ભાગ-૬
આંખો દિવસ જતો રહ્યો...
મમ્મી - પપ્પા ઉમંગની ચિંતા માં હતા..
શોભનાબેન :- ઉમંગ ક્યારે આવશે...??
જીતુભાઇ :- મને લાગે છે આજે ભણવાનું વધારે હશે..
શોભનાબેન :- નઈ પછી આપણો દીકરો તો મોટો અધિકારી બનશે..અને તમારું સપનું પૂરું કરશે.
જીતુભાઇ :- હા,,એજ ને.. સમાજ માં આપણું નામ ઊંચું થઈ જશે.. બધા કહેશે જુઓ આ જીતુભાઇ નો છોકરો છે...
શોભનાબેન :- હા હવે,,હરખપદુરા ના થાઓ,,તમારી નજર લાગશે મારા દીકરાને...
મોડી રાત્રે ઉમંગ ઘરે આવે છે.ઉમંગ જોવે છે કે હજુ પણ ઘરની લાઈટ ચાલુ છે.અને જેવો જ ઘરમાં પ્રવેશ કરે છે.તો મમ્મી - પપ્પા જાગતા હોય છે...
શોભનાબેન :- પ્રેમથી,,, આટલું બધું મોડું કેમ કર્યું,,,બેટા...
ઉમંગ :- એતો કામ હતું એટલે,, તમારે સુઈ જવ હતું ને...તરત જ દરવાજા જોડે પડી જાય છે..
જીતુભાઇ :- તુ દારૂ પીને આવ્યો છે? જીતુભાઇ અને શોભનાબેન આશ્ચર્ય થઈ જાય છે..
ઉમંગ :- લઠ્ઠડીયા,,ખાતો ખાતો ...એતો થોડું ટેન્સન હતું એટલે પી લીધો દારૂ.....તમે સુઈ જાઓ...
શોભનાબેન :- બેટા,,તારે શુ ટેન્સન લેવાનું,,ભણવાની ફી અમે આપીયે,,તારે પૈસા જોવે તો પણ અમે આપીયે,,,તારે ખાલી ભણવાનું જ ટેન્સન હોય ને?
ઉમંગ :- તમારે શુ લેવા -દેવા ,,તમારું કામ કરો ને મમ્મી ....મને કેટલું ટેન્સન મને ખબર....તમને શુ ખબર પડે..
જીતુભાઇ :- સંગ હોય તેવો રંગ લાગે તે કહેવત સાચી જ છે,,, જે તારા ભાઈબંધો છે તેમના લક્ષણ સારા નથી... એ મે જોયું સવારે તારી કોલેજ માં ....
ઉમંગ :- હા...હા...હવે ખોટું ભાસણ ના આપો...મગજ મારી ના કરો,,કાઈ ખબર તો પડતી નથી....
(શોભનાબેન અને જીતુભાઇ બન્ને ના આંખમાં આશુ આવી જાય છે...)
જીતુભાઇ :- ઢીલા અવાજે... હા...તમને આવડા મોટા કર્યા એ ખબર પડ્યા વગર કર્યા.....તમારી પાછળ અમારી આખી જિંદગી નિકાળી... કે મારો છોકરો ભણશે...પણ...(અટકી જાય છે.) આટલું કહી ને આગળ બોલી શકતા નથી..
ઉમંગ :- હા,,,બગડી ગયો છું,,હવે...અને મારે ભણવું પણ નથી ...તમારા પૈસા થી...નવઈ ના પૈસા આપ્યા છે...કમાઈ ને પાછા આપી દઈશ....બધા છોકરાઓ ના માં - બાપ પૈસા આપે.....
જીતુભાઇ:- દીકરા... પૈસા ભણવા માટે આપ્યા હતા ,,,દારૂ પીવા નઈ...
ઉમંગ:- તમે બન્ને કાલે ઘરે જઈ શકો છો...(આમ કહીને સુવા માટે જતો રહે છે...)
શોભનાબેન :- રડતા રડતા... જોઈ લો,,, દીકરો તો બદલાઈ ગયો..હુ ના પાડતી હતી કે એને દૂર ના મોકલશો..પણ તમે માન્ય જ નઈ,,,આપણો દીકરો સારી કોલેજ માં ભણશે તો આગળ વધશે...જોઈ લો હવે...
જીતુભાઇ :- આપણા હાથ માં થોડી કાઈ છે...કુદરત કરે ઈ ઠીક આપણે તો એને સાચો રસ્તો બતાવીએ..પણ એ ના સમજે તો આપણે શુ કરીયે.....
શોભનાબેન :- રડતા રડતા... હવે શુ કરવાનું?
જીતુભાઇ :- નિસાસો નાખતા... દીકરાએ.. કાલે સવારે ઘરે જવાનું કીધું છે તો જતા રહીશુ...બાકી ભગવાન ની ઈચ્છા...ભગવાન કરે ઈ ઠીક...આમ કહી જે નિસાસો નાખતા આખી રાત બન્ને જણા જાગે છે.....
બીજા દિવસે....
સવારે જીતુભાઇ અને શોભનાબેન ઘરેથી નીકળતી પહેલા ઉમંગ ને પૈસા આપે છે..અને જીતુભાઇ કહે છે કે..લે બેટા પાંચસો રૂપિયા વાપરજે...
ઉમંગ :- મારે નઈ જોતા હવે તમારા પૈસા.... કપડાની થેલી ઉપાડીને બાર જતો રહે છે....
શોભનાબેન :- આવજે દીકરા,,તને તો બઉ ઉતાવળ છે અમને ઘરે મોકલવાની..અમે તો જતા રહીશુ....( શોભનાબેન રડી પડે છે..) રડતા રડતા બેટા ઘરે ક્યારે આવીશ?
ઉમંગ :- એતો ,,ટાઈમ મળશે ત્યારે આવીશ...જાઓ હવે બસ આવતી હશે..મોડું થશે અને બસ જતી રહેશે તો પાછા રોકાઈ જશો...
જીતુભાઇ :- બસ જતી રહેશે તો પણ અહીં નઈ આવીએ.
( હવે...આમ કહીને બન્ને જતા ઘરે પરત આવે છે....)
બોધ :- કાઈ ખબર તો પડતી નથી....આ શબ્દ બોલ્યા પહેલા હજાર વખત વિચારવું પડે.....આ બોલવામાં સહેલો છે..પણ તેની અસર દર્દનાક હોય છે....જે માં - બાપ એ છોકરાઓને જે જોઈએ તે લાવી આપે,,બધી જીદ્દ પુરી કરે...પેટે પાટા બાંધીને ઘર ચલાવે...મોટા કરે...અને પછી તે જ છોકરા કહે કે તમને શુ ખબર પડે...એટલે માં - બાપ તેમનું જીવન નિષ્ફળ ગયું તેમ વિચારે....રડવા લાગે ,,એકલતા અનુભવે,,તેમનો ઘડપણ નો સહારો જતો રહ્યો તેમ વિચારે....અને તે ખરેખર હકીકતમાં ઢીલા પડી જાય છે..અને તેમને જીવન જીવવાનો રસ ઉતરી જાય છે....તેથી આ શબ્દ બોલતા પહેલા હજાર વખત વિચારજો....અને હા તમે પણ એકદિવસ માં કે બાપ બનાવના જ છો....જેવું કરશો તેવું ભરશો તે જ કુદરતના ચોપડા નો નિયમ છે....