સવાર પડતાં ની સાથે જ શુરૂ થઈ જાય છે દિવસ.. હા, રાતના આરામ બાદ ફરીથી કામ કરવા જવાનો ઉત્સાહ પણ અલગ જ હોય છે, એકધારા કામથી કંટાળીને જ્યારે રાત્રે ઊંઘવા પડીએ તો મનને પણ થઈ આવે કે શું આ બધી મગજમારી, બસ આરામ જ તો જરુરી છે, શું ભાગી જવાનું છે? બસ થોડી વાર ચેનની ઊંઘ મળી જાય એટલું જ કાફી છે!
સવારની સાથે જ શુરૂ થાય છે દિનચર્યા. દરેક વ્યક્તિનો દિવસ અલગ હોય છે, પણ હા, કારણ તો એક જ છે કે જીવન નિર્વાહ, હા, પૈસા કમાઈએ અને એ પૈસાથી સપનાઓ પૂરા કરીએ!
ચાની લારી વાળો હોય કે બિઝનેસ મેન સૌ કોઈ પૈસા કમાવવા માટે જ તો કામ કરતા હોય છે.
અનેકવિધ અલગ અલગ દુકાનો, અને અલગ અલગ વસ્તુઓ વેચતા નાના મોટા વેપારીઓ, જીવનનિર્વાહ માટે કામ કરતા.
સવાર સવારમાં જે ઘરેથી ઉતાવળમાં ચા પીધા વગર આવી ગયાં હતાં એ સૌ ચાની લારી વાળા પાસે જમાં થઈ ગયા હતા. સૌ વાતો પણ કરતા હતા અને એમનો બધાનો એક સામટો અવાજ વાતાવરણને એક અલગ જ ફીલ કરાવતો હતો. આ ભીડમાં બધાં જ જોડે હતા, તેમ છત્તા કોઈ કોઈને નહોતું ઓળખતું! બધાં સાથે હતા, પણ સૌ પોતાનાં જ કામમાં વ્યસ્ત હતા. આ બધાની જ કોઈ ને કોઈ એમની પોતાની જ કહાની હશે ને! સૌ અંદર પોતાના જ વિચારોમાં હતા, એમની જ અલગ જ દુનિયામાં, હા જ તો વળી, કોઈને પોતાની નાની છોકરી માટે ચંપલ લેવા છે, તો કોઈ મમ્મીએ એમના છોકરા માટે મીઠાઈ!
"યાર, પણ તું લઈશ શું?!" વિધિ એ મને કહ્યું તો જાણે કે હું હોશમાં જ આવ્યો, વાતાવરણમાં હું ખુદ જાણે કે ખોવાઇ જ ગયો હતો.
"કઈક સારું અપાવ ને, તું પણ તો એક છોકરી જ છે ને કહે તો મને હું એના માટે શું લઉં?!" મેં એને પૂછ્યું.
"હમમ.. એક કામ કર ને તું!" એને મારી સામે એવી રીતે જોયું જાણે કે કહેવા જ ના માગતી હોય કે એટલી જ એ પસંદ છે તો એને જ પૂછ ને તો!
મેં પણ મોકો લઈ લીધો, એના હાથને પકડી લીધો - "મારી તો બેસ્ટ ફ્રેન્ડ છે ને તું!" મેં પણ બહુ જ લાડથી કહ્યું તો એને મારું કામ કરવું જ પડ્યું.
"હા, બાબા, મારે પણ તારી મદદ તો કરવી જ છે, પણ હું પણ શું કહું તને કે એને શું પસંદ હશે!" વિધિ એ એક નિશ્વાસ નાંખ્યો.
"એક કામ કર ને!" મેં એના ચહેરા તરફ જોયું, લંબગોળ ચહેરો, અને સાદગીથી ભર્યો તેમ છત્તા ખાસ લાગે એવો એનો ચહેરો હતો.
"તું કહે તો તને શું પસંદ છે?!" મેં મારું વાક્ય પૂરું કર્યું.
"હમ.. મને તો પેલું ટેડી બિયર!" એને એક દુકાનમાં રહેલા મોટા ટેડી બિયર પર આંગળીથી ઈશારો કર્યો. અમે ત્યાં ગયા.
મેં ખુદ ત્યાં ઊભા રહીને એણે ગિફ્ટ રેપ પણ કરાવ્યું. જે થોડું વિધિને લાગેલું કે ગિફ્ટ એના માટે હશે એ વાત પર જાણે કે પાણી ફરી વળ્યુ.
"થેંક યુ.." મેં વિધિને કહ્યું. વિધિ અપલક મને જ જોયા કરતી હતી. હું થોડો અસહેજ થયો તો એને નજર ફેરવી લીધી. કઈક વિચારી રહી હોય એવું મને લાગતું હતું.
થોડી વાર માં ગિફ્ટ રેપ પણ થઈ ગયું અને બહાર વિધિને આવતા મેં જોઈ.
"સોરી, નયન, બટ મારે જવુ પડશે!" વિધિ એ કહ્યું એ થોડી ઉતાવળમાં હોય એવું લાગતું હતું.
"વૉટ? લિસન, આપણે હજી કોફી પીવાની છે!" મેં એના હાથને પકડી લીધો.
"હા, પણ હું પણ શું કરું.. આઇ હેવ ટુ લિવ!" એને કીધું અને હાથ છોડાવી ચાલતી થઈ!
"વેટ વેટ.." હું છેક બહાર સુધી એની પાછળ ગયો.
"આઇ નો, તું મને આમ ના છોડે.. યાર આ ગિફ્ટ તારા માટે જ છે અને લિસન આઇ જસ્ટ લવ યુ!" વિધિના ચહેરાની રેખાઓ જાણે કે બદલાવવા માંડી. ચિંતા ની લકીર ની જગ્યા એ એક મોટી સ્માઈલ આવી ગઈ.