સમજદારી અને જવાબદારી - ભાગ 1 Mihir Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજદારી અને જવાબદારી - ભાગ 1

ભાગ - ૧

કેમ છો મારા વ્હાલા મિત્રો ?

હું આશા રાખું છું કે તમે ખુશખુશાલ જ હશો. મિત્રો હસતા રહો.. ઉદાસ નહી થવાનું યાર,,બિન્દાસ રહો,, મોજ માં રહો.

મારું નામ મિહિર પારેખ છે.હું એકવીશ વર્ષનો છું. અને હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો અભ્યાસ કરું છું.મને લખવાનો ખુબ જ શોખ છે.તેથી હું તમારા સમક્ષ એક લાગણીશીલ અને હુનરબદ્ધ વાર્તા રજુ કરીશ જે તમને અવશ્ય ગમશે.

તો ચાલો હવે હું તમારા સમક્ષ એક સારી વાર્તા રજુ કરીશ જેમાંથી કંઈક નવું શીખવા મળશે અને સાથે સાથે તમારા આવનારા જીવન માં ખુબ જ મદદરૂપ થશે.વાર્તાનું નામ છે સમજદારી અને જવાબદારી.

મિત્રો સમજદારી અને જવાબદારી ખુબ જ નજીકના જોડાયેલા શબ્દો છે. આ વાર્તા માં બે પાત્રો ખુબ જ મહત્વના છે ઉમંગ અને આનંદ. જેમાં એક પાત્ર ને સમયસર સમજદારી ની સાથે સાથે જવાબદારી આવી જાય છે.અને બીજા પાત્રને સમયસર સમજદારી અને જવાબદારી આવતી નથી તો આ બંને ની જિંદગી કેવી હશે? આ બંને નું ભવિષ્ય કેવું હશે? જિંદગી માં કેટલા આગળ વધશે? જે આ વાર્તા માંથી કંઈક શીખ મળશે તો ચાલો મિત્રો હવે વાર્તા ની શરૂઆત કરીએ વાર્તા ખુબ રહસ્યમય થવાની છે.

મહેસાણા જિલ્લામાં આવેલા ઉદલપુર ગામમાં રહેતા બે ભાઇઓની વાત છે.અને હા,, મિત્રો મહેસાણા જિલ્લા ની ભાષા ની વાત આવે એટલે ખબૂ જ આનંદ થાય.આનંદ નહી પણ હા.હા.હા મોજ પડી જાય.મહેસાણા ને મેહોણા,,પાણી ને પોણી..શુ કરે છે ની જગ્યાએ હુ કરે છે.આવા શબ્દો નો ઉપયોગ થાય છે..

આનંદ અને ઉમંગ બે એવા ભાઈ કે એકબીજા વિના રહી ના શકે. અત્યારે આનંદ અને ઉમંગ પહેલા ધોરણ માં ભણે છે. આનંદ અને ઉમંગ નિશાળે જવા નીકળે છે.ઉમંગના ગાળામાં નાની પાણીની બોટલ છે.અને નાના છોકરા ના શાળા ના કપડાં ની વાત થાય તો શર્ટ અને ચડ્ડી હોય જે ઉમંગ અને આનંદ પહેરીને શાળા તરફ જઈ રહ્યા છે. અને ચાલતા ચાલતા તેમનો વાર્તાલાપ ચાલુ થાય છે. નાના છોકરાઓ ભગવાન નું સ્વરૂપ હોય છે. તેમનો ભાવ નિર્દોષ અને નિસ્વાર્થ હોય છે.

*આનંદ બોલે કે :- ઉમંગ તું મોટો થઈને શુ બનીશ ?
*ઉમંગ જવાબ આપતા કહે કે :- હું તો ડોક્ટર બનીશ બકા.તું છું બનીશ?
*આનંદ બોલે છે :- હું તો પોલીશ બનીશ અને તું ખોટું કામ કરીશ તો તને જેલમાં પુરી દઈશ. આપણે મોટા થઈને સારા વ્યક્તિ બનીશું.હો ભઈલું..

પછી બંને ભાઈઓ વાતો કરતા કરતા ગુજરાતી પ્રાથમિક શાળા એ પહોંચી જાય છે. પછી બપોરે બાર વાગે રીશેષ પડે તેની જ બધા છોકરા રાહ જોતા હોય છે ઉમંગ મનોમન વિચારે છે કે મારી મમ્મી એ ટિફિન માં આજે તો મસ્ત બિસ્કિટ અને વઘારેલા મમરા આપ્યા છે. પછી રીશેસમાં આનંદ ઉમંગ ને ખવડાવે છે..અને બોલે છે. ભાઈઆપણે મોટા થઈશું તોય એક જ ટિફિન માં ખાઈશું ઠીક છે ભઈલું...ત્રણ વાગે શાળા નો બેલ વાગ્યો. તેવા જ બધા બાળકો કિલ્લોલ કરતા દોડીને બહાર જતા હતા સાથે સાથે બંને ભાઈઓ પણ દોડીને નીકળવા જાય છે. અને ઉમંગ જેવો જ દોડવા જાય છે તેવી જ પગ લપસી જતા પડી જાય છે.અને રોવા લાગે છે. આનંદ આવી ને તેના ભાઈ ને ઉભો કરે છે અને કહે છે હું શુ ને તારી સાથે ભઈલું કઈ નઈ થાય...આમ કહેતા જ ઉમંગ હસી પડે છે. અને પછી બંને ભાઈઓ કુદતા કુદતા ઘરે જાય છે.ઘરે જઈ ને દફતર મૂકીને બન્ને ભાઈઓ ભાઈબંધ જોડે રમવા જાય છે.પછી રમી ને સાંજે સાથે જમવા બેસે છે.અને ધાબા પર તારા ગણતા ગણતા વાતો કરતા કરતા હસતા હસતા સુઈ જાય છે.આમ આનંદ અને મસ્તીથી બંન્ને ભાઈઓ નો રોજ દિવસ પસાર થાય છે.

પ્રાથમિક શાળા માંથી પ્રવાસ નું આયોજન થાય છે.અને બન્ને ભાઈઓ જવાની જીદ કરે છે.અને પછી કંઈક એવી ઘટના થાય છે.જે તમને આશ્ચર્યમય બનાવી દેશે.