બોધ :- ઘણીવખત સમજદારી આવે તો છે પણ વધારે મોડું થઈ જાય છે...જે ઉમંગ ના કેસ માં થયું છે...
પાછળ થી પસ્તાવો થાય અને તમને એવો અહેસાસ થાય કે મે ખોટું કર્યું છે તો તે કઈ કામનું નથી..
ઉદાહરણ તરીકે:- કોઈ માણસ નું મૃત્યુ થાય પછી બધા કહે છે કે બિચારો સારો હતો..તેના મન માં કોઈ પાપ નહોતું પણ શુ કામનું? એ જયારે જીવતો હતો ત્યારે તમે તેનું જીવવાનું હરામ કરી નાખ્યું...
માં- બાપ જીવતા હોય ત્યારે તમે તેમને તરછોડો,,જ્યા ત્યાં બોલો..ઘરમાંથી કાઢી મુકો,,રડાવો...સાચે માં તમે એમને જીવતા જ મારી નાખ્યા બરાબર છે...પાછળ તમારા છોકરા તમને એવું જ કરશે...જેવું કરશો તેવું અહીં જ ભોગવીને જવાનું છે....
તમે જયારે નાના હતા,,ચાલતા પણ નહોતું આવડતુ અને જયારે જયારે તમને કાઈ પણ થાય ત્યારે માં- બાપ જોડે હોય છે..અને જયારે ઘડપણ માં માં - બાપ ને તમારી જરૂર પડે છે..ત્યારે તમે તેમનો સાથ છોડી તેમનો ધિક્કાર કરો છો..એકવાર તમારી જાતને પૂછો જો મારી સાથે સેમ આવું જ થાય તો??? રુંવાટા ઉભા થઈ જશે...
તમે જયારે પણ ખોટા રસ્તે જાઓ છો તો તમારા મનમાં એકવાર તો જરૂર અહેસાસ થાય છે..તેથી ત્યારથી જ મન ને કાબુ માં રાખવાનું...
આનંદ:- દોડતો દોડતો ઉમંગ જોડે જાય છે...
ઉમંગ :- હનુમાન ચાલીસા કરી ને મંદિર જોડે બેઠો હોય છે...
આનંદ:- ઉમંગ..ઉમંગ....ઉમંગ....મમ્મમી. .મમ્મી..
ઉમંગ :- ( આનંદ ની આંખમાં આંસુ જોવે છે.) શુ થયું મમ્મી ને? કહીને રોઈ પડે છે...બોલ ભાઈ
આનંદ:- મમ્મી ને હોશ આવી ગયો છે ભાઈ
ઉમંગ :- ઉમંગ ની આંખમાં ખુશી ના આંસુ આવી જાય છે..અને દોડતો દોડતો મમ્મી જોડે જઈને ભેટી પડે છે....
૨ દિવસ પછી ડોક્ટર રજા આપે છે..અને ઘરે જાય છે...
ઘરે જઈને ઉમંગ બધા પાસે માફી માંગી લે છે....
ઉમંગ ને વિદેશમાંથી નોકરી કરવાની ઓફર આવે છે..પણ તે ના પાડી દે છે..
વાર્તા નો સાર
આખો પરિવાર તેને બોલે છે...કે કેમ આવું કર્યું..તો તે જવાબ આપતા કહે છે કે અત્યાર સુધી તો હુ તમારાથી દૂર રહ્યો છું પણ હવે નઈ....પૈસા માટે દૂર રહીને જો એકલતા લાગતી હોય તો તે પૈસા ને શુ કામના...અસલી સંપત્તિ તો પરિવાર જ છે...પરિવાર સાથે હશે એ જ અસલી સંપત્તિ છે....અત્યાર સુધી હુ નહોતો સમજતો પણ હવે ધીમે ધીમે સમજાઈ રહ્યું છે ..કે પરિવાર સાથે બેસીને જે જમવાની મજા છે તે એકલા રહેવામાં નથી...જે ખુશી સાથે રહેવામાં મળે છે તે લાખો રૂપિયા હોય તો પણ મળતી નથી...અને હા જો ભાઈબંધી કરવી હોય તો સારા માણસ ની કરજો કેમ કે જો બાઇબંધી ખોટી હશે તો તમારી આખી જિંદગી બરબાદ થઈ જશે.....
હવે મને બધું સમજાઈ ગયું છે...કે માં - બાપ ગમે તેવા હોય અભણ હોય,ના સમજણ હોય,બોલતા ના આવડતુ હોય,લખતા ના આવડતુ હોય પણ એ આપણા માં- બાપ જ છે...જયારે આપણે નાના હતા ત્યારે અભણ જ હતા,બોલતા પણ નહોતું આવડતુ,ચાલતા પણ નહોતું આવડતુ,લખતા પણ નતુ આવડતુ ,,,એક જ જેવી પરિસ્થિતિ હતી તો પણ માં - બાપ બાળપણ માં નિસ્વાર્થ ભાવે સેવા કરતા હવે જયારે તેમને ઘડપણ આવ્યું ત્યારે આપણે તેમનો હાથ ના પકડીએ તો શરમ આવી જોઈએ આપણને આ અવતાર પર...
બાળપણ અને ઘડપણ સૌને આવે છે..તેથી તમે જેવું કરશો તેવું જ તમારા જોડે થશે..
મને થોડી સમજદારી મોડા આવી પણ આવી ગઈ..અને હા જવાબદારી પણ લઈ લીધી હોં .....આમ કહીને બધા હસવા લાગે છે.....
.....ધ એન્ડ.....
જો તમને વાર્તા સારી લાગી હોય તો મને પ્રતિભાવ આપવા વિનંતી કરું છું...અને વાર્તા માં જો કાઈ પણ ભૂલ હોય તો પણ જણાવી શકો છો..જેથી આગળ નવી વાર્તા ની રચનામાં અવશ્ય ધ્યાન રાખીશ..
આ દુનિયામાં આપણે બધા એકબીજાથી જ છીએ..
તમે સપોર્ટ કરશો તો અમને લખવાની ચાહત વધારે જાગશે અને નવી નવી સરસમજા ની વાર્તા તમારા સમક્ષ રજુ કરીશું..