કીસી Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીસી

ચર્ચ ગેટ સ્ટેશને ઊતરીને રાજુ OCM ની જાહેરાત ભણી મીટ માંડતો બહાર નીકળ્યો.

બસ સ્ટોપ ભણી આગળ વધતા તેની આંખો કોઈને શોધી રહી હતી.

પણ કીસી ક્યાંય નજરે ન પડી.

આથી તેને હતાશાની લાગણી ઘેરી વળી.

લાગણી પ્રધાન હૈયે વેદનાના શુળ ભોંકાઈ રહ્યાં હતા.

તે હવે કદી સહમાર્ગી નહીં થાય.

આ એક હકીકત હતી જેને રાજુ પચાવી નહોતો શકતો.

બંને એ રોજિંદા એક મેક ને સ્ટેશન થી ઓફિસ અને ઓફિસથી એકમેક ને કંપની આપી હતી.

દરરોજ સવારે 10-00 થી 10-05 દરમિયાન OCM ના હોર્ડિંગ પાસે એકમેક ની વાટ નિહાળતા હતા.

રાજુએ OCM નો અર્થ ક્લાત્મક રીતે કીસીને સમજાવ્યો હતો :

" OCM એટલે ઓફિસ કલિગ્સ મીટ! "

બંને કલિગ્સ મટી ભાઈ બહેન બની ગયા હતા.

અને કીસી એક ચુંબન થી પણ વિશેષ નજીક આવીને દૂર ચાલી ગઈ હતી.

તેમના નિખાલસ સ્નેહ સંબંધ ને જમાના ની નજર લાગી ગઈ.

મોઢા પર સ્પષ્ટ વાત કરનારી - આઉટ સ્પોકન હતી.

તેની આ વાત નવનીત શેઠની આંખોનો કણો બની ગયો હતો.

અહમ ચકનાચુર થતાં તેમણે બેજીવી હાલતમાં કીસીને નોકરીમાંથી કાઢી મૂકી હતી.

નવનીત રાયના બેરહમ તેમ જ અમાનવીય પગલાંથી રાજુ ખળભળી ઊઠ્યો હતો.

રાજુને સ્નેહ ઘૂંટડા પાનારી કીસી તેના એકાંકી જીવનમાં આનંદ ની છોળો ફૂટી રહી હતી.

બસની લાઈનમાં ઉભા રહેતા રાજુના માનસ પર કિસીની છબી ઊભરી આવી. તેના સતત ખુશમિજાજ રહેતા સ્વભાવે રાજુનું હૈયું જીતી લીધું હતું.

તે હમેશા એક જ ગીત ગુનગુનાવતી રહેતી હતી.

હમને તો બસ યહી માંગી હૈં દુવા એ
ફુલો કી તરહ સદા મુસ્કુરાયે

કીસી અત્યંત ભોળી તેમ જ નિખાલસ હતી . તેના ચારિત્ર નો કોઈ જોટો જડે તેમ નહોતો. કેથોલિક હોવા છતાં સર્વ ધર્મો પ્રત્યે ગજબની આસ્થા ઘરાવતી હતી. તે રાજુ પ્રત્યે અપાર સ્નેહ લાગણી ઘરાવતી હતી. તેના નિખાલસ નિસ્વાર્થ પ્રેમે રાજુનું જીવન વહેણ પલટી નાખ્યું હતું.. તેના થકી રાજુ તેની પત્ની ને સમજી શક્યો નહોતો. તેને ભરપૂર પ્રેમ આપી શક્યો હતો.

તેના મિલનસાર સ્વભાવ તેમ જ નિર્ભેળ હાસ્ય ઉપર ઉપરથી સહુને ગમતા હતા. નાના મોટા સઘળા પ્રત્યે તે સદભાવના જાળવતી હતી. ઊંચ નીચનો ભેદ તેનાથી જોજન દૂર હતો.

ફુરસદની પળોમાં તે નાનામાં નાના વ્યકિતના દુઃખ દર્દ સાંભળી તેને દૂર કરવાની કોશિશ કરતી હતી. તેની આ પરગજું પ્રવૃત્તિ પર નવનીત રાય ની ચાંપતી નજર હતી... તે બધા જોડે વાત કરતી હતી.. તેનો ખોટો અર્થ તારવવામા આવતો હતો.

છતાં પણ તે ખૂબ જ સચેત તેમ જ સજાગ હતી. કોઈને તેના શરીર નજીક આવવા દેતી નહોતી

એક વાર તેની ભલમનસાઈનો લાભ ઉઠાવી તેની જોડે અજુગતી વાત કરી હતી.

તેણે આ બાબત મારી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મેં તેને ખખડાવી નાખ્યો હતો.

વર્તમાન યુગની શ્રેષ્ઠ તસ્વીર કીસીએ ઓફિસમાં મોટા ભાગના લોકોના મન જીતી લીધા હતા!!

તેનું અસલી નામ કેથરીન હતું. પણ રાજુ તેને કીસી કહીને નવાજતો હતો

શરૂઆતમાં લોકો નવી વાર્તા ઉપજાવી કાઢશે તે વાતનો કીસીને સંશય હતો. તેથી તેણે રાજુને રોક્યો હતો. પણ તેની લાગણી સામે તેણે નત મસ્તક આ સંબોધન કબૂલી લીધું હતું.

પછી તો હર કોઈ તેને આ જ નામે સંબોધતું થઈ ગયું હતું.

તેની વિદાયે રાજુ પાંગળો બની ગયો હતો.

એક વાર તેને સખત માથું દુખતું હતું. તે કીસીને કારણે જ પરેશાન હતો. આથી તેણે ખાવાની ના પાડી હતી. કીસી સચ્ચાઇ જાણતી હતી.

" તમારા વગર અમે પણ કોઈ નહીં ખાઈએ. "

તેણે સત્યાગ્રહ નો આશરો લીધો હતો.

તેની લાગણી આગળ રાજુ ઝૂકી ગયો હતો.

કીસી ના લંચ બોક્સમાંથી બોઇલ્ડ ઈંડુ ઉપાડી લઈ ભોજનનો આરંભ કર્યો હતો.

રાજુ ઘણો જ અપ સેટ હતો. આ સ્થિતિમાં કીસીએ સ્ટન્ટ કરીને તેને મેસેજ આપ્યો હતો :

" તમારા ડેડી ની તબિયત ખરાબ થઇ ગઈ છે. તમારે તરતજ ઘરે જવાનું છે. "

આ પ્રસંગ રાજુ કદી વિસરી શકતો નહોતો.

તેની તબિયત ખરેખર ખરાબ હતી. આ સ્થિતિમાં તે ઘરમાં કોઈ ને પરેશાન કરવા માંગતો નહોતો.

આથી તે ઓફિસે થી નીકળી ફિલ્મ જોવા બેસી ગયો હતો.

બસની ક્યૂ માં ઉભેલા રાજુ ને આ પ્રસંગ સાંભરી આવ્યો..

શું માનવી આટલો બધો પાંગળો નિષ્ઠૂર બની ગયો છે ?

આ જગતમાં જવલ્લે જ જોવા મળતો પ્રેમ રાજુને હાંસલ થયો હતો.

પણ તે કીસી માટે કાંઈ જ કરી શક્યો નહોતો.

સામાજિક પારિવારિક બંધનો એ તેને વિવશ લાચાર કરી દીધો હતો.

હૈયું ભડોભડ બળતું હોવા છતાં તે હારી ગયો હતો.

તેની આંખોના ખૂણા પલળી ગયા.

રૂમાલથી આંસુ લૂંછી તેણે પાછળ નજર દોડાવી.

બસ સ્ટોપ પર પહોંચ્યો. બસ તૈયાર ઊભી હતી.

બસમાં ચઢતા વેંત જ રાજુની વિચાર ધારા ને જબરી બ્રેક લાગી ગઈ.

પ્રથમ સીટ ખાલી હતી!!

કીસી હમેશા આગળ ની સીટ પર બેસવાનો આગ્રહ કરતી હતી. જેથી ગિરદીમાં ઉતરવામાં આસાની રહે.

સીટ પર બેસતા જ એક નાનકડી ઘટના તેની સામે તરી આવી

રોજની માફક તે દિવસે બસમાં ઘણી જ ભીડ હતી. તેને કારણે બંનેને એક જ સીટ પર બેસવા નહોતું મળ્યું..

રાજુને તેની બાજુમાં બેસતા અનેરો આનંદ પ્રાપ્ત થતો હતો.

પણ તે દિવસે તેવું ન થયું.

કીસીએ ટિકિટ કઢાવી રાજુને ઈશારો કર્યો.. તેણે રૂપિયાની નોટ દેખાડી વળતો ઈશારો કર્યો. બંને એક બીજાની વાત સમજી ન શક્યા. આ સ્થિતિમાં બંને એ ટિકિટ કઢાવી.

બસમાં થી ઊતરતા સચ્ચાઈ સામે આવી. અને બંને હસી પડ્યા.

" ચાલો! બેસ્ટ કંપનીને ફાયદો થયો. "

રાજુએ મજાક કરી ત્યારે કીસી એ થોડા તીખા અવાજે ટકોર કરી ::

" તમારા જો આવું કરતાં જ રહે તો દેશનો બેડો પાર થઈ જાય. "

" ટિકિટ પ્લીઝ! " કન્ડકટર ના અવાજે રાજુ વર્તમાનમા આવી ગયો.

કન્ડકટર જાણીતો હતો. તે શાયદ બંને ને ઓળખતો હતો. આથી તેણે બે ટિકિટ ફાડી રાજુ ભણી લંબાવી.

રાજુએ એક ટિકિટ ના પૈસા સાથે બીજી ટિકિટ પરત કરી દીધી.

તેથી કન્ડકટરે સવાલ કર્યો :

" આ જ બહન જી સાથ નહીં હૈં? "

શું જવાબ આપવો?

રાજુ મૂંગોમનતર બની ગયો.

એક અજાણ્યા વ્યક્તિ એ તેમના સંબંધ ને ઓળખી લીધો હતો. આ વાતે રાજુને નવાઈ લાગી.

સારી ઓફિસમાં લોકપ્રિય કીસી રાજુ માટે સર્વ શ્રેષ્ઠ પ્રેમની ભેટ આપીને વિદાય થઈ ગઈ હતી. તે એક બહેનથી પણ વિશેષ હતી. ભણેલો ગણેલો અનુભવી વર્ગ તેમની સચ્ચાઈ ની કદર ન કરી શક્યો.

તે વિચાર રાજુને તકલીફ બક્ષતો હતો.

આંગળી થી નખ વેગળા હોય છે. આ ઉક્તિ કીસીએ જૂઠી પુરવાર કીધી.

વર્તમાન યુગમાં પ્રેમની જ્યોત અખંડ રાખવી અને લોઢાના ચણા ચાવવા બંને એક જ વાત કહેવાય.

નિખાલસતા કીસી ની અમૂલ્ય મૂડી હતી.

લોકોની ઝેરીલી દ્રષ્ટિ તેમના સંબંધમાં નડતર રૂપ સાબિત થઈ.

અને પોતાનું દર્દ ભીતરમાં દબાવી કીસી હસતે મોઢે વિદાય થઈ ગઈ. અગણિત પ્રશ્નોના તાંડવ નૃત્ય સામે હસતા રહેવાનો તે મેસેજ આપીને જતી રહી હતી.

મોટી મોટી વાતોના વડા કરનારા નામ ખાતર ફંડ ફાળો નોંધાવી પોતાની વાહ વાહ બોલાવતા નવનીત રાયના અન્યાયી પગલાં સામે બળવો પોકારવા રાજુ તૈયાર હતો. પણ તે કાંઈ જ કરી શક્યો નહોતો.

છતાં તેણે કીસી જોડે કરેલા વ્યવહાર બદલ તેના જયેસ્થ ભાઈ ને શાબ્દિક લપડાક લગાવી હતી.

" આઈ ડોન્ટ ફાઈન્ડ ટચ ઓફ હ્યુમેંનીતિ હિયર. "

તેના ભાઇ એ " અમે એવા નથી. " તેવો પાંગળો બચાવ કર્યો હતો.

તે નવનીત રાય ને સબક શીખવાડવા માંગતો હતો. પણ કીસીની ખામોશીએ તે લાચાર બની ગયો હતો.

ત્રણ મહિના મફતનો પગાર આપવો પડશે તેવી ગણતરી ના બાદશાહ નવનીત રાયે જૂઠું બહાનું ઊભું કરી કીસી ને પાણીચું પકડાવી દીધું હતું.

ખાનગી પેઢીની આ જ તો બલિહારી હતી.

પૈસાના બળ પર મુસ્તાક વેપારી બચ્ચાઓ ને કોઈ જ કાયદા કાનૂન નડતા નથી.

તેણે ઘણી વાર કીસી ને સમજાવવા ની કોશિશ કરી હતી :

" કાયદા નું શરણું ગોત. "

પણ ગરીબ મધ્યમ વર્ગીય લોકો પાસે પાણીની જેમ પૈસા વેડફી નાખવાની ક્ષમતા નથી હોતી.

તેના એક સંબંધી લેબર લો ના નિષ્ણાત હતા. તેણે તેમની મદદ લઈ નવનીત રાય પર વળતો પ્રહાર કરવાની બાંયેધરી આપી હતી. ત્યારે રાજુ તેના પર વારી ગયો હતો.

" લાતોના ભૂત વાતો થી નહીં માને. "

સદીઓ થી વ્યાપક અરાજકતા તોડવા આ ના સિવાય કોઈ વિકલ્પ નહોતો.

રાજુએ ટકોર કરી હતી.

આ દુનિયા આપણા વિચારો સંવેદનો સાથે નથી ચાલતી. બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. ક્યે વખતે કોણ આપણી પીઠ પાછળ છરી ભોંકી દેશે. તે કહેવાય નહીં. મોઢે મીઠાં કોઈ પણ ઓફિસના માણસો પર મને વિશ્વાસ નથી. અને ખાસ કરીને પેલો ન્યુઝ એજન્ટનો અવતાર ચંપક કોઈ પણ વાત તેની બહાર હોતી નથી. કોણ કોની સાથે વાત કરે છે? કેટલી વાર બાથરૂમ જાય છે? કેટલી વાર પાણી પીએ છે?

સઘળી નાની નાની વાતો પર બારીકાઇથી નજર કરતો રહે છે. કેબિન બહાર શેઠિયાઓને ગાળો ભાંડે અને કેબિનમાં ગયા કે જાણે મિયાની મીંદડી. મોઢે મીઠાશ અને હૈયે વિષ. તેને જોતા જ ઘૃણા ઉપજે છે.

" A human being is a piece of an unfinished object. "

બધાં જ કટકા ભેગા થાય તો જ સંપૂર્ણતા લાધે.

આ સત્ય કોઈ જ પિછાણતું નથી. પરિણામે પોતાનું સ્થાન બનાવવા પોતપોતાના ચિત્ર વિચિત્ર વાજીંત્રો વગાડવા માંડે છે. જેને કારણે માત્ર ઘોંઘાટ જ ઉત્પન્ન થાય છે.

કીસી બધું જ જાણતી હતી. રાજુની માફક તેનું ભોળું નિષ્કપટ હૈયું કોઈ ની અવગણના કરી શકતું નહોતું. છતાં વખત આવ્યે નવનીત રાય ને ચોપડાવવામાં કોઈ મણા છોડતી નહોતી. નવનીત રાયને માથું દુખતું હતું અને પેટ ચોળવાની આદત હતી

કીસીની વિદાયે કેટલા વિઘ્ન સંતોષી વ્યકિતઓ અંદરોઅંદર ખુશ થઈ રહ્યાં હતા.

અમૂલની દુકાનમાં કીસી ઝીરો હતી. તાત્પર્ય મસ્કા પોલીસ તેના લોહીમાં જ નહોતું.

નવનીત રાયને સારૂં તેઓ તેમની હાજરીમાં ગધેડાની માફક કામ કરતાં હતા. બાકીનો સમય ગામ ગપાટા અને કુથલીમાં વિતાવતા હતા. આ સમુદાયમાં કીસી આળસુ તેમ જ ગોકળ ગાય પુરવાર થતી હતી.

નવરાશની પળો માં માણસ શું કરે? તેની કાર્ય પદ્ધતિ ઘણી જ સારી હતી.

તે ' exploited slot 'માં તે ફિટ થતી નહોતી.

વિદેશમાં બે ચાર વરસ રહીને ત્યાંની પદ્ધતિનું આંધળું અનુકરણ કરી દેશની પદ્ધતિની મશ્કરી કરે છે. તેના જેવું લાંછન બીજું શું હોઈ શકે?

રાજુ ખૂબ જ જાગૃત હતો. તેને પાણીચું મળી જવાની ઘાસ્તી લાગતી હતી. પણ એવી કોઈ જ નોબત આવી નહોતી. તેની પાછળ તેની લેખન પ્રવૃત્તિનો વિશેષ હિસ્સો હતો.

' A pen is mightier than sword. '

નબળા વિવશ માનવીઓનું શોષણ કરવાની બહાદુરી તેમના માં હોય છે. પણ એક ઘા અને બે કટકા કરનાર રાજુ જેવા જબડા તોડ વ્યક્તિને કોઈ છંછેડી શકતું નથી.

પ્રેમ કોઈ પણ કક્ષા નો હોય પણ તે લૂંટાઈ જવાનો ભય સદૈવ માનવીને સતાવતો હોય છે.

આ જ કારણે રાજુને કીસી નો બધા સાથે મુક્ત પણે વાત કરવાની આદત ખૂંચતી હતી.

નવનીત રાય આદું ખાઈને તેની પાછળ પડી ગયા હતા.

તેઓ કીસીને કાઢી મુકશે તો?

આ ભય રાજુને સતત પીડતો હતો.

કીસી માં કોઈ જ એબ નહોતી.

પણ તે આઉટ સ્પોકન - સ્પષ્ટ વક્તા હતી.

તે વાત નવનીત રાય ઝીરવી શકતા નહોતા.

તેમના ત્રાજવા જ અલગ હતા.

કીસીને કાઢી મૂકતા રાજુ ખુબ જ ભડકી ગયો હતો.

કીસીને હમેશા પહેલા ઉતારનાર રાજુ આજે એકલો જ બસમાંથી નીચે ઉતર્યો. અને ધીમી ચાલે ઓફિસ ભણી આગળ વધ્યો.

બારણામા જ કીસીના મોઢે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ સાંભળવા આતુર રામજી ડ્રાઈવર અને મહાદેવ ના દર્શન થયા.

મહાદેવ ની બોડી લેન્ગવેઝ કોઈ પીડાની ચાડી ખાઈ રહી હતી.

રાજુએ તેને જય શ્રી કૃષ્ણ કહ્યું અને રામજી ડ્રાઈવર ની પીઠ થપથપાવી ઓફિસમાં દાખલ થયો.

ગુડ મોર્નિંગ શબ્દ તેના ગળામાં જ અટકી ગયો.

દરરોજ બધા ને વિશ કરનારો રાજુ બિલ્કુલ મૂંગો બની પોતાની ખુરશીમાં બેસી ગયો.

તેનામાં આવેલા પરિવર્તનની ઉપસ્થિત હર કોઈએ નોંધ લીધી.

ચંપકે અજાણ બની કીસી વિશે પૃચ્છા કીધી.

તે કોઈ જવાબ દેવાની સ્થિતિ માં નહોતો.. તેને તે પળે ઓફિસની કોઈ પણ વ્યકિતમાં વિશ્વાસ નહોતો. તે સહ કાર્યકર્તાની ચકળવકળ આંખોમા વિચિત્ર ભાવોનો સામનો કરવા અસમર્થ બની ગયો.

કીસીની વિદાયે તે શૂન્યતાની ગર્તા મા ઘકેલાઈ ગયો હતો.
તેના જીવનમાં કીસી ન આવી હોત તો? રાજુ ક્યારનો ભાગી ગયો હોત. તેના સહવાસ મા રાજુ કડવા ઘૂંટ ગળી જવા સમર્થ બન્યો હતો. પોતાની જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવતો હતો. ખરેખર કીસી ને કારણે તે ખુબ જ બદલાઈ ગયો હતો.

ત્યાં જ ચંપકના શબ્દો તેના કાને અથડાયા.

" સાબ મૂડમાં નથી. "

અક્કલના ઓથમીર રામન્ના એ સૂર પુરાવ્યો :

" તેમની બહેન જતી રહી ને?! "

" શા માટે કોઈને બહેન ગણવી જોઈએ? " ત્રીજાએ સવાલ કર્યો.

"તેમાં જ ફાયદો છે ને!! "

ચોથા એ ટાપસી પુરાવી.

" શું નોકર? શું ડ્રાઈવર.. બધાને નચાવતી હતી., ચાલુ મહાચાલુ.. "

વાત વધતી જઈ રહી હતી.

ગંદી વાતો કરનારાઓની જીભ ખેંચી કાઢવાનો વિચાર આવ્યો.

ત્યાં જ ઇન્ટર કોમ બજી ઊઠ્યું.

" સાલ્લાં કદી નહીં સુધરે. "

ધુંધવાયેલી હાલતમાં રાજુ નવનીત રાયની કેબિન માં દાખલ થયો.

000000000000000












.