોકોની નજરમાં ધૂળ નાખતા દંભી સાધુ સંતો આવા જાલીમ ધુતારા પાછળ હું પાણીની માફક પૈસા વેરતો હતો. પણ કામદારો ને વધારે તો શું પણ હકના પૈસા આપવામાં આનાકાની કરતો હતો. હું અધમતાની સારી હદ વટાવી ગયો હતો. તે વિશે રોહન અજાણ હતો.

મારી સાન ઠેકાણે લાવવાનો દઢ નિર્ધાર કરી તે મુંબઈ પાછો ફર્યો હતો. રીમાનું બાળક એક કામદાર ના ઘરમાં ઉછરી રહ્યું હતું. તે વાત પણ રોહન જાણી ચુક્યો હતો. મેં આ સંતાન ના નિકાલ માટે રીમાને ઘણી સમજાવી હતી.. પણ તે પોતાના બાળકની હત્યા કરવા તૈયાર નહોતી... તેની લાગણીનો ખ્યાલ કરી અમે 6 થી 8 મહિના મસૂરીમાં એક સેનેટરીયમ માં રહ્યાં હતા. બાળકના જન્મ બાદ તેને કામદાર ના હાથોમાં સોંપી દીધું હતું.

મને તેની સખત જરૂર હતી. આ પરિસ્થિતિ નો તેણે સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો હતો. તેણે રીમા જોડે લગ્ન કરવાની ના પાડી દીધી. આથી હું ભાંગી પડ્યો હતો. મેં તેના પગે પડી કાકલુદી, આજીજી કરી હતી પણ રોહન એક નો બે થયો.
નહોતો.

જીવનમાં હું પહેલી વાર કોઠી ભરીને રડ્યો હતો.

મારી સ્થિતિ ની તેને દયા આવી કે કેમ?

એક શરતે તે રીમા જોડે લગ્ન કરવા તૈયાર થયો હતો . મને તેની સઘળી શરતો મંજુર હતી. મેં તેને પૂછ્યું હતું :

" શું શરત છે? "

" બદલામાં પચાસ લાખ રૂપિયા આપવા પડશે!! "

મેં તરતજ તેને કોરા ચેક પર સહી કરી તેને આપી દીધો હતો.

અને અઠવાડિયામાં તેમના લગ્ન થઈ ગયા હતા.

રીમાના લગ્ન થતાં મારા પર ઝલુંબી રહેલો પહાડ સમો બોજ હટી ગયો હતો.

મેં તેમને માટે વાલ્કેશ્વર માં ફ્લેટ નોંધાવ્યો હતો. એટલું જ નહીં હનીમૂન માટે સ્વીટઝર લેન્ડ ની બે ટિકિટો બુક કરાવી હતી.

કિંતુ બીજે દિવસે રોહન કાંઈ પણ કહ્યા વિના ગાયબ થઈ ગયો. તે જાણી રીમાની તબિયત બગડી આવી હતી.

અઠવાડિયા પછી તે પાછો ફર્યો હતો. ત્યારે તે સાવ ખાલી ખમ હતો. મેં આટલી મોટી રકમનાં નિકાલ વિશે અનેક અનુમાનોનો સહારો લીધો હતો. પણ કોઈ જ તાળો મળી રહ્યો નહોતો.

વસ્તુ સ્થિતિ મારી સોચ સમજ બહાર હતી. દહેજ ના નામે લીધેલા નાણામાંથી તેણે કામદારો ને પગાર આપ્યો હતો. બોનસ પણ ચૂકવ્યું હતું. એટલું જ નહીં તેમને પગભર થવા માટે મદદ કરી હતી.

મોટા ભાગના કામદારો છૂટો છવાયો ધંધો કરવા લાગી ગયા હતા... કોઈ બંગડી, સાબુ.. પાપડ.. નોટ બુક.. પેન્સિલ વગેરે.. રોજીનું સાધન પ્રાપ્ત થતાં હર કોઈ કામદાર રોહનને દુઆ દેતું હતું. આશીર્વચનોથી નવાજતું હતું.

રીમા ને મારા અસલી ચહેરા ની પરખ થઈ ગઈ હતી. તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. મેં આપેલા ફ્લેટ ની અવગણના કરી તેઓ સસ્તા ભાડાની રૂમમાં રહેતા હતા. રોહને તેના બાળક ને સ્વીકારી લીધું હતું.

તેઓ ક્યાં હતા? તેની મને કોઈ જાણ કરી નહોતી. તેમને મળવાની ઈચ્છા બર આવતી નહોતી...

રીમાની અવહેલનાના ખ્યાલે પગ પાછા પડતા હતા..

મહાપ્રયત્ને મેં તેના સરનામા ની ભાળ મેળવી હતી.

પણ તેણે મારા મોઢા સામે બારણું બંધ કરી મારૂં ઘોર અપમાન કર્યું હતું.

દીકરી એ જાકારો દીધો હતો. આ વાતે હું ઘણો જ હતાશ થઈ ગયો હતો. મારી જિંદગી ' સૂકા ઝાડની છાયા ' બનીને રહી ગઈ હતી. હું મારી એકની એક દીકરી ને છાંયડો આપવા અસફળ રહ્યો હતો. તે વાતનો સતત રંજ થાય છે.

ખોટી રીતે વીમા કંપની પાસેથી નાણાં કઢાવવાની કોશિશ માં મારી ધરપકડ થઈ હતી. તેનો શબ્દશ અહેવાલ દરેક દૈનિક પત્ર માં પ્રસિદ્ધ થયો હતો. મારા પરના કેસની તમામ વિગતની રીમા ને જાણ થઈ ગઈ હતી. તે મને મળ્યા વગર ચાલી ગઈ હતી. તેના આવા વર્તને મને આઘાત લાગ્યો હતો.

જશવંતની દીકરી એ મને રીમાની યાદ અપાવી હતી.

શું તે મને કદી નહીં મળે?

આ સવાલ સતત મને પજવી રહ્યો હતો.

' સાંસો કે ચલને કો તો જીવન કહા નહીં જાયે '

દૂર ક્યાંક ગીત વાગી રહ્યું હતું.

મેં જેલની નાનકડી જાળીમાંથી બહાર નજર કરી.

મારી નજર સુકાયેલા ઝાડ પર પડી.

શ્વાસ ચાલે તેને જીવન ના કહેવાય. મરવાની તમન્ના છે. પણ રીમાની સ્મૃતિ રોકી રહી હતી. હું તેનો ગુનેગાર હતો. તે જ્યાં સુધી માફ નહીં કરે ત્યાં સુધી શ્વાસ નહીં તૂટે તેવું લાગી રહ્યું છે.

000000000000


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED