સમજદારી અને જવાબદારી - ભાગ 2 Mihir Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજદારી અને જવાબદારી - ભાગ 2


ભાગ -૨



મિત્રો,હવે આપણે થોડું આનંદ અને ઉમંગના પરિવાર વિશે જાણી લઈએ. પપ્પાનું નામ જીતુભાઇ અને માતાનું નામ શોભનાબેન.જીતુભાઇ સલુન માં કામ કરે છે અને શોભનાબેન ઘરકામ.. આ પરિવાર મીડીયમ વર્ગ પરિવાર છે.અને તમને ખબર જ હશે કે મીડીયમ વર્ગનો પરિવાર ઘર કેવી રીતે ચલાવે.પણ વાત આવે સંતાનોની તો ગમે ઈ કરીને તેમની ઈચ્છા પુરી કરી દે.

બંન્ને ભાઈઓ હવે 5 માં ધોરણ માં આવી ગયા છે. તેમની સ્કૂલમાં આજે પ્રવાસ અંગેની જાહેરાત કરી બધા છોકરા રાજી રાજી થઈ ગયા, કેમ કે જવાનું હતું મેળામાં..

ઉમંગ અને આનંદ ઘરે ગયા પછી સાંજે જેવા મમ્મી અને પાપા સાથે જમવા બેઠા તરત જ ઉમંગ બોલ્યો :- પાપા,,આજે અમારી સ્કૂલમાં પ્રવાસ ની જાહેરાત કરી છે. અને ઊંઝા મેળા માં જવાનું છે. તો મારે અને ભાઈ ને જવું છે.

પાપા બોલ્યા :- હા હા જવાનું જ ને ,,ફરવા જાઓ તો નવા નવા માણસો ને મળો,,કંઈક નવું શીખો.પછી થોડો શ્વાસ લઈને પાપા ધીમેથી બોલ્યા કેટલી ફી છે બેટા ?


આનંદ એ જવાબ આપતા કહ્યું :- 500 રૂપિયા 1 વિદ્યાર્થી ના ...હુ અને ભાઈ જઈશું તો 1000 રૂપિયા થાશે...

પછી તરત જ મમ્મી બોલી :- પહેલા જમી લો પછી શાંતિથી બધી વાત કરીયે...

હવે ઉમંગ તો જિદ્દી હતો એ મમ્મી ની વાત પૂરી થતાની જ સાથે બોલ્યો હુ તો જવાનો જ છું...મારા બધા ભાઈબંધ જવાના છે.
આનંદ વિનમ્રતાની સાથે બોલ્યો :- જો મમ્મી અને પાપા ની રજા હોય તો હુ પણ આવીશ ભાઈ.

પપ્પા એ બંન્ને ને સમજાવતા કહ્યું :- જુઓ હાલ ઠંડી વધારે છે તો ખોટા જઈને બીમાર પડશો.. પછી બંન્ને ભાઈ,હુ અને મમ્મી એમ આપણે ચારેય મેળામાં જઈશું,,પાક્કું

પણ ઉમંગ એકનો બે થાય તેમ નહોતો પાપાને કહ્યું કે મારા બધા ભાઈબંધ જવાના છે. અને મેળો રોજ રોજ થોડી આવાનો છે.હુ તો જઈશ જ..અને જમવાનું જમ્યા વગર જતો રહ્યો..

પછી આનંદ પપ્પાની સામે જોઈને બોલ્યો :- હુ એને સમજાવીશ..

બધાના પ્રયત્ન ને અંતે ઉમંગ માન્યો નઈ અને એકનો બે ના થયો..પપ્પા એ મમ્મી ને રાત્રે વાત કરી કે કોઈની જોડે ઉધાર માંગી લઈશ.. છોકરા ખુશ તો આપણે પણ ખુશ,,આમે મેળો ક્યાં રોજ આવાનો છે....

ત્યારે આનંદ પાછળથી બધું સાંભળી ગયો...અને પપ્પા જોડે ગયો અને કીધું પપ્પા મારે જવાની ઈચ્છા નથી,,મેળામાં જઈને શુ કરવું છે.બે મહિના પછી પરીક્ષા છે..પપ્પા એ કહ્યું ના તુ પણ ભાઈની સાથે જા..પપ્પાનો અવાજ કઠણ થઈ ગયો જયારે બોલ્યા કે એતો મારે એક ભાઈ જોડે પૈસા લેવાના છે,,,.

આનંદ સમજી ગયો કે પપ્પા ખોટું બોલે છે...અને આનંદ એ બહાનું નીકળતા કહ્યું પપ્પા મને તાવ પણ આવે છે..એટલે હાલ તો નઈ જવ...મમ્મી કહ્યું કે ઠીક છે. પપ્પા આનંદ સામે જોઈને કહ્યું કે બેટા તને આટલી ઉંમરે પણ સમજ છે..મને ગર્વ થાય છે.એમ કહીને ભેટી પડે છે.

આમ આનંદ તો માની જાય છે.પપ્પા, મમ્મી,આનંદ,, ઉમંગ ના રૂમ માં જાય છે... ઉમંગ એ તો રડવાનું ચાલુ કરી દીધું
અને રડતા રડતા બોલે છે :- મમ્મી મારે જવું જ છે.હું તો જઈશ જ..પપ્પા એ કહ્યું હા બેટા,,જવાનું છે તારે ચાલો હવે રોવાનું બંધ કરી દો ...પછી ઉમંગ બોલે છે ભાઈ આવાનો છે ને,,તરત જ આનંદ બોલ્યો ભાઈ મને તાવ આવે છે એટલે હુ નઈ આવું...ઉમંગ કહે ઠીક છે પણ હુ તો જઈશ...પછી બન્ને ભાઈ ને સુવડાવી ને મમ્મી અને પપ્પા બહાર નીકળી જાય છે...

જીતુભાઇ મુંજવળ માં હતા ત્યારે મમ્મી એ સામે જોઈને કહ્યું કે મારે જોડે સોનાની બુટ્ટી છે એ આપી દઈએ...
પપ્પા એ ના પાડતા કહ્યું કે ગાંડી થઈ ગઈ છે કે શુ?
સોનાની બુટ્ટી તો તને લગ્નમાં પપ્પા એ આપી છે,,,બુટ્ટી નથી આપવી એતો હુ કઈંક કરું છું
ત્યારે શોભનાબેન એ કહ્યું આપણે કોઈની પાસે હાથ નથી લંબાવો,,એતો છોકરાઓ મોટા થઈને કરાવશે બુટ્ટી,,હાલ હુ આપી દઈશ..પછી જીતુભાઇ બોલ્યા વગર રૂમમાં જતા રહે છે.
બીજા દિવસે,,
મમ્મી,,, ઉમંગ અને આનંદ ને લેશન પૂરું કરવાનું કહી ને માર્કેટ માં જાય છે. અને શાકભાજી લઈને વળતા ચીના ભાઈ સોની ને ત્યા જાય છે અને સોનાની બુટ્ટી આપી દે છે. શોભનાબેન નું મન થોડા સમય માટે ડગમગ થાય છે.પણ દીકરાથી વધુ શુ હોય.. આમ તેઓ 700 રૂપિયા લઈને ઘરે પરત ફરે છે.

મિત્રો સમજાય કે,,, તેથી જ કહેવાય છે મ-બાપ ભગવાન નું જ સ્વરૂપ છે.જે પોતાના દીકરાની ખુશીયો માટે કઈ પણ કરી શકે છે. પોતાના જીવથી પણ વ્હાલા દીકરા હોય છે.

પછી ઉમંગ ને મમ્મી પ્રવાસ ના 500 રૂપિયા અને વાપરવા 100 રૂપિયા આપે છે.અને આનંદની સમજદારીથી ખુશ થઈને તેને 100 રૂપિયા વાપરવા આપે છે.

બીજા દિવસે મમ્મી સવારે છ વાગે ઉમંગ ને નવા કપડાં પહેરાવે છે,, આડી પાથી પાડીને સરસ મજાનું માથું ઓળાવી આપે છે.અને નાસ્તો પણ આપે છે.સાથે પાણી ની બોટલ પણ આપે છે.પછી મમ્મી,પપ્પા અને આનંદ પ્રાથમિક શાળા સુધી ઉમંગ જોડે જાય છે..અને ઉમંગ ને બસ માં મૂકીને પાછા વળતા થાય છે..

આમ ઉમંગ જીદ્દ કરીને પ્રવાસ જાય છે..

બોધ:- આજકાલ ના છોકરાઓ પોતાની જીદ્દ ના કારણે મમ્મી-પપ્પા ની આર્થિકતા અને પરિસ્થિતિ સામું જોતા નથી કે મમ્મી -પપ્પા કેટલી કાળી મજૂરી કરીને છોકરાઓ ને ભણાવે છે,,અને છોકરાઓ પોતાના મોજ્- શોખ માં બધું વાપરી દે છે. આ તો એક નાની જીદ્દ હતી પણ છોકરાઓ ની બધી જીદ્દ પુરી કરતા તે જિદ્દી થઈ જાય છે..અને કંઈક એવું કરે છે કે માં - બાપ ને શરમ ના કારણે માથું નીચું કરવું પડે છે..

ભાગ-3 માં પણ કઈંક નવો બોધ શીખવા મળશે...