ભાગ-૭
જીતુભાઇ અને શોભનાબેન ઘરે પહોચી જાય છે...
આનંદ જયારે સાંજે સરકારી કોલેજ માંથી ઘરે આવે છે ત્યારે...
આનંદ :- મમ્મી આવી ગયા તમે...
શોભનાબેન :- હા બેટા,આવી ગયા...શુ બનાવું જમવામાં?
આનંદ :- કઢી અને રોટલા બનાવો મમ્મી,,હમણાં થી ખાધા નથી...
શોભનાબેન :- તને આવડે તો છે.. બનાવી ને ખાઈ ના લેવાય...
આનંદ:- પણ તમારા જેવા ના અવડે મમ્મી....
શોભનાબેન :- સારું ,,બનાવું તારા માટે કઢી અને રોટલા...
આનંદ :- સારું મમ્મી...અને હા... ઉમંગ શુ કરે છે અને તેની તબિયત સારી છે ને....
શોભનાબેન :- હા..સારી છે...
આનંદ :- આખો દિવસ ભણ ભણ કરતો હશે નઈ...ક્યારે આવાનો છે અહીં....
શોભનાબેન :- ઉદાસ થઈને...નક્કી નઈ આવે પણ ખરી અને ના પણ આવે..
આનંદ :- અધિકારી બનીને જ આવશે કે શુ?
શોભનાબેન :- ધીમેથી...બની રહ્યો અધિકારી..
આનંદ :- કેમ મમ્મી બધા સવાલ નો ઉલટો જવાબ આપે છે..કેમ ગુસ્સામાં છે ???...શુ થયું...
(શોભનાબેન કાઈ બોલતા નથી)
(આનંદ મનમાં પપ્પાને પુછું આવે એટલે)
.
.
.
સાંજે જયારે જીતુભાઇ ધંધા પરથી ઘરે આવે છે...
થાકના કારણે ખાટલામાં સુઈ જાય છે..અને બુમ પાડીને
અરે સાંભળ્યું થોડું પાણી આપજે...
શોભનાબેન :- જાતે પી લો...અહીં આવીને..
આનંદ:-ભણતા ભણતા અંદરના રૂમમાંથી બહાર આવીને પપ્પાને પાણી આપે છે...અને હાલચાલ પૂછે છે...
.
જીતુભાઇ :- બસ બેટા હાલ તો તબિયત સારી છે...
આનંદ:- ધીમેથી પપ્પાને પૂછતાં કહે છે...પપ્પા મમ્મી સવારની ગુસ્સે છે....મને કાઈ સમજાતું નથી...શુ થયું ?
જીતુભાઇ :- કાઈ નઈ દીકરા...એતો થાકી ગઈ હશે....
આનંદ:- પપ્પા કાંઈક તો ટેન્શન હશે ત્યારે જ મમ્મી આવું કરે....મને કહો...
જીતુભાપાંચ ઉદાસ થઈને,,ઉમંગ ને આપણે લોન લઈને ભણવા મોકલ્યો અને તે ત્યાં જઈને બગડી ગયો છે....ભાઈબંધો નો સંગ એવો લાગ્યો છે એટલે....
આનંદ ના હોશ ઉડી ગયા.....પછી થોડા સમય બાદ
.
.
આનંદ :- પણ થયું શુ પપ્પા?
પછી જીતુભાઇ એ બધી વિગતવાર વાત કરી....
આનંદ:- પપ્પા ,,જયારે એને ભાન થશે એટલે ઓટોમેટિક સુધરી જશે...હવે આમે એને એક વર્ષ જ કોલેજ નું બાકી છે...ખોટું કાઈ એને કેવું નથી...
પછી આનંદ ઉભો થઈને મમ્મી જોડે જઈને :-
મમ્મી પપ્પા એ મને ઉમંગ વિશે કહ્યું...તુ ચિંતા ના કરે એ આપોઆપ સુધરી જશે જ્યારે માથે જવાબદારી આવશે..
શોભનાબેન :- બેટા તુ આટલો સમજદાર છે તો એ પણ તારો ભાઈ જ છે... ને એ કેમ નથી સમજદાર...
આનંદ:- મમ્મી જીવનમા ત્રણ પ્રકારના માણસ હોય છે...એક જેને પહેલેથી જ સમજણ હોય છે અને ઘરની પરિસ્થિતિ જોઈને જવાબદારી પણ....અને બીજી વ્યક્તિ જેને અમુક ઠોકરો વાગે,,અને તે ઠોકરોમાંથી શીખી ને સમજદારી આવે છે. અને ત્રીજી વ્યક્તિ જેને ઠોકરો વાગે છે..તો પણ સમજતું નથી અને ભગવાન કે ઘરના લોકો ને દોષિત માને છે..તે જિંદગીમાં નિષ્ફળ જાય છે..અને પોતાની કિંમતી જિંદગી બગાડી નાખે છે....
શોભનાબેન :- તો આપણો ઉમંગ ત્રીજી વ્યક્તિ માં આવે બેટા???
આનંદ :- ના મમ્મી,,આપણા ઘરનું વાતાવરણ લાગણીશીલ છે... અને એ પણ સમજી જશે ...ચિંતા ના કરીશ...એને ઠોકર વાગશે એટલે સુધરી જશે....
દીકરો તો તારો જ છે ને...એતો બહારની થોડી હવા લાગી છે...એતો આપોઆપ ઉતરી જશે...
શોભજનાબેન :- બેટા,,એને સુધારવાનો કોઈ ઉપાય તો હશે ને....તારું માની જશે...તુ જઈને વાત કર....
આનંદ :- મમ્મી,,જુઓ અત્યારે આપણે એને સમજાવીશું તો એ નઈ સમજે,,અને તેના જિદ્દી સ્વભાવ ને કારણે ઊંધુ પડશે..તેને એવું લાગશે કે આપણે તેના દુશ્મન છીએ...
તુ ચિંતા ના કર,,,ભગવાન પર ભરોશો રાખ..આમ કહીને આનંદ મમ્મી ને ભેટી પડે છે...
આમ તો ઘરમાં ઉદાસનું વાતાવરણ હતું..પણ આનંદ ની સમજણ અને પોઝિટિવિટી થી શોભનાબેન અને જીતુભાઇ ને સંતોષ થયો..
.
.
.
.
ચાર - પાંચ દિવસ પછી.....કાંઈક એવું થાય છે જે વાર્તાને અલગ મોડ પર લઈ જશે.....
બોધ:- આનંદ સરકારી કોલેજ માં રહીને પણ ભણે છે....જેને હકીકત માં ભણવું છે એ ગમે ઈ પરિસ્થિતિ માં ભણે છે...અને સારી કોલેજ માં એડમિશન લેવાથી જિંદગી સુધરી જશે એવું કાઈ હોતું નથી...મહેનત બધા માં માંગે છે.....
અત્યારના બાળકોને વહેમ હોય છે કે સારી કોલેજ કે સારું ટ્યૂશન હશે તો જ પાસ થઈશું...પણ એવું હકીકત માં હોતું નથી...એ તમારી સમજદારી અને જવાબદારી ઉપર નિર્ભય છે...