સમજદારી અને જવાબદારી - ભાગ 9 Mihir Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજદારી અને જવાબદારી - ભાગ 9



ભાગ-૯

આનંદ:- પપ્પા,, ઉમંગ નો ફોન આવ્યો...

આનંદ :- હેલો...હેલો

ઉમંગ:- ભાઈ ઘર કેમ બંધ છે....??

આનંદ:- તુ ક્યાં છે હાલ ?

ઉમંગ:- મમ્મી ને હાલ કાઈ કેતો નહી..હુ ઘરે આવ્યો છું..
સરપ્રાઈઝ આપવા..ભાઈ,,, તમે લોકો ક્યાં છો?

આનંદ:- ઢીલા અવાજે,,તે બહુ મોડું કરી દીધું સરપ્રાઈઝ આપવામાં..

ઉમંગ:- શુ થયું ભાઈ? અરે કેમ રડે છે,,,મને કઈશ કે શુ થયું છે...અને તમે ક્યાં છો???

આનંદ:- દવાખાને

ઉમંગ:- ધ્રાસ્કો લાગતા...કેમ?,,શુ થયું ભાઈ?

આનંદ:- મમ્મી ને દાખલ કરી છે ચક્કર આવ્યા હતા એટલે..

ઉમંગ:- અરે ચક્કર જ આવ્યા છે ને સારું થઈ જશે...

આનંદ:- નાના મગજ માં વાગ્યું છે..તેથી કોમામાં છે..૬ કલાક થઈ ગયા હજુ આંખો ખોલી નથી..રડવા લાગે છે
..અને ૫૦,૦૦૦ પણ ભરવાના છે પછી જ ડોક્ટર આગળ કાર્યવાહી કરશે...

ઉમંગ:- હુ આવું છું સરનામું મોકલ ..હુ આવ્યો છું બધું સારું થઈ જશે...

આનંદ:- સરનામું આપે છે....
.
.
.
થોડા સમય પછી.....

ઉમંગ:- દવાખાના ની અંદર જાય છે..મમ્મી ની હાલત જોઈને તેના હોશ ઉડી જાય છે...તેને પોતાના ઉપર પસ્તાવો થાય છે અને ગુસ્સો પણ આવે છે પણ હવે કરે શુ?...

પછી તે ૫૦,૦૦૦ રૂપિયા ભરી દે છે..અને ડોક્ટર ને આગળ ની પ્રોસેસ કરવાનું કહે છે...

ત્યાર પછી તે પાપા અને ભાઈ જોડે જાય છે..અને કહે છે:- નીચે પગ પર પડી,,રડતા રડતા,, પપ્પા મને માફ કરો મને હવે સમજાઈ ગયું છે..હુ ખોટા રવાડે ચડી ગયો હતો.. માં-બાપ સાથે રહેવાની મને શરમ આવતી હતી..જે સૌથી મોટી શરમ ની વાત છે મારા માટે...આવો વિચાર જ શરમજનક છે...મને માફ કરી દો..

જીતુભાઇ :- ઉમંગ ની વાત સાંભળે છે..પછી કાઈ બોલ્યા વિના જતા રહે છે....

(ઉમંગ ને ખુબ જ પસ્તાવો થાય છે અને રડવા લાગે છે...)

પછી તે મમ્મી જોડે જાય છે.અને મમ્મી નો હાથ પકડીને રડતા રડતા બોલે છે..મમ્મી મને માફ કરી દે. ..હવે ભૂલ નઈ કરું...મારામાં ઘમંડ આવી ગયો હતો અને ખોટા ભાઈબંધો ને કારણે હુ ખોટા રવાડે ચડી ગયો હતો..અને જેને મને જન્મ આપ્યો છે..તેમને જ મે તરછોડ્યા,,હવે મને ભગવાન પણ માફ નઈ કરે...તુ મને રોજ ફોન કરતા હતા પણ હુ ઉપાડતો નહોતો તમને કેટલું દુઃખ થતું હશે કે જે છોકરા ને જીવથી પણ વધારે સાચવ્યો તે ફોન માં વાત પણ કરવા નથી માંગતો...જે જોઈતું હતું તે બધું લાવી આપ્યું..મોજશોખ માં ને લોભલાલચ માં મારી સાચી સંપત્તિ ને ભૂલી ગયો પણ હવે મને સમજાઈ ગયું છે.. મમ્મી મને માફ કરી દો..
.
.
.
મમ્મી ના આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા...
ઉમંગે તરત જ ડોક્ટર ને બોલાવ્યા...આનંદ અને જીતુભાઇ પણ આવી ગયા....
.
.
ડોક્ટર:- જુઓ,,,આ કોમામાં છે તેથી તમે જે કાઈ બોલશો એ આમને સંભળાય છે અને ખોટા દુઃખી થશે..આમાં હોશ પણ આવી શકે અથવા બ્લડ પ્રેશર પણ વધી શકે..તેથી તમે વાતચીત બહાર કરો..
.
.
ઉમંગ રોજ સવારે હનુમાન ચાલીશા કરવા લાગ્યો...
.
.
થોડા દિવસ પછી...
ઉમંગ હનુમાન ચાલીસા કરતો હતો અને આનંદ દોડતો દોડતો આવ્યો અને તેના આંખમાં આંસુ જોઈને ઉમંગ ને ધ્રાસ્કો લાગ્યો...

ભાગ -૯ નો બોધ ભાગ 10 માં આવશે. મિત્રો વાર્તા તમને ગમી હોય તો અવશ્ય તમારી ફેમિલી, મિત્રમંડળ માં શેર કરજો.જેથી અમને પણ પ્રોત્સાહન મળી રહે.અને આવી સામાજિક વાર્તા તમારા સમક્ષ રજુ કરીએ. આ વાર્તા નો ભાગ-૧૦ ટૂંક જ સમય માં આવશે. જે આ વાર્તા નો છેલ્લો ભાગ રહેશે.