સમજદારી અને જવાબદારી - ભાગ 5 Mihir Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સમજદારી અને જવાબદારી - ભાગ 5

ભાગ-૫


સમય સમય ની વાત છે.સમય તો પોતાનું કામ કર્યા જ કરે છે...ત્રણ મહિના થઈ ગયા છે ઉમંગ નો ફોન હજુ આવ્યો નથી,,,,જયારે પણ મમ્મી કે પપ્પા ફોન કરે ત્યારે તે ફોન તો નથી ઉપાડતો પણ મેસેજ કરે છે.... થાકી ગયો છું,,પરીક્ષા છે,,ગમે ઈ બહાના કાઢે છે..
પણ માં - બાપ ની તો તમને ખબર જ હશે,,હવે મમ્મી -પપ્પા થી રહેવાયું નહી તો દીકરાને સરપ્રાઈઝ આપવા પુણે જવાનો પ્લાન કર્યો,,,આનંદ ને પણ સાથે ચાલવાનું કહ્યું પણ આનંદ ને કોલેજ ની પરીક્ષા ચાલુ થવાની હતી..

બીજા દિવસે....

મમ્મી - પપ્પા સરનામું પૂછતાં પૂછતાં ઉમંગ ની કોલેજ પર ગયા...

સવારનો સમય હતો,, (છોકરો ભણતો હશે,,તેને પરેશાન નથી કરવો),,એમ વિચારીને કોલેજ ની બહાર બેસી રહ્યા...
શોભનાબેન :- જોયું,,,કેટલી મોટી કાલેજ માં તમારો છોકરો ભણે છે...
જીતુભાઇ :- હા એતો છે જ ને,,,સમાજ માં આપણું નામ ઊંચું કરશે,,અને હા કાલેજ નઈ કોલેજ કહેવાય..
શોભનાબેન :- હા ,,,જે નામ હોય તે... એમ કહીને બન્ને હસવા મંડ્યા....
અને ખરો તડકો હતો તો પણ કોલેજ ના પગથિયાં પર ભૂખ્યા તરસ્યા બેઠા હતા...

ધીમે ધીમે કોલેજ માંથી બધા છોકરાઓ બહાર આવતા હતા...બન્ને જણા બધા છોકરાઓ ના ચહેરા જોતા હતા..પણ તેમનો ઉમંગ ના દેખાયો.............

પછી ઉમંગ અને તેના ભાઈબંધો બાઈક પર કોલેજ ની બહાર થી અંદર આવતા હતા,,ઉમંગ ચાલુ બાઈક પર સિગરેટ પીતો પીતો આવે છે જાણે મોટા ગેંગસ્ટર ના હોય?....પછી દૂરથી એ મમ્મી - પપ્પા ને જોઈ લે છે ત્યારે બાઈક સાઈડ માં કરી ને ,,સીધા છોકરાની જેમ કોલેજ માં જાય છે,,જાણે તેને તેમને દેખ્યા જ ના હોય....અને તેના ભાઈબંધો પણ જોડે હોય છે... અને સોહીલ કહે કે :- ઉમંગ આ ગરીબ લોકો કોણ છે? જે પગથિયાં પર બેઠા છે,,,હટાવો આમને ..કોલેજ માંથી...ત્યારે ઉમંગ કહે છે:- જવાદો કોઈક હશે...આપણે શુ?

ત્યારે જીતુભાઇ અને શોભનાબેન ઉમંગ ને દૂરથી જોઈ લે છે અને જોરથી બુમ પાડે છે...ઉમંગ,,, ઉમંગ,,બેટા,,દીકરા............
ત્યારે સાગર :- ઉમંગ તને જ બોલાવે છે ,,તુ ઓળખે છે?
ઉમંગ :- અચકાતા,,ના ઓળખાતું તો નથી,, પણ હુ જઈને આવું તમે કોલેજ માં હાજરી પર સહી કરી ને આવજો,,અને જો સાહેબ વધારે બોલે તો પૈસા પકડાવી દેજો..................

ઉમંગ મમ્મી - પપ્પા ની જોડે જઈને....
શોભનાબેન :- બેટા,,,મારો ઉમંગ,,,કેટલો પાતળો થઈ ગયો છે,,ભણી ભણી ને....
ઉમંગ :- ખુશ થવાના બદલે,,તમે અહીં શુ કરો છો?
જીતુભાઇ :- લે,,આતો સવાલ કરે છે,, તારો હાલચાલ પૂછવા અને તારી જોડે બે- ત્રણ દિવસ રહેવા આવ્યા છીએ,,દીકરા..(ખભા પર હાથ મુકવા જાય છે અને ઉમંગ દૂર થોડો ખશી જાય છે.)
ઉમંગ :- પાછળ કોઈ ઉભું તો નથી ને એમ જોઈને,,,ઓકે તમે ઘરે જાવ હુ આવું છું....
જીતુભાઇ :- દીકરા,,તુ કોલેજ માં નહોતો?,,બહારથી આવ્યો...
ઉમંગ :- એ....તો...પ્રોજેક્ટ ના કામ થી બહાર ગયો હતો...
શોભનાબેન :- તુ પણ ચલ ને અમારી સાથે,,હવે ની
કાલેજ નો ટાઈમ તો પૂરો થઈ ગયો.. તારા નવા બાઈક માં જઈએ.....
ઉમંગ:- મમ્મી,,કાલેજ નઈ કોલેજ,,શુ તુ પણ અભણ જેવું વર્તન કરે છે....તમે બન્ને રીક્ષા માં જાઓ,,મારે કામ છે હુ હાલ નવરો નથી...આવું છું મોડા...તમે જાઓ જલ્દી,,,
જીતુભાઇ :- બેટા,,મમ્મી તો અભણ છે પણ તુ ભણેલો થઈને કેમ આવું બોલે છે??
ઉમંગ :- હા પપ્પા ,,હવે ભાસણ ના આપો,,તમે જાઓ ,,,હુ આવું છું.....(ઉમંગ જતો રહે છે કોલેજ માં )

શોભનાબેન :- ચાલો હવે ,,તમે પણ એતો આખો દિવસ ભણે ને એટલે મગજ કામ ના કરે.....
જીતુભાઇ:- નિસાસો નાખતા,,હા ચાલો રિક્ષામાં ...

બોધ :-

જે મમ્મી - પપ્પા ના કારણે છોકરો,,સારી કોલેજ માં ભણે છે,,,નવું બાઈક પણ છે,,મોજ -શોખ પણ કરે છે,,અને માં - બાપ તેના ખર્ચામાં પેન્ટ પણ ફાટેલું,જૂની સાડી,જુના બુટ...અને તેમની અડધી જિંદગી જતી રહે છે,,,એમને આશા છે કે છોકરો મોટો થશે ત્યારે આપણે ચિંતા નઈ,, તે આપણી સેવા કરશે,,, આપણે અત્યારે મજૂરી કરીએ તે સાર્થક નીવડશે...પણ છોકરાઓ જેમ જેમ વધારે ભણે છે તેમ અભણ થતા જાય છે.....બહારની હવા અડે છે,, બીજાનુ અનુકરણ કરવા જાય છે,,,અમીર લોકો ના જેમ જીવવા જાય છે,,આ જ અત્યાર ના યુવાનો ની સૌથી મોટી બીમારી છે....જેને જન્મ આપ્યો,,જે તમને આ દુનિયામાં લાવ્યા છે તેમને જ તમે ભૂલી જાય છે....