પ્રેમ કરતાં પહેલાં, પ્રેમ કર્યા પછીએક વ્યક્તિનો બીજી વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ કદી જાહેર ન હોઈ શકે. જ્યારે એ જાહેર બને છે ત્યારે એ પ્રેમ ન મટીને દેખાડો બની જાય છે. બે વ્યક્તિ મળે અને એક સંબંધ બંધાય ત્યારે એમાં પવિત્રતા વિના બીજું કશું જ સંભવી ન શકે. એ સંબંધ લગ્નમાં પરિણમે કે ન પરિણમે એનું બહુ મહત્ત્વ નથી.
માણસ શા માટે પ્રેમમાં પડતો હશે? એક અનંત પ્રશ્ન છે. જવાબ મેળવવાનો પ્રયાસ કરતાં પહેલાં એક વાત. લેખક મનોહર શ્યામ જોશીએ એક મુલાકાતમાં કહ્યું હતું, “જેની સાથે બૌદ્ધિક અથવા માનસિક નિકટતા અનુભવતા હો અને જેની સાથે લાગણીની નિકટતા અનુભવતા હો તેની સાથે શારીરિક નિકટતા પણ સર્જાય એ બહુ સાહજિક છે.” જોશીજીનું આ વિધાન વી આર જસ્ટ ફ્રેન્ડ્સ’ કહેતાં બે મિત્રોને પોતાના સંબંધો વિશે ફરી એક વાર વિચારતા કરી મૂકે. જોકે, આ વિશે અહીં ચર્ચા કરવાની નથી. મુદ્દો છેઃ આપણે પ્રેમમાં શા માટે પડીએ છીએ?
બે વ્યક્તિઓ પોતપોતાની આશા, આકાંક્ષા, અપેક્ષાને પરિપૂર્ણ થતી જોવા માટે એકબીજા પ્રત્યે આકર્ષાય છે. આનંદ, સંતોષ કે ભવિષ્યની આશાઓ દરેકના મનમાં પ્રગટ યા અપ્રગટપણે રહેવાની. સામેની વ્યક્તિમાં આપણી તમામ અપૂર્ણ ઇચ્છાઓને સાકાર થતી જોવાનું સપનું આપણે સેવીએ છીએ. સપનાંઓ હંમેશાં અતિશયોક્તિભર્યાં હોવાનાં. પોતે જે કંઈ પામી શક્યા નથી એ તમામ સામેની વ્યક્તિ પાસેથી પામવાની ઝંખનાને કારણે પ્રેમ સર્જાય છે.
પ્રેમની પ્રથમ પળ પછી સપનાંઓની ખૂબ મોટી ભરતી આવે. મોજાંઓ ૫૨ સવાર થયેલી આકાંક્ષાઓ મેઘધનુષી દેખાય. કોઈકના જીવનમાંની સૌથી અગત્યની વ્યક્તિ બની રહેવાનો ઉન્માદ હોય. દુનિયાની પરવા કર્યા વિના ગાંડાતૂર બનીને પોતાનું તમામ અસ્તિત્વ નિચોવીને કોઈકની પાસે ઠલવાઈ જવાનો અનુભવ સ્વર્ગની કલ્પના કરતાં વધુ રમણીય લાગે. અપાર સુવર્ણમય શક્યતાઓ નજર સામે ઊઘડતી દેખાય. આ એ તબક્કો છે જ્યાં વિકલ્પો, સમાધાનો અને ત્યાગનો પ્રવેશ નથી થયો. ગેરસમજ થવાની કે ભ્રમ દૂર થઈ જવાની ક્ષણો હજુ સર્જાઈ નથી. આકાશમાં ખૂબ ઊંચે વિહરતા હોવાની અત્યારની લાગણી કાયમ ટકી રહેશે એવી પાકી ખાતરી છે. આ વખતે તો એની પ્રાપ્તિ થશે જ જેની ઝંખના છે. મનમાં શ્રદ્ધા છે કે જિંદગીની શરૂઆત નવા છેડાથી કરી શકાશે.
પ્રેમના પ્રાથમિક તબક્કામાં બે આશાઓ હોય. એક, બાળપણથી માંડીને નજીકના ભૂતકાળમાં થયેલા તમામ હૂંફાળા અને સલામતી આપતા પ્રસંગો આ સંબંધમાં દોહરાવાય એવી આશા. અને બે, બાળપણથી માંડીને નજીકના ભૂતકાળમાં થયેલા તમામ કડવા અનુભવોની યાદ અને આ દરમિયાન અનુભવેલી અસલામતીની લાગણી ભૂંસાઈ જાય એવી આશા. જરૂરી નથી કે આ આશાઓ ખુલ્લંખુલ્લા આપણા મનમાં હોય. અપ્રગટપણે મનના કોઈક ખૂણે સંતાયેલી હોવાની.
પોતાના મનમાં જે વિચારોનો અને જે લાગણીઓનો પ્રવાહ ચાલી રહ્યો છે તે પોતાના નહીં પણ સામેવાળી વ્યક્તિના મનમાં ચાલી રહ્યો છે એવી માન્યતાને માનસશાસ્ત્રીઓ પ્રોજેક્શન કહે છે. પ્રેમમાં આશાભર્યાં સપનાંઓથી શરૂ કરીને ભ્રમનિરસનના દિવસો સુધીની સફર વચ્ચેનો આ પ્રોજેક્શનનો ગાળો સમજી લેવા જેવો છે. એક સાદોસીધો દાખલોઃ નાનું બાળક રાત્રે પોતાના રૂમની લાઇટ બંધ કરવાની ના પાડતાં એની
મમ્મીને કહે છે: “મારા ટેડી બેરને અંધારામાં બીક લાગે છે." બીક કોને લાગે છે તે આપણે સમજીએ છીએ. પોતાની બીકનું આરોપણ બાળક ટેડી બેરમાં કરે છે. પોતાની લાગણી પ્રગટ ન થવા દેવી અને બીજામાં એવી લાગણી છે એવું કહેવું એનું નામ પ્રોજેક્શન.
તું કેમ આજકાલ મારાથી નારાજ રહે છે એવો પ્રગટ પ્રશ્ન આપણા પ્રોજેક્શનનો એક ભાગ છે. આપણે મનોમન વિચારીએ છીએ કે સામેની વ્યક્તિની મારા પ્રત્યેની ચાહત ઓછી થઈ ગઈ છે ત્યારે વાસ્તવમાં આપણો એના માટેનો પ્રેમ ઓછો થઈ ગયો હોય છે. રોજબરોજના વ્યવહારોમાં જ્યાં ને ત્યાં પ્રેમની ગેરહાજરી મહેસૂસ કરીને ઝઘડો કરી નાખનારી વ્યક્તિ જાણતી જ નથી કે અંધારાની બીક ટેડી બેરને નહીં, પોતાને લાગે છે. છાશવારે સામેની વ્યક્તિના પ્રેમમાં દોષ શોધનારને ખબર નથી કે આ જ બધાં કા૨ણોસ૨ વાસ્તવમાં પોતે દોષિત છે. પ્રોજેક્શનને કારણે પોતાના દોષ સામેની વ્યક્તિમાં દેખાતા રહે છે.
આવાં પ્રોજેક્શનોને કા૨ણે પ્રેમમાં મોટા ભાગનો ભાર બેમાંથી એક જ વ્યક્તિએ ઉપાડવો પડતો હોય છે. કયો ભાર? પોતાની તેમ જ સામેની વ્યક્તિની – બેઉની અકળામણોનો ભાર. પોતાના પર કરવામાં આવતા નાના નાના બેવજૂદ આક્ષેપોનો ભાર. સામેની વ્યક્તિ વિશે ફરિયાદ નહીં કરી શકવાનો ભાર. માણસ પ્રેમ કરે છે પોતાનાં સપનાંઓ સાકાર કરવા માટે, પોતાની ખુશી માટે, પોતાના સંતોષ માટે. આવું
કરતી વખતે સામેની વ્યક્તિનાં પણ સપનાં સાકાર થઈ જાય, સામેની વ્યક્તિને પણ ખુશી અને સંતોષ પ્રાપ્ત
થાય તો એ આડલાભ છે, હેતુ એવો નથી હોતો. સામેની વ્યક્તિને ખુશ જોવાની ઇચ્છામાં પણ છેવટે તો
પોતાના માટે સંતોષ મેળવવાનો હેતુ રહેલો હોય છે. અહીં સવાલ એ ઊભો થાય કે શું પ્રેમ સ્વાર્થી છે? જો પ્રેમ સ્વાર્થી હોય તો પ્રેમમાં એકમેકની લેવાતી નિર્દોષ કાળજીને શું કહીશું? એકમેકનાં સુખદુઃખમાં સહભાગી થઈને પરસ્પરની લાગણીઓને સરખે હિસ્સે વહેંચી લેવાની તમન્નાને શું કહીશું?
પ્રેમનો આરંભ કદાચ સ્વાર્થને કારણે થતો હશે. પ્રેમનો વિકાસ થતો જાય એમ આ સ્વાર્થ એક વ્યક્તિનો મટીને બેઉનો સહિયારો સ્વાર્થ બની જતો હોય છે. બેઉ વ્યક્તિના સ્વાર્થની દિશા એક બની જાય ત્યારે માણસ પોતાની હારને પ્રિય વ્યક્તિની જીત ગણીને ઊજવતો હોય છે.
પ્રથમ પ્રેમનો પહેલો નશો ઊતરી જાય ત્યારે ખબર પડે કે દુનિયા જેવી કલ્પી હતી એવી સોનેરી નથી. આ દુનિયામાં પોતાની એક અલગ નાનકડી દુનિયા બનાવીને રહેવું દર વખતે કે બધા માટે શક્ય નથી. સમાધાન શબ્દનો અર્થ હવે સમજાતો જાય છે.
આશા, ઉન્માદ, ગેરસમજ અને ભ્રમનિરસના તબક્કાઓને સફળતાપૂર્વક પાર પાડનાર પ્રેમ જિંદગીની મોંઘી જણસ બની જાય. ક્યારેક આ પ્રેમ આગળ ન ચાલતાં ત્યાં જ પૂરો થઈ જાય તો પણ સાચો પ્રેમ પૂરો થાય ત્યારે વ્યક્તિ પોતે વધુ સંપૂર્ણ બને. ખાલીપો લાગતો હોવા છતાં પોતાનામાં રહેલી અધૂરપ ઓછી થઈ જાય. પ્રિયજન જો ખરેખર પ્રિય હોય તો છૂટાં પડતી વખતે બન્ને વ્યક્તિ પોતપોતાની રીતે વધુ સમૃદ્ધ બને છે, વધુ ઉમદા મન ધરાવતી થાય છે. કોઈના ગયા પછી ભણકારાના સહારે પણ જિંદગી સમૃદ્ધ થઈ શકતી હોય છે.
પ્રેમ માટે જિંદગી કે જિંદગી માટે પ્રેમસાચો પ્રેમ કોને કહીશું? જટિલ સવાલ છે. પ્રેમ એટલે શું અને સાચું કે સત્ય એટલે શું – દુનિયાના સૌથીભા રખમ સ વાલોમ ાના આ બે સવાલ છે. અત્યા` ૨ માત્ર આટલું જ વિચારીએઃ ખરો પ્રેમ કોને કહેવાય? એક જ વાક્યમ । જવાબ આપવો હોય તો કહેવાનું કે જે પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે એ ખરો પ્રેમ
પ્રેમની પ્રત્યક્ષ ક્ષણો જીવનમા કેટલી? પ્રિયપાત્રની સાથેના સતત સંપર્કની કે સતત સહવાસની ક્ષણો કેટલીજીવનમા? આ પ્રત્યક્ષ ક્ષણોમા મળેલી સમૃદ્ધિ જીવનના બાકીના સમયમા છલકાવી જોઈએ. રોજ તમે એને બેકલાક મળ્યા તો એ બે કલા કમંદ પ્રાપ્ત થયેલી સુગંધ બાકીના બાવીસ કલાકમા પ્રસરી જવી જોઈએ. અઠવાડિયેએક જ વખત મળ્યા તો બાકીના છ દિવ સમા અને મહિને કે વર્ષે એક વાર મળ્યા તો બાકીના મહિના કેબાકીના વર્ષ દરમિયાન એ મહેક પ્રસરતી રહેવી જોઈએ. કારણ? કારણ કે પ્રેમ માટે જીવન નથી, જીવન માટેપ્રેમ છે. જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માણસના મનમા, હૃદયમા પ્રેમન ૧ લાગણી જન્મે છે અને એ લાગણીને સંતોષવાની ઇચ્છા જન્મે છે. જિં દગીના મેઇન્ટેનન્સ માટે, એની જાળવણી માટે પ્રેમ અનિવાર્ય છે.
આ અનિવાર્યતા પર વધુ પડતો ભાર મૂકી દે છે લોકો. એના મહત્ત્વ અંગે ગરબડ કરી મૂકે છે અને પ્રેમખાતર આખી જિંદગી દાવ પર લગાડી દે છે. પ્રેમની કન્સેપ્ટને વધુ પડતી રોમૅન્ટિસાઇઝડ કરી નાખવાથીઆવા વિચારો જન્મે છે. જે મ ખોરાકનું મહત્ત્વ જિંદગીમા છે એ જ રીતે પ્રેમનું મહત્ત્વ જિંદગીમા છે. જીવવામાટે ખાઈએ છીએ આપણે, ખાવા માટે ન થી જીવતા.
સવાલ પ્રાથમિકતા નક્કી કરવાનો છે. પ્રેમ કરવાને કા૨ણે અથવા તમે પ્રેમમા છો એ હકીકતને કારણે તમારું રોજિંદું કામ ત મે વધો૨ સારી રીતે કરી શકો છો કે નહીં? આ સવાલ સાચા પ્રેમની કસોટી છે. જો હા, તો તમેસાચા માર્ગે છો. તમારો પ્રેમ સાચો છે. જે પ્રેમ તમને જીવનમા આગળ લઈ જાય, જીવનના અન્ય કાર્યો કરવામાટે જે પ્રોત્સાહન આપે, સહાયરૂપ થાય તે પ્રેમ પુણ્યશાળી છે.
પણ જે પ્રેમને કારણે તમારું જીવન ખોરવાઈ જતું હોય એવું લાગે, તમારી રોજબરોજની જિંદગી, તમારી અગત્યની ક ાર્યો પાટ પરથી ઊથલી પડતા હોય તો એ પ્રેમ વિશે તમો ૨ પુનર્વિચાર કરવો પડે. રોજ કલાકોસુધી તમે એને એકાન્તમા મળી શકતા હો કે રોજ કલાકો સુધી તમે એના વિશે જ વિચાર્યા કરતા હો ત્યો૨થોડાક જ સમયમા આ પ્રેમ તમારા જીવ નની ગતિને અસ્તવ્યસ્ત કરી નાખે છે. પ્રેમ ભલે યથાવત્ રહેતો હોયપણ તમારું કામ, તમારા જીવનના હેતુઓ, લક્ષ્યો, આ દર્શો, સપનાઓ બધું જ ધીમે ધીમે ખોરવાઈ જાય છેત્યો૨ વખત જતા ખુદ પ્રેમ પણ ખોરવાઈ જાય છે. માણસનું કામ મ ત્ર ભૌતિક ઇચ્છાઓ સંતોષવા નથી થતુંહોતું. પોતાનામા પડી રહેલી શક્યતાઓને ઉછે૨વા માટે પણ માણસ નવા કામ હાથમા લઈને નવા પડકારોઉપાડી લેવાનું પસંદ કે૨ છે. પ્રેમ કરવા રોકાઈ જશું તો આ પડકારોને પહોંચી વળવાની ગતિ થંભ ૧ જશે.
ખેરખર તો પ્રેમ કરવા રોકાવાનું જ ન હોય. પ્રેમ જિંદગીની પ્રગતિનો એક અનિવાર્ય હિસ્સો બની જાયપછી એ તમને રોકી રાખવાનો બદલે વધુ ને વધુ આગળ જવા પ્રોત્સાહન આપતો રહે છે. તમારામા ધરબાઈનેપડી રહેલી પરંતુ હજુ સુધી બહાર ન આવેલી શક્તિઓને, તમારી ઢંકાયેલી ખૂબીઓને પ્રગટાવવામા જેઉદ્દીપક તરીકેની, કૅટલિસ્ટ તરીકેની ફરજ બજા વી શકે એ ખરો પ્રેમ.
જે બાધારૂપ બને, જે ગૂંગળાવે, જે ક્ષિતિજોને ટૂંકાવી દે, જે બંધિયાર બનાવી દે એ પ્રેમમાં બીજાં તમામ તત્ત્વો ભલે હોય, સત્યનું કે સચ્ચાઈનું કે ખરાપણાનું તત્ત્વ એમાં નહીં હોય. પ્રેમમાં ખુવાર થઈ જવાનું ન હોય. પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો અર્થ શું? પ્રેમ વિશેની કેટલીક ભ્રમણાઓ જીવન માટેની પ્રાથમિકતાઓ કઈ કઈ છે તે નક્કી કર્યા પછી સહેલાઈથી તૂટી જતી હોય છે. પ્રેમનું સ્થાન જીવનમાં કેટલામું છે?